zoom in zoom out toggle zoom 

< હયાતી

હયાતી/૨૭. મારી બલ્લા

From Ekatra Wiki
Revision as of 01:30, 10 April 2025 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૭. મારી બલ્લા

એક જશોદાના જાયાને જાણું
એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા.
હોય ગોરસ તો પરસીને નાણું
આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.

નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા
આ તો ગોકુળનું ગમતીલું ગામ,
વ્રેડુની પીડાને દીધી દાંતે દબાવી
હવે હોઠને તો હસવાથી કામ;
હોય વાંસળીનો સૂર તો પિછાણું
આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.

રાધાનું નામ એક સાચું, ઓધાજી,
બીજું સાચું વૃંદાવનનું ઠામ,
મૂળગી એ વાત નહીં માનું કે
કોઈ અહીં વારે વારે બદલે ના નામ;
એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.

૧૯૬૩