આત્મપરિચય/આત્મપરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
<center>*
<center>*
આ ઘરમાં વિરહને વિસ્તરવાનો પૂરતો અવકાશ નહિ રહે. પડખું બદલતાં જ મિલન! કોઈ મોટા ઘરના માણસ આવી ચઢે ત્યારે આ ઘરના પરિમાણને અનુકૂળ થવાનો એમને પ્રયત્ન કરવો પડે તે જોઈને ક્લેશ થાય ને હસવું પણ આવે. નાનું ઘર દરિદ્રતાનું સૂચક ચિહ્ન ગણાય છે. એ દરિદ્રતા રખેને અંગે જાળાની જેમ બાઝી પડે એ બીકે કેટલાક ભદ્ર લોકો ઉંબર પર ઊભા રહીને જ કામ પતાવી લે. એમની એ અસ્વસ્થતા અવકાશને વધુ સંકોચે. પણ એમને ખબર નથી — એઓ બિચારા શી રીતે જાણે! — કે આ ઘરમાં બાલ્યકાળમાં જે વનને ખોળે ઊછર્યો છું તે આખુંય ગાઢ વન સમાઈ ગયું છે, અહીં પટેદાર પંદર પંદર ફૂટ લાંબા વાઘ નમતા પહોરના તડકા સાથે ફલાંગ ભરે છે, અહીંના અન્ધકારમાં સાતકાશીના વનના વાંસની જાળમાં અડ્ડો જમાવીને બેઠેલા અન્ધકારનો સ્વાદ છે, બાળપણમાં જોયેલા મૃત્યુનો અશ્રુભેજ આ ઘરની દીવાલના પોપડા ઉખાડી જાય છે. બહારથી આવીને બારણું ખોલું છું ત્યારે અમે બધાં એકસાથે ઘરમાં પ્રવેશીએ છીએ. રોષ અહીં વધુ ધૂંધવાઈ ઊઠે છે, કીર્તિ અહીં લાંબા પગ કરીને આરામથી પોઢી શકતી નથી, અપમાન દીવાલ સાથે માથું પછાડીને વટવાગળાની જેમ ચક્કર ખાય છે. અહીં ભાષા એક જ સ્તર પર વિહરે છે.

મોટા ઘરના લોકો એમને ઘરે આપણને બોલાવીને મનમાં ને મનમાં આપણું માપ કાઢતા હોય છે. આ ઘરમાં એમને હ્રસ્વ બનવું પડે છે. અહીં સમાસ અને સન્ધિપૂર્વક જીવવું પડે છે. કેટલાક વિવેકી સજ્જનો કહે છે : ‘હું તો નીકળ્યો’તો તમારે ત્યાં જ, પણ…’ પછીના વણઉચ્ચારાયેલા ભાગમાં મારા ઘરનો મહિમા પ્રસરી રહ્યો હોય છે. ઉભયાન્વયી અવ્યયનો ખરચાળ અતિરેક અહીં પરવડતો નથી. પૂર્ણવિરામ સિવાય બીજા વિરામની સગવડ પણ નથી. ઘરમાં પ્રવેશતાં અમે સૌ થોડું થોડું આકાશ અંદર લેતાં આવીએ છીએ, એથી અમારું નભ્યે જાય છે. કોઈ મોટા ઘરના માણસને ત્યાં જાઉં છું ત્યારે ઘરમાં બેસવા કરતાં ઝરૂખામાં કે બારી આગળ ઊભા રહેવાનું જ મને ગમે છે. અવકાશ સહેજસરખો વધારે હોય તો મારી નજર આગળ વ્યક્તિઓની રેખાઓ વેરણછેરણ થઈ જાય છે. વળી વૈભવની જીવતી જાહેરાત જેવા માનવીઓને ેજોઈને મને ક્લેશ થાય છે. એવા ઘરનો અસબાબ માણસને અસબાબ તરીકે વાપરતો હોય છે. આથી જ તો કહું છું કે નાનું ઘર મને ગમે છે. દરિદ્રતાને બડાશ મારવાની ટેવ હોતી નથી, તો દુરાચારને અંગ પ્રસારવા ઝાઝો અવકાશ જોઈએ છે.
મોટા ઘરના લોકો એમને ઘરે આપણને બોલાવીને મનમાં ને મનમાં આપણું માપ કાઢતા હોય છે. આ ઘરમાં એમને હ્રસ્વ બનવું પડે છે. અહીં સમાસ અને સન્ધિપૂર્વક જીવવું પડે છે. કેટલાક વિવેકી સજ્જનો કહે છે : ‘હું તો નીકળ્યો’તો તમારે ત્યાં જ, પણ…’ પછીના વણઉચ્ચારાયેલા ભાગમાં મારા ઘરનો મહિમા પ્રસરી રહ્યો હોય છે. ઉભયાન્વયી અવ્યયનો ખરચાળ અતિરેક અહીં પરવડતો નથી. પૂર્ણવિરામ સિવાય બીજા વિરામની સગવડ પણ નથી. ઘરમાં પ્રવેશતાં અમે સૌ થોડું થોડું આકાશ અંદર લેતાં આવીએ છીએ, એથી અમારું નભ્યે જાય છે. કોઈ મોટા ઘરના માણસને ત્યાં જાઉં છું ત્યારે ઘરમાં બેસવા કરતાં ઝરૂખામાં કે બારી આગળ ઊભા રહેવાનું જ મને ગમે છે. અવકાશ સહેજસરખો વધારે હોય તો મારી નજર આગળ વ્યક્તિઓની રેખાઓ વેરણછેરણ થઈ જાય છે. વળી વૈભવની જીવતી જાહેરાત જેવા માનવીઓને જોઈને મને ક્લેશ થાય છે. એવા ઘરનો અસબાબ માણસને અસબાબ તરીકે વાપરતો હોય છે. આથી જ તો કહું છું કે નાનું ઘર મને ગમે છે. દરિદ્રતાને બડાશ મારવાની ટેવ હોતી નથી, તો દુરાચારને અંગ પ્રસારવા ઝાઝો અવકાશ જોઈએ છે.
<center>*
<center>*
આવે વખતે મારા દાદાની છબિ નજર આગળ ખડી થઈ જાય છે. દિવસોના દિવસો સુધી બે અક્ષર ન ઉચ્ચારનાર, પોતાના કરતાં ચાર ગણા વિસ્તારવાળા મૌનના પરિવેશ વચ્ચે જ સદા ઘેરાઈને રહેનાર, પોતાની આજુબાજુ એકાકીપણાનું અસ્તર મઢી દઈને જ જીવનાર એ પ્રૌઢ પુરુષ તાવ આવતાંવેંત પોતાના જ ઊંડાણમાંથી બહાર નીકળી આવતા ને મલેરિયાની ટાઢને ઉરાડવા તાપણું કરી બેસતા. અમને બાળકોને પાસે બોલાવીને બેસાડતા. તાવને કારણે એમની તરી આવેલી આંખોની ઝાંયમાં નાચતા તાપણાનું પ્રતિબિમ્બ અમે જોઈ રહેતાં. અગ્નિની ઝાળના દીવાલ પર કૂદતા પડછાયા પરીકથામાં આવતા રાક્ષસની લપકારા મારતી જીભની યાદ આપતા ને અમે કશાક અજાણ્યા ભયથી વધુ સંકોચાઈને અડોઅડ બેસતાં. દાદાનો તાવથી બળતો હાથ કોેઈક વાર ગાલને અડી જતો ત્યારે બીજા એક શરીરની આબોહવાના અણધાર્યા આક્રમણથી મારું શરીર મુંઝાઈ જતું. પછી દાદા વાતો શરૂ કરતા. પણ એ પેલી બાળવાર્તાઓમાં આવે છે તેવી દાદાજીની વાતો નહોતા કરતા. અમે તો નિમિત્ત માત્ર હતાં. એ વાતો કરતા હતા મરણ જોડે — જે મરણ ધાડપાડુની જેમ ઓચિંતાનું અમારા ઘર પર ત્રાટકી પડીને અરધું ઘર ઉજ્જડ કરી ગયું હતું. છેલ્લે વાત આવીને અટકતી મારા કાકાના મરણ આગળ. ઘરમાંથી જે ચાલ્યાં ગયાં તેમાંનાં મોટા ભાગનાં યુવાન વયનાં, પણ દાદા બોલતાં : ‘મણિશંકર ગયો ત્યારથી ભગવાન જોડે લડું છું, એવું શા માટે કર્યું?’ એ પ્રશ્નની વેધકતા સમજવા જેટલાં અમે ત્યારે મોટાં નહોતાં. તેમ છતાં તાપણાની ઝાળની તરલ દીપ્તિથી પળે પળે રેખાઓ બદલતો લાગતો એમનો ચહેરો, એમને હોઠેથી ઉચ્ચારાયેલો નહીં પણ આંખમાં અંગારાની જેમ વરસેલો એ પ્રશ્ન જેને ઉદ્દેશવામાં આવ્યો છે તે ઓરડામાં જ, કોઈ અંધારો ખૂણો શોધીને લપાઈને, ખંધાઈથી સાંભળતું બેઠું હશે એવું અમને લાગતું ને અમારી નજર એને શોધવા મથતી.