કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૫. ક્ષણ હસવું, ક્ષણ રડવું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. ક્ષણ હસવું, ક્ષણ રડવું| નિરંજન ભગત}} <poem> :::: ક્ષણ હસવું, ક્ષ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 8: Line 8:
::::: જનમ જનમ રે જીવું;
::::: જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
પાય જગત જે, હસતે મુખે
:::: સકલ હોંસથી પીવું,
::::: સકલ હોંસથી પીવું,
:::: કંઈ મીઠું, કંઈ કડવું!
:::: કંઈ મીઠું, કંઈ કડવું!


Line 20: Line 20:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૪)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૪)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૪. એટલો ર્‌હેજે દૂર|૧૪. એટલો ર્‌હેજે દૂર]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૬. લટને લ્હેરવું ગમે |૧૬. લટને લ્હેરવું ગમે]]
}}

Latest revision as of 09:11, 4 September 2021

૧૫. ક્ષણ હસવું, ક્ષણ રડવું

નિરંજન ભગત

ક્ષણ હસવું, ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું?

સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું!

સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું!

૧૯૪૯

(બૃહદ છંદોલય, પૃ. ૯૪)