કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪. તને ચ્હાતાં ચ્હાતાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪. તને ચ્હાતાં ચ્હાતાં| નિરંજન ભગત}} <poem> તને ચ્હાતાં ચ્હાતાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૯)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૯)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩. સુધામય વારુણી|૩. સુધામય વારુણી]] | |||
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૫. આશ્લેષમાં|૫. આશ્લેષમાં]] | |||
}} |
Latest revision as of 10:35, 3 September 2021
૪. તને ચ્હાતાં ચ્હાતાં
નિરંજન ભગત
તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો,
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે,
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ નહીં સંપૂર્ણ વિલય!
હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું,
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!
કશી તારી લીલા, કવિ! ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!
૧૯૪૮
(બૃહદ છંદોલય, પૃ. ૧૯)