યાત્રા/તારી શી કૃતિ!

From Ekatra Wiki
Revision as of 10:10, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારી શી કૃતિ!|}} <poem> અહો અહો, અદ્ભુત તારી શી કૃતિ! ગુરુત્વને તું લઘુતાથી સજ્જતી. લઘુત્વમાં તું ગુરુતા નિપાવતી. રચી રહી નૂતન તાલમાન! અચેતનાની જડ આ શિલા વિષે પ્રગાઢ પાર્થિવ્ય તણા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તારી શી કૃતિ!

અહો અહો, અદ્ભુત તારી શી કૃતિ!
ગુરુત્વને તું લઘુતાથી સજ્જતી.
લઘુત્વમાં તું ગુરુતા નિપાવતી.
રચી રહી નૂતન તાલમાન!

અચેતનાની જડ આ શિલા વિષે
પ્રગાઢ પાર્થિવ્ય તણા પથારા
ખેંચી રહે ભૂતલ મેર, ઊડવા
જતા કિશોરાત્મ તણા શરીરને.

તું તાહરી ચેતનસર્જિકા દ્યુતિ
પ્રક્ષેપી એ દીર્ધ ગુરુત્વ જાડ્યનાં
આકર્ષણોનું બલ સંહરે શી!

ને ચેતનાની લઘુ બાલચંદ્ર શી
આ ક્ષીણ રેખા પ્રગટે અનંતશઃ
વિસ્તીર્ણ નિશ્ચિતન સૃષ્ટિપૃષ્ઠે.

વેળુપટે અંકિત ચિત્ર પેઠે
ભૂંસી શકે વાયુલહેર એને,
કો નાનકા વાદળની હથેલી યે
એનું શકે આવરી મંદ તેજ.

એ ક્ષીણતાને તવ પૂર્ણતાના
પયોધિથી સંગમતી તું, પૂષણા!
કેવી કલાઓ રચતી વિરાટની!

મહા મહા તારી રસાળ આ કૃતિ.
સૌ ઊર્ધ્વનાં શ્રેયસ પ્રેયસોને
ઊભેલ તું અંગુલિટેરવે ધરી;
જોઈ રહી ભૂચર આ મનુષ્યને
સુધાસ્મિતે મંડિત તારી આકૃતિ!

ઓક્ટોબર, ૧૯૪૫