સાહિત્યિક સંરસન — ૩/જયેશ રાષ્ટ્રકૂટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 46: Line 46:
સોમવારે સવારે નાહી, પૂજા પતાવી રમણિક ગોર અને ખીમો પહોંચ્યા કારખાને. ગેટ પાસે ચોકીદાર ઊભો હતો. તેણે ખીમાને જોઇને  કહ્યું, ‘સાયેબ નો બજે આયેંગે. આપ અપને આદમી કો ભેજ દો અંદર.’ ખીમો ગેટથી જ પાછો વળી ગયો અને રમણિક ગોર અંદર જવા લાગ્યા.

'યે લો ચાબી' પેલા ગુરખાએ ચાવી આપી એ લીધી. અંદર જઈ તાળાને પગે લાગીને ખોલ્યું જાણે પોતાનું જ મંદિર ખોલતા હોય એમ! મન કચવાતું હતું કે, ‘કયાંથી કયાં આવી ગયો... આવું કામ ય કરમે લખ્યું હશે!’ ટેબલ પર બે-ચાર રોજમેળ આડાઅવળા પડયા હતા તે સરખા કર્યા, ખાનું ખુલ્લું હતું એ બંધ કર્યું. સામેના તારીખિયામાં મહિનો બદલાવ્યો. જાણે ગોરનો ભવ પણ બદલાતો હતો. અચાનક સામે ગોખલા પર નાનકડું મંદિર જોઈ ગોર રાજી થઈ ગયા.  
‘યે લો ચાબી' પેલા ગુરખાએ ચાવી આપી એ લીધી. અંદર જઈ તાળાને પગે લાગીને ખોલ્યું જાણે પોતાનું જ મંદિર ખોલતા હોય એમ! મન કચવાતું હતું કે, ‘કયાંથી કયાં આવી ગયો... આવું કામ ય કરમે લખ્યું હશે!’ ટેબલ પર બે-ચાર રોજમેળ આડાઅવળા પડયા હતા તે સરખા કર્યા, ખાનું ખુલ્લું હતું એ બંધ કર્યું. સામેના તારીખિયામાં મહિનો બદલાવ્યો. જાણે ગોરનો ભવ પણ બદલાતો હતો. અચાનક સામે ગોખલા પર નાનકડું મંદિર જોઈ ગોર રાજી થઈ ગયા.  
   
‘મને એમ થોડો રેઢો મૂકે મારો રામ!’ કહીને, ગમછો ઠીક કરીને આંખ બંધ કરી હનુમાન ચાલીસા બોલી નાખ્યા. અંદર  ટાઢક થઈ ગઈ. ત્યાં તો ગેટનો કિચૂડ અવાજ આવ્યો. એક મોટર પ્રવેશી. ગુરખાએ સલામ મારી અને ગેટ બંધ કર્યો. હાથમાં નાનકડી સૂટકેસ લઇને એક માણસ ટપક ટપક કરતો આવ્યો. ગોરના ચપ્પલ દરવાજામાંથી દૂર હડસેલ્યાં. અંદર આવી ને કહે, ‘પાણી લઈ આવી દો અને હા, મારે દસ મિનિટ પછી મીટિંગ છે ઝડપથી ચોપડા તૈયાર કરો. અરે! મારું ટેબલ કેમ સાફ નથી કર્યું?’ ગોરબાપા કાંઈ સમજે એ પહેલાં જ એ ફરી બોલ્યો, ‘બીજું બધું પછી જોજો પહેલાં ટેબલ સાફ કરો. રોજ આવી ને પહેલું કામ ગાભો મારવાનું થવું જોઇએ ઓકે?’ ગોરનું મગજ સુન્ન થઈ રહ્યું હતું.