સાહિત્યિક સંરસન — ૩/દશરથ પરમાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
એ જ્યાં ઊભી હતી ત્યાંથી રસ્તાના બે ફાંટા પડતા હતા - એક કાચો રસ્તો, જમણી તરફ જતો, થોડેક આગળ જઈ ગીચ ઝાડીઓમાં ગૂંચવાઈને પછી ક્યાંક ગુમ થઈ જતો અને બીજો રસ્તો. . . એણે ધારીને જોયું. ત્યાં રસ્તા જેવું કશું જ નહોતું. ત્યાં તો કોઈ સમયે પાક્કો ડામરનો રોડ હશે તેની સાબિતી આપતાં, નાનાં-મોટાં અનિયમિત આકારનાં, તિરાડોવાળાં કાળાં-કાળાં ડામરનાં ચોસલાં હતાં. એ ચોસલાંઓની આસપાસની ખાલી જમીન પર ધરો જેવું જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું. એ તરફ જોતાં-જોતાં એની અંદર એક પાક્કો રસ્તો ઉપસી આવ્યો. બીજી જ ક્ષણે એ રસ્તા પર દોડતા અસંખ્ય ઘોડાઓના ડાબલા અને હણહણાટી એક સાથે સંભળાવા લાગ્યાં. સાથે-સાથે જૂના જમાનાની જીપ અને એની ઘરઘરાટી પણ સંભળાઈ. આગળ ચાલતો ઘોડેસવાર એ રોડ પરથી પસાર થઈ રહેલાં લોકોને કડક અવાજમાં આદેશ આપી રહ્યો હતો : ચાલો, ખસી જાઓ.. વચ્ચેથી હટી જાઓ... બાપુસાહેબની પધરામણી થઈ રહી છે...!

    એ આદેશનું પાલન કરતી હોય તેમ એનાથી થોડુંક ખસી જવાયું. એના ખસવાની સાથે જ અચાનક જાણે બધુંય ભૂંસાઈ ગયું. ભોંઠી પડેલી એની નજર થોડી આગળ લંબાઈ. હવે કાળાં ચોસલાંઓના દ્વીપસમૂહ પછી શરૂ થતી નાનકડી કેડી પણ એને દેખાવા લાગી - છે. . .ક દરબારગઢ સુધી લંબાઇને પડેલી લાંબી-સાંકડી કેડી! ઘણા સમયથી એ કેડી પર કોઈ ચાલ્યું જ ન હોય તેમ ઘાસથી છવાઈ ગયેલી. એની આજુબાજુ, ચાલતી વખતે ઢીંચણે અડકે તેવું જંગલી ઘાસ. અને એ ઘાસનું રક્ષણ કરતાં હોય તેમ આડેધડ ફેલાઈ ગયેલાં ગાંડા બાવળનાં ઝૂંડનાં ઝૂંડ!  

એણે જોયું. એ રસ્તાની ધાર પર ઊભી હતી, એકલી-અટૂલી. આસપાસમાં માનવ વસવાટ હોવાની કોઈ શક્યતા દેખાતી નહોતી. દૂર-દૂર સુધી પથરાયેલી રાતી-પીળી ટેકરીઓ.. ઢોળાવ પરનાં ખાલી ખેતરો... ખૂબ દૂરના ભૂતકાળમાં ત્યાં ગામ જેવું કશુંક રહ્યું હશે તેનો અણસાર આપતાં, પથ્થરનાં છૂટાંછવાયાં થોડાંક ઘર - એની કાળી પડી ગયેલી જર્જરિત ભીંતો.... થોડાક દિવસો પર વરસી ગયેલા વરસાદની ગંધને પોતાનાં પાંદડાં અને ડાળીઓ પર સાચવીને ઊભેલાં જાતભાતનાં વૃક્ષો.. આમતેમ ઊડી રહેલાં રંગબેરંગી પતંગિયાં... અને દૂ..ર એક ઝાડીમાંથી ઊંચે ઊઠી રહેલા ધુમાડાનો થોડેક ઉપરના અવકાશમાં રચાયેલો સફેદ પટ્ટો... ચારેકોર ખામોશી હતી, અદૃશ્ય અને અંતહીન. રસ્તા પરથી એકલદોકલ વાહન પસાર થતું ત્યારે એ ખામોશીમાં ગોબા પડી જતા હતા. વાતાવરણમાં થોડોક ખળભળાટ પણ મચી જતો. ત્રણ તબક્કામાં આવતો ખળભળાટ : દૂરથી ધીરે ધીરે નજીક આવતો… પછી સાવ પાસે આવી મંદ લસરકા કરી જતો… અને પછી જે લયમાં આવ્યો હોય તે જ લયમાં દૂર ચાલી જતો! એ અવાજની સાથોસાથ એક બીજી નાનકડી ઘટના પણ બનતી. વાહનચાલક કે અંદર બેઠેલાં માણસો એને ધારીધારીને જોઈ રહેતાં. નિર્જન રસ્તા પર ઊભેલી, સ્કાય બ્લૂ જીન્સ અને પીળા રંગની ટી-શર્ટવાળી એક અજાણી છોકરી અને એની પીઠ પર ઝૂલી રહેલી બૅગ! એ લોકો શું વિચારતાં હશે? કદાચ રસ્તો ભૂલી ગઈ હશે? અથવા એને ક્યાંય જવાનું હોય અને કોઈ વાહનની રાહ જોઇને ઊભી હોય... જોકે, એ રાહ જોઇને ઊભી હોય એવું લાગતું નહોતું એટલે વાહનચાલક એકાદ ક્ષણ એના ચહેરા સામે તાકી રહેતો; પછી ધીમા પાડેલાં વાહનને વળી પાછો આગળ હંકારી જતો. એ વાહન દેખાતું બંધ થાય ત્યાર પછી પણ પેલા અજાણ્યા અને આશ્ચર્યચકિત ચહેરાઓ હવામાં ઝળૂંબી રહ્યા હોય એવું એને લાગ્યા કરતું.

અચાનક એક ટિટોડી એના માથા નજીકથી કકળાટ કરતી પસાર થઈ. એણે ચહેરો ઊંચકીને એ દિશામાં નજર લંબાવી. ટિટોડી દરબારગઢ તરફ ઊડી ગઈ. એની પાંખોનો ફફડાટ અને કર્કશ અવાજ થોડીકવાર પૂરતાં હવામાં તરતાં રહ્યાં. પછી ત્યાં રહેલા ખાલી અવકાશમાં એના અદૃશ્ય લિસોટા ઝૂલતા રહ્યા. હવે એની નજરે ચડી-અરવલ્લીની નાની-નાની ટેકરીઓ, વરસોથી પલાંઠી વાળીને બેસેલા કોઈ જૈન સાધુ જેવી-નિર્લેપ અને નિર્વિકાર! અને એ વૃક્ષવિહોણી ટેકરીઓની ગોદમાં શાંત થઈ સૂતેલો દરબારગઢ – ઑગસ્ટના પ્રખર તાપમાં તપી રહેલો ને તેમ છતાં સાવ નિશ્ચલ. જોકે, અત્યારે તો આખા દરબારગઢ પર છાંયડો પથરાયેલો છે અને ટેકરીઓ પર તમતમતો તડકો. સૂર્ય સંતાકૂકડી રમી રહ્યો હતો. ઘડીકમાં વાદળ પાછળ સંતાઈ જઇને ધૂંધનો આભાસ રચી  દેતો તો ઘડીકમાં બહાર આવી બધુંય ચકચકિત કરી મૂકતો. એને નવાઇ લાગવા માંડી કે તડકા-છાંયડાની આ રમતની દરબારગઢ પર કોઈ જ અસર થતી નહોતી. તડકામાં એ સાવ ફિક્કો ભાસતો હતો, કોઈ ગંભીર બીમારીના દર્દી જેવો, સાવ નંખાઈ ગયેલો. તો છાંયડામાં પણ એટલો જ બીમાર અને નિસ્તેજ! વરંડાની તોતિંગ દીવાલો પર સુકાઇને લબડી પડેલું ઘાસ. પહોળી દીવાલ પર ઊભી રહી નિરાંતે એ ઘાસ ચરી રહેલી એક બકરી. લીલથી લીંપાયેલી જૂના જમાનાની ઈંટો, જાણે કાળા રંગ પર કોઇએ લીલા રંગનો કૂચડો ફેરવી નાખ્યો હોય. અને દીવાલોમાં ઠેર-ઠેર પડેલાં ગાબડાં!  

    એણે ઘડિયાળમાં જોયું. અચાનક એની અંદર એકલતાનો ભાવ ઊમટી આવ્યો. એને યાદ આવ્યું - આ સમયે એ કૉલેજની લાઇબ્રેરીમાં હોય. ચારેબાજુ પુસ્તકોથી લદાયેલા ઊંચા-ઊંચા રૅકસથી ઘેરાયેલી, પોતાની પસંદગીનું કોઈ પુસ્તક શોધતી. ઘેર જવાનો સમય થાય તેનું પણ ભાન રહે નહીં. લાઇબ્રેરીની બહાર ગરમાળા નીચે ઊભા રહીને કંટાળેલા સોહમ્‌નો કૉલ આવે ત્યારે ખબર પડે કે અરે! આટલો બધો સમય થઈ ગયો? . . . અત્યારે એ શું કરતો હશે? એને થયું - કદાચ, બહારથી કંટાળીને લાઇબ્રેરીમાં જઈ એને શોધતો હોય અથવા કૅન્ટીનમાં. હું નહીં દેખાઉ એટલે તરત જ એનો હાથ સીધો મોબાઇલ પર જવાનો. એ જાણે છે કે, હું લાઇબ્રેરીમાં હોઉં ત્યારે મારો મોબાઇલ હંમેશાં બૅગમાં મૂકીને સાઇલન્ટ મોડ પર જ રાખું છું, ને તેમ છતાંય એની રોજની આદત પ્રમાણે...

સોહમ્‌ના આવા વર્તનથી ક્યારેક એ અંદર ને અંદર ચીડાઈ જતી - આ શું યાર! એક ઘડી પણ રાહ ન જોઈ શકાય? મોબાઇલનો મતલબ એ તો નથી કે... : લાઇબ્રેરીમાંથી બહાર આવી એને તતડાવી નાખવાનું મન થતું. પણ પછી એનો ચહેરો જોઇને એ એમ કરી શકતી નહીં. ઊલટાની પોતાના ધૂંધવાટને એ જરા નરમ અવાજે વ્યક્ત કરતી:

- સોહમ્‌! હું લાઇબ્રેરીમાં જ હોઉં છું, એ જાણે છે છતાં શું કામ કૉલ કરે છે?

Line 74: Line 74:
કશું પૂછવાનો કે સામી દલીલ કરવાનો કોઈ જ અવકાશ નહોતો, બલ્લુ! અમે તરત જ નીકળી ગયાં. અંતરકુંવર આખી વાટ પ્રશ્નો પૂછી-પૂછીને મારું માથું ખાઈ ગયાં : ભાભીસા’! આમ અચાનક કેમ ઉપડ્યાં? અને તમારાં પિયરમાં મારું શું કામ છે તે મને આમ સાથે લીધી?

    એ વખતે એમના એક્કેય પ્રશ્નનો ઉત્તર મારી પાસે નહોતો. પણ પંદરેક દિવસ પછી પાછાં ફર્યાં ત્યારે સઘળા ઉત્તરો અમને એકસામટા મળી ગયા. અંતરકુંવર ગાડીમાંથી ઉતરતાંવેંત કૂવા પાસે ગયાં, તો કૂવો ગાયબ! એના ઠેકાણે એક નાનકડો ગોળ ઓટલો ચણેલો હતો. અને વચ્ચે વડનું માથોડું ઊંચું થડ રોપેલું.. એની આજુબાજુ દાણા ચણી રહેલાં પક્ષીઓ... રસિયા વાલમની મેડી સૂની હતી. મેડી આગળ એના પાવાના ટુકડા ધૂળમાં આમતેમ રગદોળાયેલા..! દરબારગઢ ભેંકાર ભાસતો હતો. અંતરકુંવર રઘવાયાં થઇને આમતેમ દોડ્યાં કરતાં રસિયાની શોધમાં.. એમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. કોઇની સાથે વાત પણ કરતાં નહીં. કશુંક અજુગતું બનવાનું હોય તેમ  અજાણ્યા ભયના ઓથાર તળે સૌ જીવી રહ્યાં હતાં. બાપુસાહેબથી આ આઘાત જીરવાયો નહીં. અને એક મધરાતે તેઓ પાછા થયા.

બસ, પછી તો ગઢની પણ જાણે દશા બદલાઈ. લોકો વગર બીમારીએ ટપોટપ મરવા લાગ્યાં. ગામ ખાલી થયું. લોકો બીજે રહેવા ચાલી ગયાં. ગઢમાં સૂનકાર રાસડા લેવા લાગ્યો. અંતરકુંવર હવે એકાંતવાસમાં જ રહેતાં હતાં. બબ્બે-ત્રણ ત્રણ મહિના સુધી બહાર પણ ન નીકળે. અને એક સવારે નીકળ્યાં તો સફેદ વસ્ત્રો.. કપાળમાં ગોળ-મોટો લાલ રંગનો ચાંદલો અને માથા પરના સૂંડલો વાળ ગાયબ... કોઈ સાજ-શણગાર ન મળે. પગમાં પગરખાં સુદ્ધાં નહીં. આંખોમાં કોઈ જુદા જ પ્રકારની ચમક... જાણે એ અંતરકુંવર નહીં પણ કોઈ બાલાજોગણ હતાં.. બહાર નીકળીને મક્કમતાપૂર્વક એ સીધાં વડવાળા ઓટલા પર ગયાં. ઓટલા વચ્ચે, વડના થડ પાસે પલાંઠી વાળી આંખો મીંચી બેસી પડ્યાં, બસ...

ઐતિહાસિક અને અવાવરુ જગ્યાઓમાં જ સંભવી શકે તેવી ગંધ ચારેકોર પ્રસરેલી હતી - જૂનાં, વર્ષોથી કોઇએ ખોલ્યાં ન હોય તેવાં પુસ્તકોમાંથી ઉત્પન્ન થતી બટાઈ ગયેલી, ભેજવાળી ગંધને મળતી. અને અજવાળા પર હાવી થવા કરતું આછું આછું અંધારું… એના પગ એકાએક અટકી ગયા. એને નવાઈ લાગી. એ ચાલતી-ચાલતી છેક ગઢના દરવાજે પહોંચી ગઈ હતી - એની ખબર પણ ન પડી. પરંતુ હવે આટલે પહોંચ્યા પછી જાણે ખૂબ જ થાકી ગઈ હોય એવું કેમ લાગે છે? શરીરના તમામે તમામ સાંધા કળવા લાગ્યા. તરસ પણ લાગી હતી. એણે બૅગમાંથી પાણીની બૉટલ કાઢી મોંઢે માંડી.

  દરવાજા પાસે જ જમણા હાથે એક મંદિર હતું, ભીંતમાં કોતરેલી હનુમાનજીની મૂર્તિ. એના પર સિંદૂર અને તેલના રગડા… આખાય મંદિરમાં ધૂળના થર બાઝેલા હતા અને કરોળિયાનાં મોટાં-મોટાં જાળાં... એણે માથું એ દિશામાં સહેજ નમાવ્યું. પછી સામે નજર નાંખી. ભાંગેલા ઝરૂખા… ગોખ… નમી પડેલી થાંભલીઓ…ચોરસ પથ્થરો... ઝાડી-ઝાંખરાં.. સાગ-વાંસ-મહુડા-આવળ-બાવળનાં આડેધડ ફાલેલાં વૃક્ષો અને જમીન પર પથરાયેલાં એ બધાં વૃક્ષોનાં લીલાં-સુક્કાં પાંદડાં - એ બધું વટાવીને એની નજર પેલા વડને શોધવા લાગી. એને આશ્ચર્ય થયું. અત્યારે પીપળો વચ્ચે નથી આવતો છતાં વડ કેમ દેખાતો નથી?