સાહિત્યિક સંરસન — ૩/દશરથ પરમાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ દશરથ પરમાર ++ '''</span></big></big></big></center> <br> === <span style="color: blue">દરબાર ગઢની બીજી મુલાકાત </span> === {{Poem2Open}} એ જ્યાં ઊભી હતી ત્યાંથી રસ્તાના બે ફાંટા પડતા હતા - એક કાચો રસ્તો, જમણી તરફ જતો,...")
 
No edit summary
Line 6: Line 6:
=== <span style="color: blue">દરબાર ગઢની બીજી મુલાકાત </span> ===

{{Poem2Open}}
{{Poem2Open}}
    એ જ્યાં ઊભી હતી ત્યાંથી રસ્તાના બે ફાંટા પડતા હતા - એક કાચો રસ્તો, જમણી તરફ જતો, થોડેક આગળ જઈ ગીચ ઝાડીઓમાં ગૂંચવાઈને પછી ક્યાંક ગુમ થઈ જતો અને બીજો રસ્તો. . . એણે ધારીને જોયું. ત્યાં રસ્તા જેવું કશું જ નહોતું. ત્યાં તો કોઈ સમયે પાક્કો ડામરનો રોડ હશે તેની સાબિતી આપતાં, નાનાં-મોટાં અનિયમિત આકારનાં, તિરાડોવાળાં કાળાં-કાળાં ડામરનાં ચોસલાં હતાં. એ ચોસલાંઓની આસપાસની ખાલી જમીન પર ધરો જેવું જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું. એ તરફ જોતાં-જોતાં એની અંદર એક પાક્કો રસ્તો ઉપસી આવ્યો. બીજી જ ક્ષણે એ રસ્તા પર દોડતા અસંખ્ય ઘોડાઓના ડાબલા અને હણહણાટી એક સાથે સંભળાવા લાગ્યાં. સાથે-સાથે જૂના જમાનાની જીપ અને એની ઘરઘરાટી પણ સંભળાઈ. આગળ ચાલતો ઘોડેસવાર એ રોડ પરથી પસાર થઈ રહેલાં લોકોને કડક અવાજમાં આદેશ આપી રહ્યો હતો : ચાલો, ખસી જાઓ.. વચ્ચેથી હટી જાઓ... બાપુસાહેબની પધરામણી થઈ રહી છે...!

     એ આદેશનું પાલન કરતી હોય તેમ એનાથી થોડુંક ખસી જવાયું. એના ખસવાની સાથે જ અચાનક જાણે બધુંય ભૂંસાઈ ગયું. ભોંઠી પડેલી એની નજર થોડી આગળ લંબાઈ. હવે કાળાં ચોસલાંઓના દ્વીપસમૂહ પછી શરૂ થતી નાનકડી કેડી પણ એને દેખાવા લાગી - છે. . .ક દરબારગઢ સુધી લંબાઇને પડેલી લાંબી-સાંકડી કેડી! ઘણા સમયથી એ કેડી પર કોઈ ચાલ્યું જ ન હોય તેમ ઘાસથી છવાઈ ગયેલી. એની આજુબાજુ, ચાલતી વખતે ઢીંચણે અડકે તેવું જંગલી ઘાસ. અને એ ઘાસનું રક્ષણ કરતાં હોય તેમ આડેધડ ફેલાઈ ગયેલાં ગાંડા બાવળનાં ઝૂંડનાં ઝૂંડ!  

એણે જોયું. એ રસ્તાની ધાર પર ઊભી હતી, એકલી-અટૂલી. આસપાસમાં માનવ વસવાટ હોવાની કોઈ શક્યતા દેખાતી નહોતી. દૂર-દૂર સુધી પથરાયેલી રાતી-પીળી ટેકરીઓ.. ઢોળાવ પરનાં ખાલી ખેતરો... ખૂબ દૂરના ભૂતકાળમાં ત્યાં ગામ જેવું કશુંક રહ્યું હશે તેનો અણસાર આપતાં, પથ્થરનાં છૂટાંછવાયાં થોડાંક ઘર - એની કાળી પડી ગયેલી જર્જરિત ભીંતો.... થોડાક દિવસો પર વરસી ગયેલા વરસાદની ગંધને પોતાનાં પાંદડાં અને ડાળીઓ પર સાચવીને ઊભેલાં જાતભાતનાં વૃક્ષો.. આમતેમ ઊડી રહેલાં રંગબેરંગી પતંગિયાં... અને દૂ..ર એક ઝાડીમાંથી ઊંચે ઊઠી રહેલા ધુમાડાનો થોડેક ઉપરના અવકાશમાં રચાયેલો સફેદ પટ્ટો... ચારેકોર ખામોશી હતી, અદૃશ્ય અને અંતહીન. રસ્તા પરથી એકલદોકલ વાહન પસાર થતું ત્યારે એ ખામોશીમાં ગોબા પડી જતા હતા. વાતાવરણમાં થોડોક ખળભળાટ પણ મચી જતો. ત્રણ તબક્કામાં આવતો ખળભળાટ : દૂરથી ધીરે ધીરે નજીક આવતો… પછી સાવ પાસે આવી મંદ લસરકા કરી જતો… અને પછી જે લયમાં આવ્યો હોય તે જ લયમાં દૂર ચાલી જતો! એ અવાજની સાથોસાથ એક બીજી નાનકડી ઘટના પણ બનતી. વાહનચાલક કે અંદર બેઠેલાં માણસો એને ધારીધારીને જોઈ રહેતાં. નિર્જન રસ્તા પર ઊભેલી, સ્કાય બ્લૂ જીન્સ અને પીળા રંગની ટી-શર્ટવાળી એક અજાણી છોકરી અને એની પીઠ પર ઝૂલી રહેલી બૅગ! એ લોકો શું વિચારતાં હશે? કદાચ રસ્તો ભૂલી ગઈ હશે? અથવા એને ક્યાંય જવાનું હોય અને કોઈ વાહનની રાહ જોઇને ઊભી હોય... જોકે, એ રાહ જોઇને ઊભી હોય એવું લાગતું નહોતું એટલે વાહનચાલક એકાદ ક્ષણ એના ચહેરા સામે તાકી રહેતો; પછી ધીમા પાડેલાં વાહનને વળી પાછો આગળ હંકારી જતો. એ વાહન દેખાતું બંધ થાય ત્યાર પછી પણ પેલા અજાણ્યા અને આશ્ચર્યચકિત ચહેરાઓ હવામાં ઝળૂંબી રહ્યા હોય એવું એને લાગ્યા કરતું.

    અચાનક એક ટિટોડી એના માથા નજીકથી કકળાટ કરતી પસાર થઈ. એણે ચહેરો ઊંચકીને એ દિશામાં નજર લંબાવી. ટિટોડી દરબારગઢ તરફ ઊડી ગઈ. એની પાંખોનો ફફડાટ અને કર્કશ અવાજ થોડીકવાર પૂરતાં હવામાં તરતાં રહ્યાં. પછી ત્યાં રહેલા ખાલી અવકાશમાં એના અદૃશ્ય લિસોટા ઝૂલતા રહ્યા. હવે એની નજરે ચડી-અરવલ્લીની નાની-નાની ટેકરીઓ, વરસોથી પલાંઠી વાળીને બેસેલા કોઈ જૈન સાધુ જેવી-નિર્લેપ અને નિર્વિકાર! અને એ વૃક્ષવિહોણી ટેકરીઓની ગોદમાં શાંત થઈ સૂતેલો દરબારગઢ – ઑગસ્ટના પ્રખર તાપમાં તપી રહેલો ને તેમ છતાં સાવ નિશ્ચલ. જોકે, અત્યારે તો આખા દરબારગઢ પર છાંયડો પથરાયેલો છે અને ટેકરીઓ પર તમતમતો તડકો. સૂર્ય સંતાકૂકડી રમી રહ્યો હતો. ઘડીકમાં વાદળ પાછળ સંતાઈ જઇને ધૂંધનો આભાસ રચી  દેતો તો ઘડીકમાં બહાર આવી બધુંય ચકચકિત કરી મૂકતો. એને નવાઇ લાગવા માંડી કે તડકા-છાંયડાની આ રમતની દરબારગઢ પર કોઈ જ અસર થતી નહોતી. તડકામાં એ સાવ ફિક્કો ભાસતો હતો, કોઈ ગંભીર બીમારીના દર્દી જેવો, સાવ નંખાઈ ગયેલો. તો છાંયડામાં પણ એટલો જ બીમાર અને નિસ્તેજ! વરંડાની તોતિંગ દીવાલો પર સુકાઇને લબડી પડેલું ઘાસ. પહોળી દીવાલ પર ઊભી રહી નિરાંતે એ ઘાસ ચરી રહેલી એક બકરી. લીલથી લીંપાયેલી જૂના જમાનાની ઈંટો, જાણે કાળા રંગ પર કોઇએ લીલા રંગનો કૂચડો ફેરવી નાખ્યો હોય. અને દીવાલોમાં ઠેર-ઠેર પડેલાં ગાબડાં!  
 
     એણે ઘડિયાળમાં જોયું. અચાનક એની અંદર એકલતાનો ભાવ ઊમટી આવ્યો. એને યાદ આવ્યું - આ સમયે એ કૉલેજની લાઇબ્રેરીમાં હોય. ચારેબાજુ પુસ્તકોથી લદાયેલા ઊંચા-ઊંચા રૅકસથી ઘેરાયેલી, પોતાની પસંદગીનું કોઈ પુસ્તક શોધતી. ઘેર જવાનો સમય થાય તેનું પણ ભાન રહે નહીં. લાઇબ્રેરીની બહાર ગરમાળા નીચે ઊભા રહીને કંટાળેલા સોહમ્‌નો કૉલ આવે ત્યારે ખબર પડે કે અરે! આટલો બધો સમય થઈ ગયો? . . . અત્યારે એ શું કરતો હશે? એને થયું - કદાચ, બહારથી કંટાળીને લાઇબ્રેરીમાં જઈ એને શોધતો હોય અથવા કૅન્ટીનમાં. હું નહીં દેખાઉ એટલે તરત જ એનો હાથ સીધો મોબાઇલ પર જવાનો. એ જાણે છે કે, હું લાઇબ્રેરીમાં હોઉં ત્યારે મારો મોબાઇલ હંમેશાં બૅગમાં મૂકીને સાઇલન્ટ મોડ પર જ રાખું છું, ને તેમ છતાંય એની રોજની આદત પ્રમાણે...

Line 24: Line 25:
     એ કશું બોલતી નહીં, પણ એને તરત જ થતું કે એણે કયા સંદર્ભે આમ કહ્યું હતું? એ શેના વિશે સ્પષ્ટ થવા માગતી હતી? અનિરુદ્ધસિંહ સાથેની પોતાની સગાઈ માટે ઘરમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ વિશે કે પછી? ચારેક દિવસ ઉપર એ લોકો રાજસ્થાનથી એને જોવા માટે પધાર્યાં હતાં અને એને પસંદ પણ કરી ગયાં હતાં. હવે સગાઈ થશે... અને પછી ટૂંક સમયમાં લગ્ન અને...

    અત્યારે પણ મોબાઇલની રિંગ વાગી રહી હોય તેવો ભ્રમ થયો. એનો હાથ તરત જ પીઠ પર લટકી રહેલી બૅગ પર પહોંચી ગયો. બૅગમાંથી મોબાઇલ બહાર કાઢ્યો. ના, એ ભ્રમ નહોતો. મોબાઇલના સ્ક્રીન પર સોહમ્‌નું નામ ઝબકી રહ્યું હતું. એ હોઠ ભીડીને બે’ક ક્ષણ વિચારી રહી. ત્યાં સુધીમાં તો સોહમ્‌ના નામ-નંબરને મિસ્ડ-કૉલના લિસ્ટમાં ઉમેરીને મોબાઇલ ચૂપ થઈ ગયો હતો. એકાદ ક્ષણ હાથમાં લઈ, મોબાઇલને પાછો બૅગમાં મૂકતાં એણે નક્કી કર્યું : ના, એ આજે કોઇની સાથે વાત નહીં કરે, સોહમ્‌ સાથે પણ નહીં. જે ઉદ્દેશથી એ અહીં આવી હતી એ પૂરો ન થાય ત્યાં સુધી તો નહીં જ. એને ઊંડે-ઊંડે વિશ્વાસ હતો કે જેમ બલ્લુને અહીંથી જ માર્ગ મળ્યો હતો તેમ એને પોતાને પણ કોઈ માર્ગ મળી જ જશે. સોહમ્‌ સાથેના સંબંધ વિશે પણ આજે એ સ્પષ્ટ થઈ જશે. અને ફોઇસા’નો આદેશ થશે તો એ પણ બલ્લુની જેમ જ. . . એને ઊંડે-ઊંડે પોતાના ફોઇસા’ પર પૂરો ભરોસો હતો કે તેઓ એને નિરાશ તો નહીં જ કરે.

    થોડી ક્ષણોનો જ ખેલ હતો. બસ, પોતે અંદર પ્રવેશે એટલી જ વાર. એણે ત્યાંથી જ સહેજ ઊંચાં થઇને ગઢની અંદરનું દૃશ્ય જોવાનો પ્રયત્ન કર્યો, પણ એની નજર ગઢની તોતિંગ દીવાલે અથડાઇને પાછી ફરી. એ નિરાશ થઈ ગઈ. પહેલાં એને દેખાઈ હતી - દીવાલમાં પડેલી મોટી તિરાડ… અને પછી તરત જ દેખાયો - ત્યાં ઊગેલો મોટો પીપળો. એના પાંદડાં આછા પવનમાં ફરફરતાં હતાં. પાંદડાંની સરસરાહટ એને અહીં સુધી પણ સંભળાતી હતી. એને લાગ્યું કે એની અને દરબારગઢની વચ્ચે પીપળો આવી ગયો હતો. આ તરફ એ અને પેલી તરફ… અચાનક ક્યાંકથી એક પાંદડું ઊડીને આવ્યું. એની છાતી પર ચોંટી ગયું. એણે હળવેથી એ પાંદડાને પકડ્યું. ધારી-ધારીને જોવા લાગી. એકાએક એને લાગ્યું કે એના હાથમાં કોઇ બીજો જ પદાર્થ આવી પડ્યો છે. એ ખાસ્સીવાર જોઈ રહી. તે વરસાદમાં પલળીને પોચું થઈ ગયેલું પાંદડું જ છે; તેની પાક્કી ખાતરી કર્યા પછી એણે એ પાંદડાને હથેળી વચ્ચોવચ મૂક્યું. હથેળી હોઠ નજીક લાવી, એક ફૂંક મારીને એને હવામાં ઉડાડી મૂક્યું. હવામાં તરતા - મુક્ત નર્તન કરતા પાંદડાનાં આંદોલનો એને છેક ભીતરથી રણઝણાવવા લાગ્યાં.
 
    થોડીવાર પહેલાં એ નજીકના તાલુકા મથકે ઉતરી હતી. અને ત્યાંથી એક પ્રાઇવેટ જીપમાં અહીં પહોંચી હતી. રેલવે સ્ટેશનની બહાર નીકળીને જેને-જેને એ દરબારગઢ વિશે પૂછતી હતી તે સૌ લોકો કશાક અજાણ્યા ભાવથી એની સામે તાકી રહેતાં હતાં. પછી ખભા ઉલાળીને આગળ વધી જતાં. એને નવાઈ લાગી રહી હતી. દરબારગઢ અંગે કોઈ કશું જાણતું જ ન હોય એ શક્ય નથી. જોકે, અહીંથી દરબારગઢ જવાના રસ્તાની તો એને ખુદને પણ ક્યાં ખબર હતી? પહેલીવાર અહીં આવ્યાનું આછું-આછું સ્મરણમાં છે - કદાચ એ ત્રીજા કે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારની વાત. વૅકેશન હતું. પપ્પા-મમ્મી બન્ને રઘવાટમાં હતાં. ઘરનું વાતાવરણ એકદમ તંગ થઈ ગયેલું. પપ્પા સાથેની થોડીક બોલચાલ પછી બલ્લુ - એનો મોટોભાઈ - બલભદ્રસિંહ અચાનક ક્યાંક ચાલ્યો ગયો હતો; કોઇને પણ કહ્યા વગર. ઘણા દિવસોની શોધખોળ… પોલીસ તપાસ… કશું જ કારગત નીવડતું નહોતું. દરબારગઢનો એકમાત્ર વારસદાર ગુમ હતો અને પપ્પાને કશી જ પડી નહોતી. છેવટે મમ્મીએ અન્નજળનો ત્યાગ કર્યો ત્યારે જ તેઓ અહીં આવવા સંમત થયેલા. પણ અહીં જ શું કામ? દરબારગઢમાં એવું તે શું હતું કે પપ્પા ત્યાં જવાની ના પાડી રહ્યા હતા અને મમ્મી એમને ત્યાં જ લઈ જવા માગતી હતી? એ વખતે એને ખાસ કશું સમજાયેલું નહીં. એ બધું સમજવા માટેની કદાચ એની ઉંમર પણ નહોતી. એ સાક્ષી બનીને બધું જોયા કરતી હતી. મમ્મી સાથે દરબારગઢની એક ઓરડીમાં ઊભડક બેસીને આખુંય દૃશ્ય એણે અપાર વિસ્મયથી જોયેલું. કેવું દૃશ્ય હતું એ? દરબારગઢની પહેલી મુલાકાતનું એ દૃશ્ય એની સ્મૃતિમાં આટલું સચવાયું છે -

    પપ્પા નતમસ્તકે દરબારગઢના પાછળના ભાગે જંગલ જેવું હતું ત્યાં ગીચ ઝાડી પાસે અવળા ફરીને ઊભા હતા. એ જાણે સાવ નંખાઈ ગયા હતા, ખભેથી વાંકા વળી ગયેલા. પપ્પાને એણે પહેલીવાર આટલા લાચાર અને નિરાધાર જોયા હતા. એ જાણે એના પપ્પા નહીં પણ કોઈ બીજી જ વ્યક્તિ હોય એવું લાગેલું એને. સામે એક મસમોટો વડલો હતો. એના થડ ફરતે ગોળ ઓટલો. એની લાંબી-લાંબી વડવાઇઓ. એ વડવાઇઓ પર લટકતી લાલ-પીળી-લીલી ચૂંદડીઓના લીરા. ડાળીઓ પર હૂપાહૂપ કરતા વાંદરા. અને પપ્પા અચાનક ઢીંચણે પડી ગયા હતા. માથું નમાવેલું. બેય હાથ જોડેલા. ચહેરા પર માફી માગતા હોય તેવો ભાવ...
 
- પપ્પા આ શું કરી રહ્યા છે? એણે મમ્મીને પૂછેલું.

- ચૂપ મર છાનીમાની! મમ્મીએ એને તતડાવી નાખેલી.

    થોડીવાર પછી પાછા ફરેલા પપ્પાનો ચહેરો જોતાં જ એ ગભરાઈ ગઈ હતી. છેક ઘેર પહોંચ્યાં ત્યાં સુધી કોઈ કશું જ બોલ્યું નહોતું. વચ્ચે વચ્ચે એ ત્રાંસી નજરે પપ્પા સામે જોઈ લેતી. તેઓ મમ્મી સામે વારંવાર જોઈ કશુંક અસ્પષ્ટ બબડ્યા કરતા હતા. એમની આંખોમાં ખેંચાઈ આવેલી લાલ રેખાઓનો મમ્મી પણ સામનો કરી શકે તેમ નહોતી. શું હતું આ બધું? શા માટે પપ્પા એ વડના ઝાડ આગળ નમી પડ્યા હતા? અને વડવાઇઓ પર લટકી રહેલી પેલી રંગબેરંગી ચૂંદડીઓનું શું પ્રયોજન હતું, આખી વાતમાં? એનું આશ્ચર્ય હજી શમ્યું નહોતું. આખીય ઘટના એને માટે સાવ નવી અને આશ્ચર્યજનક હતી. પણ ઘરમાં કોઇને કશું પૂછી શકાય એમ નહોતું. બલ્લુ હોત તો કદાચ એને પૂછી શકાય. એ બધું જ જાણતો હશે. પપ્પા સાથે ઝઘડો થયો તે રાત્રે મમ્મીએ એને બધી જ વાત કરી હતી. પણ એ રાત પછી તો... શું થયું હતું તે રાત્રે? હા, યાદ આવ્યું . . . મોડી રાત્રે પોતાની પ્રેમિકાને મળીને પાછા ફરેલા બલ્લુએ પપ્પા સમક્ષ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. પપ્પા થોડીકવાર બલ્લુ સામે સાવ અજાણી નજરે તાકી રહ્યા હતા. બલ્લુની વાત જાણે એમના મગજ સુધી પહોંચતી નહોતી કે શું? અને એ પછીનો સિંહની ત્રાડ જેવો એમનો અવાજ –  

- તમારું કુળ કયું છે? તમે કયા ખાનદાનના છો - એ તો જરા વિચારો બલ્લુ! ઠાકોર નરપતસિંહના વંશને આવું શોભે કે? અને પ્રેમ કરવા માટે તમને કોઈ ન મળ્યું તે પડી-પડીને એક આવી નીચ-હલકટ છોકરીના પ્રેમમાં પડ્યા? આને પ્રેમ ન કહેવાય, બલ્લુ! હોય, આપણામાં; આ ઉંમરમાં આવું બધું તો ચાલ્યા કરે. ચાર દિવસ એની સાથે હરો-ફરો.. ઍશ કરો... અરે! લાખ સોનાનાં હોય તોય જૂતાં તો પગમાં જ શોભે. એને માથે ન મૂકાય, સમજ્યા?  

ઢળતી રાતના અંધકારમાં પપ્પાની આંખો બિલાડીની આંખોની જેમ ચળકતી હતી, જાણે હમણાં બહાર  નીકળી આવશે. એમની મૂછો ફરફરતી હતી તે પંખાની હવાથી કે એમના ક્રોધથી? ઘેઘૂર અવાજ... અને એ અવાજની સાથોસાથ વાતાવરણમાં ફેલાતી જતી મહુડાની તીવ્ર વાસ...

- તમે માનો છો એવું નથી, પપ્પા! હું એ છોકરીને સાચા દિલથી પ્રેમ કરું છું અને લગ્ન કરીશ તો એની સાથે જ નહીંતર... બલ્લુનો અવાજ મક્કમ હતો.  

- તમારું ચસકી ગયું છે બલ્લુ! પપ્પા બરાબરના તાડૂક્યા હતા. પછી મમ્મી સામે જોઈ કહેલું : તમે જ ફટવી માર્યો છે… એને ખબર નથી એ કોની સાથે વાત કરી રહ્યો છે તે! તમે તો જાણો જ છો, અમે એ ખાનદાનના વંશજો છીએ જ્યાં આબરૂ અને જીવ વચ્ચે પસંદગી કરવાની આવે તો જીવ કાઢી આપતાં ક્યારેય અચકાયા નથી. અને આબરૂ ખોનારનો જીવ લેતાં આ હાથ કદી કંપ્યો નથી, એ પણ તમારાથી અજાણ્યું નથી, ઠકરાણાં! અમારે મન સંબંધ કરતાં આબરૂ વધારે અગત્યની છે. સમજાવો, સમજાવો એને કે...

    ગભરાઇને એક ખૂણામાં સંતાઈ ગયેલી એને તો ફક્ત એટલું જ દેખાયું હતું કે મમ્મી કશુંય બોલ્યા વગર બલ્લુને ઢસડીને બીજા રૂમ તરફ લઈ જતી હતી.
 
      ખભે ભરાવેલી બૅગ સરખી કરીને એણે ઊબડખાબડ રસ્તા પર ચાલવાની શરૂઆત કરી. ઊંચી હિલવાળાં સૅન્ડલને લીધે ચાલવામાં થોડી તકલીફ પડતી હતી. નજર નીચે રાખી, પગ સાચવી-સાચવીને મૂકવો પડતો હતો. બલ્લુ ગયો એના થોડાક સમય પછી એક દિવસ એનો રૂમ સાફ કરતાં એક ડાયરી હાથમાં આવી હતી, કદાચ બલ્લુની જ હતી. મમ્મી જાણે નહીં તેમ એ ડાયરી એણે તફડાવી લીધેલી. દિવસે તો વાંચી શકાતું નહીં, એટલે રાત્રે મમ્મી-પપ્પા સૂઈ જાય પછી એ ડાયરી કૉલેજનાં પુસ્તકો વચ્ચે મૂકી એણે વાંચવાની શરૂઆત કરી હતી.

એક ઠેકાણે બલ્લુએ લખ્યું હતું :
એક ઠેકાણે બલ્લુએ લખ્યું હતું :
આજે પપ્પા સાથે ખાસ્સી ચડભડ થઈ ગઈ, ગાયત્રી સાથેના સંબંધને લઇને. તેઓ કશું જ સમજવા તૈયાર નથી. એમના એ જ જૂના-પુરાણા ખ્યાલો અને રીત-રિવાજો. એમની સાથે વધારે ઝઘડો થાય તે પહેલાં તો મમ્મી મને બીજા રૂમમાં ખેંચી ગઈ હતી. શાંતિથી પલંગમાં બેસાડી સમજાવટભર્યા સૂરે કહેવા લાગી-  

Line 61: Line 66:
- બીજું તો કશું ખપતું નથી બાપુ, પણ આપવું જ હોય તો બસ, એટલું વચન આપો કે, આ કૂવો ક્યારેય પૂરશો નહીં.

બાપુસાહેબે એને વચન આપ્યું, એટલું જ નહીં એની કુળદેવીના સોગન આપીને એને કાયમ માટે ગઢમાં જ રોકી લીધો. ગઢના એક ખૂણે એને તમામ સુખ-સગવડવાળી એક અલાયદી મેડી પણ ફાળવી આપી. દરબારગઢના દિવસો જાણે બદલાયા હતા. અને તે ય એક વણઝારાને કારણે. એ ગઢમાં સૌની સાથે હળીભળી ગયો હતો. દિવસે ઊંઘે અને રાત્રે જોડીયા પાવા પર એવા સૂર છેડે કે પવન પડી જાય. જળ પણ આપોઆપ જંપી જાય. ગામ આખું એના ઘેનમાં ચૂર થવા લાગે. કહે છે કે, જંગલમાંથી હરણ આવી એના પગ પાસે ઊભાં રહી જતાં. તેથી જ લોકોએ એનું નામ પાડ્યું: રસિયો વાલમ!  

બાપુસાહેબને બે સંતાનો - એક તમારા પપ્પા અને બીજાં તમારાં ફોઇસાહેબ - અંતરકુંવર. બાપુસાહેબનાં લાડકવાયાં. હથેળીમાં રાખેલાં - રમાડેલાં. આ બધું થયું તે વખતે એમની ઉંમર સોળ વર્ષની. રસિયાના સૂરની મોહિનીમાંથી એ પણ બાકાત રહ્યાં નહોતાં. રાત્રે મેડીના ઝરૂખે ઊભાં-ઊભાં એના સૂરમાં એવાં તે ખોવાઈ જતાં કે સૂવાનું પણ વિસરી જતાં. થોડાક દિવસો પછી ગઢમાં ઊડતી-ઊડતી વાતો આવવા લાગી કે અંતરકુંવર રસિયા પાછળ ઘેલાં થયાં છે. અને એક વહેલી પરોઢે રસિયાની મેડી આગળથી પસાર થતાં તમારા પપ્પાએ શું જોયું? રસિયો થાંભલીના ટેકે આંખો મીંચી પાવો વગાડી રહ્યો છે અને અંતરકુંવર એના પગનું ઓશીકું બનાવી સૂતાં છે, ઘસઘસાટ!

Line 87: Line 92:
-  
-  
     ત્યાં જ દૂરથી આવતાં કોઈ વાહનનું હૉર્ન સંભળાયું અને સાથોસાથ મોબાઇલનો રિંગટૉન પણ. એણે બૅગમાંથી મોબાઇલ બહાર કાઢ્યો. જોયું - સોહમ્‌. એનો ધ્રૂજતો અંગૂઠો હળવેથી મોબાઇલના કી-પેડની લીલા રંગની સ્વિચ તરફ લંબાયો…

= = =

{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu