સ્વાધ્યાયલોક—૨/ધ લવ સૉંગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:

{{Heading|‘ધ લવ સૉંગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉક’}}

<poem>
{{space}}<big>'''જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉકનું પ્રેમગીત'''</big>
જો હું જાણું કે મારો ઉત્તર
જે પૃથ્વી પર પાછો ફરી શકે એવા માનવીને હું આપું છું,
તો આ શિખા વધુ કંપે નહિ.
પણ આ ગર્તામાંથી કોઈ સદેહે પાછો ફરી શક્યો નથી
— હું જે સાંભળું છું તે સાચું હોય તો —
એથી અકીર્તિના ભય વિના હું તને ઉત્તર આપું છું.

ભલે આપણે જઈએ ત્યારે, તું અને હું,
સંધ્યાએ જ્યારે આખાયે આભને છાયું
ટેબલ પર કોઈ ઈથરઅસરમાં રોગીની જેમ;
ભલે આપણે જઈએ કેટલીક આછી વસ્તીની શેરીઓમાંથી,
એક રાતના વાસા માટેની સસ્તી હોટેલોમાં
અને છીપલાંની રાખડબી ધરતી, વહેર પાથરતી રેસ્તોરાંમાં
ક્ષુબ્ધ રાત્રિઓની પ્રલાપતી પીછેહઠમાંથી
વિકારી હેતુના નિર્વેદમય વિચારની જેમ
પૂંઠે પૂંઠે આવે તે શેરીઓમાંથી,
એનું ગન્તવ્ય છે એક પ્રબલ પ્રશ્ન…
ભલા, પૂછીશ નહિ, ‘કયો?’
ભલે આપણે જઈએ, અભિસારે, ચલો!
ખંડમાં સન્નારીઓ આવે ને જાય
વાતો માઇકલઍન્જેલોની થાય.
પીળું ધુમ્મસ જે બારીઓના કાચ પર પોતાની પીઠ ઘસે,
પીળું ધૂંવાળું જે બારીઓના કાચ પર પોતાનું મોઢું ઘસે,
એણે સંધ્યાના ખૂણેખૂણાને પોતાની જીભ વડે ચાટ્યો,
એ જલભર્યાં ખાબોચિયાં પર થોભ્યું,
એણે ચીમનીઓમાંથી પડતો ધુમાડો પોતાની પીઠ પર
{{space}}{{space}}{{space}}{{space}}{{space}}પડવા દીધો,
એ અગાસી પાસેથી સરક્યું, ઓચિંતું કૂદ્યું,
અને ઑક્ટોબરની સ્નિગ્ધ સંધ્યા છે એમ જાણીને,
ઘરની ચોમેર એક વાર વીંટળાયું અને નિદ્રાધીન થયું.
અને સાચ્ચે જ સમય હશે
બારીઓના કાચ પર પોતાની પીઠ ઘસીને
શેરીઓમાંથી સરકતા પીળા ધૂમ્રને માટે;
સમય હશે, સમય હશે
જે ચહેરાઓને મળવાનું છે તેમને મળવા ચહેરો
{{space}}{{space}}{{space}}{{space}}સજાવવા માટે;
સમય હશે સંહાર અને સર્જન માટે,
સમય હશે પ્રશ્નને ઊંચકીને થાળી પર ધરતા હાથનાં
કાર્યો અને દિનો માટે;
સમય હશે તારે માટે, સમય હશે મારે માટે,
સમય હશે હજુ શતશત અનિશ્ચિતતાઓ માટે,
અને શતશત દર્શનો અને પુન:દર્શનો માટે,
ચા અને ટોસ્ટ લેતાં પ્હેલાં.
ખંડમાં સન્નારીઓ આવે ને જાય
વાતો માઇકલઍન્જેલોની થાય.
અને સાચ્ચે જ સમય હશે
આશ્ચર્ય માટે, ‘હું સાહસ કરી શકું?’, અને
{{space}}{{space}}{{space}}‘હું સાહસ કરી શકું?’
સમય હશે પાછા ફરવા અને સીડી ઊતરવા,
મારા વાળની વચ્ચોવચ છે તાલ —
(તેઓ કહેશે  ‘એના વાળ કેવા આછા થતા જાય છે!’)
પ્રભાતે પહેરવાનો મારો કોટ, ચિબૂક લગી અક્કડ ઊંચે
{{space}}{{space}}{{space}}{{space}}જતો મારો કૉલર,
સમૃદ્ધ અને નમ્ર મારી નેકટાઈ, સાદી પિનથી જે સુબદ્ધ —
(તેઓ કહેશે  ‘પણ એના હાથ-પગ કેવા પાતળા
{{space}}{{space}}{{space}}{{space}}થતા જાય છે!)
હું સાહસ કરી શકું
વિશ્વને વિક્ષુબ્ધ કરવાનું?
એક પળમાં સમય હશે
નિશ્ચયો અને પુન:દર્શનો માટે ને અન્ય પળે એમને પલટવા માટે.
કારણ હું એ સૌને ક્યારનો જાણી ગયો છું,
{{space}}{{space}}{{space}}સૌને જાણી ગયો છું —
જાણી ગયો છું સંધ્યાઓને, પ્રભાતોને, પરાહ્નોને,
મેં કૉફીની ચમચીઓ વડે મારું જીવન માપી લીધું છે;
હું વિલંબિત લયમાં મૃત્યુ પામતા અવાજોને જાણું છું
દૂરના કોઈ ખંડમાંથી વહી આવતા સંગીતની અંતરાલે.
::પછી હું કેવી રીતે સાહસ કરું?
અને હું એ આંખોને ક્યારનો જાણી ગયો છું,
{{space}}{{space}}{{space}}સૌને જાણી ગયો છું —
ઔપચારિક શબ્દાવલિમાં જકડતી આંખોને,
અને જ્યારે હું જકડાઉં, પિનથી વીંધાઉં, પહોળો પથરાઉં,
જ્યારે હું વીંધાઉં, ભીંત પર અમળાઉં,
ત્યારે હું કેવી રીતે આરંભ કરું
મારી દિનચર્ચા અને કર્મચર્યાનાં ઠૂંઠાંને થૂંકી નાખવાનો?
{{space}}{{space}}{{space}}અને હું કેવી રીતે સાહસ કરું?
અને હું એ બાહુને ક્યારનો જાણી ગયો છું,
{{space}}{{space}}{{space}}સૌને જાણી ગયો છું —
અલંકૃત અને શ્વેત અને ઉઘાડા બાહુને
(પણ દીવાતેજે, ભૂખરા કોમળ કેશ નીચે સ્નિગ્ધ!)
કોઈ વસ્ત્રની સુગંધ
આમ મારી વાતમાં શું પાડી રહી ભંગ?
ટેબલ પર લંબાયલા બાહુ, શાલ આસપાસ વીંટળાયેલા બાહુ.
::અને પછી હું સાહસ કરું?
::અને હું કેવી રીતે આરંભ કરું?
{{space}}{{space}}… …
હું કહું, સાયંકાળે સાંકડી શેરીઓમાંથી પસાર થયો છું
બારી બહાર ડોકાતા ખમીસબાંયમાં એકલવાયા મનુષ્યોની
પાઇપમાંથી નીકળતી ધૂમ્રસેર નિહાળી છે?…
હું રુક્ષ ન્હોરની જોડ રૂપે જન્મ્યો હોત તો!
સમુદ્રના શાંત અતલમાં આંદોલાતી.
{{space}}{{space}}…      …
અને મધ્યાહ્ન, સંધ્યા, શાંતિથી નિદ્રાધીન!
તનુ અંગુલિઓથી મસૃણ,
નિદ્રાધીન… ક્લાન્ત… અથવા તો રુગ્ણાભાસી,
ભોંય પર વિસ્તર્ણ, અહીં તારી અને મારી નિકટ.
ચા અને કેઇક અને આઇસ પછી,
આ ક્ષણને સંકટ લગી ધકેલવાનું બળ પ્રાપ્ત કરવું?
પણ જોકે મેં રુદન-અનશન કર્યું, રુદન-પ્રાર્થન કર્યું,
જોકે મારું શિર (જેમાં સ્હેજ તાલ)
{{space}}{{space}}થાળીમાં લઈ જવાતું જોયું,
હું કોઈ ભવિષ્યવેત્તા નથી — અને અહીં કોઈ મોટી વાત નથી;
મારી મહાનતાની ક્ષણને કંપતી-બૂઝતી જોઈ,
અને શાશ્વત પાસવાનને મારો કોટ પકડતો, અને હણતો જોયો,
અને ટૂંકમાં, હું ડર્યો.
અને એનો કોઈ અર્થ છે, આ બધા પછી,
પ્યાલા પછી, મુરબ્બા પછી, ચા પછી,
વાસણકૂસણ વચ્ચે, તારી મારી કશીક વાતની વચ્ચે,
એનો કોઈ અર્થ છે,
વાતને દાંત વચ્ચે કચરીને હસી નાખવાનો,
વિશ્વને એક દડામાં દબાવીને,
ગબડાવવાનો કોઈ પ્રબલ પ્રશ્ન પ્રતિ,
કહેવાનો  ‘હું લૅઝૅરસ, મૃત્યુલોકથી આવ્યો છું,
તને બધું જ કહેવા આવ્યો છું, તને બધું જ કહીશ.’ —
જો એ, માથા પાસે ઉશીકું ગોઠવતાં,
::કહેવાની હોય  ‘આ તો મારા મનમાં હતું જ નહિ.
::આ તો નહિ જ.’
અને એનો કોઈ અર્થ છે, આ બધા પછી,
એનો કોઈ અર્થ છે,
સૂર્યાસ્તો પછી, પ્રાંગણો પછી, સિંચિત શેરીઓ પછી,
નવલકથાઓ પછી, ચાના પ્યાલાઓ પછી, ભોંય પર
{{space}}{{space}}{{space}}ઘસડાતાં સ્કર્ટ્સ પછી —
આ અને બીજાં ઘણાં બધાં પછી? —
મારે મન જે સમજું છું તે કહેવું અશક્ય છે!
પણ જાણે કે કોઈ જાદુઈ ચિરાગ જ્ઞાનતંતુઓને, આકારબદ્ધ,
{{space}}{{space}}{{space}}પરદા પર ફેંકે છે 
એનો કોઈ અર્થ છે
જો એ, ઉશીકું ગોઠવતાં, અથવા શાલને ફંગોળતાં,
અને બારી ભણી ફરતાં, કહેવાની હોય
::‘આ તો નહિ જ,
::આ તો મારા મનમાં હતું જ નહિ.’
{{space}}{{space}}… …
ના! હું રાજકુમાર હૅમ્લેટ નથી, થવા માટે જન્મ્યો પણ નથી;
હું અનુચર ઉમરાવ, જે નભી શકે
વિકાસ કરાવવા, એકબે દૃશ્યો આરંભવા,
કુમારને સલાહ આપવા; નિ:શંક, સુલભ સાધન,
માનદાતા, ઉપયોગી થવા રાજી,
કૂટ, સાવધાન, અને સૂક્ષ્મદર્શી;
ભારે ડહાપણભર્યો, પણ સ્હેજ મંદબુદ્ધિ;
ક્યારેક, સાચ્ચે જ, લગભગ હાસ્યાસ્પદ —
લગભગ, ક્યારેક, મૂર્ખ.
હું વૃદ્ધ થતો જાઉં છું… હું વૃદ્ધ થતો જાઉં છું…
પાટલૂનને છેડે પટ્ટીઓ વાળીને પહેરીશ.
મારા વાળમાં પાછળ સેંથો પાડું? પીચ ખાવાનું સાહસ કરું?
સફેદ ફ્લૅનલનું પાટલૂન પહેરીશ અને સમુદ્રતટ પર ફરીશ.
મેં જલપરીઓને ગાતી સાંભળી છે, પરસ્પર.
હું નથી માનતો કે એ મારે માટે ગાય.
મેં એમને જોઈ છે તરંગો પર સવાર થતી સમુદ્ર પ્રતિ જતી
પાછા પછડાતા તરંગોના શ્વેત કેશ ગૂંથતી
વાયુ જ્યારે શ્વેત અને શ્યામ જલને વહેતો વાય.
આપણે સમુદ્રના ખંડોમાં થોભ્યા
રાતી અને ભૂખરી સમુદ્રદૂર્વાથી સુશોભિત જલકન્યાઓની નિકટ
પછી માનુષી અવાજોથી આપણે જાગીએ અને આપણે ડૂબીએ.
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉકનું પ્રેમગીત
જો હું જાણું કે મારો ઉત્તર 
જે પૃથ્વી પર પાછો ફરી શકે એવા માનવીને હું આપું છું, 
તો આ શિખા વધુ કંપે નહિ. 
પણ આ ગર્તામાંથી કોઈ સદેહે પાછો ફરી શક્યો નથી 
 — હું જે સાંભળું છું તે સાચું હોય તો — 
એથી અકીર્તિના ભય વિના હું તને ઉત્તર આપું છું.
ભલે આપણે જઈએ ત્યારે, તું અને હું, 
સંધ્યાએ જ્યારે આખાયે આભને છાયું 
ટેબલ પર કોઈ ઈથરઅસરમાં રોગીની જેમ; 
ભલે આપણે જઈએ કેટલીક આછી વસ્તીની શેરીઓમાંથી, 
એક રાતના વાસા માટેની સસ્તી હોટેલોમાં 
અને છીપલાંની રાખડબી ધરતી, વહેર પાથરતી રેસ્તોરાંમાં 
ક્ષુબ્ધ રાત્રિઓની પ્રલાપતી પીછેહઠમાંથી  
વિકારી હેતુના નિર્વેદમય વિચારની જેમ 
પૂંઠે પૂંઠે આવે તે શેરીઓમાંથી, 
એનું ગન્તવ્ય છે એક પ્રબલ પ્રશ્ન… 
ભલા, પૂછીશ નહિ, ‘કયો?’ 
ભલે આપણે જઈએ, અભિસારે, ચલો!
ખંડમાં સન્નારીઓ આવે ને જાય 
વાતો માઇકલઍન્જેલોની થાય.
પીળું ધુમ્મસ જે બારીઓના કાચ પર પોતાની પીઠ ઘસે, 
પીળું ધૂંવાળું જે બારીઓના કાચ પર પોતાનું મોઢું ઘસે, 
એણે સંધ્યાના ખૂણેખૂણાને પોતાની જીભ વડે ચાટ્યો, 
એ જલભર્યાં ખાબોચિયાં પર થોભ્યું,
એણે ચીમનીઓમાંથી પડતો ધુમાડો પોતાની પીઠ પર 
 પડવા દીધો, 
એ અગાસી પાસેથી સરક્યું, ઓચિંતું કૂદ્યું, 
અને ઑક્ટોબરની સ્નિગ્ધ સંધ્યા છે એમ જાણીને, 
ઘરની ચોમેર એક વાર વીંટળાયું અને નિદ્રાધીન થયું.
અને સાચ્ચે જ સમય હશે 
બારીઓના કાચ પર પોતાની પીઠ ઘસીને 
શેરીઓમાંથી સરકતા પીળા ધૂમ્રને માટે; 
સમય હશે, સમય હશે 
જે ચહેરાઓને મળવાનું છે તેમને મળવા ચહેરો 
 સજાવવા માટે; 
સમય હશે સંહાર અને સર્જન માટે, 
સમય હશે પ્રશ્નને ઊંચકીને થાળી પર ધરતા હાથનાં 
કાર્યો અને દિનો માટે; 
સમય હશે તારે માટે, સમય હશે મારે માટે, 
સમય હશે હજુ શતશત અનિશ્ચિતતાઓ માટે, 
અને શતશત દર્શનો અને પુન:દર્શનો માટે, 
ચા અને ટોસ્ટ લેતાં પ્હેલાં.
ખંડમાં સન્નારીઓ આવે ને જાય 
વાતો માઇકલઍન્જેલોની થાય.
અને સાચ્ચે જ સમય હશે 
આશ્ચર્ય માટે, ‘હું સાહસ કરી શકું?’, અને 
 ‘હું સાહસ કરી શકું?’
સમય હશે પાછા ફરવા અને સીડી ઊતરવા, 
મારા વાળની વચ્ચોવચ છે તાલ — 
(તેઓ કહેશે  ‘એના વાળ કેવા આછા થતા જાય છે!’) 
પ્રભાતે પહેરવાનો મારો કોટ, ચિબૂક લગી અક્કડ ઊંચે 
 જતો મારો કૉલર, 
સમૃદ્ધ અને નમ્ર મારી નેકટાઈ, સાદી પિનથી જે સુબદ્ધ — 
(તેઓ કહેશે  ‘પણ એના હાથ-પગ કેવા પાતળા 
 થતા જાય છે!) 
હું સાહસ કરી શકું 
વિશ્વને વિક્ષુબ્ધ કરવાનું? 
એક પળમાં સમય હશે 
નિશ્ચયો અને પુન:દર્શનો માટે ને અન્ય પળે એમને પલટવા માટે.
કારણ હું એ સૌને ક્યારનો જાણી ગયો છું, 
 સૌને જાણી ગયો છું — 
જાણી ગયો છું સંધ્યાઓને, પ્રભાતોને, પરાહ્નોને, 
મેં કૉફીની ચમચીઓ વડે મારું જીવન માપી લીધું છે; 
હું વિલંબિત લયમાં મૃત્યુ પામતા અવાજોને જાણું છું 
દૂરના કોઈ ખંડમાંથી વહી આવતા સંગીતની અંતરાલે. 
 પછી હું કેવી રીતે સાહસ કરું?
અને હું એ આંખોને ક્યારનો જાણી ગયો છું, 
 સૌને જાણી ગયો છું — 
ઔપચારિક શબ્દાવલિમાં જકડતી આંખોને, 
અને જ્યારે હું જકડાઉં, પિનથી વીંધાઉં, પહોળો પથરાઉં, 
જ્યારે હું વીંધાઉં, ભીંત પર અમળાઉં, 
ત્યારે હું કેવી રીતે આરંભ કરું 
મારી દિનચર્ચા અને કર્મચર્યાનાં ઠૂંઠાંને થૂંકી નાખવાનો? 
 અને હું કેવી રીતે સાહસ કરું?
અને હું એ બાહુને ક્યારનો જાણી ગયો છું, 
 સૌને જાણી ગયો છું — 
અલંકૃત અને શ્વેત અને ઉઘાડા બાહુને 
(પણ દીવાતેજે, ભૂખરા કોમળ કેશ નીચે સ્નિગ્ધ!) 
કોઈ વસ્ત્રની સુગંધ 
આમ મારી વાતમાં શું પાડી રહી ભંગ? 
ટેબલ પર લંબાયલા બાહુ, શાલ આસપાસ વીંટળાયેલા બાહુ. 
 અને પછી હું સાહસ કરું? 
 અને હું કેવી રીતે આરંભ કરું? 
 … …
હું કહું, સાયંકાળે સાંકડી શેરીઓમાંથી પસાર થયો છું 
બારી બહાર ડોકાતા ખમીસબાંયમાં એકલવાયા મનુષ્યોની 
પાઇપમાંથી નીકળતી ધૂમ્રસેર નિહાળી છે?…
હું રુક્ષ ન્હોરની જોડ રૂપે જન્મ્યો હોત તો! 
સમુદ્રના શાંત અતલમાં આંદોલાતી. 
 … …
અને મધ્યાહ્ન, સંધ્યા, શાંતિથી નિદ્રાધીન! 
તનુ અંગુલિઓથી મસૃણ, 
નિદ્રાધીન… ક્લાન્ત… અથવા તો રુગ્ણાભાસી, 
ભોંય પર વિસ્તર્ણ, અહીં તારી અને મારી નિકટ.
ચા અને કેઇક અને આઇસ પછી, 
આ ક્ષણને સંકટ લગી ધકેલવાનું બળ પ્રાપ્ત કરવું? 
પણ જોકે મેં રુદન-અનશન કર્યું, રુદન-પ્રાર્થન કર્યું, 
જોકે મારું શિર (જેમાં સ્હેજ તાલ) 
 થાળીમાં લઈ જવાતું જોયું, 
હું કોઈ ભવિષ્યવેત્તા નથી — અને અહીં કોઈ મોટી વાત નથી; 
મારી મહાનતાની ક્ષણને કંપતી-બૂઝતી જોઈ, 
અને શાશ્વત પાસવાનને મારો કોટ પકડતો, અને હણતો જોયો, 
અને ટૂંકમાં, હું ડર્યો.
અને એનો કોઈ અર્થ છે, આ બધા પછી, 
પ્યાલા પછી, મુરબ્બા પછી, ચા પછી, 
વાસણકૂસણ વચ્ચે, તારી મારી કશીક વાતની વચ્ચે, 
એનો કોઈ અર્થ છે, 
વાતને દાંત વચ્ચે કચરીને હસી નાખવાનો, 
વિશ્વને એક દડામાં દબાવીને, 
ગબડાવવાનો કોઈ પ્રબલ પ્રશ્ન પ્રતિ, 
કહેવાનો  ‘હું લૅઝૅરસ, મૃત્યુલોકથી આવ્યો છું, 
તને બધું જ કહેવા આવ્યો છું, તને બધું જ કહીશ.’ — 
જો એ, માથા પાસે ઉશીકું ગોઠવતાં, 
 કહેવાની હોય  ‘આ તો મારા મનમાં હતું જ નહિ. 
 આ તો નહિ જ.’
અને એનો કોઈ અર્થ છે, આ બધા પછી, 
એનો કોઈ અર્થ છે, 
સૂર્યાસ્તો પછી, પ્રાંગણો પછી, સિંચિત શેરીઓ પછી, 
નવલકથાઓ પછી, ચાના પ્યાલાઓ પછી, ભોંય પર 
 ઘસડાતાં સ્કર્ટ્સ પછી — 
આ અને બીજાં ઘણાં બધાં પછી? — 
મારે મન જે સમજું છું તે કહેવું અશક્ય છે! 
પણ જાણે કે કોઈ જાદુઈ ચિરાગ જ્ઞાનતંતુઓને, આકારબદ્ધ, 
 પરદા પર ફેંકે છે  
એનો કોઈ અર્થ છે 
જો એ, ઉશીકું ગોઠવતાં, અથવા શાલને ફંગોળતાં, 
અને બારી ભણી ફરતાં, કહેવાની હોય  
 ‘આ તો નહિ જ, 
 આ તો મારા મનમાં હતું જ નહિ.’
… …
ના! હું રાજકુમાર હૅમ્લેટ નથી, થવા માટે જન્મ્યો પણ નથી; 
હું અનુચર ઉમરાવ, જે નભી શકે 
વિકાસ કરાવવા, એકબે દૃશ્યો આરંભવા, 
કુમારને સલાહ આપવા; નિ:શંક, સુલભ સાધન, 
માનદાતા, ઉપયોગી થવા રાજી, 
કૂટ, સાવધાન, અને સૂક્ષ્મદર્શી; 
ભારે ડહાપણભર્યો, પણ સ્હેજ મંદબુદ્ધિ; 
ક્યારેક, સાચ્ચે જ, લગભગ હાસ્યાસ્પદ — 
લગભગ, ક્યારેક, મૂર્ખ.
હું વૃદ્ધ થતો જાઉં છું… હું વૃદ્ધ થતો જાઉં છું… 
પાટલૂનને છેડે પટ્ટીઓ વાળીને પહેરીશ.
મારા વાળમાં પાછળ સેંથો પાડું? પીચ ખાવાનું સાહસ કરું? 
સફેદ ફ્લૅનલનું પાટલૂન પહેરીશ અને સમુદ્રતટ પર ફરીશ. 
મેં જલપરીઓને ગાતી સાંભળી છે, પરસ્પર.
હું નથી માનતો કે એ મારે માટે ગાય.
મેં એમને જોઈ છે તરંગો પર સવાર થતી સમુદ્ર પ્રતિ જતી 
પાછા પછડાતા તરંગોના શ્વેત કેશ ગૂંથતી 
વાયુ જ્યારે શ્વેત અને શ્યામ જલને વહેતો વાય.
આપણે સમુદ્રના ખંડોમાં થોભ્યા 
રાતી અને ભૂખરી સમુદ્રદૂર્વાથી સુશોભિત જલકન્યાઓની નિકટ 
પછી માનુષી અવાજોથી આપણે જાગીએ અને આપણે ડૂબીએ.
‘પ્રુફ્રૉક’માં નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે; ‘પ્રુફ્રૉક’ના કેન્દ્રમાં પરમેશ્વર છે, એ ‘પ્રુફ્રૉક’માં ધ્વનિરૂપે પ્રગટ થાય છે; અને એમાં ‘પ્રુફ્રૉક’ની મહાનતા છે એ સમજવાનો અત્યારે અહીં પ્રયત્ન કરીશું.

‘પ્રુફ્રૉક’ પર છેલ્લા છ દાયકામાં સારું એવું વિવેચન થયું છે. એમાં મુખ્યત્વે ‘પ્રુફ્રૉક’માં જે અન્ય બે — જાતીય અને સામાજિક — પરિમાણો છે એનો મહિમા થયો છે. ફ્રૉઇડ અને માર્ક્સના વિચારોનો જે વાતાવરણમાં પ્રબળ પ્રભાવ હોય એમાં આમ થાય એ અનિવાર્ય હતું. વળી જે યુગમાં મોટા ભાગની મનુષ્યજાતિમાં જીવનના નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ પ્રત્યે ઉદાસીનતા હોય; પરમેશ્વર પ્રત્યે ઉપેક્ષા હોય; વિચિત્ર દેવોની આરાધના (‘after strange gods’) હોય; માનવતાવાદનો પરમેશ્વરનિરપેક્ષ મનુષ્યનો આદર્શ હોય એમાં આરંભે નોંધ્યું છે એવું અર્થદર્શન, અર્થઘટન ન થાય એ શક્ય હતું.

Line 49: Line 189:
પ્રુફ્રૉક એની એકોક્તિમાં અંતે કહે છે, ‘મારે મન જે સમજું છું તે કહેવું અશક્ય છે!’ પ્રુફ્રૉકનો આ પ્રશ્ન એ માત્ર સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો જ પ્રશ્ન હોત, એમાં માત્ર જાતીય અને સામાજિક એવાં બે જ પરિમાણો હોત તો તો એ પ્રશ્ન પૂછવો શક્ય છે, પ્રુફ્રૉક એ પ્રશ્ન પૂછે, પૂછી શકે, અરે, પ્રુફ્રૉકે ક્યારનો પૂછ્યો હોત! પ્રુફ્રૉકે આ સંઘર્ષ અનુભવ્યો ન હોત! એણે પ્રશ્ન પૂછવો છે, પણ પૂછશે નહિ, પૂછી શકશે નહિ એની અસહ્ય વેદનાની ૧૩૧ પંક્તિની આ એકોક્તિ મિત્રને ઉત્તર રૂપે, સંબોધન રૂપે ઉચ્ચારી ન હોત! પણ એમાં નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક પરિમાણ છે, એમાં પરમેશ્વરનો પર્યાય છે; વળી એ પ્રશ્ન માત્ર સ્ત્રી-પુરુષ-સંબંધ વિશેનો, પ્રેમ અને લગ્ન વિશેનો નહિ પણ એથીયે અનેકગણો, અનંતગણો વ્યાપક, વિરાટ, વૈશ્વિક પ્રશ્ન છે એથી એ પૂછશે નહિ, પૂછી શકશે નહિ. એનું કારણ સન્નારીઓ અથવા કોઈ એક સન્નારી છે અને એથીયે વિશેષ તો પ્રુફ્રૉક સ્વયં છે. એથી પ્રુફ્રૉક કહે છે, ‘મારે મન જે સમજું છું તે કહેવું અશક્ય છે.’ વળી મૂળ અંગ્રેજીમાં આ પંક્તિ આમ છે  ‘It is impossible to say just what I mean.’ એનો અનુવાદ આમ પણ થાય  ‘મારે મન શું સમજું છું એ કહેવું અશક્ય છે.’ (કોઈ પણ કાવ્યનો અને સવિશેષ એલિયટ જેવા મૅટાફિઝિકલ — શબ્દના બન્ને અર્થમાં — કવિના કાવ્યનો, કાવ્યના શબ્દોમાં અનેક ‘અર્થો’, સંદર્ભો હોય એથી, સંપૂર્ણ સંતોષકારક અનુવાદ અશક્ય છે. અહીં જે અનુવાદ આપ્યો છે એથી અનુવાદકને, અન્ય કોઈને પણ હોય એથી સહેજ પણ ઓછો નહિ એવો, ભારે અસંતોષ છે.) એથી એનો અર્થ એમ પણ થાય કે પ્રુફ્રૉક પોતે જ જો કશુંય અથવા બધું જ ન સમજે તો પછી વાણી દ્વારા કશુંય અથવા બધું જ કહેવું અશક્ય છે. અને એથી જ કદાચ પ્રુફ્રૉક આરંભે એના મિત્રને કહે છે  ‘ભલા, પૂછીશ નહિ, ‘ક્યો?’ ’. આજ લગી અસંખ્ય મનુષ્યોએ અનંત શબ્દો (એમાંના કેટલાક રંકમાં રંક શબ્દો આ લેખમાં છે.) દ્વારા આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કર્યો છે, પણ મનુષ્યો માટે વાણી દ્વારા, શબ્દો દ્વારા આ પ્રશ્નને પૂર્ણપણે સમજવો શક્ય છે? એમ શક્ય હોય તો પણ બાઇબલના દશ આદેશમાંથી ત્રીજા આદેશને કારણે પ્રુફ્રૉક માટે શક્ય છે? અને પ્રુફ્રૉક માટે સમજવો શક્ય હોય તોપણ પ્રુફ્રૉક માટે ખંડમાં સન્નારીઓને અથવા કોઈ એક સન્નારીને આ પ્રશ્ન પૂછવાનું શક્ય છે? પરમેશ્વરનો ‘પ’ પણ ઉચ્ચારવાનું શક્ય છે? પ્રુફ્રૉકનું સંપૂર્ણ નામ છે  જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉક. આ નામ પૂર્ણપણે સમજવું અશક્ય છે. એમાં પ્રથમ નામ, માત્ર ‘જે.’ની સંજ્ઞારૂપે જ છે, રહસ્યમય છે. એમ આ પ્રશ્ન પૂર્ણપણે સમજવો અશક્ય છે. એમાં કશુંક સંજ્ઞા રૂપે જ છે, રહસ્યમય છે.

એલિયટે ૧૯૫૫માં લંડનમાં કન્ઝર્વેટિવ પાર્ટી — રૂઢિચુસ્ત પક્ષ — ના ‘લંડન કન્ઝર્વેટિવ યુનિયન’ના ઉપક્રમે સાહિત્યિક ભોજનસમારંભમાં ‘The Literature of Politics’ — ‘રાજકારણનું સાહિત્ય’ એ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું, એમાં એમણે અંતે જે માત્ર રાજકારણ વિશે, એના સાહિત્ય વિશે, એ સાહિત્યના સર્જકો વિશે પ્રસંગોચિત કહ્યું હતું તે જીવનના એકેએક ‘કારણ’ — જાતીયકારણ, સમાજકારણ, સ્ત્રી-પુરુષ-સંબંધ, પ્રેમ, લગ્ન આદિ — સમગ્ર જીવનકારણ વિશે, એના સમગ્ર સાહિત્ય વિશે, એ સાહિત્યના સૌ સર્જકો વિશે — સ્વયં એલિયટ વિશે અરે, સુસંસ્કૃત, બહુશ્રુત સૌંદર્યશીલ, સંવેદનશીલ મનુષ્ય અને કાવ્ય એની એકોક્તિ છે એથી જ સર્જનશીલ કવિ એવા પ્રુફ્રૉક સુધ્ધાં વિશે — સાચું છે અને પ્રુફ્રૉકને, પ્રુફ્રૉકના પ્રશ્નને સમજવામાં સહાયરૂપ છે, ‘…there should always be a few writers preoccupied in penetrating to the core of the matter… The proper area for such men is what may be called, not the political, but the pre-political area… it is the domain of ethics — in the end, the domain of theology. For the question of questions, which no political philosophy can escape, and by the right answer to which all political thinking must in the end be judged, is simply this: What is Man? what are his limitations? what is his misery and what his greatness? and, what, finally, his destiny?’ — ‘જે વસ્તુના હાર્દને પામવામાં રત હોય એવા કેટલાક લેખકો હંમેશને માટે હોવા જોઈએ… આવા લેખકો માટેનો સાચો પ્રદેશ રાજકીય નહિ પણ જેને ‘પ્રાગ્ રાજકીય’ કહેવાય એ પ્રદેશ છે… એ નીતિશાસ્ત્રનો પ્રદેશ છે — અને અંતમાં તો ઈશ્વરશાસ્ત્રનો પ્રદેશ છે. કોઈ પણ રાજકીય ફિલસૂફી જેમાંથી છટકી શકે નહિ અને અંતે જેના સાચા ઉત્તર પરથી જ સૌ રાજકીય ચિંતનનું મૂલ્યાંકન થવું જોઈએ એ પ્રશ્નોનો પ્રશ્ન તો છે માત્ર આ  મનુષ્ય શું છે? એની મર્યાદાઓ શી છે? એની વેદના શી છે? અને એની મહાનતા શી છે? અને, અંતે, એની નિયતિ શી છે?’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{left|'''૧૯૭૧'''}}
{{left|'''૧૯૭૧'''}}