ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુગાણંદ


ગુગાણંદ [ઈ.૧૭૨૯ સુધીમાં) : જૈન. ભૂલથી ગુંગાનદને નામે નોંધાયેલી ૧૩ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૭૨૯)ના કર્તા. લહિયાના લેખનદોષને કારણે ‘ગુણાનંદ’નું ‘ગુગાણંદ’ થયું એમ હોય એવી પણ સંભાવના છે.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]