ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાણંદ-૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરમાણંદ-૭ [                ] : ઈડરના રાવકલ્યાણ (ઈ.૧૬૧૬)ના માળણ પ્રત્યેના સ્નેહની કથા દ્વારા ઈડર શહેરની સ્થાપનાની વાત તથા રજવાડાના અંત:પુરના વ્યવહારોને આલેખતી દોહરાવૃત્તમાં રચાયેલી રાજસ્થાનીમિશ્ર ગુજરાતી શૈલીવાળી ૧૯૮ કડીની ‘માળણની વાર્તા’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[ચ.શે.]