ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યરત્ન-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યરત્ન-૪ [ઈ.૧૭૪૧માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. પૂર્ણિમાગચ્છની ઢંઢેરવાડ શાખાના આચાર્ય ભાવપ્રભસૂરિના શિષ્ય. તપગચ્છના પંડિત ન્યાયસાગરના સમગ્ર જીવનને નિરૂપતા, એમના અવસાન પછીના ૨૭/૨૮ દિવસમાં પૂરા કરેલા, ૧૦ ઢાલના ‘પંડિત શ્રીન્યાયસાગરનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ ૫, રવિવાર; મુ.), ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, વૈશાખ વદ ૪, ગુરુવાર), ૭ કડીના ૧ હિન્દી સ્તવન (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈઐકાસંચય (+સં.); ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]