ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘવિજ્ય-૪


મેઘવિજ્ય-૪ [ઈ.૧૮૦૧ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. રંગવિજ્યના શિષ્ય. ‘મેઘકાજલસંધ્યાદિનું સ્તવન’ (લે.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, માગશર વદ ૯, મંગળવાર), ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૮ કડીના ‘શાંતિજિન-સ્તવન’ના કર્તા.

સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]