રત્નરાજશિષ્ય [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધં]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભસૂરિના શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તુતિ’ (ર.ઈ.૧૮૦૨ કે ઈ.૧૮૨૨/સં. ૧૮૫૮ કે સં. ૧૮૭૮, આસો વદ ૧૪)ના કર્તા.