બાળ કાવ્ય સંપદા/કૂકડાનું ગીત
Jump to navigation
Jump to search
કૂકડાનું ગીત
લેખક : કૃષ્ણલાલ શ્રીધરાણી
(1911-1960)
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !... ધ્રુવ.
સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
નીંદરને પારણિયે ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે
જાગો, ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
જાગે જગના પ્રાણ સહુ પણ,
વ્યર્થ બધો પોકાર !
આભ ચીરું હું તોય ન પહોંચે,
મૃત્યુ કેરી નીંદ ચિરંતન,
ક્યાં છે જગાડનાર ?
સૂર્યકિરણ જે પાર ન પહોંચે,
શા ખપનો છડીદાર ?
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !