બાળ કાવ્ય સંપદા/પા...પા પગલી
પા... પા પગલી
લેખક : નાથાલાલ દવે ર
(1912-1991)
વીર ભરે પા... પા પગલી,
આવી જે પોઢ્યું પારણિયે,
એનું મુખ મીઠું મલકી રહે,
એ ડગમગતા ડગ માંગતો,
બાબુને ઊંઘાડો જરા,
એ ઘૂંટણભર ઘૂમી વળે, એને ઉંબર વટવા સ્હેલ રે.
પકડે માડીની આંગળી, પછી એને શું મુશ્કેલ રે !
એ ઘડી ન જંપે ઘોડિયે, ઊછળીને ઊભો થાય રે.
બાબુને બસ ચાલવું, એણે શે સૂતાં જાય રે.
વનવગડા એને વીંધવા, એને ચડવા કિલ્લાકોટ રે.
ધરતીના ખોળા ખૂંદવા, ડુંગર પર દેવી દોટ રે.