રણજિતરામ ગદ્યસંચય – ૨/પૃથુરાજરાસો

પૃથુરાજરાસો.

[પૃથુરાજ ચૌહાણના આશ્રિત ચંદ બરદાઈના કર્તૃત્વથી અંકિત પૃથુરાજરાસો ચંદ બરદાઈ પ્રણીત નથી પણ ચંદના કાલ પછી સેંકડો વર્ષે રાજસ્થાનના કોઈ અજ્ઞાત ચારણનો રચેલો છે એવો મત મેવાડના રાજબારોટ અને ઇતિહાસકાર કવિરાજ શ્યામલદાસે ઈ. સ. ૧૮૮૬માં બંગાળની ‘એશિયાટિક સોસાયટી’ની પત્રિકા[1] દ્વારા પ્રગટ કર્યો હતો. ઉક્ત પત્રિકામાં છપાયેલા લેખ પરથી રા. રા. નરસિંહરાવ ભોળાનાથની ઈચ્છાનુસાર સંક્ષિપ્ત સાર અહીં પ્રગટ કરવામાં આવે છે.] પૃથુરાજરાસો નામના પ્રખ્યાત હિન્દી મહાકાવ્યને, પૃથુરાજના દરબારી કવિ ચંદ બરદાઈની કૃતિ, અને તેમાં પૃથુરાજના ઈહજીવનની સાચી હકીકતનું વર્ણન છે એવું વિદ્વાનો માને છે; પણ મારા નમ્ર મત પ્રમાણે, ચંદના પછી ઘણા શતક વીત્યે, રાજસ્થાનના કોઈ ભાટે પોતાની નાતની અને ચૌહાણોની – જેઓ બહારથી તે વખતે રાજસ્થાનમાં આવ્યા છે તેનાં પણ નામ રિપોર્ટમાં નથી. અર્થાત્, તેની સ્થિતિ પણ ‘તપત્યાખ્યાન’ જેવી જ. એ ત્રણ નવાં નાટકો તથા ‘તપત્યાખ્યાન’ મળી ચાર નાટકો પ્રકાશકોની આગળ આ રિપોર્ટની તારીખ ૧૬–૧–૯૩ પછી જ આવ્યાં હશે એમ ગણવું પડશે. રિપોર્ટ પૃષ્ઠ ૧૭ મે પરિશિષ્ટ નિશાની अ માં ટિપ્પણ તા. ૮ મી ૧૮૮૯નું હુ. આ. રા. રા. મણિભાઈ જસભાઈની સહીનું છે; તેમાં ઉપરના अ પત્રક વિશે આમ શબ્દો છે: (ટિપ્પણ પૅરા ૩-૪) ‘આ કવિતામાંથી વડોદરા રાજ્યની હદમાં થઈ ગયેલા કવિઓની કવિતા જુદી કઢાવી તેની બે યાદીઓ કરાવી છે. તે યાદીઓ अ તથા ब નિશાનીના આ સાથે સામીલ છે. ‘ब નિશાનીની યાદી જુદી એટલા માટે કરાવી છે કે તે યાદીમાં લખેલી કવિતા બાબત હાલ હું કાંઈ ભલામણ કરવા માગતો નથી. કેટલાક કવિઓએ ભાગવત્ (? sic) રામાયણ અને ભારત એ ગ્રંથોનાં ભાષાન્તર ગુજરાતી કવિતામાં કરેલાં છે. આ ગ્રંથો ભારે અને છપાવતાં ખરચ પણ વધારે થવાનો એટલે તે અને એવા પ્રકારના ગ્રંથો જે હાલ તરત છપાવવા એ મારી ભલામણ નથી, તેવા ગ્રંથો એ ब પત્રકમાં દાખલ કર્યા છે. अ પત્રકમાં દાખલ કરેલા ગ્રંથ છપાવતાં પહેલાં કોઈ સારા કવિ પાસે તે જોવરાવીશું અને કોઈ ગ્રંથ અથવા ગ્રંથો બાતલ કરી નાખવા જેવા જણાશે તો બાતલ કરી નાંખીશું.’ આ ઉપરથી જણાશે કે : (i) રિપોર્ટમાં કહેલું अ પત્રક અને ટિપ્પણનું ब પત્રક એક જ માનવું એમ લાગે છે; (ii) ‘તપત્યાખ્યાન’ તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને મોકલેલી યાદીમાંનાં નાટકો, તેમ જ ઈ. સ. ૧૮૯૧-૯૨માં પ્રગટ થયેલાં બે નાટકો એ સર્વે ब પત્રકમાં હશે કે કેમ એ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી; કારણ ‘ભારે અને છપાવતાં ખર્ચ વધારે થવાનો’ એવા એ ગ્રંથ નથી; (iii) अ પત્રક તથા ब પત્રક આ આખા રિપોર્ટમાં કે પરિશિષ્ટોમાં જણાતાં નથી. તેથી તર્ક કરવા પડે છે. એ પત્રકો અસલ રૂપમાં રજૂ થાય તો કશું કહેવાય. કેમ કે તેમાં જો ‘રોષદર્શિકા સત્યભામાખ્યાન’ અને ‘પાંચાલી પ્રસન્નાખ્યાન’ એ નાટકોનાં નામ હોય તો ઈ. સ. ૧૮૮૯માં તે જાણમાં આવ્યાં હતાં એમ ગણાય. પરંતુ ‘તપત્યાખ્યાન’ તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની યાદીમાંનાં નાટકો તો તે પત્રકની બહાર જ રહેશે. અને સંભવ તો ઉઘાડો એ જ છે કે નાટકોમાંનું એક પણ अ પત્રકમાં કે ब પત્રકમાં નહિ હોય. પછી તો પ્રભુ જાણે અને ‘પ્રાચીનકાવ્યમાળા’ ના વ્યવસ્થાપકો જાણે. છેવટે એક આશ્ચર્યકારક અસંગતિ રા. ‘જ્ઞ’ નાં વચનોમાંની બતાવું છું: ‘યાદીમાં હતા એટલે રાજસ્થાનના રજવાડામાં તેમની પ્રતિષ્ઠા કે ગૌરવ નહોતાં – તેમની મહત્તા દર્શાવવા રચ્યો હતો. આમ હોવાથી એ રાસો સમકાલીન સત્ય ઐતિહાસિક વૃત્તાંતો જાણવા માટે નકામો છે.’ રાજસ્થાનનાં રજવાડાંઓ સાથે તેઓ સંબદ્ધ છે એવું બતાવવા કોઠારીઆ અથવા બેડલા ચૌહાણોના કોઈ સાક્ષર માટે આ કાવ્ય રચ્યું હોય એમ દેખાય છે. કર્તાએ મેવાડના રાજવંશની સ્તુતિ સારી પેઠે ગાઈ છે. કાવ્યમાં વર્ણિત વૃત્તાંતો પ્રત્યે તેઓ અનાદર બતાવ્યા વિના તેમનો સ્વીકાર કરે તો બીજા રજપૂતો પણ એ વૃત્તાંતોને સાચા માને એવા હેતુથી એ સ્તુતિ કરાયેલી છે. ચંદ બરદાઈના નામથી કાવ્ય પ્રસિદ્ધ કરી સાર્વજનિક વિશ્વાસ મેળવવામાં કર્તા સફળ થયો છે.

[૧]

હિન્દીની વ્રજ કે બીજી બોલીમાં નહીં વપરાતા અને રાજસ્થાની બોલીમાં વપરાતા કેટલાક શબ્દો અને રૂઢિઓ પરથી આ કાવ્ય રાજસ્થાની કવિ પ્રણીત લાગે છે. કાવ્યની શરૂઆતની તૂકોમાં (क) सत्त फवळ्यौ चावद्दिसे, આદિ પર્વ, બીજી છપ્પૈ. (ख) तृती भारती व्यास भारत्थ भाष्यौ। जिने उत्त पारत्थ सारत्थ साष्यौ।। ૪થું ભુજંગપ્રયાત. આ લીટીઓમાં सत्त, चावद्दिसि, भारत्थ, पारत्थ અને सारत्थ રાજસ્થાનની જ કવિતામાં વપરાય છે. (ग) આખેત ચૂકના સર્ગમાં यह घात सद्ध गोरी सुवर। करूं चूक कै सज्ज रन ।। ૫ મી છપ્પૈ છે, તેમાં चूककरજે અર્થ છે – દગાથી મારવું – તે અર્થમાં એ શબ્દપ્રયોગ હિન્દુસ્તાનના બીજા કોઈ ભાગમાં વપરાતો નથી. ગાથા લખતી વેળા પૃથુરાજરાસામાં તૂકના છેલ્લા અક્ષર ઉપર હંમેશ અનુસ્વાર મૂકવામાં આવે છે. આનું કારણ આ પ્રમાણે જણાય છે : કાવ્ય લખાયું તે કાળથી એને પ્રાચીન ઠરાવવું હતું માટે એની ભાષામાં પ્રાચીનતાના અંશ આણવા જોઈએ. એવા પ્રાચીન ગ્રંથોનો લેખકે અભ્યાસ નહોતો કર્યો પણ તેમના સ્વરૂપ વિશે કર્ણપરંપરાથી સાંભળ્યું હતું. એટલે એણે અનુસ્વાર મૂકી પોતાની કવિતાને પ્રાચીન ગણાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યમાંથી હજારો શબ્દપ્રયોગો અને રૂઢિઓનું અવતરણ કરી બતાવી શકાય એમ છે કે તેમનો પ્રચાર ફક્ત રાજસ્થાનમાં જ છે. શૈલી પણ રાજસ્થાની છે. (હિન્દી સાહિત્યના વૃત્તાંતનો ગ્રંથ નામે मिश्रबन्धु विनोद ત્રણ ભાગમાં હમણાં બહાર પડ્યો છે તેમાં પૃથુરાજરાસાને ચંદની જ કૃતિ ગણવામાં આવી છે પણ એ ગ્રંથના લેખકોએ કવિઓ અને કવિતાની પ્રાચીનતા નિરૂપવામાં અતિશય શિથિલતા દર્શાવી છે. હિન્દી સાહિત્યને અતિશય પ્રાચીન બતાવવાના લોભમાં તેઓએ સત્યની ઉપેક્ષા કરેલી લાગે છે.)

[૨]

પૃથુરાજરાસામાં આપેલા સંવત્ અને તિથિ આદિ પરથી એ ગ્રંથ પૃથુરાજના સમયમાં નહિ પણ પછીથી લખાયો હતો એવું સ્પષ્ટ સાબિત થઈ શકે છે. પૃથુરાજના જન્મનો સંવત નીચે પ્રમાણે આપે છે : (क)

एकादस सें पञ्च दह
विक्रम साक अनंद ।
तिहि रिपु पुर जय हरन को
मे पृथिराज नरिंद ॥ १,४६

ભાવાર્થ : વિક્રમ સંવત ૧૧૧૫માં રાજા પૃથુરાજ જન્મ્યા હતા. (ख) બીજે સ્થળે નીચે મુડજબ લખ્યું છે :

दवीर बैठि सोमेस राय ।
लीने हजूर जोतिग बुलाय ॥
कहों जन्म कर्म बालकबिनोद ।
सुभ लग्न मुहूरत सुनत मोद ॥
संबत इक्क दस पञ्च अग्ग ।
बैसाख तृतीय पक्ष कृष्ण लग्ग ॥
गुरु सिद्ध जोग चित्रा नखत्त ।
गुरु नाम करन सिसु परम हित्त ॥
ऊषा प्रकास इक घरिय राति ।
पल तीस अंस त्रय बाल जाति ॥
गुरु बुद्ध सुक्र परि दसै यान ।
अष्टमे बार शनि फल बिधान ॥
पञ्चमे थान परि सोम भोम ।
ग्यारमे राहु खल करन होम ॥
बारमें सूर सों करन रंग ।
अनमी नमाइ तिन करै भंग ॥

ભાવાર્થ: પૃથુરાજના જન્મ વખતે રાજા સોમેશ્વરે જોશીઓને બોલાવી પૃથુરાજની જન્મકુંડળી તૈયાર કરવાનું કહ્યું. સંવત ૧૧૧૫ના વૈશાખ વદ ત્રીજને રોજ પૃથુરાજનો જન્મ થયો હતો.[2] ગુરુવાર, સિદ્ધિયોગ, ચિત્રા નક્ષત્ર તે દિવસે હતાં. જન્મકાલે ઉષાકાલનાં એક ઘટી, ૩૦ પળ અને ૩ અંશ વ્યતીત થયાં હતાં. ગુરુ, શુક્ર અને બુધ દશમા સ્થાનમાં હતા. શનિ આઠમામાં, ચંદ્ર અને મંગળ પાંચમામાં, રાહુ અગિયારમામાં, સૂર્ય બારમામાં હતા. (ग) જોશીઓએ પૃથુરાજનાં આયુષ્યની અવધિ નીચે પ્રમાણે કરી હતી :-

चालीस तीन तिन बर्ष साज ।
कलि पुहमि इन्द्र उद्वार काज ॥

આવરદા ૪૩ વર્ષનું જણાવ્યું હતું. (घ) પૃથુરાજના નાના અનંગપાલે એને દત્તક લીધો તેની સાલ રાસામાં નીચે પ્રમાણે આપી છેઃ

एकादश संवतह-अट्ट अग्गह ति तीस भनि ।
प्रथम सुरितु तहंहेम-सुद्ध मगसिर सुमास गनि ॥
सत पष्ष पंचमिय-सकल वासर गुरु पूरन ।
सुदि मगसिर सम इंद-जोग सिद्धहि सिध चूरन ॥
पहु अनङ्गपाल अप्पिय पुदनि-पुत्तिय पुत पवित्त मन ॥
छंड्यो सुमोहसुख ब्रन तरुनि-पति वद्रीसज्जे सरन ॥ १८, ३१

સવંત ૧૧૩૮ના માગસરની સુદી પાંચમ અને ગુરુવારે અનંગપાલે પૃથુરાજને ગાદી સોંપી. (च) માધોભટ કથામાં વળી નીચે પ્રમાણે છેઃ

ग्यारह सै अठतीस भनि-भो दिल्ली पृथीराज ।
सुन्यौ साह सुरतान वर-बज्जै बज्ज सुबाज ॥
ग्यारह सै अठतीसा मानं-भौ दिल्ली नृप रा चौहानं ।
बिक्रम बिन सक बंधी सूरं-तवै राज पृथिराज करूरं ॥ १९, ६५

સંવત ૧૧૩૮માં પૃથ્વીરાજ દિલ્હીની ગાદી પર બેઠો. (छ) શહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજના મંત્રી કૈમાસે જે યુદ્ધમાં હરાવ્યો તે સંબંધીની તિથિ નીચે પ્રમાણે આપવામાં આવી છે :

संवत हर चालीस-बदि चैत एकभ दीस ।
रविवार पुष्पप्रमान-साहावदिय मैलान ॥ ४४, ३
ग्यारसै चालीस-चैते बदि सस्सिय दूजो ।
चद्यौ साह साहाब-आनि पंजाबह पूज्यौ ॥
लक्ख तीन असवार-तीन सहस मदमत्तह ।
चल्यौ साह दर कूच-फटिय जुग्गिनिधर बतह ॥
सामन्त सूर बिकसेउ अर-कायर कंपे कलह सुनि ।
कैमास मंत्रि मंत्रह दियो-ढिग बैठे चामंड फुनि ।। ४४,१४

સવંત ૧૧૪૦ના ચૈત્ર વદી એકમ( પડવો બીજ ભેગાં હતાં) ને રોજ શાહબુદ્દીન હિન્દુસ્તાન પર ચડી આવ્યો. (ज) વળી,

ग्यारह सै चालीस-सोम ग्यारस बदि चैतह ।
भये साह चहुआन-लरन ठाढे वनि खेत ह ।।
पंच फौज सुरतान-पंच चहुआन बनाइय ।
दानव देव समान-ज्वान लरन रिन धाइय ।।
कहि चंद दंद दुनिया सुनो-वीर कहर चञ्चर जहर ।
जोधान जोध जंगह जुरत-उभय मध्य बित्यौ पहर ।। ४४,३८

સંવત ૧૧૪૦ના ચૈત્ર વદી ૧૧ ને સોમવારે, ચૌહાણ(પૃથ્વીરાજ) લડવા માટે તૈયાર થયો. (झ) વળી, છ ઋતુનું વર્ણન કરતા સર્ગમાં લખ્યું છે.

ग्यारह सै एकावने-चैत तीज रविवार ।
कनवज देखl कारणे-चल्यौ सुसंभरी वार ।। ५९, ૮૪ ।।

સમ્ભરીનો નાથ કનોજ જોવા સંવત ૧૧૫૧ના ચૈત્ર(વદી?) ૩ ને રવિવારે નીકળ્યો. (ट) વળી પૃથ્વીરાજ અને શહાબુદ્દીન ઘોરી વચ્ચેના છેલ્લા યુદ્ધનું વર્ણન જે સર્ગમાં છે તેમાં લખ્યું છે:

(१) शाक सुविक्रम सत्तशिव-अट्ठ अग्र पंचास ।
शनिश्चर संक्रान्ति क्रक-श्रावन अद्धो मास ।।
(२) श्रावन मावस सुभ दिवस-उभय घटी उदियत्त ।
प्रथम रोस दुइ दीन दल-मिलन सुभर रन रत्त ।। ६४, ९३

સંવત ૧૧૫૮ ના શનિવારે, કર્કસંક્રાન્તિએ, અર્ધો શ્રાવણ વીત્યે,( યુદ્ધ થયું.) બંને ધર્મના દલ વચ્ચે શ્રાવણની અમાસે પહેલી હથિયારબાજી થઈ. (थ) વળી,

(१) एकादश से सत्त-अट्ठ पञ्चास अधिकतर ।
सावन सुकल सुुपष्प-बुद्ध एका तिथि वासर ।।
(२) बज्रयोग रोहिनी-करन बालव धिक तैतल ।
प्रहर सेष रस घटिय-आदि तिथि एक पञ्च पल ।।
(३) बित्थुरिय बत्त जुद्ध ह सरल-जोगिनिपुर वसर विषम ।
संपतिथान सुरसतिय जुरि-रहसुखो कीनो विरम ॥

સં. ૧૧૫૮ના શ્રાવણ સુદ પડવાને બુધવારે, વજ્ર યોગે, રોહિણી નક્ષત્રે, બાલવ અને તૈતિલ કરણે, છેલ્લા પ્રહરની ૬ ઘટિકા બાકી હતી – પ્રતિપદાની એક ઘટિકા ને પાંચ પળ થયાં હતાં ત્યારે યુદ્ધના સમાચાર સહેલાઈથી ફરી વળ્યા; દિલ્હી માટે યુદ્ધનો તે દિવસ વિષમ હતો. જાણે લક્ષ્મી અને સરસ્વતી લડતાં હોય એવી સખત લડાઈ થઈ હતી. યુદ્ધ જેવા સૂર્ય પણ થંભી ગયા હતા. ઉતારા બહુ થયા. મારા ગ્રંથસંગ્રહમાંના અનેક હસ્તલેખો પરથી આ ઉતારા ચકાસવામાં આવ્યા છે. એક સંવતવાળો ઉતારો બસ થતે પણ કદાચ કોઈને એમ લાગે કે એ તો લેખકની ભૂલ હશે. આટલા ઉતારાથી એવો વાંધો કાઢી શકાશે નહીં.

[૩]

ઉપરના અવતરણવાળા સંવતની સમીક્ષા કરીએ. (ક) દિલ્હીમાં પૃથુરાજ રાજ્ય કરતો હતો તે અને શહાબુદ્દીન ઘોરી સાથે લડ્યો તે વર્ષો ધ્યાનમાં લઈએ. ‘રાસા’ પ્રમાણે યુદ્ધની સાલ સં. ૧૧૫૮ છે. ‘તબકાત નાશિરિ’(હી. ૬૦૨=ઈસવી ૧૨૦૫=વિક્રમ ૧૨૬૨માં લખાયેલ)નો લેખક શહાબુદ્દીન માટે નીચે પ્રમાણે સાલ આપે છે. ‘શહાબુદ્દીન ઘોરીએ હી. ૫૭૧(=ઈસવી ૧૧૭૫= વિ. ૧૨૩૨)માં મુલતાન સર કર્યું અને ઉર્ચા અને મુલતાનને રસ્તેથી નહરવારા તરફ હી. ૫૭૪(=ઈ. ૧૧૭૮ =વિ. ૧૨૩૫)માં ગયો. નહરવારના રાજા ભીમદેવ અથવા બસુદેવનું લશ્કર એની સામે થયું. સુલતાનનું લશ્કર ફતેહ મેળવ્યા વગર પાછું વળ્યું. હી. ૫૭૭( =ઈ. ૧૧૮૧=વિ. ૧૨૩૮)માં સુલતાન મહમૂદનાં વંશજો પાસેથી લાહોર એણે લીધું. ‘હી. ૫૭૮(= ઈ. ૧૧૮૨= સં. ૧૨૩૯)માં સુલતાન દેવલ તરફ ગયો અને દરિયાઈ પ્રદેશ સર કર્યો. ત્યાં ઘણી લૂંટ મેળવી. ‘હી. ૫૮૦(= ઈ. ૧૧૮૪ = સં. ૧૨૪૧)માં સુલતાન ફરીથી લાહોર ગયો અને આખો દેશ લૂંટ્યો; મહમૂદના સર્વે વંશજોને કેદ કર્યા અને સિયાલકોટનો ગઢ બાંધ્યો. પોતાના સૈન્યાધિપતિ અલિ કર્માખને લાહોરનો હાકિમ બનાવ્યો. અને સિરાજુદ્દીન મિંહાજ(તબકાતના લેખકના પિતા)ને હિંદુસ્તાનમાં વસતા લશ્કરનો કાઝી નીમ્યો. ‘હી. ૫૮૭(= ઈ. સ. ૧૧૯૧ = સં. ૧૨૪૮)માં એણે સરહિંદનો ગઢ લઈ કાઝી ઝિઆઉદ્દીનને સોંપ્યો. સુલતાન આવે ત્યાં લગી ગઢનું રક્ષણ કરવા કાઝીએ ૧૨૦૦ માણસનું લશ્કર ગઢમાં રાખ્યું. પણ રાય કોલા પિથૌરા ગઢ પાસે આવ્યો અને સુલતાન પણ એવામાં આવી પહોંચ્યો. હિંદુસ્તાનના બધા રાજા પિથૌરાના પક્ષમાં હતા. હાથી પર બેઠેલા દિલ્હીના રાજ ગોવિંદરાય પર સુલતાને હલ્લો કર્યો અને પોતાના ભાલાથી તેના બે દાંત તોડી નાખ્યા. રાજાએ પથ્થરો ફેંકી સુલતાનના હાથને સખત ઘવાડ્યો. ઘોડા પરથી પડી જતાં ઘવાયેલા સુલતાનને એક ખિલજી સિપાહીએ ટેકો દીધો. સુલતાનના સર્વે માણસો નાઠા. ‘સરહિન્દાના કિલ્લામાં કાઝી તોલકને રાય પિથૌરાએ ઘેર્યો. લડાઈ તેર મહિના લગી ચાલુ રહી. ‘વૈર લેવા સુલતાન હિન્દુસ્તાન આવ્યો. મુઈઝુદ્દીન નામના વિશ્વાસપાત્ર માણસ પાસેથી લેખકે સાંભળ્યું હતું કે મુસલમાન લશ્કરમાં તે વખતે ૧,૨૦,૦૦૦ ઘોડેસવાર હતા. ‘લડાઈ શરૂ કરતાં પહેલાં સુલતાને પોતાની ફોજના ચાર ભાગ પાડ્યા. સર્વે દિશામાંથી તીરોનો વરસાદ વરસાવવા અને હિન્દુઓના હાથી અને સિપાઈઓ હુમલો કરે ત્યારે પાછા હઠાવવાનો તેમને એણે હુકમ કર્યો. ‘સુલતાનની ઈચ્છા અને આજ્ઞા પ્રમાણે વર્તી મુસલમાનોએ હિન્દુઓને હરાવ્યા, ઈશ્વરે સુલતાનને વિજય આપ્યો અને હિન્દુઓ નાસી ગયા. ‘હાથી પરથી ઊતરી ઘોડા પર બેસી પિથૌરા એકદમ પલાયન કરી ગયો પણ સરસ્વતીની નજીકની ભૂમિમાં કેદ પકડાતાં એને દોઝખમાં મોકલવામાં આવ્યો.(વધ કરવામાં આવ્યો.) ‘યુદ્ધમાં દિલ્હીનો ગોવિંદરાય કામ આવ્યો હતો. સુલતાને તોડેલા દાંતથી એનું મૂડદું રણક્ષેત્રમાં ઓળખવામાં આવ્યું હતું. ‘સુલતાને પોતાના રાજ્યમાં દિલ્હી, અજમેર, હાંસી અને સરસ્વતી જોડી દીધાં. હી. ૫૮૮(= ઈ. સ. ૧૧૯૨ = સં. ૧૨૪૯)માં આ ફતેહ મળી. કુહ્રામના ગઢના ઉપરી તરીકે સુલતાને કુત્બુદ્દીન ઐબકની નિમણૂક કરી. એણે મિરથ અને દિલ્હી સર કર્યાં અને હી. ૫૮૯(= ઈ. ૧૧૯૩ = સં. ૧૨૫૦)માં કોલનો ગઢ લીધો. ‘હી. ૫૯૦(= ઈ. સ. ૧૧૯૪ = સં. ૧૨૫૦-૫૧)માં ગઝનીથી સુલતાન કનોજ અને કાશી તરફ ગયો અને ચન્દાવલ આગળ રાજા જયચંદને હરાવ્યો. ત્રણસોથી વધારે હાથી મળ્યા. ‘નહરવારા, કાલેવા, બદાઓ અને બીજા ઘણા દેશો કુત્બુદ્દીને જીત્યા.’ હવે, હી. ૫૮૭ = ઈ. સ. ૧૧૯૧ = વિ. સં. ૧૨૪૮. હી. ૫૮૮ = ઈ. સ. ૧૧૯૨ = વિ. સં. ૧૨૪૯. શહાબુદ્દીન અને પૃથુરાજ વચ્ચેનું યુદ્ધ અને પૃથુરાજનું મૃત્યુ સં. ૧૨૪૮-૪૯માં થયાં એવું આ ગ્રંથ પરથી પ્રતીત થાય છે. ‘પૃથુરાજરાસા’ના સં. ૧૧૫૮થી આ સાલ આશરે ૯૦ વર્ષ વધારે છે. ‘તબકાત નાશિરી’ નો લેખક પરદેશી હતો છતાં સાલોમાં ભૂલ થવાનો સંભવ નથી; વખતે નામોમાં ચૂક્યો હોય. સર્વે મુસલમાન તવારીખ પરથી સિદ્ધ થાય છે કે શહાબુદ્દીન, તબકાત નાશિરીએ નિર્દેશેલી સાલોમાં હયાત હતો અને શિલાલેખ આદિ પરથી જયચંદની પણ સાલ મળે છે. ગ્રંથોથી મુકરર થતી સાલ અને પૃથુરાજરાસાની સાલ નિરાળી સાબિત કરી હવે શિલા અને તામ્રના લેખોથી એ વધારે સબળ રીતે બતાવીશ. મેવાડના તાબેના બીજોલી ગામમાં પાર્શ્વનાથના મંદિર પાસે પહાડ પર લેખ છે. પૃથુરાજના પિતા સોમેશ્વરે ગામ દાન કર્યાની એમાં હકીકત છે. સાલ સંવત ૧૨૨૬ = ઈ. સ. ૧૧૬૯ છે. એટલે ‘રાસા’ ની સાલ સં. ૧૧૫૮ ખોટી ઠરે છે. આ લેખમાં ચૌહાણ વંશાવળી સોમેશ્વર લગી જ આપેલી છે એટલે એ સાલમાં પૃથુરાજ ગાદીનશીન નહોતો. મેવાડમાં મીનાલગર્હના મહેલના ઉતરદા દરવાજાના થાંભલા પરના લેખનો સંવત ૧૨૨૬(= ઈ. ૧૧૬૯) છે. પૃથુરાજ ચૌહાણ રાજ્ય કરતો હતો ત્યારે ભાવ બ્રહ્માએ મઠ બાંધ્યાની એમાં નોંધ છે. બન્ને શિલાલેખો મેળવતાં જણાય છે કે સંવત ૧૨૨૬ ના ફાલ્ગુન વદ અને ચૈત્ર વદ દરમ્યાન પૃથુરાજનું રાજ્યારોહણ થયું હશે. પૃથુરાજ ચૌહાણના દરબારી બારોટ ચંદ બરદાઈએ ‘પૃથુરાજરાસો’ લખ્યો હોત તો ૯૦ વર્ષની આવી મોટી ભૂલ તે કરત નહીં. બનાવો વર્ણવવામાં અતિશયોક્તિ કરે અથવા સાચી હકીકત છૂપાવે પણ વર્ષ તો ખોટાં ન જ લખે. શહાબુદ્દીન સાથે પૃથુરાજને થયેલા યુદ્ધની સાલ ટૉડે સં. ૧૨૪૯ની આપી છે પણ રાસાની સાલ સં. ૧૧૫૮ ખોટી હોવાનું એણે બતાવ્યું નથી. પૃથુરાજરાસાની ખોટી સાલોથી રાજસ્થાનના ઇતિહાસમાં ઘણો ગોટાળો થઈ ગયો છે. એના પર આધાર રાખી ટૉડે લખેલી હકીકતથી બીજાઓથી પણ ભૂલ થઈ છે. ફૉર્બ્સ (રાસમાળામાં), પ્રિન્સેપ, હન્ટર વગેરે સર્વે ટૉડે દોરવેલ રસ્તે ગયા છે. રાસામાં મેવાડના રાવલ સમરસિંહને પૃથુરાજની બહેન પૃથા સાથે પરણાવ્યો છે પણ શિલાલેખો પ્રમાણે મેવાડનો ઇતિહાસ ગોઠવતાં રાવલ સમરસિંહ વિ. સં. ના ચૌદમા સૈકાના મધ્યમાં થયેલા જણાય છે. ‘રાસો’ એમને સંવતના બારમા સૈકાના મધ્યમાં મૂકે છે તે તદ્દન ખોટું અને ઇતિહાસ વિરુદ્ધ છે.

[૪]

ત્યારે સવાલ ઊઠે છે કે ચન્દ બરદાઈનો રચેલો આ રાસો નથી તો કોનો રચેલો છે અને ક્યારે રચાયો? (૧) અકબરના સમય પૂર્વે રાજસ્થાનમાં રચાયેલાં કાવ્યોમાં ફારસી શબ્દો અને શબ્દપ્રયોગો નથી આવતા. સંસ્કૃત, વ્રજ, માગધી, પ્રાકૃત, રાજસ્થાની બોલીઓ અને કેટલીક વાર ગુજરાતીના શબ્દો મળી આવે છે. અકબરના વખતમાં રાજસ્થાનના રજપૂત રાજાઓએ દિલ્હીની સલ્તનત સાથે પોતાનો સંબંધ બાંધ્યો. પહેલવહેલા સં. ૧૬૧૯ (ઈ. સ. ૧૫૬૨)માં જયપુરના રાજા તારામલ કછવાહા દિલ્હી ગયા. જેમ જેમ રજપૂત રાજાઓનો વસવાટ અને અવરજવર વધતો ચાલ્યો તેમ તેમ તેમના આશ્રિત કવિઓ પણ તે તરફ જવા લાગ્યા અને સ્વાભાવિક રીતે એમની કવિતામાં ફારસી શબ્દો પ્રવેશ પામ્યા. ‘રાસા’માં હિન્દી, મારવાડી અને સંસ્કૃત અથવા બીજી હિન્દી ભાષાઓના શબ્દોના પ્રમાણમાં ફારસી શબ્દોનું પ્રમાણ ૧:૮ કે ૧:૧૦ નું છે. સં. ૧૬૪૦ (ઈ. સ. ૧૫૮૩) પછી મેવાડનો સંબંધ દિલ્હી સાથે શરૂ થયો. મહારાણા પ્રતાપસિંહથી રિસાઈ અથવા છેડાઈ દિલ્હી ગયેલા મેવાડી સરદારો સાથે તેમના આશ્રિત કવિઓ દિલ્હી ગયા અને ત્યારથી ફારસી શબ્દો એમની કવિતામાં પ્રવેશ પામવા લાગ્યા. કવિરાજ શામળદાસના મત પ્રમાણે પૃથુરાજરાસો સં. ૧૬૪૦ (= ઈ. ૧૫૮૩) અને સં. ૧૬૭૦(= ઈ. ૧૬૧૩)ની વચગાળાનાં ત્રીસ વર્ષ દરમ્યાનમાં રચાયો હશે. સં. ૧૫૪૦–૪૨ (ઈ. સ. ૧૪૮૪–૮૬)ના અરસામાં રચાયેલા હમ્મીર કાવ્યમાં પૃથુરાજ અને શહાબુદ્દીન વચ્ચેના યુદ્ધનું જે વર્ણન આપ્યું છે તે ‘રાસા’ માં આપેલા વર્ણન સાથે મળતું નથી; તેમ બન્નેમાં આપેલી ચૌહાણની વંશાવળી પણ મળતી નથી આવતી. ‘પૃથુરાજ રાસા’ જેવું વિશ્વાસપાત્ર પુસ્તક હમ્મીરકાવ્ય પૂર્વે રચાયું હોત તો હમ્મીરકાવ્ય એમાંની હકીકતને અનુસર્યા વિના રહેત જ નહીં. પૃથુરાજના પછી ચાર સૈકા વીત્યે રાસો લખાયો હોવો જોઈએ. રાસામાં મેવાડના રાજવીઓની પ્રશંસા કરવામાં આવી છે. રાવળ સમરસિંહ માટે એક સ્થળે નીચે પ્રમાણે બિરુદો વાપર્યાં છે.

(અ) કલંકિયાં રાય કેદાર;
(આ) પાપીયાં રાય પ્રયાગ;
(ઇ) હત્યારાં રાય બાણારસી;
(ઈ) મદવાન રાય રાજાન રી ગંગ;
(ઉ) સુલતાન ગ્રહન મોખન;
(ઊ) સુલતાન માન મલન.

આ સર્વે બિરુદો મેવાડના મહારાણા સંગ્રામસિંહના છે. તે જમાનાના બીજા કવિઓએ પણ મેવાડના મહારાણાઓની આવી રીતે પ્રશંસા કરી છે :

૧. દોહા૦ અઈ રે અકવરિયાહ – તેજ તુહાલો તુરકડા,
નય ૨ નીસરિયાહ–રાણ વિનાશહ રાજવી.
૨. અકબર ઘોર અંધાર – ઊંઘાણા હિન્દુ અવર,
જાગે જગ દાતાર – પોહોરે રાણ પ્રતાપસી.

રાસામાં આપેલા બિરુદોમાંનું પાંચમું, હી. ૯૨૪ (=ઈ. સ. ૧૫૧૮ = વિ.સં. ૧૫૭૪)માં માળવાના સુલતાન મહમૂદને સંગ્રામસિંહે હરાવ્યો અને છોડી મૂક્યો તે હકીકતને ઉદ્દેશે છે. ૬ ઠું બિરુદ ગુજરાતના સુલતાનોને ઉદ્દેશી છે. એમને હરાવી એમનો દેશ મહારાણાએ લૂંટ્યો હતો. એટલે મહારાણા સંગ્રામસિંહે સં. ૧૫૭૪માં માળવી સુલતાનને હરાવ્યો ત્યાર પછી અને સં. ૧૬૪૦ પછી દિલ્હી સાથે રાજસ્થાનના થયેલા સબંધ પછી ફારસી શબ્દોનો પ્રવેશ રાજસ્થાની કવિતામાં થવા માંડ્યો એટલે ત્યાર પછી રાસો રચાયેલો. દિલ્લીકી કથા પ્રસ્તાવમાં નીચેનો દોહરો છે:

सोरे सै सत्तोतरे-विक्रम साक वरीत ।
दिल्लीधर चीतोड़पत-ले खग्गां बल जीत ॥ ३,३१

સં. ૧૬૭૭(=ઈ. સ. ૧૬૨૦)માં ચિતોડનો રાજા દિલ્હી લેશે. સાધારણ રીતે રાસાની ઉત્પત્તિ આ સાલ પછી માનવામાં આવે પણ કવિરાજ એ સાલને અચોક્કસ સાલ લેખી સં. ૧૬૭૧ પૂર્વે રાસો રચાયાનું નિરૂપે છે.

સં. ૧૬૭૧માં મહારાણા અમરસિંઘ ૧લા અને જહાંગીર બાદશાહ વચ્ચે તહ થયો હતો. રાસાની ભવિષ્યવાણી ત્યાર પછી નહીં ઉચરાઈ હોય, કારણ કે ત્યાર પછી દિલ્હી સર કરવાનો વિચાર જ રાણાઓમાંથી લુપ્ત થયો હશે. મહારાણા પ્રતાપસિંહના વખતમાં (એમનો અંત સં. ૧૬૫૮=ઈ. સ. ૧૬૦૧માં આવ્યો.) રાજાઓએ સોગન ખાધા હતા કે દિલ્હી સર કર્યા વિના માથુ મૂંડાવવું નહીં, ધાતુપાત્રમાં જમવું નહીં, કેડે તલવાર લટકાવવી નહીં, અને સૈન્યના સરઘસની મોખરે નગારું ન રાખવું. સં. ૧૬૪૦-૭૦ની દરમ્યાન જે વીર પરાક્રમો મેવાડના રાણાએ કર્યાં હતાં તે અને રાણા સંગ્રામસિંહ અને એમના પૂર્વજોના પ્રતાપથી અંજાયેલા લોકો આશા રાખતા હતા કે રાણા અથવા બીજું કોઈ દિલ્હી સર કરશે. આ આશાની અસરમાં ઉક્ત દોહરો લેખકે રાસામાં ઉમેરેલો. કવિરાજ શામળદાસ પૃથુરાજ રાસાને તદ્દન અનૈતિહાસિક લેખતા નથી. પણ તે ચંદ બરદાઈએ પૃથુરાજના સમયમાં લખ્યો નહોતો. પૃથુરાજ પછી ત્રણસો ચારસો વર્ષે તે લખાયેલો અને લેખકે દૂષિત આધારોનો ઉપયોગ કરેલો. પૃથુરાજની સમકાલીન મુસલમાન તવારીખમાં જે સાલો અને નામો આપ્યાં છે તે અને રાસામાંની સાલ અને નામો મળતાં નથી આવતાં એટલે પણ રાસો પૃથુરાજના સમયમાં રચાયો નહોતો એવો શક મજબૂત થાય છે.[3]


  1. Journal of the Asiatic Society of Bengal, Vol. LV. Pt. I No. I 1886 A. D. Pp. 5-65
  2. पृथ्वीराज विजय નામના પૃથુરાજની હયાતીમાં રચાયેલા સંસ્કૃત કાવ્યમાં જન્મની સાલ નથી આપી પણ જન્મતિથિ જ્યેષ્ઠ ૧૨ આપી છે, અલબત્ત શુક્લ કે કૃષ્ણપક્ષનું સૂચન નથી કર્યું.
  3. ટૉડે चितोड ને બદલે मेवाड લખ્યું છે. पृथ्वीराज विजय નો જેટલો ભાગ પ્રાપ્ત થયો છે તેમાં પ્રકીર્તિત હકીકત અને રાસાની હકીકત વચ્ચે પણ વિરોધ આવે છે.