32,198
edits
(+1) |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
'''૧. ‘આકાશની એક ચીસ’ (ઈ. ૨૦૦૨)''' | '''૧. ‘આકાશની એક ચીસ’ (ઈ. ૨૦૦૨)''' | ||
[[File:GTVI Image 186 Akashni Ek Chees.png|200px|left]] | [[File:GTVI Image 186 Akashni Ek Chees.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
આ સંગ્રહમાં કુલ દસ વાર્તાઓ છે. સંગ્રહની ‘પરિચય’ શીર્ષકથી પ્રસ્તાવના સર્જક જયંત પાઠકે લખી છે. આ સંગ્રહ પન્ના ત્રિવેદીએ ‘પ્રિય મમ્મીને’ અર્પણ કર્યો છે. સંગ્રહના નિવેદનમાં તેઓ લખે છે, ‘મને આકાશ પ્રત્યે પહેલેથી જ ભારે વળગણ... આકાશનાં આ બધાં જ સ્વરૂપો મારામાં, તમારામાં, આપણાં સૌમાં કોઈ ને કોઈ ખૂણે કોઈ ને કોઈ આકારે રહેલાં જ છે. આકાશ એના સૂનકારની વ્યથા કહેવા માંગે છે પણ કોને કહે? માણસના મનની ભીતર પણ ક્યાં નથી હોતાં આવાં આકાશો?’ અહીં ખ્યાલ આવે કે સર્જકને આ ભીતરનાં સંવેદનો, ભીતરની ચીસ આલેખવામાં રસ છે. ‘મેઘધનુષ્ય’, ‘ભેટ’, ‘રહસ્ય’ આ ત્રણ વાર્તાઓ તેના ચોંકાવનારા પણ પ્રતીતિકર એવા અંતને લીધે ધ્યાન ખેંચે છે. | આ સંગ્રહમાં કુલ દસ વાર્તાઓ છે. સંગ્રહની ‘પરિચય’ શીર્ષકથી પ્રસ્તાવના સર્જક જયંત પાઠકે લખી છે. આ સંગ્રહ પન્ના ત્રિવેદીએ ‘પ્રિય મમ્મીને’ અર્પણ કર્યો છે. સંગ્રહના નિવેદનમાં તેઓ લખે છે, ‘મને આકાશ પ્રત્યે પહેલેથી જ ભારે વળગણ... આકાશનાં આ બધાં જ સ્વરૂપો મારામાં, તમારામાં, આપણાં સૌમાં કોઈ ને કોઈ ખૂણે કોઈ ને કોઈ આકારે રહેલાં જ છે. આકાશ એના સૂનકારની વ્યથા કહેવા માંગે છે પણ કોને કહે? માણસના મનની ભીતર પણ ક્યાં નથી હોતાં આવાં આકાશો?’ અહીં ખ્યાલ આવે કે સર્જકને આ ભીતરનાં સંવેદનો, ભીતરની ચીસ આલેખવામાં રસ છે. ‘મેઘધનુષ્ય’, ‘ભેટ’, ‘રહસ્ય’ આ ત્રણ વાર્તાઓ તેના ચોંકાવનારા પણ પ્રતીતિકર એવા અંતને લીધે ધ્યાન ખેંચે છે. | ||
‘ફરી ક્યારે આવશો?’ એ પન્ના ત્રિવેદીની સૌપ્રથમ વાર્તા છે. દાંપત્યજીવનના દંભની એક યુવતીના મન પર થતી અસરને આલેખતી આ વાર્તા પ્રથમવાર ‘નવનીત સમર્પણ’ સામયિકના જૂન-૨૦૦૧ના અંકમાં પ્રગટ થઈ હતી. તેઓ એમ.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રથમ વાર્તાસંગ્રહ ‘આકાશની એક ચીસ’ પ્રકાશિત થયો હતો. એ પૂર્વે સર્જકશ્રી ભગવતીકુમાર શર્માના આગ્રહથી ‘ગુજરાત મિત્ર’માં શનિવારની પૂર્તિમાં છએક માસ સુધી વાર્તાલેખન કર્યુ હતું. તેમની પ્રથમ વાર્તા કથકની પસંદગી, વિષયવસ્તુની માવજત અને સામાજિક સંદર્ભની સાથે પાત્રના મનોગતને પણ ગૂંથી લેવાની ખાસિયતના કારણે ધ્યાનપાત્ર બને છે. વસ્તુ સાવ સરળ છે. પિતા બળવંતરાયને ક્યારેય મા સાથે સરખી વાત કરતા, મા સાથે પ્રસંગમાં જતા કે ફરવા જતા પુત્રી પ્રાચીએ જોયા નથી. વીસ વર્ષની પ્રાચી વતનથી મળવા આવતા મહેમાનોને જોઈને ખુશ થઈ જાય છે, નાચી ઊઠે છે અને તેને મન તો મહેમાનો ‘દેવ’ છે. કારણ કે, મહેમાનના આગમનની સાથે જ ઘરનું આખું વાતાવરણ બદલાઈ જાય છે. બળવંતરાય પત્ની સાથે હસીને વાતો કરવા લાગે અને પત્ની સાથેના સુખી લગ્નજીવનનો અભિનય શરૂ કરી દે. મા ભાનુ પણ અભિનયમાં સાથ આપે. આ જોઈને પ્રાચી ખુશ થઈ જાય છે. આ જ રીતે આજે નંદલાલ આવ્યા છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. સર્વજ્ઞ કથક વાર્તાનો આરંભ આ રીતે કરે છે. | ‘ફરી ક્યારે આવશો?’ એ પન્ના ત્રિવેદીની સૌપ્રથમ વાર્તા છે. દાંપત્યજીવનના દંભની એક યુવતીના મન પર થતી અસરને આલેખતી આ વાર્તા પ્રથમવાર ‘નવનીત સમર્પણ’ સામયિકના જૂન-૨૦૦૧ના અંકમાં પ્રગટ થઈ હતી. તેઓ એમ.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રથમ વાર્તાસંગ્રહ ‘આકાશની એક ચીસ’ પ્રકાશિત થયો હતો. એ પૂર્વે સર્જકશ્રી ભગવતીકુમાર શર્માના આગ્રહથી ‘ગુજરાત મિત્ર’માં શનિવારની પૂર્તિમાં છએક માસ સુધી વાર્તાલેખન કર્યુ હતું. તેમની પ્રથમ વાર્તા કથકની પસંદગી, વિષયવસ્તુની માવજત અને સામાજિક સંદર્ભની સાથે પાત્રના મનોગતને પણ ગૂંથી લેવાની ખાસિયતના કારણે ધ્યાનપાત્ર બને છે. વસ્તુ સાવ સરળ છે. પિતા બળવંતરાયને ક્યારેય મા સાથે સરખી વાત કરતા, મા સાથે પ્રસંગમાં જતા કે ફરવા જતા પુત્રી પ્રાચીએ જોયા નથી. વીસ વર્ષની પ્રાચી વતનથી મળવા આવતા મહેમાનોને જોઈને ખુશ થઈ જાય છે, નાચી ઊઠે છે અને તેને મન તો મહેમાનો ‘દેવ’ છે. કારણ કે, મહેમાનના આગમનની સાથે જ ઘરનું આખું વાતાવરણ બદલાઈ જાય છે. બળવંતરાય પત્ની સાથે હસીને વાતો કરવા લાગે અને પત્ની સાથેના સુખી લગ્નજીવનનો અભિનય શરૂ કરી દે. મા ભાનુ પણ અભિનયમાં સાથ આપે. આ જોઈને પ્રાચી ખુશ થઈ જાય છે. આ જ રીતે આજે નંદલાલ આવ્યા છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. સર્વજ્ઞ કથક વાર્તાનો આરંભ આ રીતે કરે છે. | ||
| Line 26: | Line 27: | ||
‘એ ઘરઆંગણામાં કેટલાંય વરસોથી અડીખમ ઊભેલો કડવો લીમડો હવે ધીમેધીમે જડમૂળમાંથી શિથિલ થતો જઈને આડો ફંટાતો હતો. એની ઘેઘૂર શીતળ છાયાને પ્રતાપે જ પડખે વાવેલાં ફૂલછોડને સૂર્યપ્રકાશનું એક પણ કિરણ મળતું ન હતું; પછી ફૂલછોડ ક્યાંથી વધે? પણ વિસ્મયની વાત તો એ હતી કે એવી જ પરિસ્થિતિમાં બીજી બાજુ તુલસીનો છોડ ખાસ્સો એવો ફાલી રહ્યો હતો.’ (પૃ. ૧) | ‘એ ઘરઆંગણામાં કેટલાંય વરસોથી અડીખમ ઊભેલો કડવો લીમડો હવે ધીમેધીમે જડમૂળમાંથી શિથિલ થતો જઈને આડો ફંટાતો હતો. એની ઘેઘૂર શીતળ છાયાને પ્રતાપે જ પડખે વાવેલાં ફૂલછોડને સૂર્યપ્રકાશનું એક પણ કિરણ મળતું ન હતું; પછી ફૂલછોડ ક્યાંથી વધે? પણ વિસ્મયની વાત તો એ હતી કે એવી જ પરિસ્થિતિમાં બીજી બાજુ તુલસીનો છોડ ખાસ્સો એવો ફાલી રહ્યો હતો.’ (પૃ. ૧) | ||
કથક લીમડા વડે બાપુજીની પકડ અને ફૂલછોડ વડે શરદની દશા સૂચવી દે છે. રાતના અંધકારથી શરૂ થતી વાર્તા બીજા દિવસની સાંજે બા આવી પહોંચે અને બીમાર પિતાની તબિયત સુધરવા માંડે, એ જોઈને શરદ ફસડાઈ પડે ત્યાં પૂરી થાય છે. આરંભે જાહેર રસ્તા પરની લાઈટ બંધ હોય, શરદ લાઈટ બદલાવવાની જરૂર છે એમ કહેતો હોય અને અંતે એ લાઈટ ચાલુ હોય અને બાપુજી કહે કે લાઈટ તો બરાબર જ હતી માત્ર વૉલ્ટેજની તકલીફ હતી. વાર્તાકાર શરદની સ્વગતોક્તિઓ વડે શરદના મનમાં ચાલતા વિચારો આલેખે છે. એની ભાષા પણ આસ્વાદ્ય છે. જેમ કે, લીમડાને જોઈને શરદ વિચારે કે, ‘આ ય એવો ફૂલ્યો-ફાલ્યો છે કે... સાલો બેડોળ, ખાસ્સી એવી જગા રોકે છે, ને પાછું છે ય કેવું? ગમે ત્યારે, ગમે તેની ઉપર પડે ‘ધડીમ્ દઈને’ એવું સ્તો! એના કરતાં તો આવતીકાલે જ પેલા પુનમડાને બોલાવી વેળાસર ખાત્મો બોલાવી દેવો સારો.’ (પૃ. ૧) માનવમનની સંકુલતા અહીં કેવી કલાત્મક રીતે આલેખાઈ છે. શરદ ઇચ્છે છે કે બીમાર પિતા મરી જાય પણ માનવીનું મન – તેનો અહમ્ તેના એ નકારાત્મક વિચારને અચેતનમાં દબાવી દે. એ વિચાર લીમડાને કપાવી નાંખવાના નિમિત્તે ચેતન મનમાં પ્રવેશે. માનસશાસ્ત્રી ફ્રોઇડ કહે છે કે, વ્યક્તિ જે વિચારથી દૂર ભાગે કે તેને છુપાવવા મથે તે જ વિચાર સ્વપ્નરૂપે કે અન્ય રીતે બહાર આવી જાય. શરદના મનના વિચારો પણ જાણવા જેવા છે. પ્રેમિકા પ્રિયા સાથે લગ્ન કરવાં, બાપાની જગ્યાએ નોકરી, લીમડો કપાવી દેવો, જૂનું ફર્નિચર અને ઘર નવું બનાવવું – આ બધું તેને જોઈએ છે. આ બધાંની આડે આવે છે પેલા લીમડા જેવા ગાંધીવાદી વિચારસરણી ધરાવતા બાપા. વાર્તા માત્ર જૂની-નવી પેઢી વચ્ચેના અંતરની બનીને અટકી જતી નથી. તેના મૂળમાં સર્વજ્ઞ કથકની તટસ્થતા અને શરદની વૃત્તિઓનું માનસશાસ્ત્રીય રીતિએ થયેલું આલેખન છે. કથક શરદને ક્યાંય સારો કે ખરાબ નથી કહેતો કે નથી બાપુજીનો પક્ષ લેતો. પરિણામે વાર્તા કલાત્મક બને છે. | કથક લીમડા વડે બાપુજીની પકડ અને ફૂલછોડ વડે શરદની દશા સૂચવી દે છે. રાતના અંધકારથી શરૂ થતી વાર્તા બીજા દિવસની સાંજે બા આવી પહોંચે અને બીમાર પિતાની તબિયત સુધરવા માંડે, એ જોઈને શરદ ફસડાઈ પડે ત્યાં પૂરી થાય છે. આરંભે જાહેર રસ્તા પરની લાઈટ બંધ હોય, શરદ લાઈટ બદલાવવાની જરૂર છે એમ કહેતો હોય અને અંતે એ લાઈટ ચાલુ હોય અને બાપુજી કહે કે લાઈટ તો બરાબર જ હતી માત્ર વૉલ્ટેજની તકલીફ હતી. વાર્તાકાર શરદની સ્વગતોક્તિઓ વડે શરદના મનમાં ચાલતા વિચારો આલેખે છે. એની ભાષા પણ આસ્વાદ્ય છે. જેમ કે, લીમડાને જોઈને શરદ વિચારે કે, ‘આ ય એવો ફૂલ્યો-ફાલ્યો છે કે... સાલો બેડોળ, ખાસ્સી એવી જગા રોકે છે, ને પાછું છે ય કેવું? ગમે ત્યારે, ગમે તેની ઉપર પડે ‘ધડીમ્ દઈને’ એવું સ્તો! એના કરતાં તો આવતીકાલે જ પેલા પુનમડાને બોલાવી વેળાસર ખાત્મો બોલાવી દેવો સારો.’ (પૃ. ૧) માનવમનની સંકુલતા અહીં કેવી કલાત્મક રીતે આલેખાઈ છે. શરદ ઇચ્છે છે કે બીમાર પિતા મરી જાય પણ માનવીનું મન – તેનો અહમ્ તેના એ નકારાત્મક વિચારને અચેતનમાં દબાવી દે. એ વિચાર લીમડાને કપાવી નાંખવાના નિમિત્તે ચેતન મનમાં પ્રવેશે. માનસશાસ્ત્રી ફ્રોઇડ કહે છે કે, વ્યક્તિ જે વિચારથી દૂર ભાગે કે તેને છુપાવવા મથે તે જ વિચાર સ્વપ્નરૂપે કે અન્ય રીતે બહાર આવી જાય. શરદના મનના વિચારો પણ જાણવા જેવા છે. પ્રેમિકા પ્રિયા સાથે લગ્ન કરવાં, બાપાની જગ્યાએ નોકરી, લીમડો કપાવી દેવો, જૂનું ફર્નિચર અને ઘર નવું બનાવવું – આ બધું તેને જોઈએ છે. આ બધાંની આડે આવે છે પેલા લીમડા જેવા ગાંધીવાદી વિચારસરણી ધરાવતા બાપા. વાર્તા માત્ર જૂની-નવી પેઢી વચ્ચેના અંતરની બનીને અટકી જતી નથી. તેના મૂળમાં સર્વજ્ઞ કથકની તટસ્થતા અને શરદની વૃત્તિઓનું માનસશાસ્ત્રીય રીતિએ થયેલું આલેખન છે. કથક શરદને ક્યાંય સારો કે ખરાબ નથી કહેતો કે નથી બાપુજીનો પક્ષ લેતો. પરિણામે વાર્તા કલાત્મક બને છે. | ||
‘હું’ના કથનકેન્દ્રવાળી ‘મેઘધનુષ્ય’ સુનયનાની મનઃસ્થિતિનું માનસશાસ્ત્રીય ઢબે નિરૂપણ કરતી, કંઈક હળવી શૈલીમાં લખાયેલી નોંધપાત્ર વાર્તા છે. પોતાને કોઈ ચાહનારું નથી એ વાતે પીડાતી સુનયના પોતે જ પોતાને પ્રેમપત્રો લખે છે અને પોસ્ટ કરે છે. એનો પ્રેમી વિદેશમાં હોય તે રીતે તે બધાં સામે વર્તે છે. તેની બહેનપણી રેણુને પણ લાગે છે કે, ‘સુનયના, તું ગજબની સુખી સ્ત્રી છે. કદાચ દુનિયાની સૌથી સુખી સ્ત્રી. આટલો પ્રેમ કરનાર માણસ આજના જમાનામાં મળી જાય તો તેનો બેડો પાર!’ (પૃ. ૧૨) પોસ્ટમેન પણ અત્તરથી મહેકતા પત્રો જોઈને કહે, ‘બેન, તમારા એ તો થાકતા જ નથી ને. રજેરજની ખબર મોકલે. તમે તો બહુ ભાગશાળી!’ વાર્તાના અંતે રહસ્યસ્ફોટ થાય અને ટપાલીની જેમ ભાવક પણ ચોંકે. એક મનોગ્રંથિથી પીડાતી, એકલતાથી ઘેરાયેલી યુવતીની ભ્રમણાને અનુરૂપ કથક અને ભાષા, તેની પડખે રેણુ અને ટપાલી વડે વાસ્તવજગત – આ બંનેની સંન્નિધિથી સર્જક એક સુરેખ વાર્તા કંડારે છે. કથકની ભાષાની હળવાશ અને રોમેન્ટિક શૈલીના લીધે સુનયનાની એકલતા ઘૂંટાય છે. આરંભકાળથી જ પાત્રોનાં માનસચિત્રણ કરવાની પન્ના ત્રિવેદીની આ ખાસિયત તેમના પછીના વાર્તાસંગ્રહોમાં પણ જોવા મળે છે. ‘લીમડાની ડાળ’ અને ‘મા વિનાનો’ એ પ્રમાણમાં નબળી વાર્તાઓ છે. ‘આસોપાલવના તોરણ’માં દીકરી પારો માટે અતિશય સ્નેહ ધરાવતા પિતા કેશરસિંહનું લગ્નવેળાએ દીકરીની વિદાયના આઘાતથી થતા અવસાનનું નિરૂપણ થયું છે. જો કે, આ વાર્તા ધૂમકેતુની પાત્રસૃષ્ટિની યાદ અપાવે તેવી છે. | |||
પ્રથમ વાર્તાસંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં કહી શકાય કે, પન્ના ત્રિવેદીની સામાજિક સંદર્ભો સાથે પાત્રના મનોભાવોને આલેખવાની રીતિ, વાર્તાના વિષયને વળ ચડાવે તેવા સૂક્ષ્મ સંકેતો ગૂંથવાની આવડત અને તીવ્રતમ સંવેદન અનુભવતાં પાત્રોનાં ચિત્ત પર થતી બાહ્ય બનાવોની અસરોનું આલેખન જેવી બાબતો ધ્યાન ખેંચે છે. તેમની વિશેષતાઓની નોંધ લેતાં જયંત પાઠક લખે છે, | પ્રથમ વાર્તાસંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં કહી શકાય કે, પન્ના ત્રિવેદીની સામાજિક સંદર્ભો સાથે પાત્રના મનોભાવોને આલેખવાની રીતિ, વાર્તાના વિષયને વળ ચડાવે તેવા સૂક્ષ્મ સંકેતો ગૂંથવાની આવડત અને તીવ્રતમ સંવેદન અનુભવતાં પાત્રોનાં ચિત્ત પર થતી બાહ્ય બનાવોની અસરોનું આલેખન જેવી બાબતો ધ્યાન ખેંચે છે. તેમની વિશેષતાઓની નોંધ લેતાં જયંત પાઠક લખે છે, | ||
‘એમની આસપાસના સંસારને ઝીણવટથી જોવાની ને ઓળખવાની એમને સારી ફાવટ છે. વળી એવા અનુભવોને અવલંબીને માનવમનનાં સંચલનો સુધી પહોંચવાની સહજ આવડત પણ એમનામાં છે.’ | ‘એમની આસપાસના સંસારને ઝીણવટથી જોવાની ને ઓળખવાની એમને સારી ફાવટ છે. વળી એવા અનુભવોને અવલંબીને માનવમનનાં સંચલનો સુધી પહોંચવાની સહજ આવડત પણ એમનામાં છે.’ | ||
{{Poem2Close}} | |||
૨. ‘રંગ વિનાનો રંગ’ (ઈ. ૨૦૦૯) | ૨. ‘રંગ વિનાનો રંગ’ (ઈ. ૨૦૦૯) | ||
[[File:GTVI Image 187 Rang Vinano Rang.png|200px|left]] | [[File:GTVI Image 187 Rang Vinano Rang.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
આ સંગ્રહમાં કુલ ઓગણીસ વાર્તાઓ છે. સર્જકે સંગ્રહ ‘હિમાંશી શેલત, સ્વ. જયંત પાઠક અને વાર્તાલેખનની મારી ક્ષણોને’ અર્પણ કર્યો છે. સંગ્રહના અંતે વિવેચક વિજય શાસ્ત્રીએ આ સંગ્રહની વાર્તાઓ વિશે લખેલી નોંધ છે. પન્ના ત્રિવેદી નિવેદનમાં નોંધે છે કે, ‘કોઈ મને પૂછે કે હું કેમ લખું છું ત્યારે મારી પાસે એનો કોઈ નિશ્ચિત પ્રત્યુત્તર નથી. સ્ત્રી હોય કે પુરુષ, ઉભયની ભીતર રહેલા એના પોતીકા અવાજને શબ્દોમાં ભરવો ગમે છે. બાહ્ય જગતમાં ઘટતી રહેતી ઘટનાઓ ક્યારેક દાહકતાનો અનુભવ કરાવે છે અને તેથી ક્યારેક બિનઅંગત હોય છે તે-તે બધું માનવ હોવાના નિમિત્તે અંગત બની જાય છે. ક્યારેક એકાદ સંવેદનમાત્ર પૂરતું થઈ પડે છે.’ અહીં પન્ના ત્રિવેદી સ્ત્રી-પુરુષના ભેદને ઓળંગી જઈને આંતરિક સંવેદન પર અને ‘પરકાયાપ્રવેશ’ પર ભાર મૂકતાં જણાય છે. ‘એક એ-શીર્ષક વાર્તા’, ‘જીવ’, ‘નામ’ જેવી વાર્તાઓ આવી એકાદ સંવેદન પર જ ઊભી છે. ‘એક એ-શીર્ષક વાર્તા’નું વસ્તુ સાવ સરળ છે પણ તેની માવજત ધ્યાન ખેંચે છે. આડત્રીસ વર્ષનો નાયક શહેરથી થોડો અકળાય ત્યારે પોતાને ગામ થોડો હળવો થવા જતો રહે છે. આજે પણ તે ગામ જવા ટ્રેનમાં બેઠો છે. તેના ખિસ્સામાં પત્ની મૃણાલે લખેલો એક પત્ર છે. નાયકના ઉચાટનું કારણ એ પત્ર છે. તે એ પત્ર વાંચવાનું ટાળે છે. આખી વાર્તા નાયકના મુખે કહેવાઈ છે. તે ટ્રેનમાં બેસે અને બે સ્ટેશન બાકી હોય ત્યારે પત્ર ફાડીને ફેંકી દે માત્ર એટલા ભૌતિક સમયમાં તો તેના પત્ની મૃણાલ સાથેના સંબંધો, પચ્ચીસ વર્ષની નેન્સી સાથેની મુલાકાત અને નેન્સી તરફનું તેનું પ્રબળ આકર્ષણ, મૃણાલે પત્રમાં શું લખ્યું હશે તે વિશેના વિચારો વગેરેના તંતોતંત નિરૂપણ વડે નાયકના ઉચાટ, અકળામણ અને બે ભિન્ન દિશામાં ખેંચાવાથી રહેંસાતા તેના ચૈતસિક જગતને મૂર્તરૂપ આપ્યું છે. વાર્તાનો આરંભ જોવા જેવો છે. | આ સંગ્રહમાં કુલ ઓગણીસ વાર્તાઓ છે. સર્જકે સંગ્રહ ‘હિમાંશી શેલત, સ્વ. જયંત પાઠક અને વાર્તાલેખનની મારી ક્ષણોને’ અર્પણ કર્યો છે. સંગ્રહના અંતે વિવેચક વિજય શાસ્ત્રીએ આ સંગ્રહની વાર્તાઓ વિશે લખેલી નોંધ છે. પન્ના ત્રિવેદી નિવેદનમાં નોંધે છે કે, ‘કોઈ મને પૂછે કે હું કેમ લખું છું ત્યારે મારી પાસે એનો કોઈ નિશ્ચિત પ્રત્યુત્તર નથી. સ્ત્રી હોય કે પુરુષ, ઉભયની ભીતર રહેલા એના પોતીકા અવાજને શબ્દોમાં ભરવો ગમે છે. બાહ્ય જગતમાં ઘટતી રહેતી ઘટનાઓ ક્યારેક દાહકતાનો અનુભવ કરાવે છે અને તેથી ક્યારેક બિનઅંગત હોય છે તે-તે બધું માનવ હોવાના નિમિત્તે અંગત બની જાય છે. ક્યારેક એકાદ સંવેદનમાત્ર પૂરતું થઈ પડે છે.’ અહીં પન્ના ત્રિવેદી સ્ત્રી-પુરુષના ભેદને ઓળંગી જઈને આંતરિક સંવેદન પર અને ‘પરકાયાપ્રવેશ’ પર ભાર મૂકતાં જણાય છે. ‘એક એ-શીર્ષક વાર્તા’, ‘જીવ’, ‘નામ’ જેવી વાર્તાઓ આવી એકાદ સંવેદન પર જ ઊભી છે. ‘એક એ-શીર્ષક વાર્તા’નું વસ્તુ સાવ સરળ છે પણ તેની માવજત ધ્યાન ખેંચે છે. આડત્રીસ વર્ષનો નાયક શહેરથી થોડો અકળાય ત્યારે પોતાને ગામ થોડો હળવો થવા જતો રહે છે. આજે પણ તે ગામ જવા ટ્રેનમાં બેઠો છે. તેના ખિસ્સામાં પત્ની મૃણાલે લખેલો એક પત્ર છે. નાયકના ઉચાટનું કારણ એ પત્ર છે. તે એ પત્ર વાંચવાનું ટાળે છે. આખી વાર્તા નાયકના મુખે કહેવાઈ છે. તે ટ્રેનમાં બેસે અને બે સ્ટેશન બાકી હોય ત્યારે પત્ર ફાડીને ફેંકી દે માત્ર એટલા ભૌતિક સમયમાં તો તેના પત્ની મૃણાલ સાથેના સંબંધો, પચ્ચીસ વર્ષની નેન્સી સાથેની મુલાકાત અને નેન્સી તરફનું તેનું પ્રબળ આકર્ષણ, મૃણાલે પત્રમાં શું લખ્યું હશે તે વિશેના વિચારો વગેરેના તંતોતંત નિરૂપણ વડે નાયકના ઉચાટ, અકળામણ અને બે ભિન્ન દિશામાં ખેંચાવાથી રહેંસાતા તેના ચૈતસિક જગતને મૂર્તરૂપ આપ્યું છે. વાર્તાનો આરંભ જોવા જેવો છે. | ||
‘ટ્રેન! ખૂબ રાહ જોવડાવ્યા પછી મશ્કરી કરતી કોઈ નખરાળી પ્રેયસીની જેમ ડોલતી ડોલતી આવીને એની મસ્તીમાં ઊભી રહેશે, મૂડમાં આવીને એકાદ સીટી ય મારશે ને પછી જાણે મિજાજથી કહેશે કે ચાલ, બેસી જા ઝટ! ઝાઝા નખરાં નહીં. ઊભી છું તો વળગી પડ મને. નહીં તો હું આ ચાલી... પછી ઊભા રે’જો ને બીજીની પ્રતીક્ષામાં!’ (પૃ. ૧૮) | ‘ટ્રેન! ખૂબ રાહ જોવડાવ્યા પછી મશ્કરી કરતી કોઈ નખરાળી પ્રેયસીની જેમ ડોલતી ડોલતી આવીને એની મસ્તીમાં ઊભી રહેશે, મૂડમાં આવીને એકાદ સીટી ય મારશે ને પછી જાણે મિજાજથી કહેશે કે ચાલ, બેસી જા ઝટ! ઝાઝા નખરાં નહીં. ઊભી છું તો વળગી પડ મને. નહીં તો હું આ ચાલી... પછી ઊભા રે’જો ને બીજીની પ્રતીક્ષામાં!’ (પૃ. ૧૮) | ||
| Line 43: | Line 46: | ||
‘શહીદીનું સુખ’ની નંદિનીનો પતિ અંગત યુદ્ધમાં શહીદ થયો છે. જીવતેજીવ નંદિની શહીદી વહોરીને જીવે છે તેનું આલેખન થયું છે. પતિના મૃત્યુ પર નંદિનીને રડવા પણ દેવાઈ નથી કેમ કે, ‘ભાગ્યશાળીને જ આવું મોત આવે. એક શહીદની પત્ની તો ગૌરવ અનુભવે.’ નંદિનીની સ્મૃતિઓ અને સ્વગતોક્તિઓથી વાર્તા સુરેખ બની છે. | ‘શહીદીનું સુખ’ની નંદિનીનો પતિ અંગત યુદ્ધમાં શહીદ થયો છે. જીવતેજીવ નંદિની શહીદી વહોરીને જીવે છે તેનું આલેખન થયું છે. પતિના મૃત્યુ પર નંદિનીને રડવા પણ દેવાઈ નથી કેમ કે, ‘ભાગ્યશાળીને જ આવું મોત આવે. એક શહીદની પત્ની તો ગૌરવ અનુભવે.’ નંદિનીની સ્મૃતિઓ અને સ્વગતોક્તિઓથી વાર્તા સુરેખ બની છે. | ||
પતિ, પુત્ર, પુત્રવધૂની અવહેલનાથી ત્રસ્ત સાઠ વટાવી ચૂકેલી સ્ત્રી આપઘાત કરવાની માનસિક તૈયારી સાથે નીકળી પડે અને બજારમાં નીરુ સાથેની મુલાકાત અને વાતચીતથી તેનું મન બદલાઈ જાય એવી સ-રસ વાર્તા ‘ઉત્સવ’ નોંધપાત્ર છે. ‘રિવિઝન’માં કાળા નવીનની લાગણીઓનું નિરૂપણ થયું છે. જો કે, નવીનનું પાત્રાલેખન ‘મારા ઘરની બારીએથી’ની નિધિ જેવું સુરેખ થયું ન હોવાથી વાર્તા નબળી પડે છે. ‘વન ટુ કા ફોર’ પ્રમાણમાં નબળી અને કૃત્રિમ એવી રચના છે. ‘ઝાડ’ એક વિધવા સ્ત્રીના ચૈતસિક સંવેદનોનું આલેખન કરતી વાર્તા છે. એ વાર્તા સર્વજ્ઞના કથનકેન્દ્રથી લખાઈ હોવાને કારણે સર્જક નાયિકાના આંતરિક સંવેદનો પ્રબળપણે દર્શાવવામાં એક ડગલું દૂર રહી ગયા છે. | પતિ, પુત્ર, પુત્રવધૂની અવહેલનાથી ત્રસ્ત સાઠ વટાવી ચૂકેલી સ્ત્રી આપઘાત કરવાની માનસિક તૈયારી સાથે નીકળી પડે અને બજારમાં નીરુ સાથેની મુલાકાત અને વાતચીતથી તેનું મન બદલાઈ જાય એવી સ-રસ વાર્તા ‘ઉત્સવ’ નોંધપાત્ર છે. ‘રિવિઝન’માં કાળા નવીનની લાગણીઓનું નિરૂપણ થયું છે. જો કે, નવીનનું પાત્રાલેખન ‘મારા ઘરની બારીએથી’ની નિધિ જેવું સુરેખ થયું ન હોવાથી વાર્તા નબળી પડે છે. ‘વન ટુ કા ફોર’ પ્રમાણમાં નબળી અને કૃત્રિમ એવી રચના છે. ‘ઝાડ’ એક વિધવા સ્ત્રીના ચૈતસિક સંવેદનોનું આલેખન કરતી વાર્તા છે. એ વાર્તા સર્વજ્ઞના કથનકેન્દ્રથી લખાઈ હોવાને કારણે સર્જક નાયિકાના આંતરિક સંવેદનો પ્રબળપણે દર્શાવવામાં એક ડગલું દૂર રહી ગયા છે. | ||
પ્રથમ સંગ્રહની વાર્તાઓ સાથે બીજા સંગ્રહની વાર્તાઓની તુલના કરીએ તો, બે-ત્રણ બાબતો ધ્યાન ખેંચે છે. એક, પાત્રોના આંતરિક સંવેદનોને આલેખવા માટે સર્જક પ્રયત્નશીલ બન્યા છે. નારીચિત્તનાં સંકુલ સંવેદનોને આલેખવામાં તેમનો વિશેષ રસ અને ફાવટ છે. વિવિધ મનોગ્રંથિઓથી પીડિત પાત્રોના આલેખન તરફનો સર્જકનો ઝુકાવ પ્રથમ સંગ્રહની જેમ અહીં પણ જોવા મળે છે. બાહ્ય ઘટનાઓ અને તેની આંતરિક સંવેદનો પર થતી અસરો આલેખવા માટે સંન્નિધિકરણની પ્રયુક્તિ, ભાવકને પ્રબળ લાગણીઓમાં ખેંચી જાય તેવી અસરકારક નાટ્યાત્મક સ્વગતોક્તિઓનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. વિશેષપણે તો પાત્રોની વાગ્મિતાસભર સ્વગતોક્તિઓની ભાષા પન્ના ત્રિવેદી કવયિત્રી પણ છે તેની પ્રતીતિ કરાવે તેવી છે. પ્રથમ સંગ્રહની સરખામણીએ આ સંગ્રહમાં સર્જકની આંખ સવિશેષ બાહ્ય ઘટનાઓ અને પ્રસંગો તરફ વળી છે. પરિણામે વાર્તાઓનું વિશ્વ પણ બદલાયું છે. | પ્રથમ સંગ્રહની વાર્તાઓ સાથે બીજા સંગ્રહની વાર્તાઓની તુલના કરીએ તો, બે-ત્રણ બાબતો ધ્યાન ખેંચે છે. એક, પાત્રોના આંતરિક સંવેદનોને આલેખવા માટે સર્જક પ્રયત્નશીલ બન્યા છે. નારીચિત્તનાં સંકુલ સંવેદનોને આલેખવામાં તેમનો વિશેષ રસ અને ફાવટ છે. વિવિધ મનોગ્રંથિઓથી પીડિત પાત્રોના આલેખન તરફનો સર્જકનો ઝુકાવ પ્રથમ સંગ્રહની જેમ અહીં પણ જોવા મળે છે. બાહ્ય ઘટનાઓ અને તેની આંતરિક સંવેદનો પર થતી અસરો આલેખવા માટે સંન્નિધિકરણની પ્રયુક્તિ, ભાવકને પ્રબળ લાગણીઓમાં ખેંચી જાય તેવી અસરકારક નાટ્યાત્મક સ્વગતોક્તિઓનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. વિશેષપણે તો પાત્રોની વાગ્મિતાસભર સ્વગતોક્તિઓની ભાષા પન્ના ત્રિવેદી કવયિત્રી પણ છે તેની પ્રતીતિ કરાવે તેવી છે. પ્રથમ સંગ્રહની સરખામણીએ આ સંગ્રહમાં સર્જકની આંખ સવિશેષ બાહ્ય ઘટનાઓ અને પ્રસંગો તરફ વળી છે. પરિણામે વાર્તાઓનું વિશ્વ પણ બદલાયું છે. | ||
{{Poem2Close}} | |||
૩. ‘સફેદ અંધારું’ (ઈ. ૨૦૧૪) | ૩. ‘સફેદ અંધારું’ (ઈ. ૨૦૧૪) | ||
[[File:GTVI Image 188 Safed Andharum.png|200px|left]] | [[File:GTVI Image 188 Safed Andharum.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ધૂમકેતુ પારિતોષિકથી સન્માનિત ‘સફેદ અંધારું’ વાર્તાસંગ્રહમાં કુલ વીસ વાર્તાઓ છે. ‘મારી ભાષાના સર્વ વાર્તાકારોને અર્પણ આ કથાસૃષ્ટિ’ એમ કહીને ગુજરાતીના વાર્તાકારોને સંગ્રહ અર્પણ કરવામાં આવ્યો છે. આગળના બંને સંગ્રહ કરતાં આ સંગ્રહનું નિવેદન જુદું પડે છે. અહીં વાર્તા-અભ્યાસી અને વાર્તાકાર બંને ભૂમિકાએથી પન્ના ત્રિવેદીએ પોતાની વાર્તાસર્જન પ્રક્રિયા અને વાર્તાસ્વરૂપ વિશે વાત કરી છે તે સૂચક છે. | ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ધૂમકેતુ પારિતોષિકથી સન્માનિત ‘સફેદ અંધારું’ વાર્તાસંગ્રહમાં કુલ વીસ વાર્તાઓ છે. ‘મારી ભાષાના સર્વ વાર્તાકારોને અર્પણ આ કથાસૃષ્ટિ’ એમ કહીને ગુજરાતીના વાર્તાકારોને સંગ્રહ અર્પણ કરવામાં આવ્યો છે. આગળના બંને સંગ્રહ કરતાં આ સંગ્રહનું નિવેદન જુદું પડે છે. અહીં વાર્તા-અભ્યાસી અને વાર્તાકાર બંને ભૂમિકાએથી પન્ના ત્રિવેદીએ પોતાની વાર્તાસર્જન પ્રક્રિયા અને વાર્તાસ્વરૂપ વિશે વાત કરી છે તે સૂચક છે. | ||
| Line 89: | Line 94: | ||
નાયિકા ભાવકને પ્રશ્નો પૂછે, માફી માંગે, ચાલુ વાતચીત દરમિયાન બીજી-ત્રીજી માહિતી પણ આપતી રહે એ રીતની પ્રયુક્તિ વાર્તાને ઉપકારક બની છે. લોકોની ટીકા-ટિપ્પણીઓથી ભાંગી પડેલી નાયિકા આરંભથી પોતાના પર ઊઠતા સવાલથી દૂર ભાગતી જોવા મળે છે. અંતે તે ભાવકને વિનવણીના સ્વરમાં પૂછી બેસે છે, ‘જો જો, સાચું જ કહેજો પ્લીઝ. સાવ સાચ્ચું. લોકો કહે છે તેમ હું એબનોર્મલ છું. મને સાઇકિયાટ્રિસ્ટની જરૂર છે. તમે શું માનો છો?’ (પૃ. ૫૦) દુનિયાદારીના નિયમોમાં ન ગોઠવાઈ શકતી એક વેદનશીલ યુવતીના આશા-અરમાનો, તૂટતો જતો તેનો આત્મવિશ્વાસ, સહવાસની ઝંખના, કોઈ સમજે તેવી ઇચ્છા – આદિ મોનોલોગની પ્રયુક્તિથી વાર્તારૂપે કંડારવામાં સર્જક સફળ રહ્યાં છે. | નાયિકા ભાવકને પ્રશ્નો પૂછે, માફી માંગે, ચાલુ વાતચીત દરમિયાન બીજી-ત્રીજી માહિતી પણ આપતી રહે એ રીતની પ્રયુક્તિ વાર્તાને ઉપકારક બની છે. લોકોની ટીકા-ટિપ્પણીઓથી ભાંગી પડેલી નાયિકા આરંભથી પોતાના પર ઊઠતા સવાલથી દૂર ભાગતી જોવા મળે છે. અંતે તે ભાવકને વિનવણીના સ્વરમાં પૂછી બેસે છે, ‘જો જો, સાચું જ કહેજો પ્લીઝ. સાવ સાચ્ચું. લોકો કહે છે તેમ હું એબનોર્મલ છું. મને સાઇકિયાટ્રિસ્ટની જરૂર છે. તમે શું માનો છો?’ (પૃ. ૫૦) દુનિયાદારીના નિયમોમાં ન ગોઠવાઈ શકતી એક વેદનશીલ યુવતીના આશા-અરમાનો, તૂટતો જતો તેનો આત્મવિશ્વાસ, સહવાસની ઝંખના, કોઈ સમજે તેવી ઇચ્છા – આદિ મોનોલોગની પ્રયુક્તિથી વાર્તારૂપે કંડારવામાં સર્જક સફળ રહ્યાં છે. | ||
‘દૂર ચાલ્યો જતો મુલક’ આતંકવાદી ગણાયેલી ઉલ્ફત અને તેનું એન્કાઉન્ટર કરવા માટે નિમાયેલા સંવેદનશીલ અધિકારીની એક મુલાકાત પછી ઉલ્ફતને બચાવવા માટે જીવ જોખમમાં મૂકી દેવાની રોમાંચભરી કથા છે. આ વાર્તામાં ઉલ્ફત અને અધિકારીના કાવ્યાત્મક સંવાદોમાં કવયિત્રી પન્ના ત્રિવેદી સોળે કળાએ ખીલ્યા છે. અધિકારીના અને અન્ય પોલિસના વાણી-વર્તનમાં જોવા મળતો તાર્કિકતાનો અભાવ, પ્રસંગોની શિથિલ સંકલનાને લીધે એક જુદાં પ્રકારની બની શકે તેવી શક્યતાઓ ધરાવતી આ વાર્તા સાવ ફિલ્મી બની જાય છે. ‘જ્યાં યુ ટર્ન વર્જિત છે’માં એક પત્ની અને એક પરણિત પુરુષ વડે તરછોડાયેલી પ્રેમિકાને એક બસની સીટ પર બાજુબાજુમાં બેસાડીને બંનેની સમાન સ્થિતિનું ‘હું’ના કથનકેન્દ્રથી થયેલું આલેખન આસ્વાદ્ય બન્યું છે. બળબળતા ઉનાળામાં બસની મુસાફરી અને તે દરમિયાનની આ બંને અજાણી સ્ત્રીઓની વાતચીત, ડ્રાઇવર અને કંડક્ટરની ચેષ્ટાઓ, સાથી મુસાફરોનું બારીક વર્ણન વાર્તાને નક્કર બનાવે છે. ‘આકીન’નો આકીન પણ ‘એવી ને એવી’ વાર્તાની નાયિકા જેવો જ વેદનશીલ છે. સિસ્ટમમાં ગોઠવાઈ ન શકતા આકીનના સંવેદનજગતનું આલેખન સુરેખ રીતિએ થયું છે. | ‘દૂર ચાલ્યો જતો મુલક’ આતંકવાદી ગણાયેલી ઉલ્ફત અને તેનું એન્કાઉન્ટર કરવા માટે નિમાયેલા સંવેદનશીલ અધિકારીની એક મુલાકાત પછી ઉલ્ફતને બચાવવા માટે જીવ જોખમમાં મૂકી દેવાની રોમાંચભરી કથા છે. આ વાર્તામાં ઉલ્ફત અને અધિકારીના કાવ્યાત્મક સંવાદોમાં કવયિત્રી પન્ના ત્રિવેદી સોળે કળાએ ખીલ્યા છે. અધિકારીના અને અન્ય પોલિસના વાણી-વર્તનમાં જોવા મળતો તાર્કિકતાનો અભાવ, પ્રસંગોની શિથિલ સંકલનાને લીધે એક જુદાં પ્રકારની બની શકે તેવી શક્યતાઓ ધરાવતી આ વાર્તા સાવ ફિલ્મી બની જાય છે. ‘જ્યાં યુ ટર્ન વર્જિત છે’માં એક પત્ની અને એક પરણિત પુરુષ વડે તરછોડાયેલી પ્રેમિકાને એક બસની સીટ પર બાજુબાજુમાં બેસાડીને બંનેની સમાન સ્થિતિનું ‘હું’ના કથનકેન્દ્રથી થયેલું આલેખન આસ્વાદ્ય બન્યું છે. બળબળતા ઉનાળામાં બસની મુસાફરી અને તે દરમિયાનની આ બંને અજાણી સ્ત્રીઓની વાતચીત, ડ્રાઇવર અને કંડક્ટરની ચેષ્ટાઓ, સાથી મુસાફરોનું બારીક વર્ણન વાર્તાને નક્કર બનાવે છે. ‘આકીન’નો આકીન પણ ‘એવી ને એવી’ વાર્તાની નાયિકા જેવો જ વેદનશીલ છે. સિસ્ટમમાં ગોઠવાઈ ન શકતા આકીનના સંવેદનજગતનું આલેખન સુરેખ રીતિએ થયું છે. | ||
પ્રથમ સંગ્રહથી માંડીને ત્રીજા સંગ્રહ સુધીમાં પન્ના ત્રિવેદીની એક વાર્તાકાર તરીકેની કેટલીક બાબતો ધ્યાન ખેંચે છે. જેમ કે, આરંભથી જ તેઓ કોઈક ને કોઈક ગ્રંથિથી પીડિત, સ્વ અને વિશ્વ વચ્ચે સમતુલા જાળવવા મથતા પાત્રોને કંડારતા જોવા મળે છે. પ્રથમ સંગ્રહની વાર્તા ‘મેઘધનુષ્ય’ની સુનયના, આ સંગ્રહનો આકીન, ‘એવી ને એવી’ની નાયિકા, ‘મારા ઘરની બારીએથી’ની નિધિ આ વાતના દૃષ્ટાંત તરીકે જોઈ શકાય. નારીના સંવેદનોના જુદાંજુદાં કોણનું નિરૂપણ પણ સતત આ સર્જકના રસનો વિષય રહ્યું છે. કામવાળી બેલ્લી, એસિડ એટેકનો ભોગ બનેલી ધાની, તેર વર્ષીય અમોલી, સરકારી ષડ્યંત્રનો ભોગ બનીને આતંકવાદી ગણાયેલી ઉલ્ફત, ન્યૂઝરીડર માધવી, અભિનેત્રી નીલિમા, ગૃહિણી પમ્મી એમ અનેકરંગી નારી પાત્રો અહીં પણ જોવા મળે છે. આગળ નોંધ્યું તેમ આ સંગ્રહથી પન્ના ત્રિવેદી વાર્તાસ્વરૂપ વિશે મક્કમ રીતે પોતાના સ્વકીય મત મુજબ વાર્તાલેખનને આગળ ધપાવવાનો પડકાર ઉપાડતાં જોવા મળે છે. તેના પરિણામે પુરોગામી વાર્તાસંગ્રહોની સરખામણીએ આ સંગ્રહમાં સમકાલીન બનાવો વિશેષપણે વાર્તાના વસ્તુ તરીકે જોવા મળે છે. | પ્રથમ સંગ્રહથી માંડીને ત્રીજા સંગ્રહ સુધીમાં પન્ના ત્રિવેદીની એક વાર્તાકાર તરીકેની કેટલીક બાબતો ધ્યાન ખેંચે છે. જેમ કે, આરંભથી જ તેઓ કોઈક ને કોઈક ગ્રંથિથી પીડિત, સ્વ અને વિશ્વ વચ્ચે સમતુલા જાળવવા મથતા પાત્રોને કંડારતા જોવા મળે છે. પ્રથમ સંગ્રહની વાર્તા ‘મેઘધનુષ્ય’ની સુનયના, આ સંગ્રહનો આકીન, ‘એવી ને એવી’ની નાયિકા, ‘મારા ઘરની બારીએથી’ની નિધિ આ વાતના દૃષ્ટાંત તરીકે જોઈ શકાય. નારીના સંવેદનોના જુદાંજુદાં કોણનું નિરૂપણ પણ સતત આ સર્જકના રસનો વિષય રહ્યું છે. કામવાળી બેલ્લી, એસિડ એટેકનો ભોગ બનેલી ધાની, તેર વર્ષીય અમોલી, સરકારી ષડ્યંત્રનો ભોગ બનીને આતંકવાદી ગણાયેલી ઉલ્ફત, ન્યૂઝરીડર માધવી, અભિનેત્રી નીલિમા, ગૃહિણી પમ્મી એમ અનેકરંગી નારી પાત્રો અહીં પણ જોવા મળે છે. આગળ નોંધ્યું તેમ આ સંગ્રહથી પન્ના ત્રિવેદી વાર્તાસ્વરૂપ વિશે મક્કમ રીતે પોતાના સ્વકીય મત મુજબ વાર્તાલેખનને આગળ ધપાવવાનો પડકાર ઉપાડતાં જોવા મળે છે. તેના પરિણામે પુરોગામી વાર્તાસંગ્રહોની સરખામણીએ આ સંગ્રહમાં સમકાલીન બનાવો વિશેષપણે વાર્તાના વસ્તુ તરીકે જોવા મળે છે. | ||
{{Poem2Close}} | |||
૪. ‘સાતમો દિવસ’ (ઈ. ૨૦૧૬) | ૪. ‘સાતમો દિવસ’ (ઈ. ૨૦૧૬) | ||
[[File:GTVI Image 189 Satamo Divas.png|200px|left]] | [[File:GTVI Image 189 Satamo Divas.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
‘પ્રિય અનકીને’ અર્પણ થયેલા આ ચોથા વાર્તાસંગ્રહમાં કુલ અઢાર વાર્તાઓ છે. નિવેદનમાં ‘આ વાર્તાઓ...’ એમ બે જ શબ્દો જોવા મળે છે એ પણ સૂચક છે. પન્ના ત્રિવેદી જાણે કે ભાવકને કહી રહ્યાં છે કે આ સંગ્રહની વાર્તાઓ એ જ તેમનું નિવેદન છે. | ‘પ્રિય અનકીને’ અર્પણ થયેલા આ ચોથા વાર્તાસંગ્રહમાં કુલ અઢાર વાર્તાઓ છે. નિવેદનમાં ‘આ વાર્તાઓ...’ એમ બે જ શબ્દો જોવા મળે છે એ પણ સૂચક છે. પન્ના ત્રિવેદી જાણે કે ભાવકને કહી રહ્યાં છે કે આ સંગ્રહની વાર્તાઓ એ જ તેમનું નિવેદન છે. | ||
| Line 192: | Line 199: | ||
આખી વાર્તામાંથી પસાર થઈએ ત્યારે ‘ધેરાવ’નો બીજો જ અર્થ અનુભવાય છે. વણજોઈતા કોલ્સ, મેસેજનો મારો માનવીને, તેના મનને કોઈ એક વિચાર પર કેન્દ્રિત થવા દેતો નથી અને કોઈ પણ વ્યક્તિ વિશેના અંગત સંબંધો વિશેનાં નકારાત્મક અનુમાનો, અફવાઓ ઝડપથી ફેલાઈ જાય છે. અનુઆધુનિક શહેરી મધ્યમવર્ગીય જીવનરીતિને અહીં સર્જકે તંતોતંત ઉપસાવી છે. | આખી વાર્તામાંથી પસાર થઈએ ત્યારે ‘ધેરાવ’નો બીજો જ અર્થ અનુભવાય છે. વણજોઈતા કોલ્સ, મેસેજનો મારો માનવીને, તેના મનને કોઈ એક વિચાર પર કેન્દ્રિત થવા દેતો નથી અને કોઈ પણ વ્યક્તિ વિશેના અંગત સંબંધો વિશેનાં નકારાત્મક અનુમાનો, અફવાઓ ઝડપથી ફેલાઈ જાય છે. અનુઆધુનિક શહેરી મધ્યમવર્ગીય જીવનરીતિને અહીં સર્જકે તંતોતંત ઉપસાવી છે. | ||
‘રક્ષણ’ અને ‘મહેલ’ વિષયને અનુરૂપ પ્રયુક્તિની પસંદગીને લીધે સુરેખ વાર્તાઓ બની છે. ‘રક્ષણ’માં પતિ-પત્નીના સંવાદો વડે સર્જક પોતાનું કુકર્મ અને કાયરતા ઢાંકતા પતિને પત્ની સામે ઉઘાડો પાડે છે. રમખાણોમાં સપડાયેલી એક નિર્દોષ યુવતીને પોતે બચાવવા માટે ગેસ્ટહાઉસમાં લઈ ગયો અને ત્યાં બોસ અને સહકર્મચારી મળી ગયા. તે પત્નીના કાન ન ભરે એ માટે બચાવ કરતો હોય તેમ પતિ બધું સાચેસાચું કહેવાનો ડોળ કરે અને તેમાં જ તેની પશુતા, તેના બોસ અને સહકર્મચારીની વૃત્તિઓ ઊઘડતી જાય. ‘મહેલ’માં બીજી પત્ની કંદરાની હઠને લીધે ઓછું કમાતો શરદ કંદરા, મા અને બહેનને મહેલ જોવા લઈ જાય તેનું સર્વજ્ઞની કથનરીતિથી આલેખન થયું છે. મહેલની ચીજવસ્તુઓ, મહેલમાં વસતી રાણીઓની વ્યથા વિશે જોતી, જાણતી આ ત્રણેય સ્ત્રીઓ સમાંતરે મનમાં પોતાનો ભૂતકાળ પણ યાદ કરતી જાય અને ઊંડો વિષાદ તેમને ઘેરી વળે. વાર્તાના અંતે ત્રણેય સ્ત્રીઓ મહેલની ટિકિટ ફાડી નાંખે છે એ સૂચક છે. સહોપસ્થિતિની પ્રયુક્તિ વડે મહેલની રાણી અને સામાન્ય વર્ગની નારીને પાસપાસે મૂકીને સર્જકે નારીની વેદનાના દીર્ઘકાળને વણી લીધો છે. ‘ચોરખલી’માં માનસી-પુલિનના દાંપત્યજીવનમાં વિસંવાદનું કારણ બનનાર પત્રોની પ્રયુક્તિ જોવા મળે છે. તિજોરીના ચોરખાનામાંથી મળી આવેલા અજાણ્યા પ્રેમપત્રો વાંચતી માનસીને દગાબાજ કહીને પુલિન પોતાના અનૈતિક સંબંધોને વાજબી ઠેરવવા મથે ત્યાં ચોરખલી પ્રતીકાત્મક બને છે. પ્રેમપત્રોની ઋજુ, કાવ્યાત્મક ભાષાની વિરોધે પુલિનની અપમાનજનક ભાષા મૂકીને સર્જકે માનસીના સંવેદનતંત્રને છિન્નભિન્ન થતું દર્શાવ્યું છે. જો કે, આ વાર્તા તાર્કિક દૃષ્ટિએ નબળી બને છે કેમ કે વાર્તાના આરંભે ક્યાંય પુલિનની બેવફાઈનો નાનો સરખો પણ સંકેત જોવા મળતો નથી. | ‘રક્ષણ’ અને ‘મહેલ’ વિષયને અનુરૂપ પ્રયુક્તિની પસંદગીને લીધે સુરેખ વાર્તાઓ બની છે. ‘રક્ષણ’માં પતિ-પત્નીના સંવાદો વડે સર્જક પોતાનું કુકર્મ અને કાયરતા ઢાંકતા પતિને પત્ની સામે ઉઘાડો પાડે છે. રમખાણોમાં સપડાયેલી એક નિર્દોષ યુવતીને પોતે બચાવવા માટે ગેસ્ટહાઉસમાં લઈ ગયો અને ત્યાં બોસ અને સહકર્મચારી મળી ગયા. તે પત્નીના કાન ન ભરે એ માટે બચાવ કરતો હોય તેમ પતિ બધું સાચેસાચું કહેવાનો ડોળ કરે અને તેમાં જ તેની પશુતા, તેના બોસ અને સહકર્મચારીની વૃત્તિઓ ઊઘડતી જાય. ‘મહેલ’માં બીજી પત્ની કંદરાની હઠને લીધે ઓછું કમાતો શરદ કંદરા, મા અને બહેનને મહેલ જોવા લઈ જાય તેનું સર્વજ્ઞની કથનરીતિથી આલેખન થયું છે. મહેલની ચીજવસ્તુઓ, મહેલમાં વસતી રાણીઓની વ્યથા વિશે જોતી, જાણતી આ ત્રણેય સ્ત્રીઓ સમાંતરે મનમાં પોતાનો ભૂતકાળ પણ યાદ કરતી જાય અને ઊંડો વિષાદ તેમને ઘેરી વળે. વાર્તાના અંતે ત્રણેય સ્ત્રીઓ મહેલની ટિકિટ ફાડી નાંખે છે એ સૂચક છે. સહોપસ્થિતિની પ્રયુક્તિ વડે મહેલની રાણી અને સામાન્ય વર્ગની નારીને પાસપાસે મૂકીને સર્જકે નારીની વેદનાના દીર્ઘકાળને વણી લીધો છે. ‘ચોરખલી’માં માનસી-પુલિનના દાંપત્યજીવનમાં વિસંવાદનું કારણ બનનાર પત્રોની પ્રયુક્તિ જોવા મળે છે. તિજોરીના ચોરખાનામાંથી મળી આવેલા અજાણ્યા પ્રેમપત્રો વાંચતી માનસીને દગાબાજ કહીને પુલિન પોતાના અનૈતિક સંબંધોને વાજબી ઠેરવવા મથે ત્યાં ચોરખલી પ્રતીકાત્મક બને છે. પ્રેમપત્રોની ઋજુ, કાવ્યાત્મક ભાષાની વિરોધે પુલિનની અપમાનજનક ભાષા મૂકીને સર્જકે માનસીના સંવેદનતંત્રને છિન્નભિન્ન થતું દર્શાવ્યું છે. જો કે, આ વાર્તા તાર્કિક દૃષ્ટિએ નબળી બને છે કેમ કે વાર્તાના આરંભે ક્યાંય પુલિનની બેવફાઈનો નાનો સરખો પણ સંકેત જોવા મળતો નથી. | ||
ચોથા સંગ્રહમાં અઢાર વાર્તાઓમાં સરકારી સિસ્ટમ, શિક્ષણમાં થતું પ્રોબેશનના નામે શોષણ, દેહવ્યવસાય, દીક્ષા અને ધાર્મિકતા જેવા વિષયોની સમાંતરે દાંપત્યજીવનના વિષયવાળી વાર્તાઓ પણ જોવા મળે છે. સાથે જ સ્ત્રીની એકલતાની, પ્રેમની ઝંખનાની વાર્તાઓ પણ છે. ‘વસંત દહન’માં બહુરૂપી તરીકે બજરંગ બનતા નાયકના અધૂરા સ્નેહની ટીસ આલેખાઈ છે. સંવાદો, સહોપસ્થિતિ, પ્રતીક, પત્ર, ફોન આદિ પ્રયુક્તિઓનો તથા પરિવેશનો સભાનપણે થયેલો વિનિયોગ ધ્યાન ખેંચે છે. ક્યાંક વાગ્મિતામાં સરી જતા બિનજરૂરી રીતે લંબાતો વાર્તાનો અંત, ક્યાંક વાર્તામાં પ્રવેશી જતી અતાર્કિકતા અને કથકની પડખે બોલકો બની જતો સર્જકનો સ્વર જેવી મર્યાદાઓને લીધે વિષયવસ્તુની નવીનતા હોવા છતાં ‘ચોરખલી,’ ‘ઘુઘવાટ’, ‘આખી રાત અડધો ચાંદ’, ‘ખોવાયેલું સરનામું’, ‘આંચકો’ જેવી વાર્તાઓ પ્રમાણમાં નબળી બની છે. | ચોથા સંગ્રહમાં અઢાર વાર્તાઓમાં સરકારી સિસ્ટમ, શિક્ષણમાં થતું પ્રોબેશનના નામે શોષણ, દેહવ્યવસાય, દીક્ષા અને ધાર્મિકતા જેવા વિષયોની સમાંતરે દાંપત્યજીવનના વિષયવાળી વાર્તાઓ પણ જોવા મળે છે. સાથે જ સ્ત્રીની એકલતાની, પ્રેમની ઝંખનાની વાર્તાઓ પણ છે. ‘વસંત દહન’માં બહુરૂપી તરીકે બજરંગ બનતા નાયકના અધૂરા સ્નેહની ટીસ આલેખાઈ છે. સંવાદો, સહોપસ્થિતિ, પ્રતીક, પત્ર, ફોન આદિ પ્રયુક્તિઓનો તથા પરિવેશનો સભાનપણે થયેલો વિનિયોગ ધ્યાન ખેંચે છે. ક્યાંક વાગ્મિતામાં સરી જતા બિનજરૂરી રીતે લંબાતો વાર્તાનો અંત, ક્યાંક વાર્તામાં પ્રવેશી જતી અતાર્કિકતા અને કથકની પડખે બોલકો બની જતો સર્જકનો સ્વર જેવી મર્યાદાઓને લીધે વિષયવસ્તુની નવીનતા હોવા છતાં ‘ચોરખલી,’ ‘ઘુઘવાટ’, ‘આખી રાત અડધો ચાંદ’, ‘ખોવાયેલું સરનામું’, ‘આંચકો’ જેવી વાર્તાઓ પ્રમાણમાં નબળી બની છે. | ||
૫. ‘ફૂલબજાર’ (ઈ. ૨૦૧૯) | {{Poem2Close}} | ||
'''૫. ‘ફૂલબજાર’ (ઈ. ૨૦૧૯)''' | |||
[[File:GTVI Image 190 Phool Bajar.png|200px|left]] | [[File:GTVI Image 190 Phool Bajar.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
આ સંગ્રહમાં કુલ નવ વાર્તાઓ છે અને બધી વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. સર્જકે સંગ્રહ તેમની મમ્મીને ‘મારી દોસ્ત મારી મમ્મીને’ – આ શબ્દોથી અર્પણ કર્યો છે. સંગ્રહના મુખપૃષ્ઠ પર શીર્ષકની નીચે ‘પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ’ એમ પેટાશીર્ષક પણ આપવામાં આવ્યું છે. જો કે, આ પેટાશીર્ષક થોડું ગેરમાર્ગે દોરનારું છે. કારણ કે, સંગ્રહની બધી વાર્તાઓના કેન્દ્રમાં પ્રેમ નથી. સંગ્રહની ઘણીખરી વાર્તાઓ તો, આપણી સામાજિક-કૌટુંબિક સંરચના શી રીતે સ્ત્રીના વયસહજ નૈસર્ગિક જાતીય સંવેદનો, આવેગોનું દમન કરે છે અને તેનાં કેવાં વિપરીત પરિણામો સ્ત્રીએ ભોગવવાં પડે છે તેની વાત કરે છે. એ અર્થમાં આ સંગ્રહ નોખો તરી આવે છે. સંગ્રહના આરંભે હિન્દી કવિ ધર્મવીર ભારતીની કવિતાની પંક્તિઓ મૂકી છે. ‘યાત્રાની આ ક્ષણે’ શીર્ષકથી લખેલા નિવેદનમાં પન્ના ત્રિવેદી પોતાની વાર્તાસર્જન યાત્રાની વાત કરે છે. સામાન્ય માનવીથી વાર્તાકાર નોખો ક્યાં પડે છે તેની સરસ સમજ આપતાં તેઓ લખે છે, ‘વિશાળ અનુભૂતિ વિશ્વમાંથી કઈ વાત કેટલી માત્રામાં ઉપાડવી, કઈ રીતે કલાકીય રૂપાંતરણ કરવી અને કયા સ્વરૂપે મૂકવી તેની પાક્કી સમજણનું નામ જ ‘વાર્તા’ છે. આ વિશિષ્ટ સમજણ એ જ તેનું નોખાપણું.’ | આ સંગ્રહમાં કુલ નવ વાર્તાઓ છે અને બધી વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. સર્જકે સંગ્રહ તેમની મમ્મીને ‘મારી દોસ્ત મારી મમ્મીને’ – આ શબ્દોથી અર્પણ કર્યો છે. સંગ્રહના મુખપૃષ્ઠ પર શીર્ષકની નીચે ‘પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ’ એમ પેટાશીર્ષક પણ આપવામાં આવ્યું છે. જો કે, આ પેટાશીર્ષક થોડું ગેરમાર્ગે દોરનારું છે. કારણ કે, સંગ્રહની બધી વાર્તાઓના કેન્દ્રમાં પ્રેમ નથી. સંગ્રહની ઘણીખરી વાર્તાઓ તો, આપણી સામાજિક-કૌટુંબિક સંરચના શી રીતે સ્ત્રીના વયસહજ નૈસર્ગિક જાતીય સંવેદનો, આવેગોનું દમન કરે છે અને તેનાં કેવાં વિપરીત પરિણામો સ્ત્રીએ ભોગવવાં પડે છે તેની વાત કરે છે. એ અર્થમાં આ સંગ્રહ નોખો તરી આવે છે. સંગ્રહના આરંભે હિન્દી કવિ ધર્મવીર ભારતીની કવિતાની પંક્તિઓ મૂકી છે. ‘યાત્રાની આ ક્ષણે’ શીર્ષકથી લખેલા નિવેદનમાં પન્ના ત્રિવેદી પોતાની વાર્તાસર્જન યાત્રાની વાત કરે છે. સામાન્ય માનવીથી વાર્તાકાર નોખો ક્યાં પડે છે તેની સરસ સમજ આપતાં તેઓ લખે છે, ‘વિશાળ અનુભૂતિ વિશ્વમાંથી કઈ વાત કેટલી માત્રામાં ઉપાડવી, કઈ રીતે કલાકીય રૂપાંતરણ કરવી અને કયા સ્વરૂપે મૂકવી તેની પાક્કી સમજણનું નામ જ ‘વાર્તા’ છે. આ વિશિષ્ટ સમજણ એ જ તેનું નોખાપણું.’ | ||
‘કપૂરી’, ‘દાન’ અને ‘શરમની વાત’ની નાયિકાઓ અનુક્રમે કપૂરી, રેણુ અને ઝરણા એક જ કુળની છે. ‘કપૂરી’માં સર્વજ્ઞ કથક અઢાર વર્ષની કપૂરીને તેના કુટુંબીજનોએ બત્રીસ વર્ષના લોભી, લંપટ દિપેન સાથે શાથી પરણાવી દીધી તે જણાવે છે. સ્મશાન પાસેના ફ્લેટમાં રહેતી કપૂરી દુઃસ્વપ્નથી જાગી જાય ત્યાંથી વાર્તા શરૂ થાય છે. સ્મૃતિ અને વર્તમાનની ગૂંથણી, સુધા જેવું ગૌણ પાત્ર અને સંવાદો વડે વાર્તા ઊઘડે છે. નાનપણમાં મોટાકાકા વડે થતું જાતીય શોષણ, માનું તેને ધમકાવીને ચૂપ રખાવવું, બાપાના અન્ય સ્ત્રી સાથેના સંબંધો, ક્લાસમાં સાહેબના મારનો ડર – આ બધાંમાં હૂંફ ઝંખતી કપૂરી શાળામાં રખડેલ એવા રવિની સોબતમાં હૂંફ પામે. પરિણામે તે ખરાબ છોકરી ગણાય ને બાપની ધોલધપાટ પ્રસાદરૂપે મળે. બાળપણમાં લગ્ન નક્કી થયાં છે તેવી રજનીની ગળચટ્ટી વાતોથી કપૂરી હમીદ તરફ ખેંચાય. વયસહજ ઉત્સુકતા અને આકર્ષણનો આ ત્રીજો તબક્કો. લગ્નની પ્રથમ રાત્રે દિપેન પાસેથી મળતો ઠંડો આવકાર. બાલ્યાવસ્થાથી સ્નેહ ઝંખતી કપૂરીને તેના કુટુંબીજનો અને સમાજ ચારિત્રહીન ગણાવી દે. આ જ વાતે દિપેન તેની સાથે મારઝૂડ કરે અને પોતે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ પણ બાંધે. છતાં કપૂરી દિપેનને પોતાની તરફ પાછો વાળવા માટે શરીરથી બાંધી રાખવા મથે ત્યાં તેને સમજાય કે દિપેન તો તેની હત્યા કરીને વીમાના પૈસા મેળવવાની તૈયારીમાં હોય! ‘દાન’ની રેણુને ભાઈ અને બાપુજી જાતીય રોગથી પીડિત એવા ખાનદાન ઘરના વેશ્યાગમન કરનાર (ને કદાચ પુરુષમાં રસ ધરાવતા) યુવાન સાથે પરણાવી દે. માના મૃત્યુની પળે કામવાળી ધનકીના મુખે રેણુ આ રહસ્ય જાણે. કપચીના વેપારી, ‘મૂલ્યોના માણસ’ તરીકે સમાજમાં માન ધરાવતા દયાળજીની સુશીલ કન્યા રેણુના મુખે તેની આપવીતી કહેવાઈ છે. એમ.એ. કરવાનું વિચારતી રેણુનું ભણવાનું અટકાવી દેવાય છે. તેને કચવાટ એ વાતનો છે કે માએ શા માટે ગળું ખોંખારીને બાપા-ભાઈનો વિરોધ ન કર્યોં. લગ્નની પ્રથમ રાતનો ભયાવહ અનુભવ રેણુ માટે રોજનો અનુભવ બની જાય છે. શરીર પરના ઉઝરડા અને સોળ-ચકામા સહન કરતી રેણુના ખભે સાસરીમાં પણ સાસુ ખાનદાનની આબરૂ જાળવવાનો ભાર નાંખી દેતાં કહે, ‘અમારા ઘરની વહુઓ ઘર-ઘરના ઓટલા ના ગણે. અમારે ત્યાં આજકાલના લોકોની જેમ સડકો પર ખાવાપીવાનો રિવાજ નથી. જો ધણીને હાચવીએ તો હાત ભવ પાર! કામના ટાણે નકામા સવાલો ના કરીએ. દિમાગ બગડી જાય તો ધંધો ખોટકાઈ પડે. વેળા-કવેળાએ ક્યાંક આવવું-જવું પડે. માંગો તે હાજર પણ ધણીની આગના તે આગના.’ (પૃ. ૫૯) રેણુના બાપ-ભાઈ રૂપિયાની લાલચમાં રેણુને પરણાવી દે. બોલકણી ધનકીના તોફાની સંવાદો અને અંતર્મુખી રેણુની સ્વગતોક્તિઓની, બંને કુટુંબની આબરૂનો ભાર સહન કરતી લાચાર રેણુ અને માથાભારે સાસુનો કડપ, આબરૂદાર ગણાતા સ્વાર્થી અને ગણતરીબાજ સ્વજનોની સમાંતરે લાગણીશીલ કામવાળી ધનકી –આ બધાની સહોપસ્થિતિથી વાર્તા રચાઈ છે. ‘શરમની વાત’ વાર્તા વાંચતાં દ્વિરેફની જાણીતી વાર્તા ‘મુકુંદરાય’ યાદ આવે. ગળથૂથીમાં ‘મધના બદલે કુળ-આબરૂ-માન-મર્યાદા અને સહુથી ઉપર ચરિત્ર’ એવું શિક્ષણ પામીને મોટી થયેલી નાના ગામના પંડિતની દીકરી ઝરણા મોટા શહેરમાં ભણવા માટે આવે છે. ગામ અને શહેર વચ્ચેનો ભેદ અને બાળપણથી થોપેલા દબાણોમાંથી મુક્ત એવી ઝરણા સુબોધ સાથે લિવ-ઇનમાં રહેવા માંડે, સુબોધની પત્ની હોય તેમ તેના ઘરને સાચવે, ગર્ભવતી થાય, સુબોધની સલાહથી ગર્ભપાત પણ કરાવે. છેવટે તે સુબોધને કહે, ‘ચાલને લગ્ન કરી લઈએ. આ લિવ ઇનમાં હવે પર્ફોર્મ નથી થતું મારાથી થાકી જવાય છે.’ જવાબમાં સુબોધ કહે, ‘આ તું કહે છે? તારી જ ઇચ્છા હતી, તારી સંમતિ હતી. પૂરેપૂરી. પારકા આદમી સાથે વગર ફેરે પડી રહી. સંસ્કારનો એક છાંટોય છે તારામાં? ગમે તેમ તોય મારા કુળનું નાક છું. ઘરની આબરૂ-મોભો જેવી પણ કોઈ ચીજ ખરી કે નહીં? તારા જેવીને લઈને જઉં તો ઘરના તો ઉંબરાય ના ચઢવા દે. કહેશે, કેવી લઈ આવ્યો તું તો! હજી છૂટ મળે તો ક્યાંની ક્યાં પહોંચે તું તો! છી, કેટલી શરમની વાત! પંડિતની છોકરી થઈનેય? (પૃ. ૫૩, ૫૪) પોતાના પગ પર ઊભા રહેવાના સપનાં જોતી, પતિ નહીં પણ મિત્ર ઝંખતી ઝરણાના મુખે જ તેની કથા કહેવાઈ છે. ઝરણા પોતાની સ્થિતિ માટે કોઈ બીજાને જવાબદાર ગણાવતી નથી. સુબોધના પાત્ર વડે સર્જક પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાના બેવડાં ધારાધોરણો ઉઘાડાં પાડે છે. ઝરણાની આ કથામાં ક્યાંક ઝરણાના મુખે સર્જક બોલતા હોય તેમ પણ જણાય. જેમ કે, સામાન્ય સરેરાશ મધ્યમવર્ગીય ગૃહિણીની દિનચર્યા વિશેના ઝરણાના વિચારોમાં સર્જકનો સ્વર છૂપો રહેતો નથી. આ મર્યાદાને લીધે વાર્તા થોડીક કાચી જણાય. | ‘કપૂરી’, ‘દાન’ અને ‘શરમની વાત’ની નાયિકાઓ અનુક્રમે કપૂરી, રેણુ અને ઝરણા એક જ કુળની છે. ‘કપૂરી’માં સર્વજ્ઞ કથક અઢાર વર્ષની કપૂરીને તેના કુટુંબીજનોએ બત્રીસ વર્ષના લોભી, લંપટ દિપેન સાથે શાથી પરણાવી દીધી તે જણાવે છે. સ્મશાન પાસેના ફ્લેટમાં રહેતી કપૂરી દુઃસ્વપ્નથી જાગી જાય ત્યાંથી વાર્તા શરૂ થાય છે. સ્મૃતિ અને વર્તમાનની ગૂંથણી, સુધા જેવું ગૌણ પાત્ર અને સંવાદો વડે વાર્તા ઊઘડે છે. નાનપણમાં મોટાકાકા વડે થતું જાતીય શોષણ, માનું તેને ધમકાવીને ચૂપ રખાવવું, બાપાના અન્ય સ્ત્રી સાથેના સંબંધો, ક્લાસમાં સાહેબના મારનો ડર – આ બધાંમાં હૂંફ ઝંખતી કપૂરી શાળામાં રખડેલ એવા રવિની સોબતમાં હૂંફ પામે. પરિણામે તે ખરાબ છોકરી ગણાય ને બાપની ધોલધપાટ પ્રસાદરૂપે મળે. બાળપણમાં લગ્ન નક્કી થયાં છે તેવી રજનીની ગળચટ્ટી વાતોથી કપૂરી હમીદ તરફ ખેંચાય. વયસહજ ઉત્સુકતા અને આકર્ષણનો આ ત્રીજો તબક્કો. લગ્નની પ્રથમ રાત્રે દિપેન પાસેથી મળતો ઠંડો આવકાર. બાલ્યાવસ્થાથી સ્નેહ ઝંખતી કપૂરીને તેના કુટુંબીજનો અને સમાજ ચારિત્રહીન ગણાવી દે. આ જ વાતે દિપેન તેની સાથે મારઝૂડ કરે અને પોતે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ પણ બાંધે. છતાં કપૂરી દિપેનને પોતાની તરફ પાછો વાળવા માટે શરીરથી બાંધી રાખવા મથે ત્યાં તેને સમજાય કે દિપેન તો તેની હત્યા કરીને વીમાના પૈસા મેળવવાની તૈયારીમાં હોય! ‘દાન’ની રેણુને ભાઈ અને બાપુજી જાતીય રોગથી પીડિત એવા ખાનદાન ઘરના વેશ્યાગમન કરનાર (ને કદાચ પુરુષમાં રસ ધરાવતા) યુવાન સાથે પરણાવી દે. માના મૃત્યુની પળે કામવાળી ધનકીના મુખે રેણુ આ રહસ્ય જાણે. કપચીના વેપારી, ‘મૂલ્યોના માણસ’ તરીકે સમાજમાં માન ધરાવતા દયાળજીની સુશીલ કન્યા રેણુના મુખે તેની આપવીતી કહેવાઈ છે. એમ.એ. કરવાનું વિચારતી રેણુનું ભણવાનું અટકાવી દેવાય છે. તેને કચવાટ એ વાતનો છે કે માએ શા માટે ગળું ખોંખારીને બાપા-ભાઈનો વિરોધ ન કર્યોં. લગ્નની પ્રથમ રાતનો ભયાવહ અનુભવ રેણુ માટે રોજનો અનુભવ બની જાય છે. શરીર પરના ઉઝરડા અને સોળ-ચકામા સહન કરતી રેણુના ખભે સાસરીમાં પણ સાસુ ખાનદાનની આબરૂ જાળવવાનો ભાર નાંખી દેતાં કહે, ‘અમારા ઘરની વહુઓ ઘર-ઘરના ઓટલા ના ગણે. અમારે ત્યાં આજકાલના લોકોની જેમ સડકો પર ખાવાપીવાનો રિવાજ નથી. જો ધણીને હાચવીએ તો હાત ભવ પાર! કામના ટાણે નકામા સવાલો ના કરીએ. દિમાગ બગડી જાય તો ધંધો ખોટકાઈ પડે. વેળા-કવેળાએ ક્યાંક આવવું-જવું પડે. માંગો તે હાજર પણ ધણીની આગના તે આગના.’ (પૃ. ૫૯) રેણુના બાપ-ભાઈ રૂપિયાની લાલચમાં રેણુને પરણાવી દે. બોલકણી ધનકીના તોફાની સંવાદો અને અંતર્મુખી રેણુની સ્વગતોક્તિઓની, બંને કુટુંબની આબરૂનો ભાર સહન કરતી લાચાર રેણુ અને માથાભારે સાસુનો કડપ, આબરૂદાર ગણાતા સ્વાર્થી અને ગણતરીબાજ સ્વજનોની સમાંતરે લાગણીશીલ કામવાળી ધનકી –આ બધાની સહોપસ્થિતિથી વાર્તા રચાઈ છે. ‘શરમની વાત’ વાર્તા વાંચતાં દ્વિરેફની જાણીતી વાર્તા ‘મુકુંદરાય’ યાદ આવે. ગળથૂથીમાં ‘મધના બદલે કુળ-આબરૂ-માન-મર્યાદા અને સહુથી ઉપર ચરિત્ર’ એવું શિક્ષણ પામીને મોટી થયેલી નાના ગામના પંડિતની દીકરી ઝરણા મોટા શહેરમાં ભણવા માટે આવે છે. ગામ અને શહેર વચ્ચેનો ભેદ અને બાળપણથી થોપેલા દબાણોમાંથી મુક્ત એવી ઝરણા સુબોધ સાથે લિવ-ઇનમાં રહેવા માંડે, સુબોધની પત્ની હોય તેમ તેના ઘરને સાચવે, ગર્ભવતી થાય, સુબોધની સલાહથી ગર્ભપાત પણ કરાવે. છેવટે તે સુબોધને કહે, ‘ચાલને લગ્ન કરી લઈએ. આ લિવ ઇનમાં હવે પર્ફોર્મ નથી થતું મારાથી થાકી જવાય છે.’ જવાબમાં સુબોધ કહે, ‘આ તું કહે છે? તારી જ ઇચ્છા હતી, તારી સંમતિ હતી. પૂરેપૂરી. પારકા આદમી સાથે વગર ફેરે પડી રહી. સંસ્કારનો એક છાંટોય છે તારામાં? ગમે તેમ તોય મારા કુળનું નાક છું. ઘરની આબરૂ-મોભો જેવી પણ કોઈ ચીજ ખરી કે નહીં? તારા જેવીને લઈને જઉં તો ઘરના તો ઉંબરાય ના ચઢવા દે. કહેશે, કેવી લઈ આવ્યો તું તો! હજી છૂટ મળે તો ક્યાંની ક્યાં પહોંચે તું તો! છી, કેટલી શરમની વાત! પંડિતની છોકરી થઈનેય? (પૃ. ૫૩, ૫૪) પોતાના પગ પર ઊભા રહેવાના સપનાં જોતી, પતિ નહીં પણ મિત્ર ઝંખતી ઝરણાના મુખે જ તેની કથા કહેવાઈ છે. ઝરણા પોતાની સ્થિતિ માટે કોઈ બીજાને જવાબદાર ગણાવતી નથી. સુબોધના પાત્ર વડે સર્જક પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાના બેવડાં ધારાધોરણો ઉઘાડાં પાડે છે. ઝરણાની આ કથામાં ક્યાંક ઝરણાના મુખે સર્જક બોલતા હોય તેમ પણ જણાય. જેમ કે, સામાન્ય સરેરાશ મધ્યમવર્ગીય ગૃહિણીની દિનચર્યા વિશેના ઝરણાના વિચારોમાં સર્જકનો સ્વર છૂપો રહેતો નથી. આ મર્યાદાને લીધે વાર્તા થોડીક કાચી જણાય. | ||
| Line 200: | Line 209: | ||
‘કાલા ખટ્ટા’ અને ‘લાજવંતી’ સ્ત્રીના મનનાં અંધારા ખૂણાને આલેખે છે. ‘કાલા ખટ્ટા’ની નીનાનો સગી બહેન ઉષા પ્રત્યેનો ઈર્ષ્યા ભાવ અને મૃત્યુ પામેલા બનેવી અજીયા માટેનો પ્રબળ માલિકીભાવ, વૃદ્ધ નોકર સત્તુનો બબડાટ, તેના વડે ઊઘડતો નીના-ઉષાનો અતીત, નીનાની હિંસ્રવૃત્તિથી અજાણ માતા, બહેન ઉષા, સત્તુ અને વૃદ્ધ કાકા, ઉષાના બીજાં લગ્ન થઈ શકે તે માટે તેના પુત્રને અપનાવવા તૈયાર થતી નીનાના એ ‘અજીયા’ના દીકરાને ગળે વળગાડતી વેળાના વિચારોનું નિરૂપણ ધ્યાનપાત્ર છે. ‘લાજવંતી’ની શ્યામાની પ્રબળ વાસના અને તેની કુટિલતાનો ભોગ બનતા ભોળા નોકર લચ્છુનું આલેખન સહેજ નબળું થયું છે. તેના મૂળમાં સર્વજ્ઞ કથકની લચ્છુ તરફની સહાનુભૂતિ જવાબદાર છે. કથકનો કૅમેરા શ્યામાની સંકુલ મનોવૃત્તિઓ પરથી ખસી જઈને લચ્છુના ભોળપણ તરફ મંડાઈ જવાથી એક હટકે કહી શકાય તેવી, નાર્સિસસ ગ્રંથિના લીધે ઈડથી દોરવાઈને જીવતી, જાતીય આવેગોની તૃપ્તિ માટે ગમે તે હદે જતી પણ સામાજિક સંરચનાને સુપેરે સમજતી ચબરાક સ્ત્રીના આલેખનની સ-રસ તક સર્જકના હાથમાંથી સરી ગયાની અનુભૂતિ થાય છે. | ‘કાલા ખટ્ટા’ અને ‘લાજવંતી’ સ્ત્રીના મનનાં અંધારા ખૂણાને આલેખે છે. ‘કાલા ખટ્ટા’ની નીનાનો સગી બહેન ઉષા પ્રત્યેનો ઈર્ષ્યા ભાવ અને મૃત્યુ પામેલા બનેવી અજીયા માટેનો પ્રબળ માલિકીભાવ, વૃદ્ધ નોકર સત્તુનો બબડાટ, તેના વડે ઊઘડતો નીના-ઉષાનો અતીત, નીનાની હિંસ્રવૃત્તિથી અજાણ માતા, બહેન ઉષા, સત્તુ અને વૃદ્ધ કાકા, ઉષાના બીજાં લગ્ન થઈ શકે તે માટે તેના પુત્રને અપનાવવા તૈયાર થતી નીનાના એ ‘અજીયા’ના દીકરાને ગળે વળગાડતી વેળાના વિચારોનું નિરૂપણ ધ્યાનપાત્ર છે. ‘લાજવંતી’ની શ્યામાની પ્રબળ વાસના અને તેની કુટિલતાનો ભોગ બનતા ભોળા નોકર લચ્છુનું આલેખન સહેજ નબળું થયું છે. તેના મૂળમાં સર્વજ્ઞ કથકની લચ્છુ તરફની સહાનુભૂતિ જવાબદાર છે. કથકનો કૅમેરા શ્યામાની સંકુલ મનોવૃત્તિઓ પરથી ખસી જઈને લચ્છુના ભોળપણ તરફ મંડાઈ જવાથી એક હટકે કહી શકાય તેવી, નાર્સિસસ ગ્રંથિના લીધે ઈડથી દોરવાઈને જીવતી, જાતીય આવેગોની તૃપ્તિ માટે ગમે તે હદે જતી પણ સામાજિક સંરચનાને સુપેરે સમજતી ચબરાક સ્ત્રીના આલેખનની સ-રસ તક સર્જકના હાથમાંથી સરી ગયાની અનુભૂતિ થાય છે. | ||
‘હોળી’માં પન્ના ત્રિવેદી બહારથી મૉડર્ન પણ વિચારોથી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાએ નક્કી કરેલા નિયમો પ્રમાણે જોતી, જીવતી ને વિચારતી અવંતીને દર્શાવી છે. અતિ સૂક્ષ્મ, સંકુલ અને ગંભીર વિષય, તેને અનુરૂપ પ્રસંગોની સુરેખ ગૂંથણી, યોગ્ય ભાષા વડે ઊઘડતું અવંતીનું માનસ – આ વાર્તાનો વિશેષ છે. અનિલનાં લગ્ન વિધવા ભાભી હેમુ સાથે થઈ જાય એ વાતની જાણ નયના વડે અવંતીને થાય ત્યાં જ વાર્તાનો અંત આવી જાય છે. સર્જક તેના બદલે નયનાના મુખે આ લગ્ન પાછળની ત્રિભુવન માસ્તરની ચાલાકી વર્ણવે, અવંતી માસ્તરના ચહેરાની ચમક જુએ એવી સ્થૂળ વિગતો આલેખીને વાર્તાનો અંત વણસાડી દે છે. આખી નવી વાર્તાનો વિષય બને તેવી માસ્તરની ચાલાકીઓના લીધે વાર્તાના કેન્દ્રમાંથી અવંતી ખસી જતાં વાર્તાની એકાત્મક અસર જળવાતી નથી. | ‘હોળી’માં પન્ના ત્રિવેદી બહારથી મૉડર્ન પણ વિચારોથી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાએ નક્કી કરેલા નિયમો પ્રમાણે જોતી, જીવતી ને વિચારતી અવંતીને દર્શાવી છે. અતિ સૂક્ષ્મ, સંકુલ અને ગંભીર વિષય, તેને અનુરૂપ પ્રસંગોની સુરેખ ગૂંથણી, યોગ્ય ભાષા વડે ઊઘડતું અવંતીનું માનસ – આ વાર્તાનો વિશેષ છે. અનિલનાં લગ્ન વિધવા ભાભી હેમુ સાથે થઈ જાય એ વાતની જાણ નયના વડે અવંતીને થાય ત્યાં જ વાર્તાનો અંત આવી જાય છે. સર્જક તેના બદલે નયનાના મુખે આ લગ્ન પાછળની ત્રિભુવન માસ્તરની ચાલાકી વર્ણવે, અવંતી માસ્તરના ચહેરાની ચમક જુએ એવી સ્થૂળ વિગતો આલેખીને વાર્તાનો અંત વણસાડી દે છે. આખી નવી વાર્તાનો વિષય બને તેવી માસ્તરની ચાલાકીઓના લીધે વાર્તાના કેન્દ્રમાંથી અવંતી ખસી જતાં વાર્તાની એકાત્મક અસર જળવાતી નથી. | ||
સ્ત્રીના જગતના જુદાંજુદાં કોણનું આલેખન એ પન્ના ત્રિવેદીના રસનો વિષય છે. આ સંગ્રહમાં મધ્યમવર્ગીય પિત્તૃસત્તાક સમાજવ્યવસ્થા અને કુટુંબવ્યવસ્થામાં કુટુંબની માન, મર્યાદા અને આબરૂના ભાર તળે બાળપણથી કચડાતી સ્ત્રીની નૈસર્ગિક જાતીય ઇચ્છાઓનું દમન, તેના પરિણામે સ્ત્રીના જીવનમાં સર્જાતી દારુણ સ્થિતિનું આલેખન વિશેષ ધ્યાન ખેંચે છે. આ સામાજિક સંરચનાનો લાભ લેતી સ્ત્રીની ઈર્ષ્યા, આત્મરતિ અને પ્રબળ જાતીયતાનું નિરૂપણ પણ સર્જકે કર્યુ છે. ભાષાશૈલીની દૃષ્ટિએ જોઈએ તો, બોલચાલની નજીકની ભાષાવાળા સંવાદો અને લય, લહેકાનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. ક્યાંક બિનજરૂરી લંબાણ વાર્તાને હાનિ પહોંચાડે છે. | સ્ત્રીના જગતના જુદાંજુદાં કોણનું આલેખન એ પન્ના ત્રિવેદીના રસનો વિષય છે. આ સંગ્રહમાં મધ્યમવર્ગીય પિત્તૃસત્તાક સમાજવ્યવસ્થા અને કુટુંબવ્યવસ્થામાં કુટુંબની માન, મર્યાદા અને આબરૂના ભાર તળે બાળપણથી કચડાતી સ્ત્રીની નૈસર્ગિક જાતીય ઇચ્છાઓનું દમન, તેના પરિણામે સ્ત્રીના જીવનમાં સર્જાતી દારુણ સ્થિતિનું આલેખન વિશેષ ધ્યાન ખેંચે છે. આ સામાજિક સંરચનાનો લાભ લેતી સ્ત્રીની ઈર્ષ્યા, આત્મરતિ અને પ્રબળ જાતીયતાનું નિરૂપણ પણ સર્જકે કર્યુ છે. ભાષાશૈલીની દૃષ્ટિએ જોઈએ તો, બોલચાલની નજીકની ભાષાવાળા સંવાદો અને લય, લહેકાનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. ક્યાંક બિનજરૂરી લંબાણ વાર્તાને હાનિ પહોંચાડે છે. | ||
૬. ‘બરફના માણસો’ (ઈ. ૨૦૨૧) | {{Poem2Close}} | ||
'''૬. ‘બરફના માણસો’ (ઈ. ૨૦૨૧)''' | |||
[[File:GTVI Image 191 Barafna Manaso.png|200px|left]] | [[File:GTVI Image 191 Barafna Manaso.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
આ સંગ્રહમાં કુલ ૧૩ વાર્તાઓ છે. આ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. સર્જકે સંગ્રહ વાર્તાકાર શ્રી કિરીટ દૂધાતને અર્પણ કર્યો છે અને સહુ સમકાલીન વાર્તાકાર મિત્રોનું સ્મરણ કર્યુ છે. સંગ્રહના મુખપૃષ્ઠ પર શીર્ષકની નીચે ‘આગની ઝાળ લઈ જીવતા બરફના માણસોની અદ્ભુત વાર્તાઓ’ એમ પેટાશીર્ષક પણ આપ્યું છે. આ સંગ્રહનું નિવેદન રસપ્રદ છે. પન્ના ત્રિવેદી ‘તમારા પડછાયા’ શીર્ષકથી લખેલા નિવેદનમાં કહે છે, ‘માણસ ભીતર ધબકતા ‘હું’ની એક ઉત્કટ ઝંખના હોય છે – જગત વિશેની પોતીકી અનુભૂતિને અભિવ્યક્ત કરવાની... જ્યાં આઝાદ હવા વહેતી હોય. જ્યાં અવાજોના રંગ, આકાર અને કદ એક સમાન હોવાની કોઈ શરત ન હોય, ન હોય કોઈ ફરજ, ન તો હોય કોઈ અનિવાર્યતા. જ્યાં ઝળહળતું હોય લોકતંત્રનું એક નિરાળું સૌંદર્ય... હંમેશાં એક ઊંચો અવાજ નાનાનાના બીજા અસંખ્ય અવાજોને ગળી જતો અને આઝાદ ચોક પર એક સન્નાટો પ્રસરી જતો. આ સંગ્રહની વાર્તાઓમાં કેવળ સ્ત્રી નહીં, કેવળ પુરુષ નહીં પણ સમગ્ર મનુષ્યચેતનાનો સંસ્પર્શ છે. એક એક પાત્રો સાવ અજાણ્યાં અને છતાં કદાચ તમારા જ પડછાયા!’ સર્જક આ નાનાનાના અવાજોને પોતાની વાર્તાઓમાં અવાજ આપવા ઝંખે છે. | આ સંગ્રહમાં કુલ ૧૩ વાર્તાઓ છે. આ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. સર્જકે સંગ્રહ વાર્તાકાર શ્રી કિરીટ દૂધાતને અર્પણ કર્યો છે અને સહુ સમકાલીન વાર્તાકાર મિત્રોનું સ્મરણ કર્યુ છે. સંગ્રહના મુખપૃષ્ઠ પર શીર્ષકની નીચે ‘આગની ઝાળ લઈ જીવતા બરફના માણસોની અદ્ભુત વાર્તાઓ’ એમ પેટાશીર્ષક પણ આપ્યું છે. આ સંગ્રહનું નિવેદન રસપ્રદ છે. પન્ના ત્રિવેદી ‘તમારા પડછાયા’ શીર્ષકથી લખેલા નિવેદનમાં કહે છે, ‘માણસ ભીતર ધબકતા ‘હું’ની એક ઉત્કટ ઝંખના હોય છે – જગત વિશેની પોતીકી અનુભૂતિને અભિવ્યક્ત કરવાની... જ્યાં આઝાદ હવા વહેતી હોય. જ્યાં અવાજોના રંગ, આકાર અને કદ એક સમાન હોવાની કોઈ શરત ન હોય, ન હોય કોઈ ફરજ, ન તો હોય કોઈ અનિવાર્યતા. જ્યાં ઝળહળતું હોય લોકતંત્રનું એક નિરાળું સૌંદર્ય... હંમેશાં એક ઊંચો અવાજ નાનાનાના બીજા અસંખ્ય અવાજોને ગળી જતો અને આઝાદ ચોક પર એક સન્નાટો પ્રસરી જતો. આ સંગ્રહની વાર્તાઓમાં કેવળ સ્ત્રી નહીં, કેવળ પુરુષ નહીં પણ સમગ્ર મનુષ્યચેતનાનો સંસ્પર્શ છે. એક એક પાત્રો સાવ અજાણ્યાં અને છતાં કદાચ તમારા જ પડછાયા!’ સર્જક આ નાનાનાના અવાજોને પોતાની વાર્તાઓમાં અવાજ આપવા ઝંખે છે. | ||
‘માસ્તરની ગલી’નો નિકુંજ, ‘મૂછ’નો દલિત કાંતિ અને તેનો મિત્ર કુલદીપસિંહ, રમખાણોમાં વધેરાઈ ગયેલો ‘ફૂલબજાર’નો ગોટી, ‘વાર્તા બનતી નથી’ની મીરાં પટેલ, ‘આંખ’ના રાજેશ અને નંદા, ‘રુદાલી’ની માની હૂંફ ખોળતી વેદનશીલ વિદ્યાર્થિની, ‘ટ્રેનિંગ’માં સ્કીલ ઇન્ડિયાના સપનાં જોતી મધ્યમવર્ગીય ગૃહિણી લતા, ચાની લારીએ કામ કરતો ‘૧૯૯ ઓન્લી’નો બુધિયો, સંબંધો અને વતન સુધી પ્રસરી ગયેલા ભૌતિકવાદના ‘કાળા પંજા’ની ભીંસ અનુભવતો એન.આર.આઈ. કદમ, મોકળાશથી વ્યક્ત થવાનું સ્થાન શોધતી ‘વિનુનું ઘર’ની નિઃસંતાન માલતી – જેવાં વિવિધ સામાજિક સ્તર, વયનાં પાત્રોની વેદનાને સર્જક હૂંફથી ઓગાળવાનો પ્રયાસ કરે છે. વાર્તાકાર કાગડાઓના સંવેદનને પણ ‘કાગસભા’ જેવી વાર્તામાં વણી લે છે. નોટબંધી જેવો પ્રશ્ન કે દલિત અત્યાચાર જેવી વર્તમાન બાબતો સર્જકની નજર બહાર રહી નથી. આ વૈવિધ્યસભર પાત્રસૃષ્ટિમાં સ્ત્રી-પુરુષ, સવર્ણ-દલિત, બાળમજૂર, ગૃહિણી, એન.આર.આઈ. –એમ બધાં જોવા મળે છે. | ‘માસ્તરની ગલી’નો નિકુંજ, ‘મૂછ’નો દલિત કાંતિ અને તેનો મિત્ર કુલદીપસિંહ, રમખાણોમાં વધેરાઈ ગયેલો ‘ફૂલબજાર’નો ગોટી, ‘વાર્તા બનતી નથી’ની મીરાં પટેલ, ‘આંખ’ના રાજેશ અને નંદા, ‘રુદાલી’ની માની હૂંફ ખોળતી વેદનશીલ વિદ્યાર્થિની, ‘ટ્રેનિંગ’માં સ્કીલ ઇન્ડિયાના સપનાં જોતી મધ્યમવર્ગીય ગૃહિણી લતા, ચાની લારીએ કામ કરતો ‘૧૯૯ ઓન્લી’નો બુધિયો, સંબંધો અને વતન સુધી પ્રસરી ગયેલા ભૌતિકવાદના ‘કાળા પંજા’ની ભીંસ અનુભવતો એન.આર.આઈ. કદમ, મોકળાશથી વ્યક્ત થવાનું સ્થાન શોધતી ‘વિનુનું ઘર’ની નિઃસંતાન માલતી – જેવાં વિવિધ સામાજિક સ્તર, વયનાં પાત્રોની વેદનાને સર્જક હૂંફથી ઓગાળવાનો પ્રયાસ કરે છે. વાર્તાકાર કાગડાઓના સંવેદનને પણ ‘કાગસભા’ જેવી વાર્તામાં વણી લે છે. નોટબંધી જેવો પ્રશ્ન કે દલિત અત્યાચાર જેવી વર્તમાન બાબતો સર્જકની નજર બહાર રહી નથી. આ વૈવિધ્યસભર પાત્રસૃષ્ટિમાં સ્ત્રી-પુરુષ, સવર્ણ-દલિત, બાળમજૂર, ગૃહિણી, એન.આર.આઈ. –એમ બધાં જોવા મળે છે. | ||
| Line 225: | Line 236: | ||
અહીં દુઃસ્વપ્ન રાજેશની આંખના દુઃખાવાનું મૂળ, વિસંવાદી દાંપત્યજીવન, રાજેશનું શરદમાં થતું રૂપાંતર – આ બધું સૂચવે છે. વાર્તામાં ખુરશી સત્તાનું પ્રતીક બને છે. સત્તા વડે ક્રમશઃ થતું સંવેદનહીનતાનું પ્રસરણ શરદ, મૈત્રી સુધી સીમિત ન રહેતાં રાજેશ સુધી પ્રસરે છે. શહેરમાં વસતા મધમવર્ગીય દંપતીના જીવનના બે દિવસને આલેખતી આ વાર્તા સત્તાના પ્રસરણને સમજવામાં સહાયક નીવડે છે. | અહીં દુઃસ્વપ્ન રાજેશની આંખના દુઃખાવાનું મૂળ, વિસંવાદી દાંપત્યજીવન, રાજેશનું શરદમાં થતું રૂપાંતર – આ બધું સૂચવે છે. વાર્તામાં ખુરશી સત્તાનું પ્રતીક બને છે. સત્તા વડે ક્રમશઃ થતું સંવેદનહીનતાનું પ્રસરણ શરદ, મૈત્રી સુધી સીમિત ન રહેતાં રાજેશ સુધી પ્રસરે છે. શહેરમાં વસતા મધમવર્ગીય દંપતીના જીવનના બે દિવસને આલેખતી આ વાર્તા સત્તાના પ્રસરણને સમજવામાં સહાયક નીવડે છે. | ||
‘વાડ’માં અતિપ્રસ્તારને લીધે સંવેદનશીલ અધ્યાપક સત્યેન્દ્રની લાગણીઓ સઘન રીતે અનુભવાતી નથી. ‘કાળા પંજા’, ‘ઉત્ખનન’, અને ‘૧૯૯ ઓન્લી’ પ્રમાણમાં નબળી રચનાઓ છે. નોટબંધી, જ્ઞાતિવાદ, ભ્રષ્ટાચાર જેવા સમકાલીન મુદ્દાઓની સાથે વ્યક્તિના આંતરજગતને ઉજાગર કરતી નિરૂપણ રીતિ સંગ્રહનું જમાપાસું છે પણ કથક સાથે બોલકો બની જતો સર્જકનો સૂર, અતિપ્રસ્તાર અને ચબરાકી ભર્યા અંત (‘રૂદાલી’ અને ‘૧૯૯ ઓન્લી’) સંગ્રહની મર્યાદા બની રહે છે. | ‘વાડ’માં અતિપ્રસ્તારને લીધે સંવેદનશીલ અધ્યાપક સત્યેન્દ્રની લાગણીઓ સઘન રીતે અનુભવાતી નથી. ‘કાળા પંજા’, ‘ઉત્ખનન’, અને ‘૧૯૯ ઓન્લી’ પ્રમાણમાં નબળી રચનાઓ છે. નોટબંધી, જ્ઞાતિવાદ, ભ્રષ્ટાચાર જેવા સમકાલીન મુદ્દાઓની સાથે વ્યક્તિના આંતરજગતને ઉજાગર કરતી નિરૂપણ રીતિ સંગ્રહનું જમાપાસું છે પણ કથક સાથે બોલકો બની જતો સર્જકનો સૂર, અતિપ્રસ્તાર અને ચબરાકી ભર્યા અંત (‘રૂદાલી’ અને ‘૧૯૯ ઓન્લી’) સંગ્રહની મર્યાદા બની રહે છે. | ||
૭. ‘ચોરસ આકાશ’ (ઈ. ૨૦૨૫) | {{Poem2Close}} | ||
'''૭. ‘ચોરસ આકાશ’ (ઈ. ૨૦૨૫)''' | |||
[[File:GTVI Image 192 Choras Akash.png|200px|left]] | [[File:GTVI Image 192 Choras Akash.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
આ સંગ્રહમાં કુલ ૧૩ વાર્તાઓ છે. આ સંગ્રહમાં પણ ૧૩ પૈકીની ૧૦ વાર્તાઓના કેન્દ્રમાં નારીના સંવેદનોનું નિરૂપણ થયું છે. આ સંગ્રહ મમ્મીને અર્પણ કર્યો છે. સાત પૈકીના ત્રણ સંગ્રહ સર્જકે પોતાની મમ્મીને અર્પણ કર્યા છે. ‘કાયાની વાર્તા અને વાર્તાની કાયા’ એવા શીર્ષકથી લખેલા નિવેદનમાં પન્ના ત્રિવેદી લખે છે, ‘વાર્તા મારાથી દૂર જઈ શકી નથી કે હું વાર્તાથી દૂર જઈ શકી નથી. જ્યાં નજર કરું છું ત્યાં વાર્તા શ્વસતી હોય છે.’ તેમની વિપુલ વાર્તારાશિ જોતાં – ખાસ તો એમાં રહેલી અનેકરંગી પાત્રસૃષ્ટિ જોતાં આ વાત સાચી છે તેમ કહી શકાય. વળી, અહીં ધ્યાનથી જોઈએ તો, સર્જકનો પ્રથમ સંગ્રહ પણ યાદ આવે. ત્યાં ‘આકાશની એક ચીસ’ સાંભળનાર આ સર્જક અહીં પણ માનવીની ભીતર રહેલી પોતાનું આકાશ શોધવાની મથામણને વાર્તારૂપે આલેખવા મથતાં જોવા મળે છે. સર્જકે પોતે પ્રથમ સંગ્રહમાં નિવેદનમાં પણ આકાશ પ્રત્યેના પોતાના આકર્ષણનો સ્વીકાર કર્યો છે. પ્રથમ અને સાતમા સંગ્રહના શીર્ષકમાં જોવા મળતો શબ્દ ‘આકાશ’ સર્જકની વાર્તા વિશેની સમજ તરફ પણ સંકેત કરે છે. વળી, તે સાતત્યને પણ સૂચવે છે. | આ સંગ્રહમાં કુલ ૧૩ વાર્તાઓ છે. આ સંગ્રહમાં પણ ૧૩ પૈકીની ૧૦ વાર્તાઓના કેન્દ્રમાં નારીના સંવેદનોનું નિરૂપણ થયું છે. આ સંગ્રહ મમ્મીને અર્પણ કર્યો છે. સાત પૈકીના ત્રણ સંગ્રહ સર્જકે પોતાની મમ્મીને અર્પણ કર્યા છે. ‘કાયાની વાર્તા અને વાર્તાની કાયા’ એવા શીર્ષકથી લખેલા નિવેદનમાં પન્ના ત્રિવેદી લખે છે, ‘વાર્તા મારાથી દૂર જઈ શકી નથી કે હું વાર્તાથી દૂર જઈ શકી નથી. જ્યાં નજર કરું છું ત્યાં વાર્તા શ્વસતી હોય છે.’ તેમની વિપુલ વાર્તારાશિ જોતાં – ખાસ તો એમાં રહેલી અનેકરંગી પાત્રસૃષ્ટિ જોતાં આ વાત સાચી છે તેમ કહી શકાય. વળી, અહીં ધ્યાનથી જોઈએ તો, સર્જકનો પ્રથમ સંગ્રહ પણ યાદ આવે. ત્યાં ‘આકાશની એક ચીસ’ સાંભળનાર આ સર્જક અહીં પણ માનવીની ભીતર રહેલી પોતાનું આકાશ શોધવાની મથામણને વાર્તારૂપે આલેખવા મથતાં જોવા મળે છે. સર્જકે પોતે પ્રથમ સંગ્રહમાં નિવેદનમાં પણ આકાશ પ્રત્યેના પોતાના આકર્ષણનો સ્વીકાર કર્યો છે. પ્રથમ અને સાતમા સંગ્રહના શીર્ષકમાં જોવા મળતો શબ્દ ‘આકાશ’ સર્જકની વાર્તા વિશેની સમજ તરફ પણ સંકેત કરે છે. વળી, તે સાતત્યને પણ સૂચવે છે. | ||
‘મરદ’ની સોનલ, ‘આંધળી ભીંત’ની પિલુ અને ‘પહેલી રોટલી’ની લીલી – આ ત્રણેય નાયિકાઓ એકમેકથી ભિન્ન છે. ત્રણેય સ્વભાવે બંડખોર છે. સોનલ સાસરિયાં અને ગામલોકો સામે, પિલુ માની ક્રૂરવૃત્તિ સામે અને લીલી સ્વજનો સામે બંડ પોકારે છે. અલબત્ત, તેમની રીતિ એકમેકથી નોખી છે, કારણ કે તેમનું વ્યક્તિત્વ અને સામાજિક, આર્થિક સ્થિતિ પણ જુદી છે. સોનલ શિક્ષિકા છે. પિલુ પ્રેમના નામથી પણ દૂર ભાગતી ઘરકામ કરીને જીવન ગુજારતા પરિવારની દીકરી છે. લીલી બહિર્મુખી યુવતી છે. ‘મરદ’ વાર્તામાં સુનિલ પાત્ર, કથક અને પ્રતિભાવક એમ ત્રેવડી ભૂમિકા ભજવે છે. સુનિલની નામરજી હોવા છતાં તેના બાપા ગોરધનભાઈ તેનાં લગ્ન દહેજના લોભમાં દિનેશભાઈની સોનલ સાથે કરાવે છે. એમ.એ., બી.એડ્. સુધી ભણેલી સોનલ શરીરે ભારે બાંધાની હોઈ તે સ્ત્રી નથી પણ ભાયડો છે એવી અફવા ગામલોકોમાં છે. આ કારણથી સુનિલ તેની સાથે લગ્ન કરવા માંગતો નથી. વાર્તાની સંરચના જોઈએ તો, વાર્તા સ્પષ્ટપણે બે ભાગ ધરાવે છે. વાર્તાના પ્રથમ ભાગમાં સુનિલના લગ્નની આગલી રાતથી માંડીને સુનિલની લગ્નની પ્રથમ રાત્રિ સુધીનું વર્ણન છે. કથક સુનિલની સ્મૃતિઓ રૂપે તેના બાપ ગોરધનનો સ્વભાવ, સોનલ વિશેની ગામલોકોની વાતો, બાપાએ મોટાભાઈના બળજબરીથી કરાવેલાં લગ્ન, સુનિલના લગ્ન રોકવાના નિષ્ફળ પ્રયાસો આદિ વડે ભૂતકાળ વણી લેવાયો છે. બીજી તરફ વર્તમાનમાં સુનિલની જાનના સુનિલની નજરે થતાં વર્ણનથી સર્જક તેના મનોભાવો-હતાશા, બાપ સામેની દાઝ, સોનલ પરની ખીજ દર્શાવે છે. સાથે જ મિત્રો વડે થતી મશ્કરીથી સુનિલની મનઃસ્થિતિ વધારે બગડતી જાય છે. તેમાંય ઓરડામાં પ્રવેશતા સુનિલને સોનલને લઈ જવા માટે હીજડાઓ આવ્યા હતા તે પ્રસંગ યાદ આવી જાય. તે સોનલની એક પણ વાત સાંભળ્યા વિના જ કહી દે, ‘તારે બાપને હાથે મારો બાપ વેચાણો હશે, હું નંઈ હમજી? મને હંધીય ખબર છે, તું મંઈથી હુ છો તે! ભાયડાનાં લૂગડાં પે’રીને ફરે છે, ભાયડા જેવી લાગ છ... લોક અમથું છક્કો કે’તું હશી? અમથી જ માશીયું ઈના અખાડે લઈ જવા આવી હશે તા’રે? મારી પાંહે આવતી નંઈ...કશેય નોકરી મળ્યે તો ઉપડી જાજે આઘી.’ (પૃ. ૨૯, ૩૦) સોનલની અમદાવાદમાં નોકરી લાગે ત્યાંથી બીજો ભાગ શરૂ થાય છે. ભાભીઓ સોનલનું અપમાન કરે, સુનિલ તેનો પક્ષ લે એ વખતે મોટોભાઈ સુનિલને લાફો મારી દે અને સોનલ વચ્ચે પડે ને ઘરેણાંનું બોક્સ અને રૂપિયા થમાવતી, સુનિલના સ્વજનોને ધમકાવતી, સુનિલને પોતાની સાથે અમદાવાદ આવી જવા કહે. બન્ને અમદાવાદ પહોંચે અને સુનિલને પોતાની ભૂલ સમજાય, સોનલ-સુનિલનાં લગ્નજીવનનો ખરો આરંભ થાય ત્યાં વાર્તા પૂરી થાય છે. પ્રથમ ભાગ બીજા ભાગની તુલનામાં દીર્ઘ છે પણ સમયની દૃષ્ટિએ પ્રથમ ભાગમાં જાન જવાથી માંડીને મધુરજનીની રાત્રિ સુધીનું જ વર્ણન છે એ અર્થમાં સમયનું સંકોચન છે. સર્જક સુનિલની સ્મૃતિઓ વડે ભૂતકાળને ગૂંથી લે છે એ રીતે સમયનું વિસ્તરણ છે. બીજા ભાગમાં ભૌતિક સમયનો પટ લાંબો છે જે વાર્તાની દૃષ્ટિએ યોગ્ય છે. સ્વાભાવિક છે કે, સુનિલનો સોનલ માટેનો પૂર્વગ્રહ ઓગળવા માટે સમય લાગે. એવો સવાલ પણ થાય કે તો સોનલની મરજીનું શું? શું પન્ના ત્રિવેદી જેવાં સ્ત્રીહૃદયનાં જાણતલ સર્જક આવી ગંભીર ભૂલ કરે? જવાબ છે ના. પન્ના ત્રિવેદી સોનલની લાગણીને એકાદ-બે નાનકડા ઉલ્લેખથી દર્શાવી દે છે. રજાઓમાં ઘરે આવતી સોનલની થાળીમાં રોટલો પડી રહેતો. બાપા ‘ગોલ્કીના! રોજ રોટલા તોડવાના, ઈય મફતમાં!’ એમ કહીને સુનિલનું સોનલની હાજરીમાં અપમાન કરે ત્યારે સોનલના ગળે રોટલો ન ઊતરે. આ પાછો સુનિલ જુએ. સોનલ અમદાવાદથી સુનિલ માટે લેટેસ્ટ ફેશનનાં ટી-શર્ટ અને સ્માર્ટ ફોન પણ લાવે. અમદાવાદ જતી સોનલ નેહ નીતરતી આંખે સુનિલને કહે પણ ખરી કે, ‘ઈ કરતાં હાલો ને મારી હાર્યે.’ પન્ના ત્રિવેદી સોનલની ભીતરના ભાવને આ ઉલ્લેખોથી દર્શાવી દે છે. આ વેળાએ સુનિલને પહેલીવાર સોનલને જતી જોઈને દુઃખ થાય. આ ઓછું હોય તેમ મિત્ર મનિયો પણ માફી માંગતો કહે કે, ‘પેલી દાઢી ને રેઝરવાળી વાત કરેલી ને મેં તને? ઈના બાપ હાટુ લઈ ગયેલી. બિસાકડીને ભઈ નંઈ તારે જ ને!...ઈની ભારે રુંવાટી જોઈને મને ઈમ કે...એવું બોલવા બદલ પસતાવો થાય છે.’ (પૃ. ૩૧) | ‘મરદ’ની સોનલ, ‘આંધળી ભીંત’ની પિલુ અને ‘પહેલી રોટલી’ની લીલી – આ ત્રણેય નાયિકાઓ એકમેકથી ભિન્ન છે. ત્રણેય સ્વભાવે બંડખોર છે. સોનલ સાસરિયાં અને ગામલોકો સામે, પિલુ માની ક્રૂરવૃત્તિ સામે અને લીલી સ્વજનો સામે બંડ પોકારે છે. અલબત્ત, તેમની રીતિ એકમેકથી નોખી છે, કારણ કે તેમનું વ્યક્તિત્વ અને સામાજિક, આર્થિક સ્થિતિ પણ જુદી છે. સોનલ શિક્ષિકા છે. પિલુ પ્રેમના નામથી પણ દૂર ભાગતી ઘરકામ કરીને જીવન ગુજારતા પરિવારની દીકરી છે. લીલી બહિર્મુખી યુવતી છે. ‘મરદ’ વાર્તામાં સુનિલ પાત્ર, કથક અને પ્રતિભાવક એમ ત્રેવડી ભૂમિકા ભજવે છે. સુનિલની નામરજી હોવા છતાં તેના બાપા ગોરધનભાઈ તેનાં લગ્ન દહેજના લોભમાં દિનેશભાઈની સોનલ સાથે કરાવે છે. એમ.એ., બી.એડ્. સુધી ભણેલી સોનલ શરીરે ભારે બાંધાની હોઈ તે સ્ત્રી નથી પણ ભાયડો છે એવી અફવા ગામલોકોમાં છે. આ કારણથી સુનિલ તેની સાથે લગ્ન કરવા માંગતો નથી. વાર્તાની સંરચના જોઈએ તો, વાર્તા સ્પષ્ટપણે બે ભાગ ધરાવે છે. વાર્તાના પ્રથમ ભાગમાં સુનિલના લગ્નની આગલી રાતથી માંડીને સુનિલની લગ્નની પ્રથમ રાત્રિ સુધીનું વર્ણન છે. કથક સુનિલની સ્મૃતિઓ રૂપે તેના બાપ ગોરધનનો સ્વભાવ, સોનલ વિશેની ગામલોકોની વાતો, બાપાએ મોટાભાઈના બળજબરીથી કરાવેલાં લગ્ન, સુનિલના લગ્ન રોકવાના નિષ્ફળ પ્રયાસો આદિ વડે ભૂતકાળ વણી લેવાયો છે. બીજી તરફ વર્તમાનમાં સુનિલની જાનના સુનિલની નજરે થતાં વર્ણનથી સર્જક તેના મનોભાવો-હતાશા, બાપ સામેની દાઝ, સોનલ પરની ખીજ દર્શાવે છે. સાથે જ મિત્રો વડે થતી મશ્કરીથી સુનિલની મનઃસ્થિતિ વધારે બગડતી જાય છે. તેમાંય ઓરડામાં પ્રવેશતા સુનિલને સોનલને લઈ જવા માટે હીજડાઓ આવ્યા હતા તે પ્રસંગ યાદ આવી જાય. તે સોનલની એક પણ વાત સાંભળ્યા વિના જ કહી દે, ‘તારે બાપને હાથે મારો બાપ વેચાણો હશે, હું નંઈ હમજી? મને હંધીય ખબર છે, તું મંઈથી હુ છો તે! ભાયડાનાં લૂગડાં પે’રીને ફરે છે, ભાયડા જેવી લાગ છ... લોક અમથું છક્કો કે’તું હશી? અમથી જ માશીયું ઈના અખાડે લઈ જવા આવી હશે તા’રે? મારી પાંહે આવતી નંઈ...કશેય નોકરી મળ્યે તો ઉપડી જાજે આઘી.’ (પૃ. ૨૯, ૩૦) સોનલની અમદાવાદમાં નોકરી લાગે ત્યાંથી બીજો ભાગ શરૂ થાય છે. ભાભીઓ સોનલનું અપમાન કરે, સુનિલ તેનો પક્ષ લે એ વખતે મોટોભાઈ સુનિલને લાફો મારી દે અને સોનલ વચ્ચે પડે ને ઘરેણાંનું બોક્સ અને રૂપિયા થમાવતી, સુનિલના સ્વજનોને ધમકાવતી, સુનિલને પોતાની સાથે અમદાવાદ આવી જવા કહે. બન્ને અમદાવાદ પહોંચે અને સુનિલને પોતાની ભૂલ સમજાય, સોનલ-સુનિલનાં લગ્નજીવનનો ખરો આરંભ થાય ત્યાં વાર્તા પૂરી થાય છે. પ્રથમ ભાગ બીજા ભાગની તુલનામાં દીર્ઘ છે પણ સમયની દૃષ્ટિએ પ્રથમ ભાગમાં જાન જવાથી માંડીને મધુરજનીની રાત્રિ સુધીનું જ વર્ણન છે એ અર્થમાં સમયનું સંકોચન છે. સર્જક સુનિલની સ્મૃતિઓ વડે ભૂતકાળને ગૂંથી લે છે એ રીતે સમયનું વિસ્તરણ છે. બીજા ભાગમાં ભૌતિક સમયનો પટ લાંબો છે જે વાર્તાની દૃષ્ટિએ યોગ્ય છે. સ્વાભાવિક છે કે, સુનિલનો સોનલ માટેનો પૂર્વગ્રહ ઓગળવા માટે સમય લાગે. એવો સવાલ પણ થાય કે તો સોનલની મરજીનું શું? શું પન્ના ત્રિવેદી જેવાં સ્ત્રીહૃદયનાં જાણતલ સર્જક આવી ગંભીર ભૂલ કરે? જવાબ છે ના. પન્ના ત્રિવેદી સોનલની લાગણીને એકાદ-બે નાનકડા ઉલ્લેખથી દર્શાવી દે છે. રજાઓમાં ઘરે આવતી સોનલની થાળીમાં રોટલો પડી રહેતો. બાપા ‘ગોલ્કીના! રોજ રોટલા તોડવાના, ઈય મફતમાં!’ એમ કહીને સુનિલનું સોનલની હાજરીમાં અપમાન કરે ત્યારે સોનલના ગળે રોટલો ન ઊતરે. આ પાછો સુનિલ જુએ. સોનલ અમદાવાદથી સુનિલ માટે લેટેસ્ટ ફેશનનાં ટી-શર્ટ અને સ્માર્ટ ફોન પણ લાવે. અમદાવાદ જતી સોનલ નેહ નીતરતી આંખે સુનિલને કહે પણ ખરી કે, ‘ઈ કરતાં હાલો ને મારી હાર્યે.’ પન્ના ત્રિવેદી સોનલની ભીતરના ભાવને આ ઉલ્લેખોથી દર્શાવી દે છે. આ વેળાએ સુનિલને પહેલીવાર સોનલને જતી જોઈને દુઃખ થાય. આ ઓછું હોય તેમ મિત્ર મનિયો પણ માફી માંગતો કહે કે, ‘પેલી દાઢી ને રેઝરવાળી વાત કરેલી ને મેં તને? ઈના બાપ હાટુ લઈ ગયેલી. બિસાકડીને ભઈ નંઈ તારે જ ને!...ઈની ભારે રુંવાટી જોઈને મને ઈમ કે...એવું બોલવા બદલ પસતાવો થાય છે.’ (પૃ. ૩૧) | ||
| Line 244: | Line 257: | ||
પન્ના ત્રિવેદીના છ એ છ સંગ્રહોનાં નિવેદન (‘સાતમો દિવસ’ સંગ્રહમાં નિવેદન નથી માટે છ) વાંચતાં બે-ત્રણ બાબતો નજરે પડે છે. એક તો, તેમની વિકસતી જતી વાર્તાસ્વરૂપ વિશેની સમજનો સુરેખ આલેખ. બાહ્ય સંદર્ભો વડે માનવના આંતરજગતના સંવેદનોને આકાર આપવાની ઝંખના. આ સર્જક બાહ્ય જગતને સ્વીકારીને જ વાર્તાની માંડણી કરે છે. ત્રીજું તે, વાર્તાકારની પાછળ રહેલી કવયિત્રી. સંગ્રહના શીર્ષકથી માંડીને નિવેદનની ભાષા વાંચતી વેળાએ કવયિત્રી પન્ના ત્રિવેદી વાર્તાકાર પન્ના ત્રિવેદીની પડખે ખભેખભો મિલાવીને ઊભેલાં જોઈ શકાય. અલબત્ત, પ્રથમ સંગ્રહની વાર્તાઓને બાદ કરીએ તો વાર્તાઓમાં મહદ્અંશે કવયિત્રી તરીકેનું તેમનું પાસું ઓછું અને અનિવાર્ય હોય ત્યાં જ જોવા મળે છે. જે તેમની વાર્તાસ્વરૂપ વિશેની સભાનતાને દર્શાવે છે. પ્રથમ સંગ્રહથી ક્રમશઃ આગળ જતાં તેમની વાર્તાઓમાં સમકાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક પ્રસંગોની ગૂંથણી ધ્યાન ખેંચે છે. કહો કે, આ સર્જકનું સંવેદનવિશ્વ બાહ્ય બનાવોને સતત જોતું, ઝીલતું રહ્યું છે. ટી.વી., ફિલ્મોનાં ગીતો, સાહિત્યકૃતિઓ અને સર્જકોના સંદર્ભો, કૌન બનેગા કરોડપતિ જેવા શૉ, સ્માર્ટ ફોન પર આવતાં કંપનીના કૉલ્સ, જાહેરાતો આદિ બાબતોથી તેમની વાર્તાઓનો પરિવેશ બંધાય છે, જે આજનું સત્ય છે. ક્યાંક વિષયવસ્તુમાં પ્રવેશી જતી અતાર્કિકતા, વાર્તાની એકાત્મક અસરને હાનિકારક બિનજરૂરી લંબાણ, વાસ્તવજગતની વાત કરતી વેળાએ ક્યાંક થતી ચોકસાઈની ચૂક કે કથકને દબાવી દેતો સર્જકનો બોલકો અવાજ જેવી મર્યાદાઓ તેમની વાર્તાઓની મર્યાદા બની રહે છે. સ્ત્રીના મનની સંકુલતાઓ, સ્ત્રીની એકાંતની ઝંખના, ગૃહિણીથી માંડીને નોકરિયાત સ્ત્રી સુધીની અને નિઃસંતાન સ્ત્રીથી માંડીને સફળતાનાં શિખરો સર કરનારી અપરિણીત સ્ત્રીની એકલતાની એક આખી સૃષ્ટિ આ સર્જકે સર્જી છે. મધ્યમવર્ગની નોકરિયાત યુવતીઓનાં લગ્ન અને જીવનસાથી વિશેના બદલાયેલા ખ્યાલો પણ તેઓ ઉજાગર કરે છે. તેમની વાર્તાઓની ભાષા પ્રમાણમાં સરળ અને બોલચાલની ભાષાની નજીકની છે. તેઓ જે રીતે વાર્તામાં વાણીના કાકુ, લય, લહેકાને વણી લે છે ત્યાં ખ્યાલ આવે કે તેમનો કાન બોલાતી ભાષાના સૂક્ષ્મસંકેતોને, સૌંદર્યને સુપેરે પારખે છે. તેમાંય સ્ત્રી પાત્રોની નાટ્યાત્મક વૈવિધ્યસભર એકોક્તિઓ અને અસ્ખલિત ભાવપ્રવાહને વ્યક્ત કરતી ધસમસતી વેગીલી સ્વગતોક્તિઓ અલગ રીતે અભ્યાસનો વિષય બને તેવી છે. તેઓ પોતાની કેફિયતમાં એક પ્રસંગ નોંધે છે. ‘એક સંપાદકે પરત કરેલી વાર્તા સાથે લખ્યું હતું કે વાર્તાગૂંથણી ખૂબ જ કલાત્મક રીતે થઈ છે પણ તેનો અંત મેલોડ્રામેટિક જણાય છે તેથી સાભાર પરત.’ સર્જક તરીકે પન્ના ત્રિવેદીની પ્રથમ વાંચને જ નજરે ચઢે તેવી ખૂબી હોય તો તે છે મેલોડ્રામાનો એક પ્રયુક્તિ તરીકેનો વિનિયોગ. સામાન્ય રીતે ગુજરાતી નવલિકાના વિવેચનમાં મેલોડ્રામાને કંઈક નકારાત્મક દૃષ્ટિથી જોવા-મૂલવવામાં આવે છે. વાર્તાકારની ટીકા કરવા માટે પણ આ સંજ્ઞા પ્રયોજાય છે. આ સંજ્ઞાના મૂળમાં બે સંજ્ઞાઓ રહેલી છે : ગ્રીક સંજ્ઞા ‘Melos’ અને ફ્રેંચ સંજ્ઞા ‘Drame’. ઑક્સફર્ડ ડિક્શનરીમાં મેલોડ્રામાની સમજૂતી આપતાં લખ્યું છે, ‘A story, play or film in which a lot of exciting thing happen and in which people’s emotions are stronger then real life.’ | પન્ના ત્રિવેદીના છ એ છ સંગ્રહોનાં નિવેદન (‘સાતમો દિવસ’ સંગ્રહમાં નિવેદન નથી માટે છ) વાંચતાં બે-ત્રણ બાબતો નજરે પડે છે. એક તો, તેમની વિકસતી જતી વાર્તાસ્વરૂપ વિશેની સમજનો સુરેખ આલેખ. બાહ્ય સંદર્ભો વડે માનવના આંતરજગતના સંવેદનોને આકાર આપવાની ઝંખના. આ સર્જક બાહ્ય જગતને સ્વીકારીને જ વાર્તાની માંડણી કરે છે. ત્રીજું તે, વાર્તાકારની પાછળ રહેલી કવયિત્રી. સંગ્રહના શીર્ષકથી માંડીને નિવેદનની ભાષા વાંચતી વેળાએ કવયિત્રી પન્ના ત્રિવેદી વાર્તાકાર પન્ના ત્રિવેદીની પડખે ખભેખભો મિલાવીને ઊભેલાં જોઈ શકાય. અલબત્ત, પ્રથમ સંગ્રહની વાર્તાઓને બાદ કરીએ તો વાર્તાઓમાં મહદ્અંશે કવયિત્રી તરીકેનું તેમનું પાસું ઓછું અને અનિવાર્ય હોય ત્યાં જ જોવા મળે છે. જે તેમની વાર્તાસ્વરૂપ વિશેની સભાનતાને દર્શાવે છે. પ્રથમ સંગ્રહથી ક્રમશઃ આગળ જતાં તેમની વાર્તાઓમાં સમકાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક પ્રસંગોની ગૂંથણી ધ્યાન ખેંચે છે. કહો કે, આ સર્જકનું સંવેદનવિશ્વ બાહ્ય બનાવોને સતત જોતું, ઝીલતું રહ્યું છે. ટી.વી., ફિલ્મોનાં ગીતો, સાહિત્યકૃતિઓ અને સર્જકોના સંદર્ભો, કૌન બનેગા કરોડપતિ જેવા શૉ, સ્માર્ટ ફોન પર આવતાં કંપનીના કૉલ્સ, જાહેરાતો આદિ બાબતોથી તેમની વાર્તાઓનો પરિવેશ બંધાય છે, જે આજનું સત્ય છે. ક્યાંક વિષયવસ્તુમાં પ્રવેશી જતી અતાર્કિકતા, વાર્તાની એકાત્મક અસરને હાનિકારક બિનજરૂરી લંબાણ, વાસ્તવજગતની વાત કરતી વેળાએ ક્યાંક થતી ચોકસાઈની ચૂક કે કથકને દબાવી દેતો સર્જકનો બોલકો અવાજ જેવી મર્યાદાઓ તેમની વાર્તાઓની મર્યાદા બની રહે છે. સ્ત્રીના મનની સંકુલતાઓ, સ્ત્રીની એકાંતની ઝંખના, ગૃહિણીથી માંડીને નોકરિયાત સ્ત્રી સુધીની અને નિઃસંતાન સ્ત્રીથી માંડીને સફળતાનાં શિખરો સર કરનારી અપરિણીત સ્ત્રીની એકલતાની એક આખી સૃષ્ટિ આ સર્જકે સર્જી છે. મધ્યમવર્ગની નોકરિયાત યુવતીઓનાં લગ્ન અને જીવનસાથી વિશેના બદલાયેલા ખ્યાલો પણ તેઓ ઉજાગર કરે છે. તેમની વાર્તાઓની ભાષા પ્રમાણમાં સરળ અને બોલચાલની ભાષાની નજીકની છે. તેઓ જે રીતે વાર્તામાં વાણીના કાકુ, લય, લહેકાને વણી લે છે ત્યાં ખ્યાલ આવે કે તેમનો કાન બોલાતી ભાષાના સૂક્ષ્મસંકેતોને, સૌંદર્યને સુપેરે પારખે છે. તેમાંય સ્ત્રી પાત્રોની નાટ્યાત્મક વૈવિધ્યસભર એકોક્તિઓ અને અસ્ખલિત ભાવપ્રવાહને વ્યક્ત કરતી ધસમસતી વેગીલી સ્વગતોક્તિઓ અલગ રીતે અભ્યાસનો વિષય બને તેવી છે. તેઓ પોતાની કેફિયતમાં એક પ્રસંગ નોંધે છે. ‘એક સંપાદકે પરત કરેલી વાર્તા સાથે લખ્યું હતું કે વાર્તાગૂંથણી ખૂબ જ કલાત્મક રીતે થઈ છે પણ તેનો અંત મેલોડ્રામેટિક જણાય છે તેથી સાભાર પરત.’ સર્જક તરીકે પન્ના ત્રિવેદીની પ્રથમ વાંચને જ નજરે ચઢે તેવી ખૂબી હોય તો તે છે મેલોડ્રામાનો એક પ્રયુક્તિ તરીકેનો વિનિયોગ. સામાન્ય રીતે ગુજરાતી નવલિકાના વિવેચનમાં મેલોડ્રામાને કંઈક નકારાત્મક દૃષ્ટિથી જોવા-મૂલવવામાં આવે છે. વાર્તાકારની ટીકા કરવા માટે પણ આ સંજ્ઞા પ્રયોજાય છે. આ સંજ્ઞાના મૂળમાં બે સંજ્ઞાઓ રહેલી છે : ગ્રીક સંજ્ઞા ‘Melos’ અને ફ્રેંચ સંજ્ઞા ‘Drame’. ઑક્સફર્ડ ડિક્શનરીમાં મેલોડ્રામાની સમજૂતી આપતાં લખ્યું છે, ‘A story, play or film in which a lot of exciting thing happen and in which people’s emotions are stronger then real life.’ | ||
પન્ના ત્રિવેદી પોતાની ઘણીખરી વાર્તાઓમાં પાત્રાલેખનથી માંડીને પ્રસંગોની ગૂંથણીમાં, સંવાદો અને વર્ણનોમાં મેલોડ્રામાનો સફળતાપૂર્વક વિનિયોગ કરતાં જોવા મળે છે. મેલોડ્રામા એ વાર્તાકાર તરીકેની પન્ના ત્રિવેદીની મર્યાદા નથી. તેમની ઘણીખરી વાર્તાઓ તો મેલોડ્રામાના કલાત્મક વિનિયોગના લીધે જ યાદગાર અને આસ્વાદ્ય બની છે. વિપુલ વાર્તારાશિ, વૈવિધ્યસભર પાત્રસૃષ્ટિ, સમાજના લગભગ દરેક સ્તર અને વર્ગનાં પાત્રોને વાર્તામાં વણી લેવાની રીત, નોટબંધીથી માંડીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા સાંપ્રત વિષયોને વાર્તારૂપે આલેખવાના પ્રયાસો, મેલોડ્રામેટિક નિરૂપણરીતિનો સફળતાપૂર્વક થયેલો વિનિયોગ તથા સહોપસ્થિતિ, પત્ર, ડાયરી, જેવી પ્રયુક્તિઓ, સ્ત્રી-પુરુષના સંબંધમાં સંવાદ વડે જ સર્જાતી સંવાદિતા અને વિસંવાદનું આલેખન અને તે દ્વારા આ સંબંધમાં સંવાદનું મહત્ત્વ સમજાવવાનો યત્ન – આ બધી બાબતોના લીધે પન્ના ત્રિવેદી અનુઆધુનિક યુગનાં અગત્યનાં વાર્તાકાર બની રહે છે. | પન્ના ત્રિવેદી પોતાની ઘણીખરી વાર્તાઓમાં પાત્રાલેખનથી માંડીને પ્રસંગોની ગૂંથણીમાં, સંવાદો અને વર્ણનોમાં મેલોડ્રામાનો સફળતાપૂર્વક વિનિયોગ કરતાં જોવા મળે છે. મેલોડ્રામા એ વાર્તાકાર તરીકેની પન્ના ત્રિવેદીની મર્યાદા નથી. તેમની ઘણીખરી વાર્તાઓ તો મેલોડ્રામાના કલાત્મક વિનિયોગના લીધે જ યાદગાર અને આસ્વાદ્ય બની છે. વિપુલ વાર્તારાશિ, વૈવિધ્યસભર પાત્રસૃષ્ટિ, સમાજના લગભગ દરેક સ્તર અને વર્ગનાં પાત્રોને વાર્તામાં વણી લેવાની રીત, નોટબંધીથી માંડીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા સાંપ્રત વિષયોને વાર્તારૂપે આલેખવાના પ્રયાસો, મેલોડ્રામેટિક નિરૂપણરીતિનો સફળતાપૂર્વક થયેલો વિનિયોગ તથા સહોપસ્થિતિ, પત્ર, ડાયરી, જેવી પ્રયુક્તિઓ, સ્ત્રી-પુરુષના સંબંધમાં સંવાદ વડે જ સર્જાતી સંવાદિતા અને વિસંવાદનું આલેખન અને તે દ્વારા આ સંબંધમાં સંવાદનું મહત્ત્વ સમજાવવાનો યત્ન – આ બધી બાબતોના લીધે પન્ના ત્રિવેદી અનુઆધુનિક યુગનાં અગત્યનાં વાર્તાકાર બની રહે છે. | ||
{{Poem2Close}} | |||
{{rh|||<poem>ડૉ. હીરેન્દ્ર પંડ્યા | {{rh|||<poem>ડૉ. હીરેન્દ્ર પંડ્યા | ||
નવલકથાકાર, વિવેચક, | નવલકથાકાર, વિવેચક, | ||