32,198
edits
No edit summary |
(+1) |
||
| Line 31: | Line 31: | ||
‘એમની આસપાસના સંસારને ઝીણવટથી જોવાની ને ઓળખવાની એમને સારી ફાવટ છે. વળી એવા અનુભવોને અવલંબીને માનવમનનાં સંચલનો સુધી પહોંચવાની સહજ આવડત પણ એમનામાં છે.’ | ‘એમની આસપાસના સંસારને ઝીણવટથી જોવાની ને ઓળખવાની એમને સારી ફાવટ છે. વળી એવા અનુભવોને અવલંબીને માનવમનનાં સંચલનો સુધી પહોંચવાની સહજ આવડત પણ એમનામાં છે.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
૨. ‘રંગ વિનાનો રંગ’ (ઈ. ૨૦૦૯) | '''૨. ‘રંગ વિનાનો રંગ’ (ઈ. ૨૦૦૯)''' | ||
[[File:GTVI Image 187 Rang Vinano Rang.png|200px|left]] | [[File:GTVI Image 187 Rang Vinano Rang.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 48: | Line 48: | ||
પ્રથમ સંગ્રહની વાર્તાઓ સાથે બીજા સંગ્રહની વાર્તાઓની તુલના કરીએ તો, બે-ત્રણ બાબતો ધ્યાન ખેંચે છે. એક, પાત્રોના આંતરિક સંવેદનોને આલેખવા માટે સર્જક પ્રયત્નશીલ બન્યા છે. નારીચિત્તનાં સંકુલ સંવેદનોને આલેખવામાં તેમનો વિશેષ રસ અને ફાવટ છે. વિવિધ મનોગ્રંથિઓથી પીડિત પાત્રોના આલેખન તરફનો સર્જકનો ઝુકાવ પ્રથમ સંગ્રહની જેમ અહીં પણ જોવા મળે છે. બાહ્ય ઘટનાઓ અને તેની આંતરિક સંવેદનો પર થતી અસરો આલેખવા માટે સંન્નિધિકરણની પ્રયુક્તિ, ભાવકને પ્રબળ લાગણીઓમાં ખેંચી જાય તેવી અસરકારક નાટ્યાત્મક સ્વગતોક્તિઓનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. વિશેષપણે તો પાત્રોની વાગ્મિતાસભર સ્વગતોક્તિઓની ભાષા પન્ના ત્રિવેદી કવયિત્રી પણ છે તેની પ્રતીતિ કરાવે તેવી છે. પ્રથમ સંગ્રહની સરખામણીએ આ સંગ્રહમાં સર્જકની આંખ સવિશેષ બાહ્ય ઘટનાઓ અને પ્રસંગો તરફ વળી છે. પરિણામે વાર્તાઓનું વિશ્વ પણ બદલાયું છે. | પ્રથમ સંગ્રહની વાર્તાઓ સાથે બીજા સંગ્રહની વાર્તાઓની તુલના કરીએ તો, બે-ત્રણ બાબતો ધ્યાન ખેંચે છે. એક, પાત્રોના આંતરિક સંવેદનોને આલેખવા માટે સર્જક પ્રયત્નશીલ બન્યા છે. નારીચિત્તનાં સંકુલ સંવેદનોને આલેખવામાં તેમનો વિશેષ રસ અને ફાવટ છે. વિવિધ મનોગ્રંથિઓથી પીડિત પાત્રોના આલેખન તરફનો સર્જકનો ઝુકાવ પ્રથમ સંગ્રહની જેમ અહીં પણ જોવા મળે છે. બાહ્ય ઘટનાઓ અને તેની આંતરિક સંવેદનો પર થતી અસરો આલેખવા માટે સંન્નિધિકરણની પ્રયુક્તિ, ભાવકને પ્રબળ લાગણીઓમાં ખેંચી જાય તેવી અસરકારક નાટ્યાત્મક સ્વગતોક્તિઓનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. વિશેષપણે તો પાત્રોની વાગ્મિતાસભર સ્વગતોક્તિઓની ભાષા પન્ના ત્રિવેદી કવયિત્રી પણ છે તેની પ્રતીતિ કરાવે તેવી છે. પ્રથમ સંગ્રહની સરખામણીએ આ સંગ્રહમાં સર્જકની આંખ સવિશેષ બાહ્ય ઘટનાઓ અને પ્રસંગો તરફ વળી છે. પરિણામે વાર્તાઓનું વિશ્વ પણ બદલાયું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
૩. ‘સફેદ અંધારું’ (ઈ. ૨૦૧૪) | '''૩. ‘સફેદ અંધારું’ (ઈ. ૨૦૧૪)''' | ||
[[File:GTVI Image 188 Safed Andharum.png|200px|left]] | [[File:GTVI Image 188 Safed Andharum.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ધૂમકેતુ પારિતોષિકથી સન્માનિત ‘સફેદ અંધારું’ વાર્તાસંગ્રહમાં કુલ વીસ વાર્તાઓ છે. ‘મારી ભાષાના સર્વ વાર્તાકારોને અર્પણ આ કથાસૃષ્ટિ’ એમ કહીને ગુજરાતીના વાર્તાકારોને સંગ્રહ અર્પણ કરવામાં આવ્યો છે. આગળના બંને સંગ્રહ કરતાં આ સંગ્રહનું નિવેદન જુદું પડે છે. અહીં વાર્તા-અભ્યાસી અને વાર્તાકાર બંને ભૂમિકાએથી પન્ના ત્રિવેદીએ પોતાની વાર્તાસર્જન પ્રક્રિયા અને વાર્તાસ્વરૂપ વિશે વાત કરી છે તે સૂચક છે. | ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ધૂમકેતુ પારિતોષિકથી સન્માનિત ‘સફેદ અંધારું’ વાર્તાસંગ્રહમાં કુલ વીસ વાર્તાઓ છે. ‘મારી ભાષાના સર્વ વાર્તાકારોને અર્પણ આ કથાસૃષ્ટિ’ એમ કહીને ગુજરાતીના વાર્તાકારોને સંગ્રહ અર્પણ કરવામાં આવ્યો છે. આગળના બંને સંગ્રહ કરતાં આ સંગ્રહનું નિવેદન જુદું પડે છે. અહીં વાર્તા-અભ્યાસી અને વાર્તાકાર બંને ભૂમિકાએથી પન્ના ત્રિવેદીએ પોતાની વાર્તાસર્જન પ્રક્રિયા અને વાર્તાસ્વરૂપ વિશે વાત કરી છે તે સૂચક છે. | ||
‘ગુજરાતી વાર્તાકારોની કેટલીક પ્રતિનિધિ કલમો વિષયવૈવિધ્યની તેમજ ક્યારેક માવજતની રીતે પણ એકવિધતાનો અનુભવ કરાવવા લાગી ત્યારે રહી રહીને એક વાત મનમાં ઘૂંટાયા કરી : સૃષ્ટિમાં હજીય વણસ્પર્શ્યા વિષય પણ છે, તો સર્જનસૃષ્ટિમાં કેમ નહીં? આ પ્રકારના પડકાર પર, કસોટીની એરણ પર સહુ પ્રથમ મારી પોતાની જાતને ચકાસવાનું ગમ્યું.’ | ‘ગુજરાતી વાર્તાકારોની કેટલીક પ્રતિનિધિ કલમો વિષયવૈવિધ્યની તેમજ ક્યારેક માવજતની રીતે પણ એકવિધતાનો અનુભવ કરાવવા લાગી ત્યારે રહી રહીને એક વાત મનમાં ઘૂંટાયા કરી : સૃષ્ટિમાં હજીય વણસ્પર્શ્યા વિષય પણ છે, તો સર્જનસૃષ્ટિમાં કેમ નહીં? આ પ્રકારના પડકાર પર, કસોટીની એરણ પર સહુ પ્રથમ મારી પોતાની જાતને ચકાસવાનું ગમ્યું.’ | ||
અહીં વાર્તાના અભ્યાસી તરીકેની પન્ના ત્રિવેદીની સમકાલીન સર્જકો સામેની ફરિયાદ જોવા મળે છે અને સાથે જ એક વાર્તાકાર તરીકેનો જાત સામેનો પડકાર પણ જોવા મળે છે. એથીયે આગળ વધીને તેઓ લખે છે કે, ‘પરકાયાપ્રવેશ’ શબ્દ સર્જક સાથે જોડાયેલો છે. જીવનના દરેક અનુભવોમાંથી પસાર થવાથી જ સાહિત્ય પ્રતીતિકર બને એવું નથી જ. સાહિત્યકાર પાસે સર્જનપરક સજ્જતા છે એને કારણે જે બિનઅંગત સંપદા છે, જે પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય નથી એને પણ અંગત કે આત્મલક્ષી બનાવી શકે છે... લેખનાર્થે પ્રેરવા માટે કોઈ મોટા બનાવો કે વિક્ષોભજનક ઘટનાઓ જ માત્ર જવાબદાર નથી, કોઈને નજરે ન ચડે એવી નાનકડી ક્ષણ પણ મને પારાવાર અજંપ બનાવે છે. મારી કલ્પના અને પ્રચલિત સામાજિક સંદર્ભોને સહારે એક સૃષ્ટિ રચાતી આવે. મારી વાર્તાઓ એ આવી પ્રત્યક્ષ અથવા પરોક્ષ અનુભૂતિના અમૂર્ત વિવર્તોનું રૂપ માત્ર છે.’ | અહીં વાર્તાના અભ્યાસી તરીકેની પન્ના ત્રિવેદીની સમકાલીન સર્જકો સામેની ફરિયાદ જોવા મળે છે અને સાથે જ એક વાર્તાકાર તરીકેનો જાત સામેનો પડકાર પણ જોવા મળે છે. એથીયે આગળ વધીને તેઓ લખે છે કે, ‘પરકાયાપ્રવેશ’ શબ્દ સર્જક સાથે જોડાયેલો છે. જીવનના દરેક અનુભવોમાંથી પસાર થવાથી જ સાહિત્ય પ્રતીતિકર બને એવું નથી જ. સાહિત્યકાર પાસે સર્જનપરક સજ્જતા છે એને કારણે જે બિનઅંગત સંપદા છે, જે પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય નથી એને પણ અંગત કે આત્મલક્ષી બનાવી શકે છે... લેખનાર્થે પ્રેરવા માટે કોઈ મોટા બનાવો કે વિક્ષોભજનક ઘટનાઓ જ માત્ર જવાબદાર નથી, કોઈને નજરે ન ચડે એવી નાનકડી ક્ષણ પણ મને પારાવાર અજંપ બનાવે છે. મારી કલ્પના અને પ્રચલિત સામાજિક સંદર્ભોને સહારે એક સૃષ્ટિ રચાતી આવે. મારી વાર્તાઓ એ આવી પ્રત્યક્ષ અથવા પરોક્ષ અનુભૂતિના અમૂર્ત વિવર્તોનું રૂપ માત્ર છે.’ | ||
| Line 96: | Line 95: | ||
પ્રથમ સંગ્રહથી માંડીને ત્રીજા સંગ્રહ સુધીમાં પન્ના ત્રિવેદીની એક વાર્તાકાર તરીકેની કેટલીક બાબતો ધ્યાન ખેંચે છે. જેમ કે, આરંભથી જ તેઓ કોઈક ને કોઈક ગ્રંથિથી પીડિત, સ્વ અને વિશ્વ વચ્ચે સમતુલા જાળવવા મથતા પાત્રોને કંડારતા જોવા મળે છે. પ્રથમ સંગ્રહની વાર્તા ‘મેઘધનુષ્ય’ની સુનયના, આ સંગ્રહનો આકીન, ‘એવી ને એવી’ની નાયિકા, ‘મારા ઘરની બારીએથી’ની નિધિ આ વાતના દૃષ્ટાંત તરીકે જોઈ શકાય. નારીના સંવેદનોના જુદાંજુદાં કોણનું નિરૂપણ પણ સતત આ સર્જકના રસનો વિષય રહ્યું છે. કામવાળી બેલ્લી, એસિડ એટેકનો ભોગ બનેલી ધાની, તેર વર્ષીય અમોલી, સરકારી ષડ્યંત્રનો ભોગ બનીને આતંકવાદી ગણાયેલી ઉલ્ફત, ન્યૂઝરીડર માધવી, અભિનેત્રી નીલિમા, ગૃહિણી પમ્મી એમ અનેકરંગી નારી પાત્રો અહીં પણ જોવા મળે છે. આગળ નોંધ્યું તેમ આ સંગ્રહથી પન્ના ત્રિવેદી વાર્તાસ્વરૂપ વિશે મક્કમ રીતે પોતાના સ્વકીય મત મુજબ વાર્તાલેખનને આગળ ધપાવવાનો પડકાર ઉપાડતાં જોવા મળે છે. તેના પરિણામે પુરોગામી વાર્તાસંગ્રહોની સરખામણીએ આ સંગ્રહમાં સમકાલીન બનાવો વિશેષપણે વાર્તાના વસ્તુ તરીકે જોવા મળે છે. | પ્રથમ સંગ્રહથી માંડીને ત્રીજા સંગ્રહ સુધીમાં પન્ના ત્રિવેદીની એક વાર્તાકાર તરીકેની કેટલીક બાબતો ધ્યાન ખેંચે છે. જેમ કે, આરંભથી જ તેઓ કોઈક ને કોઈક ગ્રંથિથી પીડિત, સ્વ અને વિશ્વ વચ્ચે સમતુલા જાળવવા મથતા પાત્રોને કંડારતા જોવા મળે છે. પ્રથમ સંગ્રહની વાર્તા ‘મેઘધનુષ્ય’ની સુનયના, આ સંગ્રહનો આકીન, ‘એવી ને એવી’ની નાયિકા, ‘મારા ઘરની બારીએથી’ની નિધિ આ વાતના દૃષ્ટાંત તરીકે જોઈ શકાય. નારીના સંવેદનોના જુદાંજુદાં કોણનું નિરૂપણ પણ સતત આ સર્જકના રસનો વિષય રહ્યું છે. કામવાળી બેલ્લી, એસિડ એટેકનો ભોગ બનેલી ધાની, તેર વર્ષીય અમોલી, સરકારી ષડ્યંત્રનો ભોગ બનીને આતંકવાદી ગણાયેલી ઉલ્ફત, ન્યૂઝરીડર માધવી, અભિનેત્રી નીલિમા, ગૃહિણી પમ્મી એમ અનેકરંગી નારી પાત્રો અહીં પણ જોવા મળે છે. આગળ નોંધ્યું તેમ આ સંગ્રહથી પન્ના ત્રિવેદી વાર્તાસ્વરૂપ વિશે મક્કમ રીતે પોતાના સ્વકીય મત મુજબ વાર્તાલેખનને આગળ ધપાવવાનો પડકાર ઉપાડતાં જોવા મળે છે. તેના પરિણામે પુરોગામી વાર્તાસંગ્રહોની સરખામણીએ આ સંગ્રહમાં સમકાલીન બનાવો વિશેષપણે વાર્તાના વસ્તુ તરીકે જોવા મળે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
૪. ‘સાતમો દિવસ’ (ઈ. ૨૦૧૬) | '''૪. ‘સાતમો દિવસ’ (ઈ. ૨૦૧૬)''' | ||
[[File:GTVI Image 189 Satamo Divas.png|200px|left]] | [[File:GTVI Image 189 Satamo Divas.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પ્રિય અનકીને’ અર્પણ થયેલા આ ચોથા વાર્તાસંગ્રહમાં કુલ અઢાર વાર્તાઓ છે. નિવેદનમાં ‘આ વાર્તાઓ...’ એમ બે જ શબ્દો જોવા મળે છે એ પણ સૂચક છે. પન્ના ત્રિવેદી જાણે કે ભાવકને કહી રહ્યાં છે કે આ સંગ્રહની વાર્તાઓ એ જ તેમનું નિવેદન છે. | ‘પ્રિય અનકીને’ અર્પણ થયેલા આ ચોથા વાર્તાસંગ્રહમાં કુલ અઢાર વાર્તાઓ છે. નિવેદનમાં ‘આ વાર્તાઓ...’ એમ બે જ શબ્દો જોવા મળે છે એ પણ સૂચક છે. પન્ના ત્રિવેદી જાણે કે ભાવકને કહી રહ્યાં છે કે આ સંગ્રહની વાર્તાઓ એ જ તેમનું નિવેદન છે. | ||
શાળા, કૉલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં જોવા મળતી જ્ઞાતિવાદી માનસિકતાને પન્ના ત્રિવેદી ‘ચપટી’માં આલેખે છે. પન્ના ત્રિવેદીની ‘ચપટી’ વાર્તામાં નાયિકા ઉચ્ચ વર્ણની છે. ઉપરી અધિકારી દલિત જ્ઞાતિનો છે. આ અર્થમાં ‘ચપટી’ વાર્તા સિક્કાની બીજી બાજુ બતાવતી રચના છે. આ વાર્તામાં સરકારી નીતિ – કૉન્ટ્રાક્ટ પ્રથા અને પ્રોબેશનને (વેઠપ્રથા વધુ સારો શબ્દ છે) લીધે નવાસવા શિક્ષકોના થતાં શોષણને પણ વાર્તાકાર દર્શાવે છે. આથી, આ વાર્તા બેવડા શોષણને – સરકારી અને જ્ઞાતિવાદી માનસિકતાને રજૂ કરે છે તેમ કહી શકાય. | શાળા, કૉલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં જોવા મળતી જ્ઞાતિવાદી માનસિકતાને પન્ના ત્રિવેદી ‘ચપટી’માં આલેખે છે. પન્ના ત્રિવેદીની ‘ચપટી’ વાર્તામાં નાયિકા ઉચ્ચ વર્ણની છે. ઉપરી અધિકારી દલિત જ્ઞાતિનો છે. આ અર્થમાં ‘ચપટી’ વાર્તા સિક્કાની બીજી બાજુ બતાવતી રચના છે. આ વાર્તામાં સરકારી નીતિ – કૉન્ટ્રાક્ટ પ્રથા અને પ્રોબેશનને (વેઠપ્રથા વધુ સારો શબ્દ છે) લીધે નવાસવા શિક્ષકોના થતાં શોષણને પણ વાર્તાકાર દર્શાવે છે. આથી, આ વાર્તા બેવડા શોષણને – સરકારી અને જ્ઞાતિવાદી માનસિકતાને રજૂ કરે છે તેમ કહી શકાય. | ||
‘ચપટી’ વાર્તાની નાયિકા સુજાતા ઉપાધ્યાય શાળામાં ગુજરાતીની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. શાળાના આચાર્ય પ્રભુ સોલંકી છે. સુજાતાનો પતિ સુધીર પ્રાઇવેટ સ્કૂલમાં ક્રાફ્ટ ટીચર તરીકે મહિને પચ્ચીસો રૂપિયા કમાય છે. મોંઘવારીમાં પહોંચી વળવું મુશ્કેલ કામ છે. તેમાંય સુજાતા હજુ પ્રોબેશન પર છે. કાયમી થઈ નથી. પ્રભુ સોલંકી આ વાત જાણે છે. સુજાતા આર્થિક રીતે સક્ષમ નથી તેથી આજે નહીં તો કાલે પોતાને જાત સોંપી જ દેશે એવા દૃઢ વિશ્વાસ સાથે પ્રભુ સોલંકી તેને કનડતો રહે છે. સુજાતાના સાથી શિક્ષકો તમાશો જોયા કરે છે પણ તેની પડખે ઊભાં રહેતાં નથી. તેર તારીખે સુજાતા ક્યાં હતી? લાંબો સમય તે શાળામાં હાજર નહોતી. એ પ્રશ્નનો ખુલાસો સુજાતા નહીં કરે તો પોતે તેને મેમો પકડાવી દેશે એવી ધમકી પ્રભુ સોલંકી આપે છે. ગભરાયેલી સુજાતાને તેનો પતિ સુધીર સાંત્વના આપતાં કહે છે, ‘તું કહે તેમ સુજાતા. હું છું તારી સાથે. તું લડીશ તોય અને નોકરી છોડી દઈશ તોય.’ (પૃ. ૧૦) સુધીરના આ શબ્દોથી ધરપત અનુભવતી સુજાતા કેલેન્ડરમાં જુએ છે કે તેર તારીખે રવિવાર હતો! બીજા દિવસે સવારે સુજાતા પ્રભુ સોલંકીની કૅબિનમાં પહોંચી જાય છે. પોતાનું રાજીનામું પ્રભુ સોલંકીના ટેબલ પર મૂકતાં કહે છે, ‘તમે મારે લાયક નથી અને તમારી વર્તણૂક સંતોષજનક નથી.’ પ્રભુ સોલંકીના કાન પાસે ચપટી વગાડતી સુજાતા કૅબિનની બહાર નીકળી જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. | ‘ચપટી’ વાર્તાની નાયિકા સુજાતા ઉપાધ્યાય શાળામાં ગુજરાતીની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. શાળાના આચાર્ય પ્રભુ સોલંકી છે. સુજાતાનો પતિ સુધીર પ્રાઇવેટ સ્કૂલમાં ક્રાફ્ટ ટીચર તરીકે મહિને પચ્ચીસો રૂપિયા કમાય છે. મોંઘવારીમાં પહોંચી વળવું મુશ્કેલ કામ છે. તેમાંય સુજાતા હજુ પ્રોબેશન પર છે. કાયમી થઈ નથી. પ્રભુ સોલંકી આ વાત જાણે છે. સુજાતા આર્થિક રીતે સક્ષમ નથી તેથી આજે નહીં તો કાલે પોતાને જાત સોંપી જ દેશે એવા દૃઢ વિશ્વાસ સાથે પ્રભુ સોલંકી તેને કનડતો રહે છે. સુજાતાના સાથી શિક્ષકો તમાશો જોયા કરે છે પણ તેની પડખે ઊભાં રહેતાં નથી. તેર તારીખે સુજાતા ક્યાં હતી? લાંબો સમય તે શાળામાં હાજર નહોતી. એ પ્રશ્નનો ખુલાસો સુજાતા નહીં કરે તો પોતે તેને મેમો પકડાવી દેશે એવી ધમકી પ્રભુ સોલંકી આપે છે. ગભરાયેલી સુજાતાને તેનો પતિ સુધીર સાંત્વના આપતાં કહે છે, ‘તું કહે તેમ સુજાતા. હું છું તારી સાથે. તું લડીશ તોય અને નોકરી છોડી દઈશ તોય.’ (પૃ. ૧૦) સુધીરના આ શબ્દોથી ધરપત અનુભવતી સુજાતા કેલેન્ડરમાં જુએ છે કે તેર તારીખે રવિવાર હતો! બીજા દિવસે સવારે સુજાતા પ્રભુ સોલંકીની કૅબિનમાં પહોંચી જાય છે. પોતાનું રાજીનામું પ્રભુ સોલંકીના ટેબલ પર મૂકતાં કહે છે, ‘તમે મારે લાયક નથી અને તમારી વર્તણૂક સંતોષજનક નથી.’ પ્રભુ સોલંકીના કાન પાસે ચપટી વગાડતી સુજાતા કૅબિનની બહાર નીકળી જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. | ||
| Line 205: | Line 203: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંગ્રહમાં કુલ નવ વાર્તાઓ છે અને બધી વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. સર્જકે સંગ્રહ તેમની મમ્મીને ‘મારી દોસ્ત મારી મમ્મીને’ – આ શબ્દોથી અર્પણ કર્યો છે. સંગ્રહના મુખપૃષ્ઠ પર શીર્ષકની નીચે ‘પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ’ એમ પેટાશીર્ષક પણ આપવામાં આવ્યું છે. જો કે, આ પેટાશીર્ષક થોડું ગેરમાર્ગે દોરનારું છે. કારણ કે, સંગ્રહની બધી વાર્તાઓના કેન્દ્રમાં પ્રેમ નથી. સંગ્રહની ઘણીખરી વાર્તાઓ તો, આપણી સામાજિક-કૌટુંબિક સંરચના શી રીતે સ્ત્રીના વયસહજ નૈસર્ગિક જાતીય સંવેદનો, આવેગોનું દમન કરે છે અને તેનાં કેવાં વિપરીત પરિણામો સ્ત્રીએ ભોગવવાં પડે છે તેની વાત કરે છે. એ અર્થમાં આ સંગ્રહ નોખો તરી આવે છે. સંગ્રહના આરંભે હિન્દી કવિ ધર્મવીર ભારતીની કવિતાની પંક્તિઓ મૂકી છે. ‘યાત્રાની આ ક્ષણે’ શીર્ષકથી લખેલા નિવેદનમાં પન્ના ત્રિવેદી પોતાની વાર્તાસર્જન યાત્રાની વાત કરે છે. સામાન્ય માનવીથી વાર્તાકાર નોખો ક્યાં પડે છે તેની સરસ સમજ આપતાં તેઓ લખે છે, ‘વિશાળ અનુભૂતિ વિશ્વમાંથી કઈ વાત કેટલી માત્રામાં ઉપાડવી, કઈ રીતે કલાકીય રૂપાંતરણ કરવી અને કયા સ્વરૂપે મૂકવી તેની પાક્કી સમજણનું નામ જ ‘વાર્તા’ છે. આ વિશિષ્ટ સમજણ એ જ તેનું નોખાપણું.’ | આ સંગ્રહમાં કુલ નવ વાર્તાઓ છે અને બધી વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. સર્જકે સંગ્રહ તેમની મમ્મીને ‘મારી દોસ્ત મારી મમ્મીને’ – આ શબ્દોથી અર્પણ કર્યો છે. સંગ્રહના મુખપૃષ્ઠ પર શીર્ષકની નીચે ‘પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ’ એમ પેટાશીર્ષક પણ આપવામાં આવ્યું છે. જો કે, આ પેટાશીર્ષક થોડું ગેરમાર્ગે દોરનારું છે. કારણ કે, સંગ્રહની બધી વાર્તાઓના કેન્દ્રમાં પ્રેમ નથી. સંગ્રહની ઘણીખરી વાર્તાઓ તો, આપણી સામાજિક-કૌટુંબિક સંરચના શી રીતે સ્ત્રીના વયસહજ નૈસર્ગિક જાતીય સંવેદનો, આવેગોનું દમન કરે છે અને તેનાં કેવાં વિપરીત પરિણામો સ્ત્રીએ ભોગવવાં પડે છે તેની વાત કરે છે. એ અર્થમાં આ સંગ્રહ નોખો તરી આવે છે. સંગ્રહના આરંભે હિન્દી કવિ ધર્મવીર ભારતીની કવિતાની પંક્તિઓ મૂકી છે. ‘યાત્રાની આ ક્ષણે’ શીર્ષકથી લખેલા નિવેદનમાં પન્ના ત્રિવેદી પોતાની વાર્તાસર્જન યાત્રાની વાત કરે છે. સામાન્ય માનવીથી વાર્તાકાર નોખો ક્યાં પડે છે તેની સરસ સમજ આપતાં તેઓ લખે છે, ‘વિશાળ અનુભૂતિ વિશ્વમાંથી કઈ વાત કેટલી માત્રામાં ઉપાડવી, કઈ રીતે કલાકીય રૂપાંતરણ કરવી અને કયા સ્વરૂપે મૂકવી તેની પાક્કી સમજણનું નામ જ ‘વાર્તા’ છે. આ વિશિષ્ટ સમજણ એ જ તેનું નોખાપણું.’ | ||
‘કપૂરી’, ‘દાન’ અને ‘શરમની વાત’ની નાયિકાઓ અનુક્રમે કપૂરી, રેણુ અને ઝરણા એક જ કુળની છે. ‘કપૂરી’માં સર્વજ્ઞ કથક અઢાર વર્ષની કપૂરીને તેના કુટુંબીજનોએ બત્રીસ વર્ષના લોભી, લંપટ દિપેન સાથે શાથી પરણાવી દીધી તે જણાવે છે. સ્મશાન પાસેના ફ્લેટમાં રહેતી કપૂરી દુઃસ્વપ્નથી જાગી જાય ત્યાંથી વાર્તા શરૂ થાય છે. સ્મૃતિ અને વર્તમાનની ગૂંથણી, સુધા જેવું ગૌણ પાત્ર અને સંવાદો વડે વાર્તા ઊઘડે છે. નાનપણમાં મોટાકાકા વડે થતું જાતીય શોષણ, માનું તેને ધમકાવીને ચૂપ રખાવવું, બાપાના અન્ય સ્ત્રી સાથેના સંબંધો, ક્લાસમાં સાહેબના મારનો ડર – આ બધાંમાં હૂંફ ઝંખતી કપૂરી શાળામાં રખડેલ એવા રવિની સોબતમાં હૂંફ પામે. પરિણામે તે ખરાબ છોકરી ગણાય ને બાપની ધોલધપાટ પ્રસાદરૂપે મળે. બાળપણમાં લગ્ન નક્કી થયાં છે તેવી રજનીની ગળચટ્ટી વાતોથી કપૂરી હમીદ તરફ ખેંચાય. વયસહજ ઉત્સુકતા અને આકર્ષણનો આ ત્રીજો તબક્કો. લગ્નની પ્રથમ રાત્રે દિપેન પાસેથી મળતો ઠંડો આવકાર. બાલ્યાવસ્થાથી સ્નેહ ઝંખતી કપૂરીને તેના કુટુંબીજનો અને સમાજ ચારિત્રહીન ગણાવી દે. આ જ વાતે દિપેન તેની સાથે મારઝૂડ કરે અને પોતે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ પણ બાંધે. છતાં કપૂરી દિપેનને પોતાની તરફ પાછો વાળવા માટે શરીરથી બાંધી રાખવા મથે ત્યાં તેને સમજાય કે દિપેન તો તેની હત્યા કરીને વીમાના પૈસા મેળવવાની તૈયારીમાં હોય! ‘દાન’ની રેણુને ભાઈ અને બાપુજી જાતીય રોગથી પીડિત એવા ખાનદાન ઘરના વેશ્યાગમન કરનાર (ને કદાચ પુરુષમાં રસ ધરાવતા) યુવાન સાથે પરણાવી દે. માના મૃત્યુની પળે કામવાળી ધનકીના મુખે રેણુ આ રહસ્ય જાણે. કપચીના વેપારી, ‘મૂલ્યોના માણસ’ તરીકે સમાજમાં માન ધરાવતા દયાળજીની સુશીલ કન્યા રેણુના મુખે તેની આપવીતી કહેવાઈ છે. એમ.એ. કરવાનું વિચારતી રેણુનું ભણવાનું અટકાવી દેવાય છે. તેને કચવાટ એ વાતનો છે કે માએ શા માટે ગળું ખોંખારીને બાપા-ભાઈનો વિરોધ ન કર્યોં. લગ્નની પ્રથમ રાતનો ભયાવહ અનુભવ રેણુ માટે રોજનો અનુભવ બની જાય છે. શરીર પરના ઉઝરડા અને સોળ-ચકામા સહન કરતી રેણુના ખભે સાસરીમાં પણ સાસુ ખાનદાનની આબરૂ જાળવવાનો ભાર નાંખી દેતાં કહે, ‘અમારા ઘરની વહુઓ ઘર-ઘરના ઓટલા ના ગણે. અમારે ત્યાં આજકાલના લોકોની જેમ સડકો પર ખાવાપીવાનો રિવાજ નથી. જો ધણીને હાચવીએ તો હાત ભવ પાર! કામના ટાણે નકામા સવાલો ના કરીએ. દિમાગ બગડી જાય તો ધંધો ખોટકાઈ પડે. વેળા-કવેળાએ ક્યાંક આવવું-જવું પડે. માંગો તે હાજર પણ ધણીની આગના તે આગના.’ (પૃ. ૫૯) રેણુના બાપ-ભાઈ રૂપિયાની લાલચમાં રેણુને પરણાવી દે. બોલકણી ધનકીના તોફાની સંવાદો અને અંતર્મુખી રેણુની સ્વગતોક્તિઓની, બંને કુટુંબની આબરૂનો ભાર સહન કરતી લાચાર રેણુ અને માથાભારે સાસુનો કડપ, આબરૂદાર ગણાતા સ્વાર્થી અને ગણતરીબાજ સ્વજનોની સમાંતરે લાગણીશીલ કામવાળી ધનકી –આ બધાની સહોપસ્થિતિથી વાર્તા રચાઈ છે. ‘શરમની વાત’ વાર્તા વાંચતાં દ્વિરેફની જાણીતી વાર્તા ‘મુકુંદરાય’ યાદ આવે. ગળથૂથીમાં ‘મધના બદલે કુળ-આબરૂ-માન-મર્યાદા અને સહુથી ઉપર ચરિત્ર’ એવું શિક્ષણ પામીને મોટી થયેલી નાના ગામના પંડિતની દીકરી ઝરણા મોટા શહેરમાં ભણવા માટે આવે છે. ગામ અને શહેર વચ્ચેનો ભેદ અને બાળપણથી થોપેલા દબાણોમાંથી મુક્ત એવી ઝરણા સુબોધ સાથે લિવ-ઇનમાં રહેવા માંડે, સુબોધની પત્ની હોય તેમ તેના ઘરને સાચવે, ગર્ભવતી થાય, સુબોધની સલાહથી ગર્ભપાત પણ કરાવે. છેવટે તે સુબોધને કહે, ‘ચાલને લગ્ન કરી લઈએ. આ લિવ ઇનમાં હવે પર્ફોર્મ નથી થતું મારાથી થાકી જવાય છે.’ જવાબમાં સુબોધ કહે, ‘આ તું કહે છે? તારી જ ઇચ્છા હતી, તારી સંમતિ હતી. પૂરેપૂરી. પારકા આદમી સાથે વગર ફેરે પડી રહી. સંસ્કારનો એક છાંટોય છે તારામાં? ગમે તેમ તોય મારા કુળનું નાક છું. ઘરની આબરૂ-મોભો જેવી પણ કોઈ ચીજ ખરી કે નહીં? તારા જેવીને લઈને જઉં તો ઘરના તો ઉંબરાય ના ચઢવા દે. કહેશે, કેવી લઈ આવ્યો તું તો! હજી છૂટ મળે તો ક્યાંની ક્યાં પહોંચે તું તો! છી, કેટલી શરમની વાત! પંડિતની છોકરી થઈનેય? (પૃ. ૫૩, ૫૪) પોતાના પગ પર ઊભા રહેવાના સપનાં જોતી, પતિ નહીં પણ મિત્ર ઝંખતી ઝરણાના મુખે જ તેની કથા કહેવાઈ છે. ઝરણા પોતાની સ્થિતિ માટે કોઈ બીજાને જવાબદાર ગણાવતી નથી. સુબોધના પાત્ર વડે સર્જક પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાના બેવડાં ધારાધોરણો ઉઘાડાં પાડે છે. ઝરણાની આ કથામાં ક્યાંક ઝરણાના મુખે સર્જક બોલતા હોય તેમ પણ જણાય. જેમ કે, સામાન્ય સરેરાશ મધ્યમવર્ગીય ગૃહિણીની દિનચર્યા વિશેના ઝરણાના વિચારોમાં સર્જકનો સ્વર છૂપો રહેતો નથી. આ મર્યાદાને લીધે વાર્તા થોડીક કાચી જણાય. | |||
‘શરત’માં કથક ભત્રીજી ઋત્વીની નજરે સંગીત વિશારદ ફોઈ મોહિનીના સ્વભિમાની વ્યક્તિત્વનું નિરૂપણ થયું છે. મનગમતા પુરુષ સાથે લગ્ન કરવાના ઇરાદે મા, ભાઈ અને ભાભીઓ બધાનો વિરોધ વહોરીને શહેર છોડનાર મોહિનીને તેનો પ્રેમી સ્ટેશને મળવા આવે છે અને હજુ ઘરવાળા તૈયાર નથી થોડા દિવસ રાહ જોવી પડશે તેમ કહે છે. ‘છાનુંછપનું કશું નહીં’ એમ માનતી મોહિની તે પળે જ તે શહેર છોડીને પિયર પાછી ન જતાં બીજા શહેરમાં જતી રહે છે અને સ્વતંત્ર રીતે જીવવા માંડે છે. ઋત્વી મેડિકલ કૉલેજમાં ભણવા માટે એ શહેરમાં આવે છે અને પોતાની પ્રેમાળ ફોઈને ઘરનાની નામરજી છતાં મળે છે. બાળપણથી ફોઈ માટે ઘરમાં બોલાતો શબ્દ ‘કમજાત’ ઋત્વીને અકળાવે છે. મિ. બક્ષી સાથેના ફોઈના સંબંધ, તેમની પત્ની ગણિતની અધ્યાપિકા વડે થતું ફોઈનું અપમાન ઋત્વીને મૂંઝવે છે. અંતે જે રીતે ફોઈ શ્રીમતી બક્ષીના અપમાનનો જવાબ વાળે છે તે જોઈ ઋત્વી પણ ગૌરવ અનુભવે છે. અંતે ઋત્વી ફોઈને સમાજના, સ્વજનોના નીતિ-નિયમોના નકલી ચશ્મામાંથી જોવાનું છોડીને પોતાની આંખે જુએ છે. કથક ઋત્વી વડે ઊઘડતું મોહિની ફોઈનું આકર્ષક વ્યક્તિત્વ અને તે દ્વારા સામાજિક સંરચનાના ભારથી મુક્ત એવી એક માનિની નારીનું ચિત્રણ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. | ‘શરત’માં કથક ભત્રીજી ઋત્વીની નજરે સંગીત વિશારદ ફોઈ મોહિનીના સ્વભિમાની વ્યક્તિત્વનું નિરૂપણ થયું છે. મનગમતા પુરુષ સાથે લગ્ન કરવાના ઇરાદે મા, ભાઈ અને ભાભીઓ બધાનો વિરોધ વહોરીને શહેર છોડનાર મોહિનીને તેનો પ્રેમી સ્ટેશને મળવા આવે છે અને હજુ ઘરવાળા તૈયાર નથી થોડા દિવસ રાહ જોવી પડશે તેમ કહે છે. ‘છાનુંછપનું કશું નહીં’ એમ માનતી મોહિની તે પળે જ તે શહેર છોડીને પિયર પાછી ન જતાં બીજા શહેરમાં જતી રહે છે અને સ્વતંત્ર રીતે જીવવા માંડે છે. ઋત્વી મેડિકલ કૉલેજમાં ભણવા માટે એ શહેરમાં આવે છે અને પોતાની પ્રેમાળ ફોઈને ઘરનાની નામરજી છતાં મળે છે. બાળપણથી ફોઈ માટે ઘરમાં બોલાતો શબ્દ ‘કમજાત’ ઋત્વીને અકળાવે છે. મિ. બક્ષી સાથેના ફોઈના સંબંધ, તેમની પત્ની ગણિતની અધ્યાપિકા વડે થતું ફોઈનું અપમાન ઋત્વીને મૂંઝવે છે. અંતે જે રીતે ફોઈ શ્રીમતી બક્ષીના અપમાનનો જવાબ વાળે છે તે જોઈ ઋત્વી પણ ગૌરવ અનુભવે છે. અંતે ઋત્વી ફોઈને સમાજના, સ્વજનોના નીતિ-નિયમોના નકલી ચશ્મામાંથી જોવાનું છોડીને પોતાની આંખે જુએ છે. કથક ઋત્વી વડે ઊઘડતું મોહિની ફોઈનું આકર્ષક વ્યક્તિત્વ અને તે દ્વારા સામાજિક સંરચનાના ભારથી મુક્ત એવી એક માનિની નારીનું ચિત્રણ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. | ||
‘કાલા ખટ્ટા’ અને ‘લાજવંતી’ સ્ત્રીના મનનાં અંધારા ખૂણાને આલેખે છે. ‘કાલા ખટ્ટા’ની નીનાનો સગી બહેન ઉષા પ્રત્યેનો ઈર્ષ્યા ભાવ અને મૃત્યુ પામેલા બનેવી અજીયા માટેનો પ્રબળ માલિકીભાવ, વૃદ્ધ નોકર સત્તુનો બબડાટ, તેના વડે ઊઘડતો નીના-ઉષાનો અતીત, નીનાની હિંસ્રવૃત્તિથી અજાણ માતા, બહેન ઉષા, સત્તુ અને વૃદ્ધ કાકા, ઉષાના બીજાં લગ્ન થઈ શકે તે માટે તેના પુત્રને અપનાવવા તૈયાર થતી નીનાના એ ‘અજીયા’ના દીકરાને ગળે વળગાડતી વેળાના વિચારોનું નિરૂપણ ધ્યાનપાત્ર છે. ‘લાજવંતી’ની શ્યામાની પ્રબળ વાસના અને તેની કુટિલતાનો ભોગ બનતા ભોળા નોકર લચ્છુનું આલેખન સહેજ નબળું થયું છે. તેના મૂળમાં સર્વજ્ઞ કથકની લચ્છુ તરફની સહાનુભૂતિ જવાબદાર છે. કથકનો કૅમેરા શ્યામાની સંકુલ મનોવૃત્તિઓ પરથી ખસી જઈને લચ્છુના ભોળપણ તરફ મંડાઈ જવાથી એક હટકે કહી શકાય તેવી, નાર્સિસસ ગ્રંથિના લીધે ઈડથી દોરવાઈને જીવતી, જાતીય આવેગોની તૃપ્તિ માટે ગમે તે હદે જતી પણ સામાજિક સંરચનાને સુપેરે સમજતી ચબરાક સ્ત્રીના આલેખનની સ-રસ તક સર્જકના હાથમાંથી સરી ગયાની અનુભૂતિ થાય છે. | ‘કાલા ખટ્ટા’ અને ‘લાજવંતી’ સ્ત્રીના મનનાં અંધારા ખૂણાને આલેખે છે. ‘કાલા ખટ્ટા’ની નીનાનો સગી બહેન ઉષા પ્રત્યેનો ઈર્ષ્યા ભાવ અને મૃત્યુ પામેલા બનેવી અજીયા માટેનો પ્રબળ માલિકીભાવ, વૃદ્ધ નોકર સત્તુનો બબડાટ, તેના વડે ઊઘડતો નીના-ઉષાનો અતીત, નીનાની હિંસ્રવૃત્તિથી અજાણ માતા, બહેન ઉષા, સત્તુ અને વૃદ્ધ કાકા, ઉષાના બીજાં લગ્ન થઈ શકે તે માટે તેના પુત્રને અપનાવવા તૈયાર થતી નીનાના એ ‘અજીયા’ના દીકરાને ગળે વળગાડતી વેળાના વિચારોનું નિરૂપણ ધ્યાનપાત્ર છે. ‘લાજવંતી’ની શ્યામાની પ્રબળ વાસના અને તેની કુટિલતાનો ભોગ બનતા ભોળા નોકર લચ્છુનું આલેખન સહેજ નબળું થયું છે. તેના મૂળમાં સર્વજ્ઞ કથકની લચ્છુ તરફની સહાનુભૂતિ જવાબદાર છે. કથકનો કૅમેરા શ્યામાની સંકુલ મનોવૃત્તિઓ પરથી ખસી જઈને લચ્છુના ભોળપણ તરફ મંડાઈ જવાથી એક હટકે કહી શકાય તેવી, નાર્સિસસ ગ્રંથિના લીધે ઈડથી દોરવાઈને જીવતી, જાતીય આવેગોની તૃપ્તિ માટે ગમે તે હદે જતી પણ સામાજિક સંરચનાને સુપેરે સમજતી ચબરાક સ્ત્રીના આલેખનની સ-રસ તક સર્જકના હાથમાંથી સરી ગયાની અનુભૂતિ થાય છે. | ||