35,982
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|કવિ રાજેન્દ્ર શાહને સાહિત્ય અકાદેમીની મહત્તર સદસ્યતા}} | {{Heading|કવિ રાજેન્દ્ર શાહને સાહિત્ય અકાદેમીની મહત્તર સદસ્યતા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાહિત્ય અકાદેમી, દિલ્હીએ આપણા એક શ્રેષ્ઠ કવિ રાજેન્દ્ર શાહને અકાદેમીના ફૅલો – મહત્તર સદસ્ય તરીકે અભિષિક્ત કરી એમનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન કર્યું, તે આપણા સૌને માટે આનંદની વાત છે. સદસ્યતાપ્રદાનનું આ પર્વ ગુજરાતી સાહિત્ય પરિષદના આતિથ્ય પદે તા. ૨૨/૭/૯૯ના રોજ પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં ગુજરાતી ભાષાના સર્જકો અને સાહિત્યરસિકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ માટે દિલ્હીથી સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ અને ઓડિયા ભાષાના પ્રતિભાસંપન્ન કવિ, સરસ્વતીસમ્માનવિભૂષિત રમાકાન્ત રથ, સાહિત્ય અકાદેમીના ઉપાધ્યક્ષ અને ઉર્દૂના નામી સમીક્ષક ગોપીચંદ નારંગ અને અકાદેમીના સચિવ તથા મલયાલમ ભાષાના ઉત્તમ કવિ સચ્ચિદાનંદન ખાસ પધાર્યા હતા. અમદાવાદને આંગણે સાહિત્યિક ઉત્સવનું આ ટાણું બની રહ્યું. | સાહિત્ય અકાદેમી, દિલ્હીએ આપણા એક શ્રેષ્ઠ કવિ રાજેન્દ્ર શાહને અકાદેમીના ફૅલો – મહત્તર સદસ્ય તરીકે અભિષિક્ત કરી એમનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન કર્યું, તે આપણા સૌને માટે આનંદની વાત છે. સદસ્યતાપ્રદાનનું આ પર્વ ગુજરાતી સાહિત્ય પરિષદના આતિથ્ય પદે તા. ૨૨/૭/૯૯ના રોજ પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં ગુજરાતી ભાષાના સર્જકો અને સાહિત્યરસિકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ માટે દિલ્હીથી સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ અને ઓડિયા ભાષાના પ્રતિભાસંપન્ન કવિ, સરસ્વતીસમ્માનવિભૂષિત રમાકાન્ત રથ, સાહિત્ય અકાદેમીના ઉપાધ્યક્ષ અને ઉર્દૂના નામી સમીક્ષક ગોપીચંદ નારંગ અને અકાદેમીના સચિવ તથા મલયાલમ ભાષાના ઉત્તમ કવિ સચ્ચિદાનંદન ખાસ પધાર્યા હતા. અમદાવાદને આંગણે સાહિત્યિક ઉત્સવનું આ ટાણું બની રહ્યું. | ||
સાહિત્ય અકાદેમીએ દેશની ભાષાના સાહિત્યકારને શ્રેષ્ઠ સમ્માનથી પુરસ્કૃત કરવા આ ફૅલોપદની આયોજન કરી છે. આપણા દેશની ૨૨ જેટલી ભાષાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી આ રાષ્ટ્રીય અકાદેમીના આવા ફૅલોની સંખ્યા માત્ર ૨૧ જ હોય છે. અકાદેમી ફૅલોપદ આજીવન હોય છે. કોઈ ફૅલોનું સ્થાન રિક્ત થયા પછી જ નવા ફૅલો પસંદ થાય છે. ઘણું ખરું જેમણે સાહિત્યક્ષેત્રે ઉત્તમ કક્ષાનું પ્રદાન કર્યું હોય, એવા વયોવૃદ્ધ પંક્તિના સાહિત્યકરોને અકાદેમી ફૅલો તરીકે પસંદ કરે છે. | સાહિત્ય અકાદેમીએ દેશની ભાષાના સાહિત્યકારને શ્રેષ્ઠ સમ્માનથી પુરસ્કૃત કરવા આ ફૅલોપદની આયોજન કરી છે. આપણા દેશની ૨૨ જેટલી ભાષાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી આ રાષ્ટ્રીય અકાદેમીના આવા ફૅલોની સંખ્યા માત્ર ૨૧ જ હોય છે. અકાદેમી ફૅલોપદ આજીવન હોય છે. કોઈ ફૅલોનું સ્થાન રિક્ત થયા પછી જ નવા ફૅલો પસંદ થાય છે. ઘણું ખરું જેમણે સાહિત્યક્ષેત્રે ઉત્તમ કક્ષાનું પ્રદાન કર્યું હોય, એવા વયોવૃદ્ધ પંક્તિના સાહિત્યકરોને અકાદેમી ફૅલો તરીકે પસંદ કરે છે. | ||