સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/કવિ રાજેન્દ્ર શાહને સાહિત્ય અકાદેમીની સદસ્યતા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 40: Line 40:
એવું એમનું ગીત ‘ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર ?’ એક કવિતા તરીકે જ નહિ, જીવનમાં કટોકટીને ટાણે ધારક બળ બને એવી પંક્તિઓથી પણ ગુંજતું રહ્યું છે : ‘આભ ઝ રે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર’ — પંક્તિ કોને યાદ નહિ હોય ? એવી રીતે ભજનના ઢાળમાં આવતું ગીત છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કાયાને કોટડે બંધાણે
{{Block center|'''<poem>કાયાને કોટડે બંધાણે
{{gap}}અલખ મારો લાખેણા રંગમાં રંગાણો....

કે પછી
કે પછી
Line 47: Line 47:
{{gap}}હલકા તો પારેવાની પાંખથી,
{{gap}}હલકા તો પારેવાની પાંખથી,
મા’દેવથીય પણ મોટાજી
મા’દેવથીય પણ મોટાજી
{{gap}}આપણા ઘડવૈયા બાંધવા !.... આપણે.</poem>}}
{{gap}}આપણા ઘડવૈયા બાંધવા !.... આપણે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રતિલાલ જોગીએ રાજેન્દ્ર શાહની કવિતા વિશે લખતાં તેમને ‘સુષમા અને સુષુમ્ણાનો કવિ’ કહી એમની કવિતામાં વ્યાપ્ત સૌંદર્યબોધ એટલે કે પ્રેમ અને પ્રકૃતિ અને અધ્યાત્મબોધનો સમ્યક્‌ નિર્દેશ કર્યો છે. રાજેન્દ્રની કવિતામાં આરંભથી આ બંને વલણો પ્રબળ છે, તેમાં પછી ક્રમશઃ ક્વચિત્‌ તેમની માત્ર દીક્ષાગમ્ય – esoteric રચનાઓ આવતી ગઈ છે, જેની પ્રતીકાત્મકતા સામાન્ય વાચકને અપારદર્શી રહી જાય પણ ૧૯૫૧માં પ્રગટ ‘ધ્વનિ’થી શરૂ કરી ૧૯૯૮માં પ્રગટ તેમના ‘સ્મૃતિસંવેદના’ કાવ્યસંગ્રહ વચ્ચે પ્રકાશિત ૧૯ જેટલા કાવ્યસંગ્રહોમાં અપાર વૈવિધ્ય છે. ‘શાન્ત કોલાહલ’ની આલોચના એ વખતે તરુણ કવિ ચિનુ મોદીએ ‘શાન્ત માણસનો કોલાહલ’ તરીકે કરી હતી. સુરેશ જોષીના ‘ક્ષિતિજ’નાં પૃષ્ઠો પર શુદ્ધ કવિતાની વિવેચનાની ચર્ચાઓ આવવા લાગી હતી, તે કારણેય તે. પરંતુ નવી પેઢીનું પોતાની પુરોગામી પેઢી સાથેનું આ કન્ફ્રન્ટેશન હતું. તેમાં લાભશંકર ઠાકર આરંભમાં પરંપરાનુસારી અને પછી વિદ્રોહી રૂપે પ્રકટે છે. સિતાંશુ યશશ્ચંદ્ર અને ગુલામ મોહમ્મદ શેખ અછાંદસ અને સરરિયલ સૃષ્ટિ લઈને આવે છે પરંતુ રાજેન્દ્ર શાહની ‘ચિત્રણા’ કે ‘વિષાદને સાદ’ની રચનાઓય એકદમ અભિનવ પ્રકારની છે. એવી રીતે ‘પ્રસંગ સપ્તક’નાં સાત સંવાદકાવ્યોમાં રાજેન્દ્રની કવિતાની એક નવી દિશા જોવા મળે છે. પ્રાચીન મિથકોનું અર્થઘટન ‘પ્રાચીના’ જેવાં સંવાદ કાવ્યોમાં પ્રગટ થયું છે.

Line 53: Line 53:
અગાઉ નિર્દેશ કર્યો છે તેમ બચુભાઈએ ‘કવિતા’ની અનિયતકાલિક પત્રિકા શરૂ કરેલી, નાનકડી રૂપરમ્ય એ પત્રિકાના પહેલા અંકમાં રાજેન્દ્ર શાહની એક કવિતા હતી. સાંભળ્યું હતું કે ‘કુમાર’ને બદલે ‘કવિતા’માં એનો પ્રથમ અંક સમૃદ્ધ લાગે માટે એ લેવી પડી, એનો થોડો વસવસો હતો. (એ ગીતમાં આપણા એક લોકગીત – ‘લાપસી લીધી, લુપસી લીધી ઉપર લીધું દહીં’નો ઢાળ છે, અને નહીં કે રાજેન્દ્ર શાહ માટે કહેવાતું તેમ, એ પરપ્રાન્તના ઢાળો લઈ આવે છે – એવો નિર્દેશ પણ હતો.) ગીતની આરંભની પંક્તિઓ છે :

{{Block center|<poem>{{gap}}મન મારું નથી ભ્રમણે ભૂલ્યું
{{Block center|'''<poem>{{gap}}મન મારું નથી ભ્રમણે ભૂલ્યું
કોઈ ન એનો વાંક,
કોઈ ન એનો વાંક,
{{gap}}સાવ રે અભણ
{{gap}}સાવ રે અભણ
Line 60: Line 60:
એક નિરાળા તેજનું મોતી
એક નિરાળા તેજનું મોતી
{{gap}}અવરની પંચાત શી મારે,
{{gap}}અવરની પંચાત શી મારે,
અવર તે સૌ રાંક...</poem>}}
અવર તે સૌ રાંક...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કવિને કબીરની જેમ નિરાળા તેજનું ‘મોતી’ મળી ગયું છે, એની પ્રતીતિ એમની આજ સુધીની રચનાઓ કરાવતી રહી છે. રાજેન્દ્રની કવિતા વારંવાર વાંચતા રહ્યા છીએ, ‘ધ્વનિ’ યુગની આરંભની રચનાઓ તો કંઠસ્થ થઈ જાય ત્યાં સુધી પણ પ્રત્યેક વાચને નવો આનંદ આપે એમ તે ખૂલતી જાય. કવિતાના અનુશીલનની એ જ તો પ્રક્રિયા છે. માલાર્મેએ કહ્યું હતું તેમ – guessing little by little. રાજેન્દ્ર શાહના જ ગીતની પંક્તિઓથી આ ચિંતનપ્રિય કવિની અર્થગર્ભ કવિતા વિશે કહીશું કે -

{{Block center|<poem>તને જોઈ જોઈ તોય તું અજાણી
{{Block center|'''<poem>તને જોઈ જોઈ તોય તું અજાણી
(જાણે) બીજને ઝરુખડે ઝૂકી’તી પૂર્ણિમા
(જાણે) બીજને ઝરુખડે ઝૂકી’તી પૂર્ણિમા
{{gap|3em}}ઝાઝેરો ઘૂમટો તાણી</poem>}}
{{gap|3em}}ઝાઝેરો ઘૂમટો તાણી</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સહિત્ય અકાદેમી આવા કવિને મહત્તર સદસ્યતા આપે છે ત્યારે અકાદેમીના અધ્યક્ષ રમાકાન્ત રથના શબ્દોમાં : "It is not that Sahitya Akademi is honouring Shri Rajendra Shah through this fellowship; in conferring this Fellowship on him, the Sahitya Akademi is itself honoured." – અર્થાત્‌, આ મહત્તર સદસ્યતા અર્પિત કરીને સાહિત્ય અકાદેમી શ્રી રાજેન્દ્ર શાહને સમ્માનિત કરે છે એવું નથી, ખરેખર તો રાજેન્દ્ર શાહને આ મહત્તર સદસ્યતા અર્પીને સાહિત્ય અકાદેમી પોતે સમ્માનિત થઈ છે.

Navigation menu