33,232
edits
No edit summary |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ તો સુવિદિત છે કે, આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની ઘણી દીર્ઘ પરંપરા બંધાઈ હતી. એ પરંપરામાં જે જે સાહિત્ય સિદ્ધાંતિ ઉદ્ભવ્યા અને વિકસ્યા, તેમાં ‘રસ’ અને ‘ધ્વનિ’ એ બે સિદ્ધાંતો, ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિઓ રહી છે. એમાં પણ રસસિદ્ધાંત તો ભારતીય આચાર્યોની સાહિત્ય-વિચારણામાં શિખરસમો રહ્યો છે. આપણા પ્રાચીન સાહિત્યમાં તેમ જ નૃત્ય, ચિત્ર, શિલ્પ જેવી કળાઓમાં રસની પ્રાણતત્ત્વ તરીકે પ્રતિષ્ઠા થયેલી છે; એટલું જ નહિ, એ સર્વ કળાઓના રચનાસંવિધાન અને તેના ઉપાદાન પરત્વે પણ રસની વિશિષ્ટ વિભાવના વત્તેઓછે અંશે પરિણામકારી નીવડી દેખાય છે. એમ કહી શકાય કે, પ્રાચીન આચાર્યોની સૌંદર્ય વિશેની આગવી સમજ ‘રસ’ની વિભાવનામાં પ્રગટ થઈ છે. | એ તો સુવિદિત છે કે, આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની ઘણી દીર્ઘ પરંપરા બંધાઈ હતી. એ પરંપરામાં જે જે સાહિત્ય સિદ્ધાંતિ ઉદ્ભવ્યા અને વિકસ્યા, તેમાં ‘રસ’ અને ‘ધ્વનિ’ એ બે સિદ્ધાંતો, ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિઓ રહી છે. એમાં પણ રસસિદ્ધાંત તો ભારતીય આચાર્યોની સાહિત્ય-વિચારણામાં શિખરસમો રહ્યો છે. આપણા પ્રાચીન સાહિત્યમાં તેમ જ નૃત્ય, ચિત્ર, શિલ્પ જેવી કળાઓમાં રસની પ્રાણતત્ત્વ તરીકે પ્રતિષ્ઠા થયેલી છે; એટલું જ નહિ, એ સર્વ કળાઓના રચનાસંવિધાન અને તેના ઉપાદાન પરત્વે પણ રસની વિશિષ્ટ વિભાવના વત્તેઓછે અંશે પરિણામકારી નીવડી દેખાય છે. એમ કહી શકાય કે, પ્રાચીન આચાર્યોની સૌંદર્ય વિશેની આગવી સમજ ‘રસ’ની વિભાવનામાં પ્રગટ થઈ છે. | ||
સંસ્કૃત પરંપરામાં અલંકાર, રીતિ, ધ્વનિ, રસ, વક્રોક્તિ જેવા જુદા જુદા સિદ્ધાંતો ઉદ્ભવ્યા અને પ્રતિષ્ઠિત થયા, પણ અભિનવગુપ્તની રસમીમાંસા પછી. સાહિત્યના જીવિત તરીકે ‘રસ’ની અસાધારણ પ્રતિષ્ઠા થઈ હોવાનું સમજાય છે. અને અર્વાચીન યુગમાં નવી કેળવણીના ભાગરૂપે સંસ્કૃત સાહિત્યનો અને તેના સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ આપણે ત્યાં આરંભાયો ત્યારે, પાશ્ચાત્ય વિવેચન અને સૌંદર્યવિચારના પ્રકાશમાં તેની વિશિષ્ટ ઉપલબ્ધિઓનો આપણને પુનઃપરિચય સાંપડતો રહ્યો છે. | સંસ્કૃત પરંપરામાં અલંકાર, રીતિ, ધ્વનિ, રસ, વક્રોક્તિ જેવા જુદા જુદા સિદ્ધાંતો ઉદ્ભવ્યા અને પ્રતિષ્ઠિત થયા, પણ અભિનવગુપ્તની રસમીમાંસા પછી. સાહિત્યના જીવિત તરીકે ‘રસ’ની અસાધારણ પ્રતિષ્ઠા થઈ હોવાનું સમજાય છે. અને અર્વાચીન યુગમાં નવી કેળવણીના ભાગરૂપે સંસ્કૃત સાહિત્યનો અને તેના સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ આપણે ત્યાં આરંભાયો ત્યારે, પાશ્ચાત્ય વિવેચન અને સૌંદર્યવિચારના પ્રકાશમાં તેની વિશિષ્ટ ઉપલબ્ધિઓનો આપણને પુનઃપરિચય સાંપડતો રહ્યો છે.<ref>ભારતીય રસવિચાર અને પાશ્ચાત્ય સૌંદર્યબોધના ખ્યાલની તુલના કરવાના કે પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના પ્રકાશમાં રસસિદ્ધાંતની વિશિષ્ટ ઉપલબ્ધિઓની તપાસ કરવાના આપણા દેશના અનેક વિદ્વાનોએ પ્રયત્ન કર્યા છે : ડૉ. સુશીલકુમાર દેનો ‘Sanskrit Poetics as a Study of Aesthetics’, ડૉ. કાંતિચંદ્ર પાંડેયનો ‘Comparative Aesthetics’-Vol. I & II, શ્રી કૃષ્ણ ચૈતન્યનો ‘Sanskrit Poetics’, ડૉ. નિર્મલા જૈનનો ‘રસસિદ્ધાન્ત ઔર સૌન્દર્યશાસ્ત્ર’ વગેરે ગ્રંથો એ રીતે ઉલ્લેખપાત્ર છે.</ref> આજે આપણે ત્યાં સાહિત્યવિવેચનની જે નવી પરંપરા ઊભી થઈ રહી છે તેમાં ‘રસ’ની વિભાવના લગભગ કેન્દ્રસ્થાને પ્રતિષ્ઠિત થયેલી દેખાશે. | ||
સંસ્કૃતમાં જ રસવિચારની પંદરથીયે વધુ સૈકાઓ જેટલી લાંબી પરંપરા છે. આ વિષયના અત્યારે ઉપલબ્ધ ગ્રંથોમાં ભરતમુનિનું પ્રસિદ્ધ ‘નાટ્યશાસ્ત્ર’ (રચના સાલ આશરે ઈ.સ. પૂર્વે ૧૦૦–ઈ.સ. ૩૦૦નો ગાળો-ડૉ. કાણે) | સંસ્કૃતમાં જ રસવિચારની પંદરથીયે વધુ સૈકાઓ જેટલી લાંબી પરંપરા છે. આ વિષયના અત્યારે ઉપલબ્ધ ગ્રંથોમાં ભરતમુનિનું પ્રસિદ્ધ ‘નાટ્યશાસ્ત્ર’ (રચના સાલ આશરે ઈ.સ. પૂર્વે ૧૦૦–ઈ.સ. ૩૦૦નો ગાળો-ડૉ. કાણે)<ref>પ્રાચીન પરંપરાના આચાર્યોના જીવનસમય વિશે ડૉ. પી. વી. કાણેએ પોતાના ગ્રંથ ‘History of Sanskrit Poetics’માં જે નિર્ણયો કર્યા છે કે અટકળો કરી છે તેને અનુલક્ષીને જ અહીં તેમના સમયની નોંધ મૂકી છે.</ref> સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. એમાં ભરતે નાટ્યકળાનો સર્વાંગી વિચાર કર્યો છે. નાટકનાં વિવિધ પાસાંઓ વિશેની તેમાંની વિપુલ માહિતીને કારણે આ ગ્રંથને આજે મોટા જ્ઞાનકોશનું મૂલ્ય આપવામાં આવ્યું છે. એમાં નાટકના પરમ પ્રયોજન લેખે ‘રસતત્ત્વ’ની તેમણે અનન્ય પ્રતિષ્ઠા કરી છે. નાટકના જીવિત લેખે રસની સ્થાપના કરતાં તેમણે કહ્યું છે : ‘તેન રસ એવ નાટ્યમ |’ અર્થાત્, ‘રસ એ જ નાટ્ય.’ આ વિચારનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં તેમણે એમ કહ્યું છે : ‘ન હિ રસાદૃતે કશ્ચિદથ : પ્રવર્તતેઃ’ અર્થાત્, “નાટ્યમાં રસ સિવાય બીજો કોઈ ‘અર્થ’ પ્રવર્તતો હોતો નથી.” ભાવ અભિનયધર્મી વૃત્તિ પ્રવૃત્તિ સિદ્ધિ સ્વર આતોદ્ય ગીત અને રંગ આદિ સર્વ સામગ્રીઓ નાટકમાં રસનિષ્પત્તિને અર્થે જ આવે છે. રસને અનુવર્તીને જ એ સર્વનો વિન્યાસ થાય છે, અને રસમાં પરિણત થઈને જ એ સર્વ સાર્થક થાય છે. નાટ્યનાં જુદાં જુદાં અંગો વિશેની વિસ્તૃત ચર્ચાવિચારણામાં રસની ચર્ચા, અલબત્ત, એક પ્રકરણ માત્ર છે, પણ રસવિચારણાના ઇતિહાસમાં તે મહત્ત્વનું પ્રસ્થાન બની રહી દેખાય છે. સંસ્કૃત પરંપરામાં રસતત્ત્વની અત્યંત સંક્ષિપ્ત ૫ણ વ્યવસ્થિત ચર્ચાવિચારણા લેખે નાટ્યશાસ્ત્રની રસવિચારણાનું આ રીતે ઘણું મહત્ત્વ રહ્યું છે. | ||
રસ વિશે ભરતનું પ્રસિદ્ધ સૂત્ર છે : | રસ વિશે ભરતનું પ્રસિદ્ધ સૂત્ર છે : | ||
‘વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાદ્રસનિષ્પત્તિઃ|’ અર્થાત્ વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓના સંયોગે રસનિષ્પત્તિ થાય છે. | ‘વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાદ્રસનિષ્પત્તિઃ|’ અર્થાત્ વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓના સંયોગે રસનિષ્પત્તિ થાય છે. | ||