34,825
edits
(+૧) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
‘ચૌદ વર્ષની ઉંમરે પ્રથમ વાર્તા છપાઈ – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા સંપાદિત એક પુસ્તકમાં. પછી થોડાં મહિનાઓમાં જ ‘નવનીત-સમર્પણ’માં બીજી વાર્તા છપાઈ...એ સમયે ખ્યાલ આવ્યો કે લેખકની સૌથી મોટી નિષ્ફળતા છે વાચકને કંટાળો આપવો તે. ત્યારથી મારી વાર્તાઓ અલગ પડે અને વાચકને કંટાળો ન આપે એ વાત પ્રત્યે સભાનતા આવી. એનું ખાસ ધ્યાન રાખવા માંડ્યો... મારી પેઢી, મારી ઉંમરનાં લોકો જે પ્રકારનું જીવી રહ્યાં છે, ખાસ કરીને શહેરી યુવા વર્ગ – એ મને લાગે છે કે ખૂબ રસપ્રદ છે. માનસિક બીમારીઓનો ભોગ બનેલા છે, ટેકનોલોજીનો એ ઉપયોગ નથી કરતાં પણ ટેકનોલોજી એ તેમના જીવનને ઘણી બધી રીતે દોરે છે, કહો કે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાને કારણે તેમનું જીવન આકાર પામે છે. પ્રેમ અને સેક્સના મૂલ્યો બદલાયા છે, એ બંને વચ્ચેની ભેદરેખા ઘણી આસાનીથી ભૂંસાઈ જાય છે, જાતીયતા અને પોતાની જાતીય ઓળખ વિશે એ વધુ સભાન છે અને એના લીધે જાતીયતાના નવા આયામો ખૂલ્યા છે, ડ્રગ્સનું બંધાણ હોવું એ જાણે સામાન્ય બાબત છે. આ બધું વાર્તામાં કેવી રીતે ન આવે?’ | ‘ચૌદ વર્ષની ઉંમરે પ્રથમ વાર્તા છપાઈ – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા સંપાદિત એક પુસ્તકમાં. પછી થોડાં મહિનાઓમાં જ ‘નવનીત-સમર્પણ’માં બીજી વાર્તા છપાઈ...એ સમયે ખ્યાલ આવ્યો કે લેખકની સૌથી મોટી નિષ્ફળતા છે વાચકને કંટાળો આપવો તે. ત્યારથી મારી વાર્તાઓ અલગ પડે અને વાચકને કંટાળો ન આપે એ વાત પ્રત્યે સભાનતા આવી. એનું ખાસ ધ્યાન રાખવા માંડ્યો... મારી પેઢી, મારી ઉંમરનાં લોકો જે પ્રકારનું જીવી રહ્યાં છે, ખાસ કરીને શહેરી યુવા વર્ગ – એ મને લાગે છે કે ખૂબ રસપ્રદ છે. માનસિક બીમારીઓનો ભોગ બનેલા છે, ટેકનોલોજીનો એ ઉપયોગ નથી કરતાં પણ ટેકનોલોજી એ તેમના જીવનને ઘણી બધી રીતે દોરે છે, કહો કે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાને કારણે તેમનું જીવન આકાર પામે છે. પ્રેમ અને સેક્સના મૂલ્યો બદલાયા છે, એ બંને વચ્ચેની ભેદરેખા ઘણી આસાનીથી ભૂંસાઈ જાય છે, જાતીયતા અને પોતાની જાતીય ઓળખ વિશે એ વધુ સભાન છે અને એના લીધે જાતીયતાના નવા આયામો ખૂલ્યા છે, ડ્રગ્સનું બંધાણ હોવું એ જાણે સામાન્ય બાબત છે. આ બધું વાર્તામાં કેવી રીતે ન આવે?’ | ||
વિષયવસ્તુની રીતે આ ચૌદ વાર્તાઓને જોઈએ, તો છ વાર્તાઓમાં યુવા પેઢીના જાતીયતા અને સંબંધ વિશેના ખ્યાલોનું નિરૂપણ થયું છે. બે વાર્તામાં કલાકાર અને કલા વિશેના તરંગી ખ્યાલોનું અને એક વાર્તામાં સજાતીય સંબંધનું નિરૂપણ છે. એક વાર્તામાં દાદાજીના જીવનનું, સ્પષ્ટ રીતે કહીએ તો, દાદાજીના સ્વપ્નનું પૌત્રની આંખે આલેખન થયું છે. સંગ્રહની વાર્તાઓના કેન્દ્રમાં યુવા પેઢી છે. ટૂંકી વાર્તાના ઊંડા અભ્યાસી ડૉ. જયેશ ભોગાયતા આ સંગ્રહ વિશે યોગ્ય જ કહે છે કે, | વિષયવસ્તુની રીતે આ ચૌદ વાર્તાઓને જોઈએ, તો છ વાર્તાઓમાં યુવા પેઢીના જાતીયતા અને સંબંધ વિશેના ખ્યાલોનું નિરૂપણ થયું છે. બે વાર્તામાં કલાકાર અને કલા વિશેના તરંગી ખ્યાલોનું અને એક વાર્તામાં સજાતીય સંબંધનું નિરૂપણ છે. એક વાર્તામાં દાદાજીના જીવનનું, સ્પષ્ટ રીતે કહીએ તો, દાદાજીના સ્વપ્નનું પૌત્રની આંખે આલેખન થયું છે. સંગ્રહની વાર્તાઓના કેન્દ્રમાં યુવા પેઢી છે. ટૂંકી વાર્તાના ઊંડા અભ્યાસી ડૉ. જયેશ ભોગાયતા આ સંગ્રહ વિશે યોગ્ય જ કહે છે કે, | ||
[[File:Padchhayao vachche.png|200px|left]] | |||
‘તરુણવયનાં પાત્રોની આંતરમનોદશાનું વાચન એમની વાર્તાઓની મૂળભૂત સંવેદના છે. વાર્તાકથક અંતર રાખીને, જાળવીને પાત્રોનાં આંતરમનનું વાચન કરે છે. એમની મૂંઝવણોને, ગૂંચોને, લાચારીને, લીલામય આંતરચેતના પ્રવાહને, ઋજુ એવી ઈચ્છાઓને ભીંસને પોતાની શૈલી વડે આકાર આપે છે.’ | ‘તરુણવયનાં પાત્રોની આંતરમનોદશાનું વાચન એમની વાર્તાઓની મૂળભૂત સંવેદના છે. વાર્તાકથક અંતર રાખીને, જાળવીને પાત્રોનાં આંતરમનનું વાચન કરે છે. એમની મૂંઝવણોને, ગૂંચોને, લાચારીને, લીલામય આંતરચેતના પ્રવાહને, ઋજુ એવી ઈચ્છાઓને ભીંસને પોતાની શૈલી વડે આકાર આપે છે.’ | ||
સંગ્રહની પ્રથમ ચાર વાર્તાઓ – ‘પડછાયાઓ વચ્ચે’, ‘રાત’, ‘રમત’ અને ‘રીઅર વ્યૂ મિરર’માં આદિત્ય-શ્વેતાનાં પાત્રો વડે વાર્તાકાર યુવા પેઢીના જાતીય સંવેદનોને તથા તેમની સંબંધ અંગેની ગૂંચો અને માન્યતાઓને વાર્તારૂપે આલેખવાનો પ્રયાસ કરે છે. ‘એફ.ડબલ્યુ.બી.’ અને ‘ઓછાયો’ - આ બંને વાર્તાઓમાં મુખ્ય પાત્ર આદિત્ય-શ્વેતા નથી, પરંતુ વિષયવસ્તુની દૃષ્ટિએ આ વાર્તાઓ પણ પ્રથમ ચાર વાર્તાઓ સાથે સમાનતા ધરાવે છે. પ્રથમ ચાર વાર્તા વિશે વાર્તાકાર લખે છે, | સંગ્રહની પ્રથમ ચાર વાર્તાઓ – ‘પડછાયાઓ વચ્ચે’, ‘રાત’, ‘રમત’ અને ‘રીઅર વ્યૂ મિરર’માં આદિત્ય-શ્વેતાનાં પાત્રો વડે વાર્તાકાર યુવા પેઢીના જાતીય સંવેદનોને તથા તેમની સંબંધ અંગેની ગૂંચો અને માન્યતાઓને વાર્તારૂપે આલેખવાનો પ્રયાસ કરે છે. ‘એફ.ડબલ્યુ.બી.’ અને ‘ઓછાયો’ - આ બંને વાર્તાઓમાં મુખ્ય પાત્ર આદિત્ય-શ્વેતા નથી, પરંતુ વિષયવસ્તુની દૃષ્ટિએ આ વાર્તાઓ પણ પ્રથમ ચાર વાર્તાઓ સાથે સમાનતા ધરાવે છે. પ્રથમ ચાર વાર્તા વિશે વાર્તાકાર લખે છે, | ||
| Line 69: | Line 70: | ||
વાર્તામાં મહેતાની એકલતા અને તેની શોષણવૃત્તિનું નિરૂપણ થયું છે. જે રીતે મહેતા પિન્ટુ અને કથક જેવા યુવાનોની મજબૂરીનો લાભ ઉઠાવી શોષણ કરે છે એ જ રીતે કથક પણ નિર્દોષ જાનવરની લાગણી સાથે રમત રમીને તેણે ઘરની બહાર હાંકી કાઢે છે. મહેતાની કુટિલતા અને કથકની કુટિલતાની સન્નિધિ વડે વાર્તાનો બંધ દૃઢ રીતે બંધાયો છે. | વાર્તામાં મહેતાની એકલતા અને તેની શોષણવૃત્તિનું નિરૂપણ થયું છે. જે રીતે મહેતા પિન્ટુ અને કથક જેવા યુવાનોની મજબૂરીનો લાભ ઉઠાવી શોષણ કરે છે એ જ રીતે કથક પણ નિર્દોષ જાનવરની લાગણી સાથે રમત રમીને તેણે ઘરની બહાર હાંકી કાઢે છે. મહેતાની કુટિલતા અને કથકની કુટિલતાની સન્નિધિ વડે વાર્તાનો બંધ દૃઢ રીતે બંધાયો છે. | ||
‘સમાંતર રેખાઓ’માં પણ‘બ્લેકી’ની જેમ જ નાયક કેનેડા આવેલો છે. સર્વજ્ઞ કથક વાર્તાનાયકના સંવેદનોનું સંયમિત સૂરમાં વર્ણન કરે છે. વાર્તાનાયક ચાલીસેક વર્ષની બેકીના બીયર સ્ટોરમાં કામ કરે છે. બેકીએ લગ્ન કર્યા નથી. તે અનેક પુરુષો સાથે સંબંધ બાંધતી રહે છે. ક્યારેક બેકી એકાંતમાં રડી પણ લે છે. એવું જ બીજું પાત્ર લિઝીનું છે. સોળેક વર્ષની લિઝી બીયર ખરીદવા આવતી રહે છે, પરંતુ તે પુખ્ત વયની ન હોઈ બેકી તેને બીયર આપતી નથી. લિઝીની એકલતા અને વિષાદ પણ નાયક જુએ છે. બીજી તરફ વતનમાં રહેતી મા છે. જે નાયકને યાદ કરે છે. ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ નાયકના આગ્રહથી મા શરૂ કરે છે અને છોડી પણ દે છે. નેટવર્કની તકલીફના કારણે નાયક મા સાથે વિડીયો કોલ પર વ્યવસ્થિત રીતે વાત કરી શકતો નથી. એક તરફ રોજ રાત્રે ખીચડી રાંધતી મા છે. તો બીજી તરફ બગડી ગયેલા મશરૂમ જોઈ દુ:ખી થતો નાયક છે. અહીં મા અને બેકી તથા લિઝીની સન્નિધિ વડે વાર્તાકાર વાર્તાનાયકના એકલતાના, વિષાદના ભાવને ઘૂંટીને રજૂ કરે છે. સતત પડતો બરફ આ વિષાદને ઘેરો બનાવે છે. વિષાદનું તટસ્થ રીતિએ થયેલું નિરૂપણ આ વાર્તાનો વિશેષ છે. | ‘સમાંતર રેખાઓ’માં પણ‘બ્લેકી’ની જેમ જ નાયક કેનેડા આવેલો છે. સર્વજ્ઞ કથક વાર્તાનાયકના સંવેદનોનું સંયમિત સૂરમાં વર્ણન કરે છે. વાર્તાનાયક ચાલીસેક વર્ષની બેકીના બીયર સ્ટોરમાં કામ કરે છે. બેકીએ લગ્ન કર્યા નથી. તે અનેક પુરુષો સાથે સંબંધ બાંધતી રહે છે. ક્યારેક બેકી એકાંતમાં રડી પણ લે છે. એવું જ બીજું પાત્ર લિઝીનું છે. સોળેક વર્ષની લિઝી બીયર ખરીદવા આવતી રહે છે, પરંતુ તે પુખ્ત વયની ન હોઈ બેકી તેને બીયર આપતી નથી. લિઝીની એકલતા અને વિષાદ પણ નાયક જુએ છે. બીજી તરફ વતનમાં રહેતી મા છે. જે નાયકને યાદ કરે છે. ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ નાયકના આગ્રહથી મા શરૂ કરે છે અને છોડી પણ દે છે. નેટવર્કની તકલીફના કારણે નાયક મા સાથે વિડીયો કોલ પર વ્યવસ્થિત રીતે વાત કરી શકતો નથી. એક તરફ રોજ રાત્રે ખીચડી રાંધતી મા છે. તો બીજી તરફ બગડી ગયેલા મશરૂમ જોઈ દુ:ખી થતો નાયક છે. અહીં મા અને બેકી તથા લિઝીની સન્નિધિ વડે વાર્તાકાર વાર્તાનાયકના એકલતાના, વિષાદના ભાવને ઘૂંટીને રજૂ કરે છે. સતત પડતો બરફ આ વિષાદને ઘેરો બનાવે છે. વિષાદનું તટસ્થ રીતિએ થયેલું નિરૂપણ આ વાર્તાનો વિશેષ છે. | ||
[[File:Lagbhagpanu.png|200px|left]] | |||
‘લગભગપણું’ વાર્તામાં કોરોનાનો સમય આલેખાયો છે. વાર્તાકથક જીત વાંગ સાથે એક જ ઘરમાં રહે છે. બંને એક સિગારેટ અડધી અડધી પીવે છે. આવું જ દૃશ્ય ‘અડુકિયો-દડુકિયો’ વાર્તામાં પણ જોવા મળે છે. જીતની રોજની ટેવ છે કે તે ઘરની બહાર ડસ્ટબીનમાં મોં મારતાં રકૂનને પગ પછાડીને ભગાડ્યા કરે છે. વાંગ સમયાંતરે યુવતીઓને ઘરમાં લાવતો રહે છે અને સંબંધ બાંધતો રહે છે. આવી જ એક કોરિયન યુવતી સ્ટેસી છે. કોરોનાનો પંજો પ્રસરતા ગભરાટ અનુભવતો જીત નોનવેજ ખાવાનું બંધ કરે, સિગારેટ પીવાનું બંધ કરે, સતત સેનેટાઇઝરનો ઉપયોગ કર્યાં કરે. એટલું જ નહીં તે વાંગને પણ દરેક વાતે ટોકવા માંડે છે. સ્ટેસીને ઘરમાં આવવા દેતો નથી અને એ વાતે વાંગ સાથે ઝઘડો કરે છે. માસ્ક પહેરવાની વાત હોય કે કૉફી પીવાની – બધી જ વાતે જીત વાંગને ટોક્યા કરે છે. જીતના આવા વર્તનથી કંટાળીને લોકડાઉન શરૂ થતાં પહેલા જ વાંગ ઘર છોડીને જતો રહે છે. વાંગના ગયા પછી પિયાનો વગાડતા જીતને પિયાનોનું સંગીત ઘોંઘાટ જેવું લાગવા માંડે છે. તે પિયાનો વગાડતા અટકી જાય છે. ત્યાં વાર્તા પૂરી થાય છે. આગળની બે વાર્તાની જેમ અહીં પણ સન્નિધિની પ્રયુક્તિ પ્રયોજાઈ છે. પૈસેટકે ગરીબ પણ પરપીડનવૃત્તિ ધરાવતા જીતની માનસિકતા વાર્તાકારે આ પ્રયુક્તિથી ઉપસાવી છે. રોજ રકૂનને બીવડાવીને ભગાડી દેતા જીતને વાંગ ટોકે છે ત્યારે જવાબમાં જીત કહે છે, ‘મજા આવે છે મને એને પજવવાની. સાલું રકૂન કેવું છે, ગંધારું.’ (પૃ.૩૦) આ જ રીતે જીત કોરોનાની વાતે વાંગના સ્વતંત્ર મિજાજ પર, તેની રહેણીકરણી પર નિયંત્રણ લેવાનું શરૂ કરી દઈને વાંગને પજવે છે. તે એ હદે કે અંતે વાંગ ઘર છોડીને જતો રહે છે. લાકડાના ઘરને કોતરી રહેલી ઊધઈ વડે જીતની આ વૃત્તિ સૂચવાઈ છે. વાર્તાના કેન્દ્રમાં પણ જીતની અન્યને કનડવાની વૃત્તિ, પરપીડનની વૃત્તિ અને તેની ક્રમશ: વધતી જતી તીવ્રતાનું નિરૂપણ છે. ‘બ્લેકી’ની જેમ આ વાર્તામાં પણ કથનકેન્દ્ર જીતનું હોઈ તે જે રીતે વાર્તા કહે છે તેમાં તેની આ વૃત્તિને તે છુપાવી દે છે. વાંગની બેદરકારી, વાંગના યુવતીઓ સાથેના સંબંધ ઈત્યાદિનું ઘેરા રંગે જીત વર્ણન કરે છે અને તેની પડછે પોતાના અચેતન મનની દુરિત વૃત્તિઓને ઢાંકે છે. જીત પોતાની આ વૃત્તિ જાણે છે. તે પોતાના પગના અંગૂઠાની વાત કરતાં એકવાર કહે છે, | ‘લગભગપણું’ વાર્તામાં કોરોનાનો સમય આલેખાયો છે. વાર્તાકથક જીત વાંગ સાથે એક જ ઘરમાં રહે છે. બંને એક સિગારેટ અડધી અડધી પીવે છે. આવું જ દૃશ્ય ‘અડુકિયો-દડુકિયો’ વાર્તામાં પણ જોવા મળે છે. જીતની રોજની ટેવ છે કે તે ઘરની બહાર ડસ્ટબીનમાં મોં મારતાં રકૂનને પગ પછાડીને ભગાડ્યા કરે છે. વાંગ સમયાંતરે યુવતીઓને ઘરમાં લાવતો રહે છે અને સંબંધ બાંધતો રહે છે. આવી જ એક કોરિયન યુવતી સ્ટેસી છે. કોરોનાનો પંજો પ્રસરતા ગભરાટ અનુભવતો જીત નોનવેજ ખાવાનું બંધ કરે, સિગારેટ પીવાનું બંધ કરે, સતત સેનેટાઇઝરનો ઉપયોગ કર્યાં કરે. એટલું જ નહીં તે વાંગને પણ દરેક વાતે ટોકવા માંડે છે. સ્ટેસીને ઘરમાં આવવા દેતો નથી અને એ વાતે વાંગ સાથે ઝઘડો કરે છે. માસ્ક પહેરવાની વાત હોય કે કૉફી પીવાની – બધી જ વાતે જીત વાંગને ટોક્યા કરે છે. જીતના આવા વર્તનથી કંટાળીને લોકડાઉન શરૂ થતાં પહેલા જ વાંગ ઘર છોડીને જતો રહે છે. વાંગના ગયા પછી પિયાનો વગાડતા જીતને પિયાનોનું સંગીત ઘોંઘાટ જેવું લાગવા માંડે છે. તે પિયાનો વગાડતા અટકી જાય છે. ત્યાં વાર્તા પૂરી થાય છે. આગળની બે વાર્તાની જેમ અહીં પણ સન્નિધિની પ્રયુક્તિ પ્રયોજાઈ છે. પૈસેટકે ગરીબ પણ પરપીડનવૃત્તિ ધરાવતા જીતની માનસિકતા વાર્તાકારે આ પ્રયુક્તિથી ઉપસાવી છે. રોજ રકૂનને બીવડાવીને ભગાડી દેતા જીતને વાંગ ટોકે છે ત્યારે જવાબમાં જીત કહે છે, ‘મજા આવે છે મને એને પજવવાની. સાલું રકૂન કેવું છે, ગંધારું.’ (પૃ.૩૦) આ જ રીતે જીત કોરોનાની વાતે વાંગના સ્વતંત્ર મિજાજ પર, તેની રહેણીકરણી પર નિયંત્રણ લેવાનું શરૂ કરી દઈને વાંગને પજવે છે. તે એ હદે કે અંતે વાંગ ઘર છોડીને જતો રહે છે. લાકડાના ઘરને કોતરી રહેલી ઊધઈ વડે જીતની આ વૃત્તિ સૂચવાઈ છે. વાર્તાના કેન્દ્રમાં પણ જીતની અન્યને કનડવાની વૃત્તિ, પરપીડનની વૃત્તિ અને તેની ક્રમશ: વધતી જતી તીવ્રતાનું નિરૂપણ છે. ‘બ્લેકી’ની જેમ આ વાર્તામાં પણ કથનકેન્દ્ર જીતનું હોઈ તે જે રીતે વાર્તા કહે છે તેમાં તેની આ વૃત્તિને તે છુપાવી દે છે. વાંગની બેદરકારી, વાંગના યુવતીઓ સાથેના સંબંધ ઈત્યાદિનું ઘેરા રંગે જીત વર્ણન કરે છે અને તેની પડછે પોતાના અચેતન મનની દુરિત વૃત્તિઓને ઢાંકે છે. જીત પોતાની આ વૃત્તિ જાણે છે. તે પોતાના પગના અંગૂઠાની વાત કરતાં એકવાર કહે છે, | ||
‘મેં મારા પગના બંને અંગૂઠા તરફ જોયું. મારી જાણ બહાર તે વાંકા વળેલા હતા. ચાંચ જેવા આકારમાં. જાણે લાકડાની ફર્શમાં ઘૂસી જવા માંગતા હોય, લક્કડખોદ સાલા!’(પૃ.૩૨) | ‘મેં મારા પગના બંને અંગૂઠા તરફ જોયું. મારી જાણ બહાર તે વાંકા વળેલા હતા. ચાંચ જેવા આકારમાં. જાણે લાકડાની ફર્શમાં ઘૂસી જવા માંગતા હોય, લક્કડખોદ સાલા!’(પૃ.૩૨) | ||