ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અભિમન્યુ આચાર્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 66: Line 66:
‘ક્યાંક વાંચેલું કે પ્રાકૃતિક કે અપ્રાકૃતિક એ બધું માણસોએ ઘડી કાઢેલું છે. બાકી તમને જેવું પણ, જેના માટે પણ અનુભવાય એ બધું પ્રાકૃતિક જ.’ (પૃ.૯૩)  

રાહુલની એક કોમેન્ટથી તરુણ અને રવિને દુ:ખ થાય છે અને ધીમેધીમે રાહુલની માનસિકતામાં પરિવર્તન આવે છે. અહીં નવી પેઢીનો રાહુલ સંકુચિત માનસ ધરાવે છે જ્યારે રઘુકાકા જૂની પેઢીના હોવાછતાં પ્રમાણમાં નિખાલસ અને ઉદાર માનસિકતાવાળા છે. જો કે, આ વાર્તા માત્ર એક કિસ્સો બનીને રહી જતી અનુભવાય છે. સજાતીય સંબંધમાં જોડાયેલા છોકરાઓની માનસિકતા કે તેમના વાણી-વર્તન પાછળની કોઈ નક્કર ભૂમિકા અહીં જોવા-જાણવા મળતી નથી.

[[File:Lagbhagpanu.png|200px|left]]
‘લગભગપણું’ (ઈ.૨૦૨૪) વાર્તાસંગ્રહમાં કુલ નવ વાર્તાઓ છે. તેમાં પ્રથમ પાંચ વાર્તામાં કેનેડાનો પરિવેશ છે અને બીજી ચાર વાર્તામાં ભારતનો પરિવેશ છે. ‘બ્લેકી’ વાર્તામાં દેવું કરીને કમાવા માટે કેનેડા ગયેલો કથક પી.આર. ન મળે ત્યાં સુધી મામાના ઓળખીતા મહેતા અંકલના ઘરે રહે છે. મહેતા અંકલ પાસે જેક ઉર્ફે બ્લેકી નામનો કૂતરો છે. જે તેમને ખૂબ વહાલો છે. તેમને ત્યાં રહેતા પિન્ટુને પી.આર. મળી જતાં તે મહેતાનું ઘર છોડીને જાય છે. હવે પિન્ટુની જગ્યાએ કથકે બ્લેકીની પોટી સાફ કરવાનું કામ કરવું પડે છે. એક તરફ ઘરની જવાબદારી અને દેવું છે. બીજી તરફ મહેતા અંકલ સિવાય અત્યારે કથકને કોઈ નોકરીએ રાખે કે રહેવા ઘર આપે તે સંભવિત નથી. તેથી બ્લેકીની ગંદકી તેણે સાફ કરવી જ પડે. કથક ચાલાકીથી બ્લેકીને મારીને પોતાને બચકું ભરાવે છે. તેથી મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા બ્લેકીને પકડી જાય છે અને કાયદા મુજબ મહેતાએ કથકનો ઈલાજ કરાવવો પડે છે. આ વાર્તા વિષે વિવેચક સુમન શાહ યોગ્ય જ કહે છે,

‘વિદેશમાં પણ ઇન્ડિયનનું ઇન્ડિયન વડે શોષણ થાય છે, એ વસ્તુ લજ્જાસ્પદ છે એમ વાચક તારવણી કરે તો ખોટું નહીં, જોકે, વાર્તાકથક પ્રથમ વ્યક્તિના કથનકેન્દ્રે પોતાની કથા કહી રહ્યો છે તેથી રચનાને એવી તારવણીમાં ન નીચોવી લેવી જોઈએ. એણે પોતાનું વીતક વીગતે વીગતમાં સૂત્રને સળંગ સાચવીને કર્યું છે, એટલું જ નહીં, એને માટે માનવીય અનુકંપા જાગે એવા સૂરમાં કર્યું છે.’ (પૃ.૯૮)  

વાર્તામાં મહેતાની એકલતા અને તેની શોષણવૃત્તિનું નિરૂપણ થયું છે. જે રીતે મહેતા પિન્ટુ અને કથક જેવા યુવાનોની મજબૂરીનો લાભ ઉઠાવી શોષણ કરે છે એ જ રીતે કથક પણ નિર્દોષ જાનવરની લાગણી સાથે રમત રમીને તેણે ઘરની બહાર હાંકી કાઢે છે. મહેતાની કુટિલતા અને કથકની કુટિલતાની સન્નિધિ વડે વાર્તાનો બંધ દૃઢ રીતે બંધાયો છે.  

‘સમાંતર રેખાઓ’માં પણ‘બ્લેકી’ની જેમ જ નાયક કેનેડા આવેલો છે. સર્વજ્ઞ કથક વાર્તાનાયકના સંવેદનોનું સંયમિત સૂરમાં વર્ણન કરે છે. વાર્તાનાયક ચાલીસેક વર્ષની બેકીના બીયર સ્ટોરમાં કામ કરે છે. બેકીએ લગ્ન કર્યા નથી. તે અનેક પુરુષો સાથે સંબંધ બાંધતી રહે છે. ક્યારેક બેકી એકાંતમાં રડી પણ લે છે. એવું જ બીજું પાત્ર લિઝીનું છે. સોળેક વર્ષની લિઝી બીયર ખરીદવા આવતી રહે છે, પરંતુ તે પુખ્ત વયની ન હોઈ બેકી તેને બીયર આપતી નથી. લિઝીની એકલતા અને વિષાદ પણ નાયક જુએ છે. બીજી તરફ વતનમાં રહેતી મા છે. જે નાયકને યાદ કરે છે. ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ નાયકના આગ્રહથી મા શરૂ કરે છે અને છોડી પણ દે છે. નેટવર્કની તકલીફના કારણે નાયક મા સાથે વિડીયો કોલ પર વ્યવસ્થિત રીતે વાત કરી શકતો નથી. એક તરફ રોજ રાત્રે ખીચડી રાંધતી મા છે. તો બીજી તરફ બગડી ગયેલા મશરૂમ જોઈ દુ:ખી થતો નાયક છે. અહીં મા અને બેકી તથા લિઝીની સન્નિધિ વડે વાર્તાકાર વાર્તાનાયકના  એકલતાના, વિષાદના ભાવને ઘૂંટીને રજૂ કરે છે. સતત પડતો બરફ આ વિષાદને ઘેરો બનાવે છે. વિષાદનું તટસ્થ રીતિએ થયેલું નિરૂપણ આ વાર્તાનો વિશેષ છે.  

‘લગભગપણું’ વાર્તામાં કોરોનાનો સમય આલેખાયો છે. વાર્તાકથક જીત વાંગ સાથે એક જ ઘરમાં રહે છે. બંને એક સિગારેટ અડધી અડધી પીવે છે. આવું જ દૃશ્ય ‘અડુકિયો-દડુકિયો’ વાર્તામાં પણ જોવા મળે છે. જીતની રોજની ટેવ છે કે તે ઘરની બહાર ડસ્ટબીનમાં મોં મારતાં રકૂનને પગ પછાડીને ભગાડ્યા કરે છે. વાંગ સમયાંતરે યુવતીઓને ઘરમાં લાવતો રહે છે અને સંબંધ બાંધતો રહે છે. આવી જ એક  કોરિયન યુવતી સ્ટેસી છે. કોરોનાનો પંજો પ્રસરતા ગભરાટ અનુભવતો જીત નોનવેજ ખાવાનું બંધ કરે, સિગારેટ પીવાનું બંધ કરે, સતત સેનેટાઇઝરનો ઉપયોગ કર્યાં કરે. એટલું જ નહીં તે વાંગને પણ દરેક વાતે ટોકવા માંડે છે. સ્ટેસીને ઘરમાં આવવા દેતો નથી અને એ વાતે વાંગ સાથે ઝઘડો કરે છે. માસ્ક પહેરવાની વાત હોય કે કૉફી પીવાની – બધી જ વાતે જીત વાંગને ટોક્યા કરે છે. જીતના આવા વર્તનથી કંટાળીને લોકડાઉન શરૂ થતાં પહેલા જ વાંગ ઘર છોડીને જતો રહે છે. વાંગના ગયા પછી પિયાનો વગાડતા જીતને પિયાનોનું સંગીત ઘોંઘાટ જેવું લાગવા માંડે છે. તે પિયાનો વગાડતા અટકી જાય છે. ત્યાં વાર્તા પૂરી થાય છે. આગળની બે વાર્તાની જેમ અહીં પણ સન્નિધિની પ્રયુક્તિ પ્રયોજાઈ છે. પૈસેટકે ગરીબ પણ પરપીડનવૃત્તિ ધરાવતા જીતની માનસિકતા વાર્તાકારે આ પ્રયુક્તિથી ઉપસાવી છે. રોજ રકૂનને બીવડાવીને ભગાડી દેતા જીતને વાંગ ટોકે છે ત્યારે જવાબમાં જીત કહે છે, ‘મજા આવે છે મને એને પજવવાની. સાલું રકૂન કેવું છે, ગંધારું.’ (પૃ.૩૦)  આ જ રીતે જીત કોરોનાની વાતે વાંગના સ્વતંત્ર મિજાજ પર, તેની રહેણીકરણી પર નિયંત્રણ લેવાનું શરૂ કરી દઈને વાંગને પજવે છે. તે એ હદે કે અંતે વાંગ ઘર છોડીને જતો રહે છે. લાકડાના ઘરને કોતરી રહેલી ઊધઈ વડે જીતની આ વૃત્તિ સૂચવાઈ છે. વાર્તાના કેન્દ્રમાં પણ જીતની અન્યને કનડવાની વૃત્તિ, પરપીડનની વૃત્તિ અને તેની ક્રમશ: વધતી જતી તીવ્રતાનું નિરૂપણ છે. ‘બ્લેકી’ની જેમ આ વાર્તામાં પણ કથનકેન્દ્ર જીતનું હોઈ તે જે રીતે વાર્તા કહે છે તેમાં તેની આ વૃત્તિને તે છુપાવી દે છે. વાંગની બેદરકારી, વાંગના યુવતીઓ સાથેના સંબંધ ઈત્યાદિનું ઘેરા રંગે જીત વર્ણન કરે છે અને તેની પડછે પોતાના અચેતન મનની દુરિત વૃત્તિઓને ઢાંકે છે. જીત પોતાની આ વૃત્તિ જાણે છે. તે પોતાના પગના અંગૂઠાની વાત કરતાં એકવાર કહે છે,

‘મેં મારા પગના બંને અંગૂઠા તરફ જોયું. મારી જાણ બહાર તે વાંકા વળેલા હતા. ચાંચ જેવા આકારમાં. જાણે લાકડાની ફર્શમાં ઘૂસી જવા માંગતા હોય, લક્કડખોદ સાલા!’(પૃ.૩૨)