આત્મપરિચય/આત્મપરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આત્મપરિચય|}} {{Poem2Open}} મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ...")
 
No edit summary
Line 9: Line 9:
એ આખી સૃષ્ટિ યાદ આવી. ત્યાં બાળપણ હજુ જાણે પ્રતીક્ષા કર્યા કરે છે. એ કિલ્લાની છાયા હજુ અન્તરમાં વ્યાપેલી છે. એ ધાણકા વસતિગૃહ, એમાંના રાનીપરજના વિદ્યાર્થીઓ — મોટાં પેટ, બરોળ વધેલી, એના પર ડામ દીધો હોય. પગે વાગ્યું હોય ને પાકીને ઘારું પડ્યું હોય તો પગે મોરપીંછ બાંધે. એ એની દવા! આંખમાં તેજ નહીં. જંગલના સીમાડા સુધી વાણિયા ને દારૂના પીઠાવાળા પહોંચી ગયેલા.

ફાગણ મહિનો શહેરમાં દેખાતો નથી. વનને ખોળે બેઠેલા ગામડામાં તો મહાફાગણ કેમે કર્યા છાના રહે નહીં. ખાખરે ખાખરે કેસૂડાં, આંબે આંબે મોર, લીમડે લીમડે મંજરી. એ તમને છોડે નહીં. ને પછી કોઈ બળતી બપોરે ઘૂંટણને માંડ ઢાંકતી જાડી પોતડી, માથે ફાળિયું, મોટા પેટને ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન કરતું એકાદ વસ્ત્ર, પણ આંખમાં ફાગણનો નશો, લોહીમાં મહુડાનાં ફૂલે ઘૂંટેલો ઉન્માદ, ને કાનમાં ખોસેલું કેસૂડાનું ફૂલ, એક જણાના હાથમાં તૂર, બીજાના હાથમાં કાંસાની થાળી — આવી એક ટોળી તમને ચાલી આવતી દેખાય, ને તમે સાંભળો :

{{Poem2Close}}
<poem>
બારા મહીંની હોળીબાઈ યેકે દીહી યેનીવા,
બારા મહીંની હોળીબાઈ યેકે દીહી યેનીવા,
હોળીબાઈયે નાંવા સે, આંમુ નીંગી આલા હો!
હોળીબાઈયે નાંવા સે, આંમુ નીંગી આલા હો!
દેઅના ઓ રીતે દેજે, હા, ગાળી રખે દેતેંરા,  

હોળીબાઈભા ભિખારી, આમાં નાહા ભિખાર્યા.
હોળીબાઈભા ભિખારી, આમાં નાહા ભિખાર્યા.</poem>
 
{{Poem2Open}}
શી ખુમારી છે એમની! અમે ભિખારી નથી. હોળી ભિખારી છે, આપવું હોય તો આપજો, ગાળ દેશો નહીં.

આ જાણે આજે ફરી કાને પડે છે. એ ફાગણની બળતી બપોરના પાત્રમાં આ સંગીત છલકાઈ જાય છે, આપણનેય એનો છાક ચઢે છે. અનેક ભારથી કચડાયેલા — મોટો ભાર દેવાનો — શાહુકારની આંકડારમતમાં એ બિચારા કશું સમજે નહીં — બે ટાણાં ભાગ્યે જ પૂરું અન્ન પામનારા આ વનવાસીઓ એ બધો બોજો હેલયા ઉતારીને સંગીતના સૂર રેલાવે છે, નાચે છે. એ તૂરનો અવાજ જાણે કે ફાગણની બપોરના અન્તસ્થ ભાવને બરાબર પકડી લે છે. વનનાં વૃક્ષોની ડાળીઓ જેમ વંટોળમાં ઝૂલે તેમ એમનો સૂર્યસ્પૃષ્ટ દેહ મસ્તીમાં ઝૂમે છે.

Navigation menu