35,646
edits
No edit summary |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
૨૫ ડિસેમ્બર, ૧૯૩૪ના રોજ પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા વાર્તાકાર, નાટ્યકાર હરીશ નાગ્રેચાનું વતન ગુજરાતના જામનગર જિલ્લાનું જોડિયા ગામ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ કરાચી ખાતે પ્રાપ્ત કર્યું હતું. સ્વતંત્રતા બાદ ભારતનું વિભાજન થતાં તેઓ ઈ.૧૯૪૭માં મુંબઈ આવ્યા અને ઈકોનોમિક્સ સાથે બી.એ. પૂર્ણ કર્યું. ઈ.૧૯૬૪માં ભારતીય વિદ્યા ભવનમાંથી જર્નાલિઝમમાં એડવાન્સ ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અહીં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શ્રી મોરારજી દેસાઈના હસ્તે તેમને‘સિલ્વર મેડલ’મળ્યો. અભ્યાસ દરમિયાન જ આજીવિકાની શરૂઆત કરી. શાળા, ફેક્ટરી, ગવર્નમેન્ટ વિભાગ, માર્કેટિંગ, ટ્રાવેલ- ટુરિઝમ, ઈન્સ્યોરન્સ, ઈન્ડસ્ટ્રિયલ જર્નાલિઝમ એમ અનેક ક્ષેત્રે કામ કરીને જીવનનો બહોળો અનુભવ મેળવ્યો. ઈ.૧૯૬૧માં તેમની બંસરી દેસાઈ સાથેની મિત્રતા લગ્નમાં પરિણમી. તેમને એક પુત્ર તનય છે, જે યુ.કે.માં સ્થાયી થયા છે. છેલ્લે પક્ષાઘાતને કારણે તેઓ ત્રીસ વર્ષની કારકિર્દી પૂર્ણ કરી, ઈ.૧૯૯૫માં ઑલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રીઝ એસોશિયનના સેક્રેટરી જનરલ તરીકે નિવૃત્ત થયા. ૨૨ જુલાઈ, ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું હતું. | ૨૫ ડિસેમ્બર, ૧૯૩૪ના રોજ પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા વાર્તાકાર, નાટ્યકાર હરીશ નાગ્રેચાનું વતન ગુજરાતના જામનગર જિલ્લાનું જોડિયા ગામ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ કરાચી ખાતે પ્રાપ્ત કર્યું હતું. સ્વતંત્રતા બાદ ભારતનું વિભાજન થતાં તેઓ ઈ.૧૯૪૭માં મુંબઈ આવ્યા અને ઈકોનોમિક્સ સાથે બી.એ. પૂર્ણ કર્યું. ઈ.૧૯૬૪માં ભારતીય વિદ્યા ભવનમાંથી જર્નાલિઝમમાં એડવાન્સ ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અહીં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શ્રી મોરારજી દેસાઈના હસ્તે તેમને‘સિલ્વર મેડલ’મળ્યો. અભ્યાસ દરમિયાન જ આજીવિકાની શરૂઆત કરી. શાળા, ફેક્ટરી, ગવર્નમેન્ટ વિભાગ, માર્કેટિંગ, ટ્રાવેલ- ટુરિઝમ, ઈન્સ્યોરન્સ, ઈન્ડસ્ટ્રિયલ જર્નાલિઝમ એમ અનેક ક્ષેત્રે કામ કરીને જીવનનો બહોળો અનુભવ મેળવ્યો. ઈ.૧૯૬૧માં તેમની બંસરી દેસાઈ સાથેની મિત્રતા લગ્નમાં પરિણમી. તેમને એક પુત્ર તનય છે, જે યુ.કે.માં સ્થાયી થયા છે. છેલ્લે પક્ષાઘાતને કારણે તેઓ ત્રીસ વર્ષની કારકિર્દી પૂર્ણ કરી, ઈ.૧૯૯૫માં ઑલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રીઝ એસોશિયનના સેક્રેટરી જનરલ તરીકે નિવૃત્ત થયા. ૨૨ જુલાઈ, ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું હતું. | ||
તેમની પ્રથમ વાર્તા ઈ.૧૯૬૪માં પ્રગટ થઈ. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘તું બોલ ને..!’ ઈ.૧૯૯૦માં પ્રગટ થયો. આ ઉપરાંત તેમની પાસેથી ‘અને...છતાં...પણ…’(ઈ.૧૯૯૮), ‘હેલો, સૂર્યા!’ (ઈ.૨૦૦૨) તથા ‘એક ક્ષણનો ઉન્માદ’ (ઈ.૨૦૦૭) એમ બીજા ત્રણ વાર્તાસંગ્રહ મળે છે. નાટ્યક્ષેત્રે તેમનું મૌલિક ત્રિઅંકી નાટક ‘એક લાલની રાણી’ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અનુદાનથી ઈ.૧૯૯૯માં પ્રગટ થયું. આ નાટકને કલાગુર્જરી (મુંબઈ) અને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમના બીજા નાટક ‘ખોડિયા સૂરજ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો છે. તેમણે ચાર મૌલિક ત્રિઅંકી નાટકો લખ્યા છે. ઈ.૧૯૭૪થી તેઓ ટેલિવિઝન માટે લેખન કાર્ય કરતા રહ્યા છે. તેમના ટેલિ-પ્લેઝ, ગુજરાતી અને હિન્દીમાં મુંબઈ, અમદાવાદ તથા દિલ્હી દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થયા છે. ઈ.૧૯૭૮માં તેમના ટેલિ-પ્લે ‘બીકનું બંડલ’ને મુંબઈ દૂરદર્શન તરફથી શ્રેષ્ઠ ટેલિ-પ્લેનું ઈનામ મળ્યું હતું. ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સ, બેંગ્લોર તરફથી તેમને કોલોબોરેટિવ પ્રોજેક્ટ Planging off the cliff-cross language, cross Media Explorations of the ‘word’ માટે ઈ.૨૦૦૧માં ગ્રાન્ટ એનાયત થઈ હતી. | તેમની પ્રથમ વાર્તા ઈ.૧૯૬૪માં પ્રગટ થઈ. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘તું બોલ ને..!’ ઈ.૧૯૯૦માં પ્રગટ થયો. આ ઉપરાંત તેમની પાસેથી ‘અને...છતાં...પણ…’(ઈ.૧૯૯૮), ‘હેલો, સૂર્યા!’ (ઈ.૨૦૦૨) તથા ‘એક ક્ષણનો ઉન્માદ’ (ઈ.૨૦૦૭) એમ બીજા ત્રણ વાર્તાસંગ્રહ મળે છે. નાટ્યક્ષેત્રે તેમનું મૌલિક ત્રિઅંકી નાટક ‘એક લાલની રાણી’ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અનુદાનથી ઈ.૧૯૯૯માં પ્રગટ થયું. આ નાટકને કલાગુર્જરી (મુંબઈ) અને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમના બીજા નાટક ‘ખોડિયા સૂરજ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો છે. તેમણે ચાર મૌલિક ત્રિઅંકી નાટકો લખ્યા છે. ઈ.૧૯૭૪થી તેઓ ટેલિવિઝન માટે લેખન કાર્ય કરતા રહ્યા છે. તેમના ટેલિ-પ્લેઝ, ગુજરાતી અને હિન્દીમાં મુંબઈ, અમદાવાદ તથા દિલ્હી દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થયા છે. ઈ.૧૯૭૮માં તેમના ટેલિ-પ્લે ‘બીકનું બંડલ’ને મુંબઈ દૂરદર્શન તરફથી શ્રેષ્ઠ ટેલિ-પ્લેનું ઈનામ મળ્યું હતું. ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સ, બેંગ્લોર તરફથી તેમને કોલોબોરેટિવ પ્રોજેક્ટ Planging off the cliff-cross language, cross Media Explorations of the ‘word’ માટે ઈ.૨૦૦૧માં ગ્રાન્ટ એનાયત થઈ હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''કૃતિ પરિચય:''' | '''કૃતિ પરિચય:''' | ||
'''૧. ‘તું બોલ ને!’ (ઈ.૧૯૯૦)''' | |||
{{Poem2Open}} | |||
[[File:Tu Bol Ne by Harish Nagrecha.jpg|200px|left]] | [[File:Tu Bol Ne by Harish Nagrecha.jpg|200px|left]] | ||
‘તું બોલ ને!’ (ઈ.૧૯૯૦) વાર્તાસંગ્રહમાં કુલ દસ વાર્તાઓ છે. આ સંગ્રહ સર્જકે બા ડાહીબેન નાગ્રેચા અને બાપુજી હેમરાજ નાગ્રેચાને અર્પણ કર્યો છે. આ સંગ્રહની પ્રસ્તાવનામાં સર્જક પોતે શા માટે સર્જન કરે છે એ વાતનો ઉત્તર આપે છે. એટલું જ નહીં, સંગ્રહના શીર્ષક પાછળની પોતાની વિચારણા પણ સ્પષ્ટ શબ્દોમાં સમજાવતા લખે છે, | ‘તું બોલ ને!’ (ઈ.૧૯૯૦) વાર્તાસંગ્રહમાં કુલ દસ વાર્તાઓ છે. આ સંગ્રહ સર્જકે બા ડાહીબેન નાગ્રેચા અને બાપુજી હેમરાજ નાગ્રેચાને અર્પણ કર્યો છે. આ સંગ્રહની પ્રસ્તાવનામાં સર્જક પોતે શા માટે સર્જન કરે છે એ વાતનો ઉત્તર આપે છે. એટલું જ નહીં, સંગ્રહના શીર્ષક પાછળની પોતાની વિચારણા પણ સ્પષ્ટ શબ્દોમાં સમજાવતા લખે છે, | ||
“તું બોલને...!’ એ અબોલાનું ‘પોઝિટિવ’ ફોર્મ છે, પણ અબોલા, નોન – કોમ્યુનિકેશન, એટલે શું? પ્રત્યક્ષ કે પરોક્ષ, સૂક્ષ્મ કે નફ્ફટપણે કોણ, ક્યારે, કોનાથી, ક્યાં રિસાતું નથી? પ્રિયજન રિસાઈ ન બોલે, એ અબોલા. પ્રિયજન આપણને અનુભવવું હોય એવું બોલવા સમર્થ અને સભાન હોવા છતાં જો એવું ન – બોલે, તો એ પણ અબોલા. બે વ્યક્તિ સંકળાય, પરંતુ એકબીજા સાથે એકધારું બોલતાં હોવા છતાં જો એમને ન બોલ્યાની અધૂરપ સતત સાલ્યા કરે તો એ પણ અબોલા જ ને?... વ્યક્તિ માત્ર ઈચ્છતી હોય છે કે જિંદગી એની સાથે, એના ‘ટર્મ્સ’ પર કોમ્યુનિકેટ કરે, અને અપૂર્ણ રહેતી એની આ અપેક્ષા એટલે જિંદગી તરફથી વ્યક્તિને થતી તીવ્ર અબોલાની અનુભૂતિ! જીવ-શિવ વચ્ચે સતત ચાલતા એકપક્ષી કરગરાટને શું કહેવું – અબોલા?’ | “તું બોલને...!’ એ અબોલાનું ‘પોઝિટિવ’ ફોર્મ છે, પણ અબોલા, નોન – કોમ્યુનિકેશન, એટલે શું? પ્રત્યક્ષ કે પરોક્ષ, સૂક્ષ્મ કે નફ્ફટપણે કોણ, ક્યારે, કોનાથી, ક્યાં રિસાતું નથી? પ્રિયજન રિસાઈ ન બોલે, એ અબોલા. પ્રિયજન આપણને અનુભવવું હોય એવું બોલવા સમર્થ અને સભાન હોવા છતાં જો એવું ન – બોલે, તો એ પણ અબોલા. બે વ્યક્તિ સંકળાય, પરંતુ એકબીજા સાથે એકધારું બોલતાં હોવા છતાં જો એમને ન બોલ્યાની અધૂરપ સતત સાલ્યા કરે તો એ પણ અબોલા જ ને?... વ્યક્તિ માત્ર ઈચ્છતી હોય છે કે જિંદગી એની સાથે, એના ‘ટર્મ્સ’ પર કોમ્યુનિકેટ કરે, અને અપૂર્ણ રહેતી એની આ અપેક્ષા એટલે જિંદગી તરફથી વ્યક્તિને થતી તીવ્ર અબોલાની અનુભૂતિ! જીવ-શિવ વચ્ચે સતત ચાલતા એકપક્ષી કરગરાટને શું કહેવું – અબોલા?’ | ||
| Line 43: | Line 42: | ||
આમ, ‘તું બોલને!’ વાર્તાસંગ્રહ પાત્રોની એકલતા, વિષાદના ઝીણવટભર્યા નિરૂપણ, પાત્રોના આંતરવિશ્વ અને બાહ્ય જગત વચ્ચેના સંઘર્ષનું માનસશાસ્ત્રીય રીતિએ થયેલું આલેખન, ભૌતિક સમય અને ચૈતસિક સમયની ચુસ્ત ગૂંથણી, વિષયને અનુરૂપ ગદ્ય આદિ વિશેષતાઓને લીધે ગુજરાતી નવલિકા ક્ષેત્રે મહત્ત્વનો બની રહે છે. | આમ, ‘તું બોલને!’ વાર્તાસંગ્રહ પાત્રોની એકલતા, વિષાદના ઝીણવટભર્યા નિરૂપણ, પાત્રોના આંતરવિશ્વ અને બાહ્ય જગત વચ્ચેના સંઘર્ષનું માનસશાસ્ત્રીય રીતિએ થયેલું આલેખન, ભૌતિક સમય અને ચૈતસિક સમયની ચુસ્ત ગૂંથણી, વિષયને અનુરૂપ ગદ્ય આદિ વિશેષતાઓને લીધે ગુજરાતી નવલિકા ક્ષેત્રે મહત્ત્વનો બની રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
૨. ‘અને... છતાં... પણ…’ (ઈ.૧૯૯૮) | '''૨. ‘અને... છતાં... પણ…’ (ઈ.૧૯૯૮)''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Ane Chhata pan by Harish Nagrecha.jpg|200px|left]] | [[File:Ane Chhata pan by Harish Nagrecha.jpg|200px|left]] | ||
| Line 65: | Line 64: | ||
ચુટકીની આંખે તેનું વર્ણન જોવા જેવું છે. | ચુટકીની આંખે તેનું વર્ણન જોવા જેવું છે. | ||
‘ઊંચો, સૂકો યુવાન, સહેજ બ્રાઉન રંગના તેલ વગરના લાંબા કપાળ પર ઢળી આવતા વાળ, ટેરવાં રમાડવા ગમે એવી તાજી કાપેલી ટર્ફની કુમાશભરી લીલાશ પડતી દાઢી, રિમલેશ ચશ્માં, ખભે બગલથેલો, પગમાં કોલ્હાપુરી ચંપલ, પણ ચિત્ર અધૂરું જ રહે, જો એના હાથમાં પુસ્તક ના હોય તો.’ (પૃ.૦૨) | ‘ઊંચો, સૂકો યુવાન, સહેજ બ્રાઉન રંગના તેલ વગરના લાંબા કપાળ પર ઢળી આવતા વાળ, ટેરવાં રમાડવા ગમે એવી તાજી કાપેલી ટર્ફની કુમાશભરી લીલાશ પડતી દાઢી, રિમલેશ ચશ્માં, ખભે બગલથેલો, પગમાં કોલ્હાપુરી ચંપલ, પણ ચિત્ર અધૂરું જ રહે, જો એના હાથમાં પુસ્તક ના હોય તો.’ (પૃ.૦૨) | ||
તેના સ્વપ્નો રાતદિવસ જોતી ચુટકીને આ શનિવારે આઘાત લાગે છે જ્યારે તે યુવાનના કપડાના પોટકામાંથી બ્લાઉઝ, સાડીઓ, નાના ફ્રોક્સ નીકળે છે. ચુટકી આ જોઈને હેબતાઈ જાય છે. તેના પર ખિજાઈ પણ ના શકે, કારણકે તેને તો ક્યારેય નજર ઊંચી કરીને તેને જોઈ પણ નથી. કાયમ યુવાનના કપડા જાતે જોઈ સ્પેશિયલ વોશના ઢગલામાં મૂકતી ચુટકી આ વેળાએ રઘુને કહે છે. ચુટકીના તીવ્રતમ રોષનું તેના જ મુખે થયેલું વર્ણન જોવા જેવું છે. | |||
‘હું હંમેશની જેમ રસીદ આપવા ફરી, પણ દાઝતી હોઉં તેમ ખચકાઈ. સાડીઓ, બ્લાઉઝ, નાના ફ્રોકસ...! ચુટકી! ખબર ના પડી પણ કોઈ અકળ રોષમાં મેં રઘુને બૂમ મારી. મારો અવાજ તરડાઈ ગયો. રઘુ આવ્યો. એને પાવતી બનાવવાનું કહી હું પગ પછાડતી કબાટ પાછળ ચાલી ગઈ. ચીડ તો એવી ચડી કે પુસ્તક ખેંચી આપું એન મોં પર, કપડાંનો ફૂટપાથ પર ઉલાળિયો કરું, જીવ ભરીને ભાંડું, દાંતિયા કરું, લડું. ગેટ...આઉટ...એથી શું તું સારી લાગશે! કેવી પણ લાગું! શું બગાડ્યું છે એણે તારું? ઊંચી નજર કરીને પણ એણે જોયું નથી. એ જ.... એ જ...તો કહું છું, કેમ? ચુટકીને ચટકો લાગ્યો હતો, જો કહું છું, નાહકની તું..! મેં ચુટકીને દબડાવી. મારે શું! થાય છે કે નકટા મનને તો..!’ (પૃ.૦૯) | ‘હું હંમેશની જેમ રસીદ આપવા ફરી, પણ દાઝતી હોઉં તેમ ખચકાઈ. સાડીઓ, બ્લાઉઝ, નાના ફ્રોકસ...! ચુટકી! ખબર ના પડી પણ કોઈ અકળ રોષમાં મેં રઘુને બૂમ મારી. મારો અવાજ તરડાઈ ગયો. રઘુ આવ્યો. એને પાવતી બનાવવાનું કહી હું પગ પછાડતી કબાટ પાછળ ચાલી ગઈ. ચીડ તો એવી ચડી કે પુસ્તક ખેંચી આપું એન મોં પર, કપડાંનો ફૂટપાથ પર ઉલાળિયો કરું, જીવ ભરીને ભાંડું, દાંતિયા કરું, લડું. ગેટ...આઉટ...એથી શું તું સારી લાગશે! કેવી પણ લાગું! શું બગાડ્યું છે એણે તારું? ઊંચી નજર કરીને પણ એણે જોયું નથી. એ જ.... એ જ...તો કહું છું, કેમ? ચુટકીને ચટકો લાગ્યો હતો, જો કહું છું, નાહકની તું..! મેં ચુટકીને દબડાવી. મારે શું! થાય છે કે નકટા મનને તો..!’ (પૃ.૦૯) | ||
ત્યાં તો થોડીવાર બાદ એક વિધવા સ્ત્રી ચાવી શોધતી આવી પહોંચે અને રહસ્ય ઊઘડે કે તે સ્ત્રી પેલા યુવાન વરુણની બહેન છે. ગામડેથી દીકરીને લઈને વેકેશન હોવાથી આવી છે. આ સત્ય જાણતાંવેંત ચુટકીનો મૂડ બદલાઈ જાય. | ત્યાં તો થોડીવાર બાદ એક વિધવા સ્ત્રી ચાવી શોધતી આવી પહોંચે અને રહસ્ય ઊઘડે કે તે સ્ત્રી પેલા યુવાન વરુણની બહેન છે. ગામડેથી દીકરીને લઈને વેકેશન હોવાથી આવી છે. આ સત્ય જાણતાંવેંત ચુટકીનો મૂડ બદલાઈ જાય. | ||
| Line 79: | Line 78: | ||
‘લંડનથી ધવલ પાછો આવે છે, આઈ વિશ, જતાં પહેલાં પોતાનું આપેલું વચન એ પાળે.’ (તન્વી) (પૃ.૨૦૬) | ‘લંડનથી ધવલ પાછો આવે છે, આઈ વિશ, જતાં પહેલાં પોતાનું આપેલું વચન એ પાળે.’ (તન્વી) (પૃ.૨૦૬) | ||
પ્રશ્ન થાય કે તન્વી અને સુકેતુ બીજા પાત્રો સાથે જોડાવા માંગે છે તો પણ એકબીજાને શા માટે મળતાં રહે છે, પ્રેમનું નાટક કરતાં રહે છે. જવાબ અકિકના મુખે વાર્તાકારે આપ્યો છે, ‘કન્ઝ્યુમર સોસાયટીના લોભિયાઓ, ટાણે મૂલ્યોમાં નહિ કિંમતમાં રસ છે, ને એ કરતાં વધુ રસ છે, છૂટમાં.’ (પૃ.૧૯૫) | પ્રશ્ન થાય કે તન્વી અને સુકેતુ બીજા પાત્રો સાથે જોડાવા માંગે છે તો પણ એકબીજાને શા માટે મળતાં રહે છે, પ્રેમનું નાટક કરતાં રહે છે. જવાબ અકિકના મુખે વાર્તાકારે આપ્યો છે, ‘કન્ઝ્યુમર સોસાયટીના લોભિયાઓ, ટાણે મૂલ્યોમાં નહિ કિંમતમાં રસ છે, ને એ કરતાં વધુ રસ છે, છૂટમાં.’ (પૃ.૧૯૫) | ||
આ છૂટનો ભરપૂર લાભ લેતાં, વેઈટિંગ સમયમાં બને તેટલો લાભ લેતાં તન્વી-સુકેતુની ગોઠવણીવાળી રમતને સર્જક સંવાદો વડે તાદૃશ કરાવે છે. અકિક એકલો તટસ્થ છે. તે કથક અને પ્રતિભાવક હોઈ ભાવકો તેના વડે તન્વી-સુકેતુના સાચા ચહેરાને જુએ છે. વાર્તાના આરંભે પૂંઠું ચડાવવા માટે કાતર શોધતા અકિકની પરબીડિયું વાંચ્યા પછી કાતર શોધવાની ચેષ્ટા સૂચક છે. સત્ય જાણ્યા બાદ ઘોંઘાટિયું સંગીત સાંભળવા માંડતો અકિક ફોનની ઘંટડી સાંભળી શકતો નથી. આ ઘોંઘાટિયું સંગીત પણ કેટલું સૂચક છે. | |||
આમ, આ સંગ્રહ વિષયવસ્તુ, કથકની પસંદગી, સ્ત્રી-પુરુષ સંબંધમાં પ્રવેશી ગયેલી ઉપભોક્તાવાદી માનસિકતાનું નિરૂપણ, સ્ત્રીની ઓળખના સંકુલ પ્રશ્નની સ્ત્રીના દૃષ્ટિકોણથી તપાસ, ભાષાશૈલીને કારણે મહત્ત્વનો બની રહે છે. | આમ, આ સંગ્રહ વિષયવસ્તુ, કથકની પસંદગી, સ્ત્રી-પુરુષ સંબંધમાં પ્રવેશી ગયેલી ઉપભોક્તાવાદી માનસિકતાનું નિરૂપણ, સ્ત્રીની ઓળખના સંકુલ પ્રશ્નની સ્ત્રીના દૃષ્ટિકોણથી તપાસ, ભાષાશૈલીને કારણે મહત્ત્વનો બની રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
૩. ‘હેલો, સૂર્યા!’ (ઈ.૨૦૦૨) | '''૩. ‘હેલો, સૂર્યા!’ (ઈ.૨૦૦૨)''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Hello Surya by Harish Nagrecha.jpg|200px|left]] | [[File:Hello Surya by Harish Nagrecha.jpg|200px|left]] | ||
| Line 99: | Line 98: | ||
આ સંગ્રહની વાર્તાઓમાં સર્જક વાર્તા સ્વરૂપ પ્રત્યે વધારે સભાન બનેલા અનુભવાય છે. વિષયવસ્તુની માવજત, પાત્રોના આંતરજગતને ઉજાગર કરે તેવા બોલચાલના લય-લહેકાવાળા સંવાદો, શહેરી પરિવેશ અને મૂડીવાદનો પ્રસરતો પંજો, સંકેતાત્મક નિરૂપણ અને બળકટ ગદ્યના કારણે આ સંગ્રહ નોંધપાત્ર બની રહે છે. | આ સંગ્રહની વાર્તાઓમાં સર્જક વાર્તા સ્વરૂપ પ્રત્યે વધારે સભાન બનેલા અનુભવાય છે. વિષયવસ્તુની માવજત, પાત્રોના આંતરજગતને ઉજાગર કરે તેવા બોલચાલના લય-લહેકાવાળા સંવાદો, શહેરી પરિવેશ અને મૂડીવાદનો પ્રસરતો પંજો, સંકેતાત્મક નિરૂપણ અને બળકટ ગદ્યના કારણે આ સંગ્રહ નોંધપાત્ર બની રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''૪. ‘એક ક્ષણનો ઉન્માદ’ (ઈ.૨૦૦૭)''' | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Ek Kshan No Unmad by Harish Nagrecha.jpg|200px|left]] | [[File:Ek Kshan No Unmad by Harish Nagrecha.jpg|200px|left]] | ||