કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 490: Line 490:
{{Space}} ઘરે ઊગેલા આભે પૂગે!
{{Space}} ઘરે ઊગેલા આભે પૂગે!
16-9-’48 {{Poem2Close}}
16-9-’48 {{Poem2Close}}
{{Poem2Open}}
<big>'''બારી અનન્ત પરે'''</big>
કાંચનજંઘાની જાંઘ પરે
એક ગામડામાં એક ખોરડું છે,
એ ખોરડામાં એક ઓરડો છે.
એક બારી ખરી એ ઓરડામાં;
સાંકડી બારીમાં દૃશ્ય મઢ્યું વિરાટ તણું;
કાળ અનન્ત ને સર્જન સર્વ પરે
સાંકડી બારી ડોકિયું દ્યે.
માણસ માણસને મન છે,
મગજ છે, જિગર છે.
એક માપના ઓરડા સમ.
એક માપની બારી ખરી
મનને, મગજને, જિગર પર, બધે.
કદ માનસનાં આંહીં ઘટે તો આંહીં વધે;
ક્યાં બારી પડે? —
(જાળિયું કૂપ તળે? અરીસા ઉપરે?)
— કાંચનજંઘાની હાર પરે? {{Poem2Close}}
{{Poem2Open}}
<big>'''લઘુતમ સાધારણ અવ્યય'''</big>
અંધારાના ઢગલા જેવાં
{{Space}} વૃક્ષો ઝૂમે બંને હાથ;
વચમાં રસ્તો વળે સાંકડો,
{{Space}} અકળાતાં રજનિની બાથ.
{{Space}} મોટર-બત્તી તેજ કરું!
{{Space}} પ્રકાશ-કેડી હું પ્રગટું!
વેગ વધાર્યો, ઢાળ આવતાં,
{{Space}} આગળ કો મોટર દેખાય—-
સરકંતા અંધારા જેવું
{{Space}} કાળમુખમાં લબકું જાય.
{{Space}} મુજ બત્તીનું તેજ ઝીલી!
{{Space}} બારી આગળ જાય ખીલી!
મોટા શ્યામ ગુલાબ સરીખો
{{Space}} અંબોડો રૂપકોર મઢ્યો.
બટમોગરની ચક્ર વેણીએ
{{Space}} તિબેટ-શાલીગ્રામ જડ્યો.
{{Space}} અર્ધ ઊંઘમાં એ દર્શન!
{{Space}} થાતાં સ્મૃતિઓનાં થનગન!
કોણ હશે? ક્યાં જાતી આજે?
{{Space}} ઘેર ભાઈને? કે અભિસાર?
જે મુખ અંબોડાએ ઢાંક્યું,
{{Space}} કેમ પામવો એ આકાર?
{{Space}} એવી વેણીવાળાં કૈં કૈં
{{Space}} મુખનો મનમાં થાય ઉચ્ચાર!
વિહ્વળતા વધતાંની સાથે
{{Space}} સુપ્ત સ્મૃતિના થર ઊખડ્યા.
ધુપેલ, વેણી, સો અંબોડા,
{{Space}} સો સો ચિત્રો ત્યાં ખખડ્યાં.
{{Space}} અમુખને મોઢું આપું!
{{Space}} રુઝેલ સો ભીંગડ કાપું!
હશે શેવતી? — ભણતાં સાથે;
{{Space}} બાળા? — સફર કરેલી એક;
હશે આરતી? — તરવા જાતાં;
{{Space}} આશા? — કાવ્ય સ્ફુરેલ અનેક.
{{Space}} બીજ? — પાતળી; રાધા? —જાડી;
{{Space}} પ્રેમી? — જેણે ના પાડી.
મૂરખ, કવિ ! જો મોઢું દેવું,
{{Space}} જગદંબા આદ્યા સર્જાવ!
અંબોડે અંબોડે ગૂંથ્યા
{{Space}} લઘુતમ શા ઈશ્વરના ભાવ!
પ્રેમજોશ તો લઘુતમ અવ્યય
{{Space}} જેનું ‘પ્રત્યેકા’ ભાજક.
કવિ કને જે વિશ્વવિજય તે,
{{Space}} સંત મને પહેલું ત્યાજક.
શક્તિ સરખી, સંત, કવિની!
છે મ્હોંકાણ જ્વલંત છબીની!
5-9-’50{{Poem2Close}}
26,604

edits

Navigation menu