કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 568: Line 568:
છે મ્હોંકાણ જ્વલંત છબીની!
છે મ્હોંકાણ જ્વલંત છબીની!
5-9-’50{{Poem2Close}}
5-9-’50{{Poem2Close}}
{{Poem2Open}}
'''<big>મીણબત્તી</big>'''
કયા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠ કપાળ.
એણે નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ. {{Poem2Close}}
{{Poem2Open}}
'''<big>ત્રીજ</big>'''
ઊંચાઊંચા પર્વત ઊભા,
{{Space}} તળિયાહીન દરિયાવ;
વચગાળેનું શૂન્ય સ્મરકતું,
{{Space}} કરત અસ્મિતા-દાવ?
{{Space}}{{Space}} ના પૂનમ, નહિ બીજ,
{{Space}}{{Space}} તને કોણ સંભારે ત્રીજ?
પોલ હૃદયનો ખૂંચે વાંસડો,
{{Space}} આ કે પેલે પાર;
સમીર તણી એ બંસી બનતો,
{{Space}} ગૌરવનો આકાર;
ડૂબે, ડુબાવે આધારીને,
{{Space}} સરતા વચલી ધાર.
{{Space}}{{Space}} ના પૂનમ, નહિ બીજ,
{{Space}}{{Space}} તને કોણ સંભારે, ત્રીજ?
એક આંકડો એકલવાયો,
{{Space}} પાડે સર્જક ભાત;
એકાંતીને કથળે જાડી.
{{Space}} સરવાળી તાકાત.
{{Space}} ના પૂનમ, નહિ બીજ,
{{Space}} તને કોણ સંભારે, ત્રીજ?
{{Space}} ‘અવગણનાથી ઝાંખી તોયે,
{{Space}} હું છું ત્રીજની ત્રીજ!’
12-12-’52 {{Poem2Close}}
{{Poem2Open}}
'''<big>રાતના અવાજો</big>'''
નીંદરનાં બારણાં ખોલવાનો કારણે
{{Space}} પાંપણોને પોરવી તાળાં દીધાં;
શાંતિની જીભ શા રાતના અવાજે
{{Space}} અંધાર વંડીએથી ડોકિયાં કીધાં.
જોયો કો જમ ને કોળીનું કૂતરું
{{Space}} કૂવા કને જઈ ભસતું જતું,
હાથમાં મિલાવી હાથ કુમળા પ્રકારના
{{Space}} મેડી નીચે કોઈ હસતું હતું.
જેલની દીવાલ પે આલબેલ ગાજતા
{{Space}} અંદરના ‘ઓહ!’ સો મૂંગા રહ્યા;
ઘૂવડની ઘૂકમાં કકળ્યાં પારેવડાં
{{Space}} કબરોમાં કોઈ પેર આવ્યાં, ગયાં.
ગાડામાં એકલો વાસળી વગાડતો
{{Space}} બેકલ થવાની હોંશ ગાતો જતો;
ચીલાએ જીરવ્યા આવા અનેકને
{{Space}} એટલે ‘કર્રડકટ્ટ’ બળખો થતો.
રોવું, રાજી થવું, હસવું કે ભૂલવું?
{{Space}} સમજી શકું ન હું ને પાસાં પડું;
દિનભર સૂતેલ દિલ આળસ મરોડી
{{Space}} પોપચાંને તંબૂને થાતું ખડું.
20-10-’55{{Poem2Close}}
26,604

edits

Navigation menu