26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 647: | Line 647: | ||
{{Space}} પોપચાંને તંબૂને થાતું ખડું. | {{Space}} પોપચાંને તંબૂને થાતું ખડું. | ||
20-10-’55{{Poem2Close}} | 20-10-’55{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
'''<big>શેતૂર અને પોપટ</big>''' | |||
પોપટ પઢાવી મને ભરતમુનિની વાત, | |||
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત. | |||
ઘરઆંગણામાં ઊભું સામે શેતૂર કેરું ઝાડ; | |||
હાથ ફેરવી પંપાળે એ પછવાડેની વાડ. | |||
ઉનાળો આવે ના’વે ત્યાં માણેકનો ભંડાર | |||
લાલંલાલ ગુલાબી માલે શેતૂરનો અંબાર. | |||
એવે ટાણે લીલાલીલા કીલકીલ કરતા હાશ! | |||
પોપટ આવે નીલ ઘટાની વધારવા લીલાશ; | |||
પરોઢ, સાંજે શોર મચાવે, તોડે ફળ ને પાન | |||
તોય મને તો લાગે એમાં જીવનલ્હાણું ગાન. | |||
કાનખજૂર શા ફળ ખૂટ્યાં ત્યાં મોંઘેરા મ્હેમાન | |||
પોપટ ના’વે, ઊડી ગયા એ આપ્યા વિણ એંધાણ. | |||
એક દફા ઓચિંતા મળતાં છેડી એણે વાત: | |||
આપો શેતૂર રોજરોજ તો આવું દિન ને રાત! | |||
ભૂલી ગયો હું બ્રહ્મા બનવું, મારી શું તાકાત? | |||
— સમજાવું શેણે લાચારી? મનડું થયું મહાત. | |||
શબ્દ વિના સંવેદન ઊંડું, એથી ગહન કરુણ | |||
શબ્દકોશ જે પરિસ્થિતિનાં ચૂકવી શકે ન ઋણ. | |||
પોપટે પઢાવી મને ભરતમુનિની વાત, | |||
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત. | |||
4-5-’53{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
<big>'''આજ મારો અપરાધ છે, રાજા!'''</big> | |||
આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર; | |||
જાણું હું મારા દિલમાં તોયે આંખ પસારું ચોમેર. | |||
પાંદડે પાંદડે પગલાં સુણું; વાદળે તારી છાંય; | |||
નિભૃત આંબલે કોકિલકંઠમાં વાંસળી તારી વાય. | |||
આવશે ના! નહિ આવશે! એની ઉરમાં જાણ અમાપ; | |||
કેમ કરી તોય રોકવા મારે કૂદતા દાહ-વિલાપ? | |||
રાત હતી, હતાં વાદળ-વારિ, વીજળીનો ચમકાર; | |||
નેવલાં મારાં ખાળતાં ન્હોતાં અશ્રુ સર્યાં ચોધાર. | |||
આગલે દિવસે પ્રેમી પથિકને સેવતાં ક્લાંત શરીર; | |||
પાઠવતાં એને અર્ધ નિશા તક ખેરવ્યાં અશ્રુનીર. | |||
રથ તારો મુજ બારણે આવ્યો જાણું ન ક્યારે? કેમ? | |||
ક્યારે તેં આંગળે હાથ પરોવ્યા? ક્યારે તેં પૂછ્યા ખેમ? | |||
હોઠને તારક ટીલડી ક્યારે? ક્યારે તેં લીધ નિશ્વાસ? | |||
કાંઈ ન જાણું કેટલી વેળા સૂંઘતો મારા શ્વાસ? | |||
પાંપણે ઘેનના ડુંગરા બેઠા, ઇચ્છ્યા ન ઊભા થાય; | |||
અંતરમાં પડછંદ પડ્યા તોય ત્રાટક ના સંધાય. | |||
ક્યારે ઊઠ્યો તું? રથમાં બેઠો? મારતે ઘોડે દૂર? | |||
જાણું નહિ! પણ જાગતાં અંગમાં મ્હેકતું તારું કપૂર! | |||
આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર; | |||
આજ મારો અપરાધ છે, જાણું કાલનો કાળો કેર. | |||
આવજે એવું માગવું ના, પણ એક હું માગું વેણ; | |||
એકદા તારે બારણે આવીશ પાઠવ્યા વિના કે’ણ: | |||
જાગતો ના હામ હોય હૈયામાં! જોઉં તો તારું જોર! | |||
ચેતજે રાજા! મનમાળામાં પેસતાં કોઈ ચકોર! | |||
27-3-’33{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
<big>'''ઝંઝારતે'''</big> | |||
જાગશો ના, પ્રાણ! ઊઠશો ના, પ્રાણનાથ! | |||
જીવની આણ જો છોડશો મારી બાથ! | |||
આજ નથી આભ હાથમાં એના તૂટતા ચાર મિનાર, | |||
ધણણ ધણણ મેઘ ધ્રબૂકે: વીજળીના ચમકાર. | |||
ઊઠશો ના, પ્રાણ! આણ કુમારની આજ, | |||
કાળ-ઝંઝાનાં વાગતાં ઝાંઝ-પખાજ; | |||
વિજન કાનને વૃક્ષ થતાં ઉન્મૂલ! | |||
તૂટતી ડાળીઓ, તૂટતાં નાળાંપુલ: | |||
કોઈ નથી ઉડુ આભ, સુકાયાં સુરગંગાનાં નીર; | |||
વીજની નાગણ ડંખતી આજે વ્યોમધરાનાં હીર. | |||
આણ છે દેવની, ઊઠશો ના ભરથાર: | |||
આજ નહિ, પ્રભુ! સાંભળો હાહાકાર, | |||
ઊઠતો વાટથી: પૂર છૂટ્યાં પુરપાટ — | |||
જનપદો, પૂર, ગામડાંને સસડાટ | |||
તાણતાં સાગરમુખ ભણી જેના પેટનો ના’વે પાર: | |||
વાયુવંટોળમાં દ્વિજગણોના સાંભળો શા ચિત્કાર! | |||
ખોલશો ના દ્વાર, દેવ! ન ખોલશો આજ: | |||
કાળના તાંડવતાલ ને રુદ્રનો નાચતો સાજ સમાજ. | |||
કોઈ નથી પથ ચીંધવા આપને: | |||
દીપ ઠર્યા સહુ વાયુના કાતિલ કાંપને: | |||
ગોરંભને નથી જંપ, કરંત પ્રકંપ ધરા: | |||
વ્યોમની છૂટતા બર્ફ ખરંત કરા! | |||
છોડશો ના, નાથ! આંગણું, મારા ગર્ભની આપું આણ: | |||
હૂંફ ત્યજો મુજ કોટિની શાને? આવજો ઝેરી બાણ | |||
ચીરવા ઉદર, છેદવા કોચો પ્રાણ | |||
જેમ ચીર્યા’તા પરીક્ષિતને જનની-ઉદરસ્થાન: | |||
દીપપ્રકાશમાં નીરખ્યું એણે નારનું આખું અંગ: | |||
છીછરી ચૂંદડી ઢાંકતી’તી એનો બીજ સમો કટિભંગ: | |||
જેમ પ્રદીપશિખા ધ્રૂજતી ત્યમ પાંપણના પલકાર: | |||
ધમતી છાતીએ, ઊછળે ને પડે હીરલા કેરો હાર: | |||
શેઠ હજી ધરે સ્નિગ્ધતા એને ચાંદલા બેઉ કપોલ: | |||
આંખમાં કાંઈ અમોલ: | |||
ધડ કરી દ્વાર વાસતો નાઠો પાછળ નેન કરી, | |||
દૂર જતાંજતાં માર્ગમાં સ્હેજ ફરી: | |||
ઊછળે સાગર, વીંઝતા વાંસડા હાથ, | |||
ડાળીઓ ઝીંકતી એકબીજાને કરવા જાણે મ્હાત | |||
જેમ ઝીંકે ધીક આખલા ઊછળી: દૂર | |||
આભમાં મેઘમૃદંગ ગગડતાં ક્રૂર: | |||
સૃષ્ટિના તાંડવે એય ભળ્યો નવ સાંભર્યાં નેહના નીડ: | |||
દીપક દ્વારનો ક્યાંય છુપાયો: વચમાં વનની ભીડ. | |||
27-3-’33{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
'''<big>ઝંઝાવાત</big>''' | |||
ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! | |||
{{Space}} ખોલો બારીબારણાં! | |||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | |||
{{Space}} સાદ દે મ્હેરામણા! | |||
આભ ચંદરવો, | |||
{{Space}} ઝણે સંગીત સાગરતાર: | |||
પાનખરનાં ઓઢણાં, | |||
ઝંઝાનિલે નિજ નૃત્ય માંડ્યું | |||
{{Space}} પૃથ્વીને પગથાર: | |||
વન-ચમન ગાય હુલામણાં! | |||
સૃષ્ટિના તાંડવ મહીં તમ સાથ પૂરો! | |||
{{Space}} સાદ દે મ્હેરામણા! | |||
મયૂર નાચે મત્ત હૈયે, | |||
{{Space}} આભ પંખે પાથરી; | |||
{{Space}} કપોત કૂજે કુંજેકુંજે | |||
{{Space}} પાંખમાં પાંખો વણી; | |||
આમલીની ડાળ વીંઝે વીંઝણા! | |||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | |||
{{Space}} સાદ દે મ્હેરામણા! | |||
{{Space}} શિરિષતરુના શુષ્ક ઘૂઘરે, | |||
{{Space}} અનિલ બાજે ખંજરી; | |||
{{Space}} સહકાર સુંદરીઓ હસી હસી, | |||
{{Space}} દાંત વેરે મંજરી. | |||
શાલવનનાં પર્ણ ગાય ગધામણાં! | |||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | |||
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા! | |||
{{Space}} શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ, | |||
જીર્ણ નીછે ખરે — | |||
વિશ્વસંગીતમાં બસૂર જે, | |||
સૃષ્ટિનૃત્યે તાલ જેના ના પડે! | |||
નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા! | |||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | |||
સાદ દે મ્હેરામણા! | |||
નિસર્ગ નાચ્યો, | |||
શુષ્ક પર્ણ સરી પડ્યાં; | |||
પૃથ્વી નાચી, | |||
માટીના થર ઊતર્યા; | |||
વ્યોમ નાચ્યું, | |||
હૃદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યા: | |||
એક માનવ ના ઊઠ્યા, એને મીઠી આત્મપ્રતારણા! | |||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | |||
સાદ દે મ્હેરામણા! | |||
ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં! | |||
સાગર પુકારે સાદ: | |||
સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા. | |||
ઝાડ જાગે, શુષ્ક ત્યાગે, | |||
પંખી પ્રાણી નાચતાં; | |||
પણ માનવી ધડ ધડ કરી | |||
નિજ દ્વારબારી વાસતાં. | |||
એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં! | |||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | |||
સાદ દે મ્હેરામણા! | |||
15-2-’32{{Poem2Close}} |
edits