કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 889: Line 889:
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા!
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા!
6-8-’29{{Poem2Close}}
6-8-’29{{Poem2Close}}
{{Poem2Open}}
<big>'''દેવ'''</big>
કંકુ ઘોળી કંકાવટીઓ બે,
{{Space}} ચોખે ભર્યા બે થાળ;
નૈવેદ્યનાં શત છાબડાં લીધાં,
{{Space}} ફૂલ અને ફૂલમાળ:
{{Space}}{{Space}} હું ને એ મંદિર ચાલ્યાં,
{{Space}}{{Space}} અમારા દેવ વધાવા!
ઘંટ વાગે ને શંખ ફૂંકાયે,
{{Space}} ફોરતા ધૂપસુવાસ!
ધન-સોનાના ઢગલા થાતા
{{Space}} દેવનાં પગલાં પાસ!
{{Space}}{{Space}} પ્રભુનો પ્રેમ વધાવા
{{Space}}{{Space}} આવે સૌ ધન ધરાવા!
હસતી એ તો દ્વારમાં પેઠી,
{{Space}} થંભી ગયા મુજ પાદ!
ઝાંઝપખાજ સહુ વીસરાયાં,
{{Space}} આવ્યા નિશ્વાસના નાદ!
{{Space}}{{Space}} મંદિરનાં દ્વાર અગાડી!
{{Space}}{{Space}} સૂણું હું કકળતી નાડી!
લૂલાં, ઠૂંઠાં કો દીન ભિખારી,
{{Space}} ભૂખે પીડાતો સમાજ!
ફાટ્યાંતૂટ્યાં ચીંથરાંથી ગંધાતા
{{Space}} ઢાંકતા દેહની લાજ!
{{Space}} ધરાના સર્વ નિસાસા!
{{Space}} થીજી આ માનવી થાતા!
કુમકુમના મેં ચાંદલા કીધા,
{{Space}} ચોખે વધાવ્યા દીન;
ભૂખ્યા દેવોને નૈવેદ્ય દીધાં,
{{Space}} પાય પડ્યો હું હીન!
{{Space}}{{Space}} બધું મેં ધન લૂંટાવ્યું!
{{Space}}{{Space}} હજારોને હાથ ન આવ્યું!
હળવે મેં શણગાર ઉતાર્યા,
{{Space}} આપી દીધા અલંકાર;
લૂગડાં દીધાં સર્વ ઉતારી,
{{Space}} લાજ ન ઢાંકી લગાર:
{{Space}}{{Space}} મેં તો મારા દેવ વધાવ્યા!
{{Space}}{{Space}} આંસુડાં હર્ષનાં આવ્યાં!
હસતી મંદિરથી નીસરી એ,
{{Space}} સ્વસ્તિક એને ભાલ!
ધૂળભર્યા મુજથી શરમાતી,
{{Space}} હોય સ્નેહી શું કંગાલ?
{{Space}}{{Space}} એના તો દેવ રંગીલા!
{{Space}}{{Space}} મને તો ધૂળનાં ટીલાં!
ભટકી એના દ્વારમાં ઊભો,
{{Space}} હસતી મારે કર્મ!
હુંય હસ્યો એના હાલને મીઠું,
{{Space}} રડતાં બંને મર્મ!
{{Space}}{{Space}} ભિખારી મેં ગીતડાં ગાયાં!
{{Space}}{{Space}} પછાડી દ્વાર વસાયાં!
16-9-’30 {{Poem2Close}}
26,604

edits

Navigation menu