કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,943: Line 1,943:
{{Space}} અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
{{Space}} અખિલ બ્રહ્માંડના પ્રથમ સર્જનદિને
{{Space}}{{Space}} શારદાની વીણા શબ્દ સાધે!</Poem>
{{Space}}{{Space}} શારદાની વીણા શબ્દ સાધે!</Poem>
<Poem>
'''<big>પંખીગણની સંધ્યાઆરતી</big>'''
મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં,
{{Space}} ખેતરો કૈં કૈં દીઠાં જી રે!
હેતે છલોછલ હૈયાં ઉછાળતી,
{{Space}} નદીઓનાં નીર લાગે મીઠાં જી રે!
રાતે પંખીડલાંને સૂવાને ઢોલિયા,
{{Space}} વન વન વડલા ઊભા જી રે!
આભની અટારીએ ચોકી કરંતા,
{{Space}} નવલખ તારલા સૂબા જી રે!
પંખીને આમ રોજ પ્રેમથી પાળતી,
{{Space}} કુદરત-પંખિણી કોઈ મોટી જી રે!
ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત!
{{Space}} વંદન સ્વીકારજે કોટિ જી રે!</poem>
<Poem>
'''<big>ભથવારીનું ગીત</big>'''
ગોધણ-ધણીની ભથવારી રે,
{{Space}} હું ગોધણ-ધણીની ભથવારી;
એ આંબો ને હું પ્રેમ-ક્યારી રે,
{{Space}} પતિ આંબો ને હું પ્રેમ-ક્યારી.
સેંથડે સંદૂિર: પ્રેમનાં આંજણ
{{Space}} આંજ્યાં આંખે મતવારી;
ઢેલડી જેવી હું થનથન નાચું,
{{Space}} આવને મોરલ રબારી રે...હું0
રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર ઝમકે,
{{Space}} ભાલે શી સ્નેહની સિતારી;
ખેતર ખૂંદી કંથ થાકીને આવે,
{{Space}} દેખે ત્યાં થાક દે વિસારી રે... હું0
હળવે ઉતારી ભાત મહીડાં પરીસું,
{{Space}} ફૂલડાંની પાથરું પથારી;
કંથડને કાજ ઘર રેઢું મૂકીને
{{Space}} આવું સીમે દાડી દાડી રે... હું0
વા’લમને છોગલે ગૂંથું ચંબેલડી,
{{Space}} પીંછાં ગૂંથું હું સમારી;
જોઈ જોઈને એ મુખ રળિયામણું,
{{Space}} હૈયામાં ઊડતી ફુવારી રે... હું0</poem>
<Poem>
'''<big>હંસગાન</big>'''
દરિયાના બેટથી ઊડ્યાં અમે તો,
{{Space}} હિમાળા ડુંગર જાવાં જી!
સાતસાત સમદર ઊડી અમારે,
{{Space}} માનસ-સરમાં નાવાં જી!
લૂમે દાડમડી ને ઝૂમે જમરુખડી,
{{Space}} મોતી માનસનાં ખાવાં જી!
વનવન શેવતી વેરે પાંખડલી,
{{Space}} સરનાં પંકજડાં હસાવાં જી!
જગનાં પ્રવાસી અમે ઊડતાં પંખીડલાં,
{{Space}} માનસ મરવા જાવાં જી!
આભ ચીરી અવનિ ઉભરાવી,
{{Space}} છેલ્લાં કો હંસગીત ગાવાં જી!</poem>
<Poem>
'''<big>તારાઓનું ગીત</big>'''
સંધ્યા આવી પૂરે કોડિયાં,
{{Space}} આભ અટારી શણગારે;
વિભાવરી શરમાતી આવી,
{{Space}} નવલખ જ્યોતિ પ્રગટાવે!
{{Space}}{{Space}} ચાર દિશાના વાયુ વાય;
{{Space}}{{Space}} થથર, પણ નવ બૂઝી જાય!
અંબર ગરબો માથે મેલી,
{{Space}} આદ્યા જગમાં રાસ રમે!
નવલખ તાર છિદ્રો એનાં,
{{Space}} મીઠા મહીંથી તેજ ઝમે!
{{Space}}{{Space}} વ્યોમ તણેયે પેલે પાર!
{{Space}}{{Space}} જ્યોત ઝબૂકે જગ-આધાર</Poem>
26,604

edits

Navigation menu