26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2,472: | Line 2,472: | ||
{{Space}} ઝણે મૂક સિતારી | {{Space}} ઝણે મૂક સિતારી | ||
12-7-’30</Poem> | 12-7-’30</Poem> | ||
<Poem> | |||
'''<big>6</big>''' | |||
વાદળાંને આવડ્યું ના રે, | |||
{{Space}} આવડ્યું ના! | |||
વર્ષા સૂતેલ એના સોનેરી સોણલે: | |||
ભારી વીજળી વિશાળ પાંપણો તળે: | |||
એ આવ્યો ગર્જંત, | |||
હસી ચમકાવે દંત, | |||
એના અંગ પરે અંગ મૂકતો દળે: | |||
ચૂમે; વર્ષાની કૂંળી ચામળી બળે: | |||
ખરે આંસુ ચોધારે! | |||
વાદળાંને આવડ્યું ના રે, | |||
આવડ્યું ના! | |||
સૌથીદ તને જ હું વિશેષ ચાહતો હતો, | |||
જોતાં તને જુવાળ અંતરે ચડી જતો; | |||
તને લીધી મેં બાથ, | |||
કર્યાં અંગ સર્વ સાથ, | |||
દળી દેહ અકળામણે અદ્ધૈત માનતો થતો! | |||
મને સ્થાન નહિ ઉર તારે, | |||
મને આવડ્યું ના રે, | |||
{{Space}}{{Space}} આવડ્યું ના! | |||
29-8-’32</poem> | |||
<Poem> | |||
'''ગાંધીજી ને''' | |||
દાહભરી આંખો માતાની, | |||
તેનું તું આંસુ ટપક્યું; | |||
બળી રહ્યું અંતરમાં કિન્તુ, | |||
સૌ પાસે મીઠું મલક્યું. | |||
{{Space}} મૈયાના ઓ ગાંધી વીર! | |||
{{Space}} અર્પું છું હૈયાનાં હીર! | |||
ભરતના દુ:ખે દુભાઈ, | |||
કુદરતની કરુણા ઊતરી; | |||
સંસ્કૃતિ ને સ્વાતંત્ર્ય ભરીને, | |||
ભારતને અંગે પમરી. | |||
{{Space}} વંદન ઓ કુદરત સંદેશ! | |||
{{Space}} ધન્ય થયો તું ભારતદેશ! | |||
12-9-’27</poem> | |||
<poem> | |||
'''<big>મારી બા</big>''' | |||
ખણી ખણી કોતર કાળજાનાં | |||
આ દેહનું મંદિર તેં ચણી દીધું; | |||
કરી દઈ દાન બધી પ્રભાનાં | |||
આ કોડિયું એક પ્રકાશતું કીધું: | |||
ચતુર્મુખે વિશ્વ સૃજાવતાં દીધી | |||
બધી પ્રભા, તેં મુજને ધરી દીધી! | |||
આ વિશ્વની ભવ્ય વિરાટ વાડીએ | |||
પ્રવેશ તું કાંચન દ્વારથી કીધો; | |||
પાવિત્ર્યનો, ધર્મ તણો, પ્રભાનો, | |||
સંદેશ તેં પ્રેમ પીયૂષમાં દીધો. | |||
અજ્ઞાતના ભીષણ ગર્ભમાંથી | |||
ખેંચી લઈ આતશ દેખતો કીધો! | |||
વર્ષો વીત્યાં આજ ઊડી ગયાને | |||
ઊંચે, મૂકી એકલ બાળ બાને: | |||
ન વીસરું નેત્ર કદી અમીનાં, | |||
અપત્યપ્રીતિ પમરંત હિના. | |||
સંધ્યા-ઉષા નીરખતાં દિગન્તે, | |||
અશ્વે ચડું હું સ્મૃતિના ઉડન્તે; | |||
ને બીજમાં હું તુજ રૂપ ભાળું, | |||
માતૃત્વની ત્યાં કવિતા નિહાળું. | |||
નથી ગઈ બા નકી હું કહું છું: | |||
રૂપાન્તરો સર્વ મહીં સ્મરું છું; | |||
આકાશમાં તારી અનંતતા છે, | |||
ને અગ્નિમાં તું જ વિશુદ્ધતા છે. | |||
નિદ્રા મહીં વત્સલભાવ બાના! | |||
ઉલ્લાસ બાના સ્મરું સોણલામાં; | |||
દયા ઝરે માતની ચંદ્રિકામાં, | |||
વસુંધરામા બલિદાન બાનાં! | |||
આરાધનામાં સ્મરું રૂપ બાનું! | |||
ને બા સ્મરીને પ્રભુરૂપ પામું! | |||
23-7-’32</Poem> | |||
<Poem> | |||
'''<big>પળે પાછો</big>''' | |||
તેજ-બ્રહ્માંડમાં છાયા, આદરી ઈવ-આદમે; | |||
ચક્રેચક્રે વધી-વાધી, રૂંધતી પૃથ્વીને ભમે. | |||
{{Space}} તિમિરનો વરપુંજ શિરે ધરી, | |||
{{Space}} નયનમાં ભરી વિશ્વકરુણતા; | |||
{{Space}} પતન માનવકુલ તણાં ભરી, | |||
{{Space}} ઊલટથિ વધસ્તંભ ઈશુ જતા. | |||
દિશાઓ આંખ મીંચીને આભ અંધારથી ભરે: | |||
પૃથ્વીના પેટમાંથી કો, ધ્રુજારી કારમી ચડે! | |||
{{Space}} આકાશનાં આંસુ અનન્તધા વહી | |||
{{Space}} ધોવા મથે ડાઘ ત્રિલોકમાં પડ્યો; | |||
{{Space}} યુગો વીત્યાં: ઓસરતો ગયો નહિ, | |||
{{Space}} અંધારનો ચંદ્રક ભાલમાં જડ્યો. | |||
કડાકે તૂટતું દીઠું, શૃંગ કાંચનજંઘનું: | |||
ઊછળે ને પડે પાછું, પયોધિનું મહા તનું: | |||
{{Space}} પ્રલય આજ ફરી ઊછળી પડ્યો, | |||
{{Space}} વન-વને ખરતાં નીલ પાંદડાં; | |||
{{Space}} સળગતો ગ્રહ વ્યોમ મહીં દડ્યો, | |||
{{Space}} વિમૂઢ વાદળ સૌ સ્થિર થૈ ખડાં. | |||
પળ્યો આ કોણ પાછો જ્યાં, પળ્યાં’તા એક દિ’ ઈસા? | |||
ભૂંસાયેલા પદે ચાલી, ભરે બ્રહ્માંડની દિશા! | |||
{{Space}} ધરા તણા ઊછળતા નિસાસા, | |||
{{Space}} વંટોળિયા વ્યોમ બધું ભમી રહે; | |||
{{Space}} દિશા થીજી આકુળ સ્તબ્ધશ્વાસા | |||
{{Space}} ઊભીઊભી આજ અસહ્યતા સહે. | |||
હોત જન્મ્યા ઈશુ હિન્દે! ન જાતા ક્રોસ પે કદી! | |||
લોકની લોકવાણીને, આળ આજે ચડે નકી. | |||
{{Space}} જગતની સુચિરંતન સંસ્કૃતિ | |||
{{Space}} બટકતી મૂળથી અટકાવવી; | |||
{{Space}} ભરતના કુળગૌરવની સ્મૃતિ, | |||
{{Space}} વીસરતી, ફરી તો ફરકાવવી! | |||
અશ્વમેધ તણો જાણે, અશ્વરાજ ખુંખારતો, | |||
પૃથ્વીના પાંચ ખંડોમાં, પડછંદ પ્રાણ પાડતો. | |||
{{Space}} ભમીભમી દ્વાર ધરા તણાં બધાં | |||
{{Space}} આહલેક એ અંતરની પુકારતો; | |||
{{Space}} સૂતેલની સાંકળ ઠોકતો સદા, | |||
{{Space}} ઝોળી અતાગી ભગતી પ્રસારતો. | |||
પાપ, હિંસા, નિરાશાની, અહંની ભીખ માગતો, | |||
અબુધા લોકની લાતે, નમીને પાય લાગતો. | |||
{{Space}} મનુષ્યનાં પાપથી ઝોળીને ભરી | |||
{{Space}} અમી બધાં અંતરનાં ઉલેચતો; | |||
{{Space}} સમુદ્રના ઝેરની ઘૂંટડી કરી | |||
{{Space}} અમી થકી શંકર વિશ્વ રેલતો. | |||
વિશ્વના પાપનો ભારો, બાંધીને બાળવા જતો! | |||
અંગનાં અસ્થિથી આજે, કાષ્ઠ ના, ચંદને ન તો! | |||
{{Space}} જનસમૂહ વિમૂઢ થઈ વદે: | |||
{{Space}} વધ કરો! વધ જિસસનો કરો! | |||
{{Space}} ધરમશાસનને દવલા પદે, | |||
{{Space}} ચરણ-કાદવથી અભડાવતો! | |||
ઈશુને જગના લોકે, ખીલા ઠોક્યા શરીરમાં; | |||
સ્વેચ્છાએ આજ તું ચાલ્યો દેહ કેરા વિલીનમાં. | |||
{{Space}} એ બારમાં એક હતો જુડાસ, | |||
{{Space}} ઈસામસીને પકડાવનારો; | |||
{{Space}} વેદાન્તના બાવીસ કોટિ દાસ, | |||
{{Space}} જુડાસના આજ થયા પ્રકારો. | |||
ઈસાને મરતાં લાગી, ક્ષણ-બે-ક્ષણ કે બે ઘડી! | |||
ગાંધીને તો ટીપેટીપે, અંગ દેવું બધું ગણી! | |||
{{Space}} બૌદ્ધો તણો એકલ બોધિસત્ત્વ, | |||
{{Space}} ઈસામસી આ જગના ઈસાઈનો; | |||
{{Space}} જૈનો તણું તાપસી જિનતત્ત્વ, | |||
{{Space}} ગીતાધ્વનિ હિંદુ તણી વધાઈનો. | |||
મનુકુલે મહાકાળે, કેળવ્યું જે ભગીરથ: | |||
પ્રાપ્તિના શેષને શિરે, મણિ એ, ઓપતો પથ. | |||
{{Space}} લજ્જા સમી મંગલ કામનામાં | |||
{{Space}} સંધ્યા-ઉષામાં તુજ લોહી ફૂટશે; | |||
{{Space}} કારુણ્યનાં મૌન મળી હવામાં | |||
{{Space}} આકાશથી આંસુ થઈ ખરી જશે. | |||
સૃષ્ટિના અંત પર્યન્તે, પ્હોંચતી શર્મની છટા, | |||
નહિ, બાપુ! સહી જાશે, ઉદ્ધારે ના પુન: કદા. | |||
{{Space}} યુગેયુગે એક અલૌકિકાત્મા, | |||
{{Space}} આ વિશ્વના યજ્ઞમહીં ધરાશે? | |||
{{Space}} ન તોય ભૂખ્યો જગ દુષ્ટ આત્મા | |||
{{Space}} તૃષા ત્યજી શાંત સુરમ્ય થાશે? | |||
મરે જો બાપુ તો કોણ, માનવી જગ જીવશે? | |||
જીવશે સત્યનો સાધુ, કોણ આ જગથી જશે? | |||
સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારા, વધુ તેજસ્વી તો થશે! | |||
18-9-’32</Poem> | |||
<poem> | |||
'''<big>તા.ક.</big>''' | |||
અંધારા ઘોર આકાશે, દિવ્ય જ્યોતિ ઝગી કંઈ; | |||
ઝાળથી તપ્ત પૃથ્વી પે, વૃષ્ટિ શી અમીની થઈ. | |||
{{Space}} નકી-નકી માનવી સર્વ જાગ્યા, | |||
{{Space}} ન ગાંધીને મારણ-ગોળી આપશે; | |||
{{Space}} જેને જનોએ યુગ યુગ માગ્યા. | |||
{{Space}} આવ્યા; ન એનું શીશ કોઈ કાપશે. | |||
કવિઓ વિશ્વના આવો, ઊર્ધ્વબાહુ થઈ વદો: | |||
ઈસાના વધદિનેથી, મનુકુલે જરૂર તો | |||
પ્રગતિ કો મહામોંઘી, સાધી: નમસ્તે પ્રભો!</poem> | |||
<Poem> | |||
'''<big>નર્મદને એક પ્રશ્ન</big>''' | |||
શૌર્ય, નિડરતા, સચ્ચાઈની | |||
{{Space}} ગળથૂથી તેં તો પાઈ: | |||
કેમ કરી ગુજરાતે આજે | |||
{{Space}} પ્રણય-રોદણી મંડાઈ? | |||
{{Space}} સંહિણમાતા તું સાચી, તો | |||
{{Space}} પયધારા નવ જિરવાઈ!</poem> | |||
<Poem> | |||
'''<big>મેઘાણીને નાદ</big>''' | |||
{{Space}} તાનારીની ડણકે ઝમકે ધારે મેઘમલ્હાર; | |||
{{Space}} વાદળની છાતી ફાટે ને રેલે પાયસ ધાર. | |||
{{Space}} તાનારીની ભભકી ઊઠી દાહે દીપક રાગ; | |||
{{Space}} તરુએ, વેલે, ચૌટે, મ્હેલે, અંગે ઊઠે આગ. | |||
{{Space}} લોકવાયકા તાનસેનને લેખે જાદૂ-કંઠ! | |||
{{Space}} આત્મઅનુભવ પામ્યો તારે કંઠે, અમૃત-ડંખ! | |||
ડાલામત્થો ડણક્યો ત્યારે કંપ્યા ગિર-ગિરનાર. | |||
મૂક લોકની બાનીને તેં આપ્યો સ્વર-આકાર. | |||
કો’ના લાડકવાયા કાજે આંસુના વરસાદ. | |||
આંખ આંખમાં આગ ભભૂકી ત્યારે અનહત નાદ. | |||
28-8-’54</Poem> | |||
<Poem> | |||
'''<big>વલભીપુર</big>''' | |||
ધૂળ ધૂળ ઢગલા ખડકાયા, | |||
પ્રલયપૂરના વાયુ વાયા; | |||
ધોમ ધખ્યા ને ખાવા ધાયા, | |||
{{Space}} તુજ પર વલભીપુર! | |||
તારાઓએ આંસુ પાયાં, | |||
પીલુડીએ ઢોળ્યા છાંયા; | |||
કરુણ સ્વર પંખીએ ગાયા, | |||
{{Space}} તુજ પર વલભીપુર! | |||
વ્યોમ રડીને મુશળધાર, | |||
ખોદી તુજને કાઢે બા’ર; | |||
ક્યાં તારો જૂનો વિસ્તાર, | |||
કાં આજે આવો સૂનકાર? | |||
{{Space}} આંસુ ઓ વલભી-ખંડેર! | |||
{{Space}} કાળ તણો કાં આવો કેર? | |||
10-4-’28</poem> | |||
<Poem> | |||
'''<big>શુક્ર</big>''' | |||
સંધ્યાની સોનેરી ભાત | |||
ઝાંખી થાતાં ઊગે રાત; | |||
ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર, | |||
કવિતા શો થાતો ચમકાર. | |||
{{Space}} ચળકે શુક્ર. | |||
રાત્રિનો મોતીશગ થાળ. | |||
હીરા મોતી ઝાકઝમાળ; | |||
સુરસરિતાની રેતી ઘણી, | |||
કોણ બધામાં પારસમણિ? | |||
{{Space}} ઝળકે શુક્ર. | |||
ઉષા તણી નથડીનું નંગ, | |||
સ્નેહ સરીખડો તેનો રંગ. | |||
{{Space}} મલકે શુક્ર.</poem> | |||
<Poem> | |||
'''<big>કવિ</big>''' | |||
થિબ્ઝ જીત્યું, થિબ્ઝ લૂટ્યું: ક્રૂર એ સિકંદર: | |||
શહેર બ્હાર મ્હેફિલો ઉડાવી એ ભયંકરે. | |||
મસ્ત એ પડ્યો પડ્યો જુવે છ હસ્તિરાજ શો! | |||
તરંગ આવતાં કર્યો અવાજ સંહિનાદ શો. | |||
સેવકો! લગાડો આગ! દુશ્મનોય થાય ખાખ: | |||
ભસ્મસાત આજ થિબ્જને કરો! રહે ન રાખ. | |||
વાક્ય સાંભળ્યું ન ત્યાં હજાર સૈનિકો કૂદે, | |||
પશુ બની મશાલધારી ધાય: શ્હેરીઓ ધ્રૂજે. | |||
રહો, ઊભા રહો! કહું હું, વાત એક સાંભળો: | |||
બાળજો બધુંય આગ ના લગાડશો ગૃહે | |||
કવિ તણા. વદી જરાક શ્વાસ લૈ સિકંદરે | |||
શરૂ કર્યું: કુલોચનેથી આંસુ એક તો સર્યું. | |||
પશુ બન્યો હું, બાળવી પ્રજા બધી શરૂ કરી; | |||
પ્રાણ એ પ્રજા તણો ન બાળવોય છે નકી! | |||
12-9-’29</Poem> | |||
<Poem> | |||
'''<big>શબ્દબ્રહ્મ</big>''' | |||
સૃજનની આંખ ઊઘડી: | |||
કવિની પગલી પડી: | |||
હૃદયની તુંબડીમાંથી | |||
ભાવના-દંડિકા ચડી. | |||
કાળજે કર્યું કોડિયું: | |||
તેલ ભક્તિ તણું પૂર્યું: | |||
ઊર્મિની જ્યોતમાંથી તો | |||
કલ્પના-તારથી મઢ્યું. | |||
બ્રહ્મના એકતારા શા, | |||
કવિનું ગાન ઊપડ્યું! | |||
17-2-’32</Poem> | |||
<Poem> | |||
'''<big>કવિ ન હું!</big>''' | |||
કવિ ન હું! કવિ ન હું! કવિત અન્યનાં કરી | |||
અનેક આજ હું રડું: હજી પ્રભા ન સાંપડી | |||
અદમ્ય પ્રાણની મને! હવે જગાવી ચેતના | |||
ઉરે, લડુંલડું હું વીરલો જીવિત જંગમાં! | |||
કવિત અન્યનાં કર્યાં; હવે કવિત વીરનાં | |||
કવિ અનેક આદરે: ચૂંટીચૂંટી શરીરનાં | |||
હું અંગ સર્વ યજ્ઞકુંડમાં ધરાવું જંગના. | |||
ન પુષ્પ ચૂંટવાં હવે: રમું હું રક્તરંગમાં. | |||
ન વ્યોમમાં ઊડી જવું! | |||
રણે હું વીરલો ભમું! | |||
3-5-’30</poem> | |||
<Poem> | |||
'''<big>મુક્તિગાન</big>''' | |||
આવો ગુલામો, આવો પીડિતો, | |||
{{Space}} તેત્રીસ ક્રોડ મળો સંતાન! | |||
સર્વ દિશાના કાન વિદારી | |||
{{Space}} ગજાવો માતનું મુક્તિગાન! | |||
સંહિના નાદે ત્રાડો મળી સૌ, | |||
{{Space}} સ્વામી, ગુલામ ન-સર્વ સમાન! | |||
જાપ જપો મુક્તિના હૈયામાં, | |||
{{Space}} સ્હાય વીરોને છે ભગવાન! | |||
{{Space}} [વૃંદ] | |||
{{Space}} સાગર ગાજે, ઘોર અવાજે, | |||
{{Space}} ગાજે બાળક, વૃદ્ધ જવાન: | |||
{{Space}} આકાશ કંપે, ધરાણી ધ્રૂજે, | |||
{{Space}} ભારત ગજવે મુક્તિગાન! | |||
મુક્તિ વિનાનું જીવવું શાનું? | |||
{{Space}} મુક્તિ વિના શાં બીજાં ગાન? | |||
મુક્તિને કારણ સર્વ સહીશું, | |||
{{Space}} સ્વાતંત્ર્યથી શું સૌખ્ય મહાન? | |||
મુક્તિ હશે જો કાળને ડાચે, | |||
{{Space}} પામશું, છો અમ જાયે પ્રાણ! | |||
પામવા એ અમ પ્રાણપ્રતિમા, | |||
{{Space}} જીવિત પ્રાણ બધું બલિદાન | |||
{{Space}}{{Space}} [વૃંદ] | |||
{{Space}} સાગર ગાજે, ઘોર અવાજે, | |||
{{Space}} ગાજે બાળક, વૃદ્ધ જવાન: | |||
{{Space}} આકાશ કંપે, ધરણી ધ્રૂજે, | |||
{{Space}} ભારત ગજવે મુક્તિગાન! | |||
ભૂખ્યાં અમે સૌ ભેગાં મળીને, | |||
{{Space}} માગીએ રોટી, પીવા જલપાન, | |||
લૂગડાં ઢાંકવાં લાજ અમારી, | |||
{{Space}} જીવવું જેમ જીવે ઇન્સાન. | |||
પ્રાણ હણાયો, ધર્મ લૂંટાયો, | |||
{{Space}} રક્ત ચુસાયું, દુભાયું માન: | |||
વિશ્વવિજેતા ધર્મવીરોનાં | |||
{{Space}} સંતાન આજે જન્મગુલામ! | |||
{{Space}} [વૃંદ] | |||
{{Space}} સાગર ગાજે, ઘોર અવાજે, | |||
{{Space}} ગાજે બાળક, વૃદ્ધ જવાન: | |||
{{Space}} આકાશ કંપે, ધરણી ધ્રૂજે, | |||
{{Space}} ભારત ગજવે મુક્તિગાન! | |||
માડી કહી તને કેમ સંબોધું? | |||
{{Space}} જન્મભૂમિ ઓ વીશેનાં ધાવ! | |||
તેત્રીશ કોટિની વાંઝણી માનાં | |||
{{Space}} જીવતાં પુત્ર થયાં અપમાન. | |||
મુક્તિ થશે સૌ બંધન જાશે, | |||
{{Space}} પામશે પેટ ભરી સૌ ધાન: | |||
ઓ માડી! ઓ માતા! ત્યારે વદીશું | |||
{{Space}} તારાં અમે સઘળાં સંતાન! | |||
{{Space}} [વૃંદ] | |||
{{Space}} સાગર ગાજે, ઘોર અવાજે, | |||
{{Space}} ગાજે બાળક, વૃદ્ધ જવાન: | |||
{{Space}} આકાશ કંપે, ધરણી ધ્રૂજે, | |||
{{Space}} ભારત ગજવે મુક્તિગાન! | |||
15-2-’30</Poem> | |||
<Poem> | |||
'''<big>સ્તંભ સ્વાતંત્ર્યનો</big>''' | |||
અને ફફડતાં ઊડે વિહગ આગના તાપથી, | |||
ધ્રૂજે અમર સાક્ષી શા નભદીવા મહાપાપથી: | |||
બળે ઝળહળે પ્રગાઢતમ કાળજાં રાતનાં; | |||
શિશુ ફડફડી રડે સભય અંકમાં માતના. | |||
ત્યજી જર જમીન ઢોર લળતા ઊભા પાકને, | |||
ત્યજી સુખદ ખોરડાં સપૂત સાચવે નાકને; | |||
કરી ભસમ મોહ જાન-જરનાં દુખોમાં હસે, | |||
ખુવાર થઈ ખેડૂતો અડગ માંડવામાં વસે. | |||
પણે પુર પડ્યાં સ્મશાન સમ મૌન આક્રંદતાં, | |||
છતે દિવસ ત્યાં શિયાળ પુરપાટ સ્વચ્છંદતાં; | |||
સપૂત શિર સાટના સમર માટ યુદ્ધે ચડ્યા, | |||
પ્રશાંત ઘરબાર ત્યાં અજીવ ખોળિયાં શાં પડ્યાં. | |||
ઠરી કમળ કોમળાં ગભરુ બાલુડાં ટાઢમાં | |||
રડે સકળ રાત્રિઓ વિકળ માતની આડમાં; | |||
પિતા જગતના, અખૂટ બળ વૈભવોના ધણી, | |||
પસાર કરતા શિશિરશીત રાત્રિઓ તો ઘણી. | |||
પરંતુ નવ જાલીમો જરીય દુ:ખથિ પીગળ્યા, | |||
મદાંધ નયને વળીય થર લોહીના કૈં ચડ્યા; | |||
સહોંશ સળગાવતા ઘર ત્યજેલ સૂતાં સૂના, | |||
અને ગગન ઊછળે રૂધિર શા ફુવારા ઊના. | |||
અને ફફડતાં ઊડે વિહગ આગના તાપથી: | |||
ધ્રૂજે અમે સાક્ષી શા નભદીવા મહાપાપથી. | |||
બળે ઝળહળે પ્રગાઢતમ કાળજાં રાતનાં, | |||
શિશુ ફડફડી રડે સભય અંકમાં માતના. | |||
સિકંદર સહ્યો, સહ્યાં ગજબ તઐમુરોનાં ઘણાં, | |||
અનેક કતલો, અને અનલ નાદીરોના સહ્યા; | |||
પરંતુ સઘળાં તણો કળશ આજ આભે ચડે, | |||
હસંત વીર ખેડૂતો દુખ મહીં, ન પાયે પડે. | |||
પ્રભાત પડતાં, નમેલ કૃષગાત્ર વૃદ્ધા મહી | |||
બળી સળગી ખાખ માત્ર અવશેષ જોવા પળી. | |||
ન પુત્ર, નવ નાથ, ના સદય ઉર એકે હતું; | |||
હતું ઘર વિશાળ એય જગમાં હતું ના થયું. | |||
પડ્યા થર મલિન રાખધૂળ કોલસાના દીઠા; | |||
દીઠાં ભસમસાત સ્વપ્ન ભૂતકાળનાં કો મીઠાં; | |||
રમ્યા રમત શૈશવે, રમણ યાવને જ્યાં કર્યાં, | |||
ક્ષુધાર્ત જન લોહીનાં ઉદર-દાંતિયાં ત્યાં પડ્યાં. | |||
નથી હૃદય પંખીડું ફફડતું: નથી ધ્રૂજતું, | |||
ન આંખ મહીં ઝેર જરીય બિન્દુડું ઝૂઝતું! | |||
કરો ભસમ દેહ આય, નવ પાઈ એકે મળે! | |||
થયા ફરકી હોઠ બંધ જરી, એક આંસુ સરે. | |||
કવિ! વિજય આવડો નીરખ પ્રેમના મંત્રનો! | |||
સુઅશ્રુ મહીંથી ચડે ગગન સ્તંભ સ્વાતંત્ર્યનો! | |||
14-1-’31</Poem> |
edits