કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4,876: Line 4,876:


7-11-’30</Poem>
7-11-’30</Poem>
<poem>
'''<big>મૃત્યુની દીપકવાટ</big>'''
જીવનનો ઝળહળતો દીવો,
{{Space}} પ્રથમ જે દિ’ પ્રકાશ્યો!
મેઘધનુની રંગલીલામાં,
{{Space}} પ્રેમસ્પર્શ તું ભાસ્યો! જીવનનો0
કોડ ભરીભરી અંતર લાવ્યો,
{{Space}} આંખમાં દિવ્ય સુવાસ;
નૈવેદ-છાબડી મૂઠ બીડી બેઉ
{{Space}} ધરવા પ્રાણપ્રકાશ! જીવનનો0
વાંચી લીધું જગ-સોણલું મારું,
{{Space}} આશ નથી પણ આગ;
હેત માન્યું હતું જોઉં હળાહળ,
{{Space}} ગંધમાં સ્વાર્થના શ્વાસ. જીવનનો0
આંસુ નથી, નાથ! હસતાં ભમવું,
{{Space}} જીવનની રણવાટ;
પ્રાણપ્રકાશ નહિ તોય ધરવી
{{Space}} મૃત્યુની દીપકવાટ. જીવનનો0
18-11-’31</Poem>
<Poem>
'''<big>યુગવણકર</big>'''
વણઢાંક્યા જગનો સાદ,
{{Space}} સાંભળ યુગચાદર વણનાર!
હિમ શિયાળે ધરણી ધ્રૂજે,
મેઘની છૂટે ધાર!
દેહ તણી મરજાદ છુપાવા,
{{Space}} ચીંથરાનો ન આધાર! સાંભળ0
વર્તમાને તેં પાટલી માંડી,
ખાંભી અનંતને આર!
ભૂતને તાણે ભરતો જાતો,
{{Space}} ભાવી તરંગના તાર! સાંભળ0
છેડલે મૂકી અહિંસાની આરી,
સાચની હીર કિનાર!
આત્મવિલોપન, આતમ મોચન,
{{Space}} કાંજી થકી સંચાર! સાંભળ0
પથ્થરની અણભેદ દીવાલો,
રૂંધતી વણકર કાર;
ઈંટચૂનો વીંધો તાંતણા થાતા,
{{Space}} વિશ્વમાં એકાકાર! સાંભળ0
13-9-’32</Poem>
<Poem>
'''<big>મૌન ગાજે</big>'''
ગાજે આજે અનેક દિવસનું મૌન, ગાજે!
{{Space}} ગિરિગહ્વરમાં ગંગા ઘૂમે,
{{Space}} અંતર અંતર-બોલ:
{{Space}} ભેખડ ભાંગતાં મૂંગી કથની,
{{Space}} ગાતી મુખડા ખોલ:
મૌન વાણીને સાંજે; ગાજે!  ગાજે0
{{Space}} શાંત વિચિનાં શાંત કૂંડાળાં,
{{Space}} સાગર સૂતો મૂક:
{{Space}} વડવાનળ અંતરમાં પ્રજળે,
{{Space}} ઊછળશેય અચૂક:
મૌન થકી નવ લાજે; ગાજે! ગાજે0
12-12-’32</Poem>
<Poem>
'''<big>‘ગાવું ના!’</big>'''
મૂંગી તારી વેણુ શાને, કવિ?
{{Space}} કવિ, જોને ઘન ગાજે:
{{Space}} પાને પાને આશા બાજે:
{{Space}}{{Space}} ‘ગાઓને! ગાઓને!’
કહેલું કે ‘ઘણું ગાયું:
હવે ગાઈ અમર થાવું:
સૃજનને નવાજી તાજે!’
પાને પાને આશા બાજે—
{{Space}}{{Space}} ‘ગાઓને! ગાઓને!’
અમર જેનાં કાવ્ય માન્યાં જાતાં:
{{Space}} કાલગંગાજલે અસ્ત થાતાં:
{{Space}} અમર તો વિસ્મૃતિ—ગાથા;
{{Space}} ‘કોઈ ન્હોતું’માં કૃત્ય થાતાં.
{{Space}} મૌન મારું અમર સાને,
{{Space}} યુગે યુગે ગીતો ગાજે—-
{{Space}} ‘ગાવું ના! ગાવું ના!
31-3-’32</Poem>
26,604

edits

Navigation menu