ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક–સાહિત્યિક...")
 
No edit summary
Line 5: Line 5:
કોઈ પણ સાહિત્યસર્જક કે વિવેચકનું આગમન આકસ્મિક હોતું નથી, આકસ્મિક લાગે એ વાત અલગ છે. સાહિત્યસર્જક યા વિવેચક એક વ્યક્તિ તરીકે કેટલુંક આગવાપણું ધરાવે છે, તો સમષ્ટિના એક અંશ તરીકે કેટલુંક સામ્ય પણ ધરાવે છે. સાહિત્યસર્જક યા વિવેચકની વૈયક્તિક ભૂમિકાનો એના સમષ્ટિગત સંદર્ભ પર પ્રભાવ પડતો હોય છે તો એના સમષ્ટિગત સંબંધ-સંદર્ભનો એની વૈયક્તિક ભૂમિકા પર પ્રભાવ પડતો હોય છે. સાહિત્યસર્જક યા વિવેચકની આ ઉભયપદી અવસ્થા એને એક સંકુલ પરિવર્તનશીલ પરિસ્થિતિના અનન્ય આવિષ્કારરૂપે આપણી સમક્ષ રજૂ કરે છે. તેથી એનો પરિચય સાધવાની પ્રક્રિયા અત્યંત સંકુલ અને તે સાથે જ અત્યંત રસપ્રદ પણ બની રહે છે. દેશકાળ અને માનવચેતનાનું જે વિશિષ્ટ સંયોગરૂપ સાહિત્યકારમાં પ્રતીત થતું હોય છે તે Poets are born – એ પ્રસિદ્ધ ઉક્તિને કેવળ સાદા સરળ વિધાન તરીકે જ સ્વીકારી લેતાં આપણને રોકે છે. જે તે સાહિત્યકારને સમજવાનો – પામવાનો પ્રયત્ન તત્ત્વત: તો જે વૈશ્વિક – માનવીય ઘટનાઓ-પ્રવાહો-વલણો સર્જનપ્રક્રિયાને પ્રેરે છે, સર્જનના કીમિયાને સફળ કરે છે અથવા સર્જકતાને અનુભવ-વ્યવહારમાં મૂર્ત રૂપે સિદ્ધ કરે છે તેનાં ગતિદિશા ને બલાબલનો તાગ મેળવવામાં સહાયભૂત થાય છે. તેથી સાહિત્યકારનો તેના સંસ્કારવારસાના સંદર્ભમાં વિચાર કરવો આવશ્યક જ નહિ, અ-નિવાર્ય બની રહે છે.

વળી સાહિત્યનાં સર્જન અને વિવેચનમાં પરંપરા અને પ્રયોગનું બળ સ્પષ્ટ રીતે જોવા મળે છે. પરંપરાની અનુપસ્થિતિમાં પ્રયોગનું ‘પ્રયોગ’રૂપે ભાન થવું અસંભવિત છે, બીજી બાજુ પ્રયોગ વિના પરંપરાના પ્રભાવબળનો તાગ પામવો મુશ્કેલ બને છે. આમેય પરંપરા મૂળભૂત રીતે તો પ્રયોગોના સાતત્ય પર નિર્ભર હોય છે. તેથી જેઓ દેશકાળના સંદર્ભમાં સાહિત્યના સર્જન અને વિવેચનની પ્રક્રિયાને સાંગોપાંગ પામી લેવા ઇચ્છે છે તેમણે પરંપરા અને પ્રયોગ બંનેને ખ્યાલમાં રાખવાં રહ્યાં. સાહિત્યના સર્જક યા વિવેચકને એનો દેશ-કાળ યા પરિસ્થિતિથી ભિન્ન કરીને જોઈ શકાય નહિ. કોઈ પણ સાહિત્યસર્જકે યા વિવેચકે જે કંઈ કર્યું હોય છે તે એના દેશકાળ યા પરિસ્થિતિમાં કરવું શક્ય હોય છે માટે કર્યું હોય છે. કેટલાક તો, આમેય, વ્યક્તિમાત્રને પરિસ્થિતિના એક વિશિષ્ટ પિંડ રૂપે – ‘સંજોગોના પૂતળા’ રૂપે જોતા હોય છે. તેથી કોઈ પણ સર્જક યા વિવેચકની બરોબર નાડ પારખવી હોય તો એના ઇતિહાસ-ભૂગોળની કેટલીક માહિતી ખ્યાલમાં રાખવી અનિવાર્ય થઈ પડે છે.

વ્યક્તિમાત્રમાં કેટલુંક એવું હોય છે, જેના પર વ્યક્તિની પોતાની સત્તા રહે છે; કેટલુંક એવું પણ એનામાં હોય છે જે એની સત્તાની – ઇચ્છાની બહાર હોય છે. સાહિત્યસર્જક યા વિવેચકનો પોતાનો પોતાને સર્જવામાં ફાળો મહત્ત્વનો હોય છે એમ એના જમાનાનો – એના દેશકાળ યા પરિસ્થિતિનો પણ એને સર્જવામાં ફાળો મહત્ત્વનો હોય છે. દલપતરામે આબુ જોયો અને ઉમાશંકરે જોયો. દલપતરામ ‘દીઠો આજ આબુ ગિરિરાજ એવો’ કહી આંખે દેખ્યું ચિત્ર આપીને વિરમ્યા. ઉમાશંકરે શરદપૂર્ણિમાએ નખી સરોવરનું દર્શન કર્યું. એ દર્શન એમના પૂરતું ‘સૌન્દર્યની દીક્ષા’ બની રહ્યું. એમણે અંત:શ્રુતિપટ પર આ મંત્ર ઝીલ્યો :
વ્યક્તિમાત્રમાં કેટલુંક એવું હોય છે, જેના પર વ્યક્તિની પોતાની સત્તા રહે છે; કેટલુંક એવું પણ એનામાં હોય છે જે એની સત્તાની – ઇચ્છાની બહાર હોય છે. સાહિત્યસર્જક યા વિવેચકનો પોતાનો પોતાને સર્જવામાં ફાળો મહત્ત્વનો હોય છે એમ એના જમાનાનો – એના દેશકાળ યા પરિસ્થિતિનો પણ એને સર્જવામાં ફાળો મહત્ત્વનો હોય છે. દલપતરામે આબુ જોયો અને ઉમાશંકરે જોયો. દલપતરામ ‘દીઠો આજ આબુ ગિરિરાજ એવો’ કહી આંખે દેખ્યું ચિત્ર આપીને વિરમ્યા. ઉમાશંકરે શરદપૂર્ણિમાએ નખી સરોવરનું દર્શન કર્યું. એ દર્શન એમના પૂરતું ‘સૌન્દર્યની દીક્ષા’ બની રહ્યું. એમણે અંત:શ્રુતિપટ પર આ મંત્ર ઝીલ્યો :{{Poem2Close}}
‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’
<poem>‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’
(નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૧૦)
{{Right|(નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૧૦)}}
</poem>
<br>
{{Poem2Open}}
દલપતરામે આબુનું વર્ણન કર્યું તે એમના જમાનામાં તો કવિતામાં એક નવપ્રસ્થાનરૂપ ને તેથી આવકાર્ય હતું, આ જમાનામાં તો કદાચ તેનું ઐતિહાસિક મૂલ્ય જ બચે. એવી જ રીતે વિવેચનક્ષેત્રે પણ સમયસાપેક્ષ મૂલ્યો-ધોરણોનું મહત્ત્વ હોય છે. એક જમાનાના ‘કવીશ્વર’ દલપતરામ આપણા એક વિવેચક વિજયરાય વૈદ્યની દૃષ્ટિએ કેવળ ‘સમર્થ ઉપકવિ’ જ રહ્યા, અને એમની આ દૃષ્ટિમાં એમના જમાનાની વિવેચના હતી એ તો સ્પષ્ટ છે. આમ સાહિત્યના સર્જન-વિવેચન ક્ષેત્રે દેશકાળનો સંસ્કારપરંપરાનો ખ્યાલ રાખવો અનિવાર્ય થઈ પડે છે. એ ખ્યાલ વિના સાહિત્યસર્જન યા સાહિત્યવિવેચનનો ખરો તાગ મેળવી શકાય નહિ.

ઉમાશંકર ગાંધીયુગનું ફરજંદ છે. તેથી ઉમાશંકરની સર્જકતા ગાંધીયુગના સંદર્ભમાં જોવા-મૂલવવાની રહે. આ ગાંધીયુગ પણ બ. ક. ઠાકોર નિર્દિષ્ટ સંક્રાન્તિયુગનો જ એક તબક્કો બની રહે છે. આ સંક્રાન્તિયુગ અંગે વાત કરતાં ઇતિહાસજ્ઞ – સાહિત્યજ્ઞ બ. ક. ઠાકોર લખે છે :

“કવિ દલપતરામે ‘બાપાની પીંપર’ એ કવિતા લખી ત્યારથી આજ લગીનાં છન્નુસત્તાણુ વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલા આપણા અર્વાચીન સાહિત્ય વાઙ્મયનો હું તો એક જ યુગ ગણું છું અને તેને સંક્રાન્તિયુગનું જ નામ આપવું પસંદ કરું છું : વળી ચાલતો વિક્રમ શતક પૂરો થતાં એ યુગ પૂરો થવાનો એમ પણ માનું છું.”
:“કવિ દલપતરામે ‘બાપાની પીંપર’ એ કવિતા લખી ત્યારથી આજ લગીનાં છન્નુસત્તાણુ વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલા આપણા અર્વાચીન સાહિત્ય વાઙ્મયનો હું તો એક જ યુગ ગણું છું અને તેને સંક્રાન્તિયુગનું જ નામ આપવું પસંદ કરું છું : વળી ચાલતો વિક્રમ શતક પૂરો થતાં એ યુગ પૂરો થવાનો એમ પણ માનું છું.”
(નવીન કવિતા વિષે વ્યાખ્યાનો, ૧૯૧૪, પૃ. ૮)
{{Right|(નવીન કવિતા વિષે વ્યાખ્યાનો, ૧૯૧૪, પૃ. ૮)}}
<br>
સુન્દરમે પણ દલપતરામની આ “નવી શૈલીની પ્રથમ ઉપલબ્ધ કૃતિ ‘બાપાની પીંપર’ ૧૮૪૫થી અર્વાચીન ગુજરાતી કવિતાનો પ્રથમ સ્તબક પ્રારંભાયાનો નિર્દેશ કર્યો છે.૧ બ. ક. ઠાકોર૨ જેનો ‘નવીન’ તરીકે નિર્દેશ કરે છે; રા. વિ. પાઠક,૩ સુન્દરમ્ અને મનસુખલાલ ઝવેરી૪ જેનો ‘અર્વાચીન’ તરીકે નિર્દેશ કરે છે, જયંત પાઠક૫ જેનો ‘આધુનિક’ તરીકે અને ઉમાશંકર પોતે જેનો ‘અદ્યતન’૬ તરીકે નિર્દેશ કરે છે તે ગાંધીયુગની કવિતા – સુન્દરમ્-ઉમાશંકર આદિની કવિતા બ. ક. ઠાકોરની ઐતિહાસિક દૃષ્ટિ સ્વીકારીને કહીએ તો સંક્રાંતિકાલીન કવિતા જ છે. દલપત-નર્મદથી માંડીને આજ દિન સુધીની કવિતાને સંક્રાંતિકાલીન કવિતા કહેવામાં વાંધો હોઈ ન શકે. ઉમાશંકર આદિની આ સંક્રાંતિકાલીન કવિતા ‘ગાંધીયુગીન’ મટી જતી નથી એ તો દેખીતું છે.

ઉમાશંકર મુખ્યત્વે કવિ હોઈ, એમની કવિતાસૃષ્ટિના સંદર્ભમાં જે વિચાર થયો છે તે એમની સમગ્ર સર્જકતાના સંદર્ભે પણ ઉપયોગી છે. ઉમાશંકરની કવિતા – એમનું સાહિત્યસર્જન, એમનું સાહિત્યવિવેચન પણ સંક્રાન્તિકાળનું; તો એને જોવા-સમજવા માટે સંક્રાન્તિકાળની સંસ્કારભૂમિકાનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઉપયોગ કરવો રહ્યો.