કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4,974: Line 4,974:


31-3-’32</Poem>
31-3-’32</Poem>
<Poem>
'''<big>સલામ</big>'''
સલામ, સખી! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી;
ભૂલ્યો, ગણી ગણી તને હૃદયની અને માહરી,
ગુલાબ નહિ તું કરેણ, મુજ આંખડી ઊઘડી.
ખુશામત ગણી? કરું ન પ્રભુ પાસ, ને તાહરી?
કદીક અભિમાનથી મલકી જાય વિભાવરી—
ખુશામત તણી ગણી, અલખની જ એ ગર્જના,
ગમે અગર રાતને, કદી ન, સિંધુને શી પડી?
સલામ, સખી! છો પડે અગર આંસુડાં આંખથી,
નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;
નિશામુખ પરે પણે ચળકતા નહિ તારકો,
તનેય, સખી! રાતનેય અભિમાનનાં આંસુડાં!
10-7-’28</Poem>
<Poem>
'''<big>ઊર્મિ</big>'''
ચંદ્રિનાં પ્રકાશપૂર આવતાં સરીસરી,
અનેક હીરલે મઢેલ મ્હાલતી વિભાવરી;
પુષ્પના પરાગ સંગ મંદ લ્હેર વાતની,
ગાય-વ્હાય પ્રેમગોષ્ઠિ, સિંધુ સાથ રાતની.
પથારી પુષ્પ પાથરે ખરીખરી બકુલનાં,
સુગંધ સોળસોળ વ્હાય પારિજાત પુષ્પના;
બુલ્બુલે કર્યો અવાજ મંદમંદ સૂરમાં,
સિન્ધુ કૈં અલાપ ગાય, મસ્ત પ્રેમપૂરમાં.
કાવ્યકાળ આ વહે; પરાગ કાવ્ય પુષ્પનું:
અબ્ધિના  અલાપ એક મસ્ત કાવ્ય ઈશ્કનું:
કાવ્ય કાવ્ય છે બધે, શું પ્રેરણા ન આવતી?
આભમાં તાકી રહું હું, કાંઈ ખૂટતું નકી.
25-12-’28</Poem>
<Poem>
'''<big>આદર્શો</big>'''
{{Space}} સબળ દિવ્ય કુમાર મનસ્વી કો,
{{Space}} ભરતી, ઓટ, ન વારિ નિહાળતો;
{{Space}} નવ લહે જલધિજલ ઉગ્રતા,
{{Space}} નવ ઉષા, ન વ સાંધ્ય પ્રસન્નતા.
અનિમિષ નેનથી જોતો દૂરની ચક્રવાલને;
હલેસું ટેકવી ઊભો, ચંદ્ર ચૂમે કપાલને.
{{Space}} ક્ષિતિજ પામું, ન થંભું જરા કદી.
{{Space}} કમર કૌવત-ભેટ કસી, વદી.
{{Space}} અડગ કિશ્તી કુમાર હલેસતો,
{{Space}} રજનિનાથ સમુદ્ર ઉજેસતો.
ઊછળે પ્હાડ શાં મોજાં, ઝંઝાવાત તુફાનના;
મૂંઝવે મૃત્યુના દૂતો, રૂંધતી સુખ-કામના.
{{Space}} ક્ષિતિજ આવતી પાસ કદી નહિ;
{{Space}} જ્યમ નજીક  જતો ત્યમ ભાગતી.
{{Space}} વહન થાય અનંત યુગો થકી,
{{Space}} અમર સાહસ ધૈર્ય નવાં નકી.
દૂર જાતાં જતાં પાસે, આદર્શો ચક્રવાલ શા!
પ્રગતિ પામવામાં ના, બિંદુ ક્યાં? ભવ્ય આભ ક્યાં?
6-1-’29</Poem>
<Poem>
'''<big>સ્મૃતિજીવન</big>'''
વિભાવરી વીણા બજાવતી: વહું હું લીનમાં,
નંદિ પુષ્પસોડ પાથરે! સરું હું લીનમાં.
સ્વપ્નસુખ વેરતી — પરોતી ચંદ્રિકા વહે.
હસી-નમી-સરી અનેક વાત તારલા કહે.
{{Space}} સ્વપ્ન ફૂલ:
{{Space}} એક વેર્યું આ બકુલ:
આંખમાં અમી ભર્યું એ આવતું સર્યું અમૂલ!
સ્વપ્ન સાથ અંગ, ઉર, સર્વ ભાસતાં પ્રફલ્લ!
{{Space}} સ્વપ્ન યાદ:
{{Space}} આવતો એ દિવ્ય સાદ:
દિવ્ય બાળ સુણજે! પ્રફુલ્લજે સ્મરીસ્મરી!
સ્વપ્નસૃષ્ટિ પામવા જરૂર ના તને જરી!
24-1-’29</Poem>
<Poem>
અવગણના
{{Space}} ભૂલું હૈયું તારું:
{{Space}} ભૂલું પ્રેમી ચારુ:
સખી! ભૂલું સારું, નવ અવગણ્યો એક ભૂલવું!
અભિમાનીને તેં, સરસ શીખવ્યું, કેમ મૂલવું?
{{Space}} ન લહું અપમાનો હું ઉરમાં:
{{Space}} કરુણ નીરખું આજ ક્રૂરમાં:
બસૂરાને આજે, અવગણી કર્યો એક સૂરમાં!
{{Space}} કર્યા વજ્રાઘાતો!
{{Space}} ગુમાવ્યા સંઘાતો:
લૂંટ્યું સર્વે આ તો, નજર કરી તેં લાત શૂરની!
નથી ક્રોધી, માને? સ્મરણ કરતી જ ઉક્તિ ઉરની!
12-2-’29</Poem>
<Poem>
'''<big>કંગાલને</big>'''
કંગાલ, ઓ કંગાલ!
એક વ્હાલ
કોઈ દિ’કરીશ ના મ્હને!
એથિ તો થવું તુંથી હલાલ એ ગમે!
કંગાલ, ઓ કંગાલ!
એક ખ્યાલ
છોડ. માન નાથ ના મ્હને!
ભાન નિત્ય હો ‘ઉતારું ખાલ’ એ તને!
કંગાલ, ઓ કંગાલ!
થા કરાલ;
હાસ્ય ત્હારું બાળતું મ્હને!
પ્રકોપનો ન કાં ચડે જુવાળ ઓ, તને?
કટારી તારી જીરવું!
હાસ્યથી રડી રહું!
7-8-’30</poem>
<Poem>
'''<big>ડોલર પંખી</big>'''
હું તો ટેકરીની ટોચે ચાલ્યો,
{{Space}} હો! દુનિયા દેખવાને!
ત્યાં કોણે આવી મને ઝાલ્યો?
{{Space}} હો! મુખડું પેખવાને!
ટેકરીએ અમૃતક્યારી,
{{Space}} હો! દુનિયા દેખવાને!
હસે એકલ ડોલર-નારી
{{Space}} હો! મુખડું પેખવાને!
એક ઊડતું પંખી આવ્યું;
{{Space}} હો! દુનિયા દેખવાને!
મુખ જોયું ને મન લોભાયું,
{{Space}} હો! મુખડું પેખવાને!
એણે પાંદડાંમાં માળો બાંધ્યો,
{{Space}} હો! દુનિયા દેખવાને!
કાંઈ પ્રેમને દોરલીએ સાંધ્યો,
{{Space}} હો! મુખડું પેખવાને!
ઝીલી અંતરમાં છોડ એ ઝુલાવે,
{{Space}} હો! દુનિયા દેખવાને!
ગાઈ ગીત પંખી વિશ્વને ભુલાવે,
{{Space}} હો! મુખડું પેખવાને!
ડોલરિયાનું જોબન વાધ્યું,
{{Space}} હો! દુનિયા દેખવાને!
એને ઊડતું હૈયું લાધ્યું,
{{Space}} હો! મુખડું પેખવાને!
21-6-’28</Poem>
<Poem>
'''<big>અનંતની પંખિ</big>'''
સો-સો સંગાથે હુંતો એકલી રે બેન!
{{Space}} કોઈ ન મારે અંતરે સમાય જો! સો0
આવે અનેક વટેમારગુ રે બેન!
{{Space}} આવીઆવીને પાછા જાય જો! સો0
સંધ્યાં ફૂલો ને સુણ્યાં પંખીડાં રે બેન!
{{Space}} સૂંઘું-સુણું ત્યાં ઊડી જાય જો! સો0
રંગો અનેક પેખું આભમાં રે બેન!
{{Space}} ઝળકે-ઝળકે ને ઝાંખા થાય જો! સો0
દરિયાને ઉર ખૂબ નાચતી રે બેન!
{{Space}} હૈયાં ન એકગીત થાય જો! સો0
આછા એ ઘંટનાદ સાંભળું રે બેન!
{{Space}} હૈયે હરખ ના સમાય જો! સો0
ઊડતી પંખિણી હું અનંતની રે બેન!
{{Space}} ઊડું-ઊડું પાર ના પમાય જો! સો0
19-8-’29</poem>
<Poem>
'''<big>બ્હેનને</big>'''
બ્હેન! કોઈ પ્રકાશ ઊગ્યો ને ભેગાં થયાં,
બ્હેન! બેઉ અંતર, અંતરમાં મળ ગયાં;
બ્હેન! ઉરગુંજન બેઉને ગમી ગયાં,
બ્હેન! બેઉ આંખડીમાં આપણે રમી ગયાં.
બ્હેન! કોઈ અંધાર ઊગ્યા ને ફરી વળ્યા,
બ્હેન! ઉર તૂટી પડ્યાં ને જુદાં થયાં;
બ્હેન! બેઉ આંખડીને મીચ્યાં વર્ષો થયાં,
બ્હેન! દૂર ભાગી ગયાં ન ફરી મળ્યાં.
બ્હેન! માર્ગ જુદા લીધા ને ઊડી ગયાં,
બ્હેન! બેઉ જીવ્યાં તે સોણલાં રહી ગયાં;
બ્હેન! ગોળ જગતે આ જુદાં ફરી વળ્યાં,
બ્હેન! હતાં ત્યાં ને ત્યાં આવી ફરી મળ્યાં.
બ્હેન! કોઈ પ્રકાશ ઊગ્યા ને વધી ગયા,
બ્હેન! ભિન્ન માર્ગો હતા તે ભેગા થયા;
બ્હેન! હું ને તું એકમાં મળી ગયાં,
બ્હેન! કોઈ દિવ્યતામાં આપણે ગળી ગયાં.
બ્હેન! માર્ગોની ભિન્નતા  હતી ઘણી!
બ્હેન! નીકળ્યા’તા એક શોધવા મણિ!
16-7-’28</poem>
<Poem>
'''<big>પીળું પીળું ફૂલડું</big>'''
સૂરજ ડૂબ્યો ને વ્યોમ પીળું પ્રકાશતું,
{{Space}} પીળી કો’ તારલી ચમકી રહી;
મારી વાડીમાં સખી! પીળું કો’ફૂલ ખીલ્યું,
{{Space}} પીળી એની પાંદડી પમરી રહી.
ઊડી પધાર્યું કોઈ પીળું પતંગિયું;
{{Space}} પીળી પીળી પાંખ એની ફરકી રહી,
પીળા પીળા ફૂલડામાં પીળું પતંગિયું,
{{Space}} પીળુડા રંગમાં પોઢી ગયું.
6-5-’31</poem>
<Poem>
'''<big>સાબરમતીનું પૂર</big>'''
નાસો, ભાગો, પૂર ચડે છે!
પૂર ચડે છે? ભાગો, ભાઈ!
જીવ બચાવા નાસે ત્યાં તો
કાળ તણા જલથી ઘેરાય.
{{Space}} સો-સો પ્રાણ સપાટે ચાલ્યા!
{{Space}} સાભ્રમતીનાં મુખડાં મ્હાલ્યાં!
બાળક કાખ મહીં ઝાલીને
માતા અશ્રુએ ભીંજાય.
દોડો, કોઈ બચાવો, ભાઈ!
અકળામણમાં શું સંભળાય?
{{Space}} આંસું એનાં સમદર જાય!
{{Space}} સમદર પીને ખારો થાય!
‘મરશું તો સાથે મરવાનાં’
માની વ્હાલાં ભીડે બાથ.
ભેખડ સાથ પછાડા ખાતાં,
સર્વ તણો તૂટે સંગાથ.
{{Space}} રાક્ષસી! શું સલ્યો સંગાથ?
{{Space}} સહી નહીં પ્રેમીની બાથ?
કો’નાં બાળક, કોની માતા,
કો’ના ભ્રાત તણાતા જાય.
ભોગ મળે ત્યાં થાય ભયંકર,
ધ્વંસ કરીને ધાતી જાય.
{{Space}} સાભ્રમતી! આ શાનો કેર?
{{Space}} ઠર્યાં હતાં તે ઊકળ્યાં ઝેર?
માતા માની તુજને પૂજી,
જોઈ આજે તારી જાત!
રેવા નહીં તું ખરે રાક્ષસી,
હોયે આવી મારી માત?
{{Space}} બાળક તારો આજ મટું!
{{Space}} પ્રેમ નહીં પાખંડ હતું!
સુંદરતાએ હું લોભાયો,
નિત્ય કરું આવીને પાન.
જીવનદાતા માતા મારી!
સર્વ મહીં હું કરું ગુમાન.
{{Space}} જીવન દેતી? જીવન લેતી!
{{Space}} બાળક ના તું મુજને ક્હેતી!
સાભ્રમતી! તું સુકાઈ જાજે,
તરસે જાયે છો અમ પ્રાણ.
વહીવહીને નિત્ય આમ તું,
કરતી કો’દિ’ નહિ ઘમસાણ.
{{Space}} ગોઝારી! એ જલ ના હોય!
{{Space}} એ તારાં બાળકનાં લોહી!
27-7-’29</Poem>
<Poem>
'''<big>જ્વાલા અને જ્યોત</big>'''
પ્રાણ પુરાતા નિષ્પ્રાણોમાં,
અંધારામાં થાય ઉજાસ!
નવજુવાન જ્વાલા ચેતાવે,
પાપ બળીને થાય પ્રકાશ!
{{Space}} ‘સળગાવો!’ની હાક પડે!
{{Space}} ઉરઉરમાં ઉદ્રેક ચડે!
સમાજનું મહાવૃક્ષ સુકાયું,
{{Space}} દર-કોતરમાં કીડા સડે!
રૂઢિ તણું ઠૂંઠું ઊભું છે,
{{Space}} પોલું થડ તેનું ખખડે!
{{Space}} સડતું ઠૂંઠું સળગાવો!
{{Space}} નૂતન વૃક્ષ ત્યહીં વાવો!
ખંડન કરશું, મંડન કરવા,
{{Space}} જ્વાલા જ્યોતનું રુદ્ર સ્વરૂપ!
સુંદરતાના મ્હેલ ચણીશું
{{Space}} ભસ્મ કરીને સર્વ કુરૂપ!
{{Space}} જ્યોત તણિ જ્વાલા પ્રગટી!
{{Space}} તાંડવ નાચે નાશ નટી!
સળગાવો ખંડેર પુરાણાં
{{Space}} રાખ તણું ખાતર થાશે;
મુક્ત બને માતા ત્યારે તો
{{Space}} નૂતન સર્જન મંડાશે!
{{Space}} જુવાન જાગો હાક પડી!
{{Space}} જુગજૂની ડાકણ ફફડી!
24-7-’29</Poem>
<Poem>
'''<big>મુક્તિનો શંખનાદ</big>'''
સૂતો એદી, બળ-સકળને વીસરી અબ્ધિરાજ
ગર્જે ઘેરું; જગ ધ્રુજવતા ભૂલીને સંહિનાદ:
સ્વપ્ને રાચે: અતલજલના શાંત સૂતા પછાડા:
તંદ્રામાં એ સળવળ તનુ: સુપ્ત ચૈતન્યધારા.
ત્યાં દિગંતે જગ સકળને ઠારતો તેજરાશિ —
ઊગે ત્રાડે, જગત નભને ધ્રૂજવે એ વિનાશી —
નિદ્રા ત્યાગી અતલ જલનાં જામતાં મસ્તપૂર:
મોજાં — પ્હાડો અદમ ઊછળે નાશના ગાય સૂર:
સૂતો શાને, અમર ભૂમિના, રાષ્ટ્રના પ્રાણ આજે
જો દિગંતે ઉડુગણપતિ — ઊગતું શું સ્વરાજ!
જાગ્યા, ત્રાડ્યા જન-સકલ શા! ભારતી આજ સર્વ,
સ્વાતંત્ર્યોનાં રટણ કરતા ઊજવે મુક્તિપર્વ:
વાગે ડંકા, અહત ગગડે, જેમ સંગ્રામ કેરા:
સૂણી-સૂણી હય હણહણે જોમ વ્યાપે નવેરા!
સૂણ્યો આજે અહત બજતો મુક્તિનો શંખનાદ
હૈયાં જાગ્યાં હણહણી ઊઠ્યાં, ગાજતો ઉરસાદ:
મૃત્યુ માંહી સબડી મરતાં મૃત્યુમાં મ્હાલતાં’તાં
મૃત્યુ ભેટી અમર અમર જીવને જીવવા સર્વ જાતાં.
26-1-’30</poem>
26,604

edits

Navigation menu