26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5,312: | Line 5,312: | ||
26-1-’30</poem> | 26-1-’30</poem> | ||
<Poem> | |||
'''<big>ખાલી ખપ્પર</big>''' | |||
સાંભળ ધનુષ્યના ટંકાર: | |||
ખડું ના કોઈ: કોના ભાર? | |||
એક ઊભો છે માડીજાયો હજારને હંફાવે; | |||
વજ્ર-કદમ ભરતો એ ચાલે: ધરતી ધણણ ધ્રુજાવે: | |||
{{Space}} પ્રકટ્યો દવ આ કોણ શમાવે? | |||
{{Space}} કોણ ઊઠીને આગે આવે? | |||
{{Space}} શૂરા સાથે શાનું ફાવે? | |||
ભારતનો મગદૂર સિપાઈ | |||
શૂરાઓ સૌ ભેગા થાય: | |||
ઊઠો, આ રણગીત ગવાય: | |||
શૂરાઓનો સાદ પડે ને સૂતા બેઠા થાય: | |||
દૂધમલ દીકરા દેખી માને કોઠે દીવા થાય; | |||
{{Space}} ગંગાનાં રાતાં શાં નીર! | |||
{{Space}} એક પડે ત્યાં બબ્બે વીર! | |||
{{Space}} હિમડુંગર ગાજે ગંભીર! | |||
{{Space}} મરવા થનથન થાય અધીર! | |||
પ્રલયકાળના દિશદિશ વાતા સોળેસોળ સમીર! | |||
માતાનું ખાલી ખપ્પર એ ઊણું ર્હે ન લગીર! | |||
12-2-’29</poem> | |||
<Poem> | |||
'''<big>સત્યાગ્રહ</big>''' | |||
સત્યાગ્રહ-સંગ્રામ જુદા છે, | |||
સત્ય, પ્રેમ જેનાં હથિયાર; | |||
જુઠ્ઠાને સાચો કરી સ્થાપે, | |||
કોણ જીતે, ને કોની હાર? | |||
પક્ષ બેઉ કરતો કલ્યાણ! | |||
{{Space}} અદ્ભુત છે બાપુનું બાણ! | |||
ગુલામ પડતો નથી એકલો, | |||
પડતો જુલ્મી તેની સાથે; | |||
ઉગારવા જુલ્મીને સારુ, | |||
ઉગારવા પોતાની જાત — | |||
{{Space}} સત્યાગ્રહનાં શરસંધાન! | |||
{{Space}} અદ્ભુત છે બાપુનું બાણ! | |||
શત્રુનેયે પ્રેમ કરીને, | |||
ઇચ્છીને બન્નેનું હિત; | |||
સત્ય તણો આગ્રહ ધરવાનો, | |||
હિત એ જ છે સાચી જીત. | |||
{{Space}} સર્વ પરે છે તેની આણ! | |||
{{Space}} અદ્ભુત છે બાપુનું બાણ! | |||
‘હરિનો મારગ છે શૂરાનો!’ | |||
પ્રીતમે એ ભાખેલું સાચ; | |||
સત્યાગ્રહ સૈનિક શૂરાના, | |||
માથું જાતાં મીઠી વાચ. | |||
{{Space}} અસત્યના પિગળા’વા પ્હાણ! | |||
{{Space}} અદ્ભુત છે બાપુનું બાણ! | |||
12-8-’28</Poem> | |||
<Poem> | |||
'''<big>તારી સામે</big>''' | |||
તારી સામે તાકી ચાલ્યો આવું | |||
{{Space}} ત્યાં કાંટે ભરાયા પગ! | |||
શૂળ ભોંકાશે માની હું મારાં | |||
{{Space}} નીચાં ઢાળું જ્યાં દૃગ! | |||
કાંટા હતા ત્યાં ફૂલ વેરાવ્યાં | |||
{{Space}} પાંદડીમાં તુજ સ્પર્શ! | |||
તારી સામે જોઈ ચાલ્યો આવું ત્યાં | |||
{{Space}} ખાઈમાં મ્હારું વ્હેણ! | |||
ભુક્કા ઊડી જશે માની હું મારાં | |||
{{Space}} નીચાં ઢાળું જ્યાં નેન! | |||
એક હથેળી તારી ભાળી મેં | |||
{{Space}} ઝીલ્યો તેં તારો દાસ! | |||
અંગે અંગે મુજ ચેતનદાયી | |||
{{Space}} ધબકી રહ્યા તુજ શ્વાસ. | |||
ઊંચે તારા આવાસ છે જાણી, | |||
{{Space}} ઊંચે તાકીને ચલાય! | |||
મત્ત બન્યો તુજ ગાનમાં હું તો | |||
{{Space}} આ શું મુજને થાય? | |||
સાગરમાં હું આવી ભરાયો | |||
{{Space}} કેમ કરીને જીવાય? | |||
હોડી ભાળી તુજ હાથની ત્યાં તો | |||
{{Space}} પેલે પાર તરાય! | |||
22-6-’29</poem> | |||
<Poem> | |||
'''<big>ભાઈબહેન</big>''' | |||
રાજે ઊંચે ત્યાં શશી પૂણિર્માનો | |||
ધરી શરીરે પટ ચંદ્રિકાનો; | |||
ને તારકોની ફૂલમાળ પ્હેરી, | |||
સમુદ્ર સામે મલકે રૂપેરી. | |||
સફેદ નૌકા સરતી હતી ત્યાં, | |||
નકી ન નૌકા વળશે, જશે ક્યાં? | |||
નાવિકા, જન્મોત્સવના ઉમંગે | |||
ચડ્યા હતા સર્વ સહિત રંગે. | |||
નૌકા મહીં સ્હેલ કરે કુમાર, | |||
સાથે હતા સૈનિક આઠ-બાર: | |||
કુમાર ને બ્હેન હસે ઉમંગે, | |||
બન્ને ચડ્યાં સ્નેહ મહીં તરંગે. | |||
વીરા! થશે તું દિન એક રાજ, | |||
કરીશ શું તે દિન બ્હેન કાજ? | |||
હું તો મજાની પરણાવું રાણી, | |||
ને ગીત ગાઉં ખૂબ રાગ તાણી. | |||
ના,બ્હેન! તે દી પરણીશ હું ના, | |||
તારા વિના સર્વ મહેલ સૂના; | |||
હું ને તું બે, એક જ સાથ રે’શું, | |||
ને એકબીજાં દિલ વાત કે’શું. | |||
જોજે હું લાવું નભ શુક્ર-તાર, | |||
તે હીરલાનો કરું એક હાર. | |||
હું તો, વીરા! કંકુ કરું ઉષાનાં, | |||
ને અશ્રુને નીર કરું નિશાનાં. | |||
ત્યાં તો હવાના સુસવાટ આવ્યા, | |||
મૃત્યુ તણું કારમું કે’ણ લાવ્યા; | |||
નૌકા ડૂબે ને ઊછળે, ડૂબે છે, | |||
સૌ ઉરમાંથી ધડકા છૂટે છે. | |||
આકશથી મેઘની ધાર છૂટે, | |||
ને નાગણી શી વીજળી ઝબૂકે; | |||
શા મેઘના એ રણઢોલ વાગે, | |||
તારા અને ચંદ્ર છુપાઈ ભાગે. | |||
નાવિક ધ્રુજે, નહિ લાજ રે’શે, | |||
રાજા કને તે શું જવાબ દેશે? | |||
કુમાર ક્યાં છે? ઊપડ્યો અવાજ, | |||
નાવિક પ્રાર્થે: પ્રભુ, લાજ રાખ! | |||
કુમાર બેઠો હતો એક હોડી, | |||
ને સાથ નાવિકની એક જોડી; | |||
મારી મૂકો! એમ વદ્યો કુમાર, | |||
ને હોય શું ત્યાં ક્ષણમાત્ર વાર? | |||
ત્યાં તો હવા ચીરી અવાજ આવ્યો: | |||
મ્હારા વીરાને, પ્રભુ, ઓ! બચાવો! | |||
ને કાન ચીરી ઉર ઊતરે છે, | |||
કુમારને બ્હેનનું સાંભરે છે. | |||
થંભો! કહે હોડી ઊભી રખાવે, | |||
સોચ્યા વિના તે જળ ઝંપલાવે; | |||
આવે તરી હામથી બ્હેન પાસ, | |||
નાવિક ડૂબ્યા નીરમાં, નિરાશ. | |||
તરી તરી રાજકુમાર થાક્યો, | |||
સમુદ્રમાં ત્યાં સૂનકાર વ્યાપ્યો; | |||
ને નાવનું નામનિશાન ન્હોતું, | |||
આકશનું ચક્ષુ વિશાળ રોતું. | |||
{{Space}} * | |||
પ્રભાત ઊગ્યું, રવિ શું નિહાળે? | |||
બ્હેની લઈ ભાઈ તરે નિહાળે; | |||
ને બાથ ભીડી, વદી એક વેળા: | |||
ઊંચે જશું આપણ બેઉ ભેળાં. | |||
27-4-’27</Poem> | |||
<Poem> | |||
'''<big>બુદ્ધનું પુનરાગમન</big>''' | |||
આવો, બુદ્ધ! | |||
વદતી માતા વૃદ્ધ; | |||
બહુ રહ્યા પરદેશ તમે એ માનું મારો વાંક. | |||
આવો જો પાછા તો મળશે પાછું મારું નાક. | |||
પચ્ચીસસો વર્ષો વીત્યાં આ આંખો ઊઘડતાં. | |||
તેજ જીરવવા તારું શક્તિ આજે છે, બેટા! | |||
ચણીશ મોટા સ્તૂપ; | |||
નવા થાંભલા સ્તૂપ; | |||
નવા થાંભલા આરસ-રૂપ; | |||
જ્યાં જ્યાં તેં પગલાં પડ્યાં’તાં, ત્યાંત્યાં લખશું શિલાલેખ. | |||
અબુધ હું, પણ વચમાં જોઈ-જાણી છે ગાંધીની ભેખ. | |||
યહૂદીઓમાં કથા એક છે: પાછો રખડુ પુત્ર મળે, | |||
માતાપિતા હરખાઈ ધિંગાં ઘેટાં મૂકે કાપ ગળે. | |||
ઘર બેઠેલા ખાય નિસાસા, રખડુને મળતાં સ્વાગત; | |||
પામરના આવા છે મત. | |||
તમે નહીં ભાગ્યા’તા; માતા ભાગેડુ પાછી આવી; | |||
ઘેટાંનો નહીં ભોગ કેમ કે ઘેટાંને હૃદયે લાવી | |||
મૈત્રી, પ્રેમ, અહિંસા કેરાં આપે આપ્યાં’તાં દર્શન. | |||
પણ માતા ભાગેડુને મન | |||
શાન્તિ સ્થાપવા તમે પધારો, | |||
પગે પડો. જીતો કે હારો | |||
કશી નથી તમને પરવા. | |||
રખડુ મા, દીકરા ગરવા. | |||
દેશવટો આપ્યો’તો દેશે. | |||
સૂર્ય ઢાંકવા દલીલ વેષે | |||
શંકર ચાલ્યા એક દિશાથી | |||
ચાર ધામ તક ફરી વળ્યા. | |||
સ્થળસ્થળ પળપળ એ ઊકળ્યા: | |||
ગૌતમનું કહેવું છે સાચું; | |||
પણ વેદવાક્યમાં સઘળું વાંચું. | |||
બુદ્ધ તણું નહીં નવું નિશાન! | |||
હિન્દ! લહે પોતાનું ભાન! | |||
ધર્મ એક છે, નવા નામમાં ગળતું પરંપરાનું માન! | |||
ચકમક બુદ્ધિતેજે આંજ્યું | |||
બૌદ્ધોનું ઊંડેરું જ્ઞાન. | |||
જન્મભૂમિ છોડીને ચાલ્યો ગૌતમનો વચગાળો ધર્મ; | |||
અર્ધજગતને અપનાવીને, | |||
દ્વેષ મહીં શાન્તિ લાવીને, | |||
કરી રહ્યો નિષ્કામી કર્મ. | |||
અંદરથી ઘરને તાળું, ને વીતી ગઈ પચ્ચીશ સદી. | |||
આજે માતા ફરી વદી: | |||
આવો પુત્ર ન પામી કદી. | |||
તમે પૂછ્યોતો પ્રશ્ન પ્રથમ. | |||
પ્રથમ તમે સમજાવ્યું માણસનું મન. | |||
બ્રાહ્મણને પડકારી, | |||
મુક્ત કરી ભારતની નારી, | |||
વર્ણભેદને, પરંપરાને, આંખ વિનાની શ્રદ્ધાને, | |||
માત્ર તર્કને માત કરીને તમે દીધાં ડહાપણનં દાન | |||
પ્રથમ સર્વથી. સ્થાપ્યું જ્ઞાન | |||
રૂઢિ હઠેલી. વૃષલબાળને આપ્યું માન. | |||
ભેદભાવના કાદવમાં કો’ કમળ ખીલ્યું’તું! | |||
કાદવ પાછો પથરાયો. | |||
રૂઢિ તણો ચીલો ધાયો | |||
રથ ગૌતમનો સપડા’વા | |||
પચ્ચીશ સદીના પાદર સુધી. | |||
કાળચક્ર છે ફરી ગયું, ભારતમાં જુદી ભાત. | |||
જીરવવા તમ બોધ ભારતે તોડી નાખી નાત. | |||
આજે ફરી થયો ઉજાસ! | |||
થતાં બુદ્ધદેવના ભાસ! | |||
24-5-’56</Poem> | |||
<Poem> | |||
'''<big>વિરાટદર્શન</big>''' | |||
પીપળ આખી સ્થિર પડી, પણ | |||
ફરકે એક જ પાન. | |||
તાર એક પડદાનો ઝણકે, | |||
સારંગી સૂમસામ. | |||
ઊર્મિ ભણવી આવી અઘરી, | |||
સ્હેલાં ચારે ધામ; | |||
સ્હેલી પીપળ સર્વ વીંઝાતી; | |||
સ્હેલું સારંગીનું ગાન. | |||
ટોળું ઊમટે તોય સ્થૂળ એ, | |||
એકલતા એમાં આકાન્ત. | |||
સાંબેલાં વાદળથી વરસે, | |||
નળનું પાણી શાન્ત. | |||
આખી પીપળ સ્થૂળ ખડીને | |||
ગૌતમ બેઠા ધ્યાન ધરી; | |||
એક મગજનું તંતુ ફરક્યું, | |||
એક જ પીપળપાન. | |||
જોવે નાનું કૂંચી-કાણું | |||
મઢવા ત્રિકાલજ્ઞાન. | |||
14-10-’56</poem> | |||
<Poem> | |||
{{Color|Blue|[નીચેનાં 3 કાવ્યો 1934ની આવૃત્તિમાં છે પણ 1957ની આવૃત્તિમાં કવિએ સમાવેલાં નથી]}} | |||
'''<big>ચાંદરણાં : 2</big>''' | |||
એક અશ્રુ માશુકનું પડતાં, | |||
{{Space}} ઉર દાવાનળ દર્શન કરું! | |||
ફાટ ફાટ ઉર હલકી ઉઠતી, | |||
{{Space}} વર્ષાનું દુ:ખ શેમાં સ્મરું? | |||
{{Space}}{{Space}} પ્રલયનૃત્ય હૈયામાં શાં આ? | |||
{{Space}}{{Space}} જ્વાલામુખ હૈયે ગભરુ? | |||
27-9-’31</Poem> | |||
<Poem> | |||
'''<big>ચાંદરણાં : 8</big>''' | |||
વાંચ્યું’તું મેં કોઈ પુરાણે, | |||
{{Space}} નગનેયે આપી’તી પાંખ. | |||
ફરી એકદા આપી પાંખો, | |||
{{Space}} ઈશ્વર જો નિજ રાખે શાખ: | |||
{{Space}}{{Space}} સ્થિત્યંતરમાં ઉચ્ચ છંદાશે! | |||
{{Space}}{{Space}} ઊઠશે ચગદાયેલ સડાક! | |||
27-6-’33</Poem> | |||
<Poem> | |||
'''<big>મંદિર</big>''' | |||
કનકમૂર્તિમહીં દેવ દેખું નહિ; | |||
દીપમાં ગરીબનાં દુ:ખ ધ્રૂજે! | |||
ઘંટનાદો સૂણી ભક્તિ ના પ્રકટતી, | |||
શંખમાં કોટિ નિશ્વાસ કૂજે! ધ્રુવ0 | |||
{{Space}} અંત્યજો પગથિયે ભક્તિભીનાં રડે; | |||
{{Space}} દેવનાં દ્વાર કાળાં વસતાં! | |||
{{Space}} નિધનના નાથ, બેલી પિડીતોતણા; | |||
{{Space}} ધનિકના પંજિરોમાં પૂરાતા! — કનકમૂર્તિ0 | |||
એ ન મંદિર રહ્યાં, કેદખાનાં થયાં, | |||
જન-હૃદયના ન ધબકાર બોલે! | |||
વેધી ઘુમ્મટ, ત્યજી દેહ રત્ને રચ્યા, | |||
ઝૂંપડે, ઝૂંપડે દેવ ડોલે! — કનકમૂર્તિ0 | |||
19-2-’31</poem> | |||
<Center>{{Color |Red|0 0 0}}</Center> |
edits