8,009
edits
No edit summary |
No edit summary |

Line 62: | Line 62: | ||

આસ્વાદ - ઉદયન ઠક્કર

આસ્વાદ - ઉદયન ઠક્કર

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં, | ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં, | ||
Line 101: | Line 100: | ||
કથાવસ્તુ મૌલિક હોય એ કાવ્ય માટે જરૂરી નથી, માવજત મૌલિક હોય એટલું પૂરતું છે. ઈ. સ. ૧૮૯૫માં રચાયેલું ‘ગ્રામ્ય માતા’ આપણી ભાષાનાં ઉત્તમ કાવ્યોમાંનું એક છે. | કથાવસ્તુ મૌલિક હોય એ કાવ્ય માટે જરૂરી નથી, માવજત મૌલિક હોય એટલું પૂરતું છે. ઈ. સ. ૧૮૯૫માં રચાયેલું ‘ગ્રામ્ય માતા’ આપણી ભાષાનાં ઉત્તમ કાવ્યોમાંનું એક છે. | ||
{{Right|(આમંત્રણ)}} | {{Right|(આમંત્રણ)}} | ||
{{Poem2Close}} | |||

આસ્વાદ: આર્દ્રતામાં એકરૂપતા - જગદીશ જોષી

{{Poem2Open}} | |||
જે પંક્તિઓ લગભગ કહેવતની કક્ષાએ પહોંચીને લોકજીભે ચડી હોય (પંક્તિ ૯થી ૧૨) તે વિશે લખવું? પણ ઘણી વાર આ પંક્તિઓનું સત્ય અને એ સત્ય દ્વારા પ્રકટતું સૌંદર્ય અવતરણચિહ્નોેની વચ્ચે ભીંસાઈ જતું હોય છે — સમજણ વિનાના અતિ ઉપયોગને કારણે. utilisation દૃષ્ટિકોણથી સૌંદર્યનો ઉપભોગ કરી લેવો અને એના પોષણ દ્વારા સૌંદર્યનો ઉપભોગ કરવો એ બંને વચ્ચે રહેલી સૂક્ષ્મ ભેદરેખા અહીં કવિ કલાપી દોરી આપે છે. | |||
પણ કવિના મનોમંથનને પામવા, એમના મંથનકાળનો સાક્ષાત્કાર કરવા માટે થોડી આડવાત કરીને પણ એકાદ નજર તારીખો ભણી નાખી લેશું? ૧૮૯૧માં કવિ લખે છે: ‘ઘટે ના ક્રૂરતા આવી…’ તેઓ ૧૮૯૬માં લખે છે: ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’ એ જ સાલમાં એક બીજું કાવ્ય પ્રારંભાય છે, આ રીતે: ‘તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો.’ અને ‘મને જોઈને ઊડી જતાં પક્ષીઓને’ તેઓ ધરપત આપે છે: ‘ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં…’ આ કલાપી ભવિષ્યમાં આવું લખવાના હતા તેના બીજ રૂપે ૧૮૯૧માં — પાંચ વર્ષ પહેલાં — આ કાવ્યમાં સૌંદર્યને પામવાનો કીમિયો આપે છે. | |||
દેહની અને દેહીની ઉઘાડી ચર્ચા કર્યા વગર સીધું જ કહી દે છે કે તીર મારવાથી પક્ષીનો દેહ મળશે, પક્ષી નહીં; સ્થૂળ મળશે, સૂક્ષ્મ નહીં. પંખી શું છે, ક્યાં છે. ક્યાં રહે છે? એને આપણા બાહુપાશમાં–સકંજામાં–કેમ લેશું? એને ખૂંચવી નથી લેવાનું, પામવાનું છે. પક્ષીનો પ્રભુ, એનું પ્રભુત્વ એના ગીતમાં છે. એ જો પામવું હોય તો ‘છાના’ રહીને એ ગીત સાંભળવાં પડે છે. વર્ડ્ઝવર્થની પંક્તિ: ‘Stop here, or gently pass.’ યાદ નથી આવતી? | |||
‘અહિંસા’ શબ્દને ગાંધીજીએ પ્રચલિત કર્યો, પણ કાવ્યમાં તો કલાપી નામ વિના કદાચ પોતાને જ કહેતા હોય એમ કહે છે કે આ સૃષ્ટિ સંહાર માટે નથી. સમગ્ર વિશ્વની કલ્પના ‘સંતના આશ્રમ’ જેવી કરવી, કણ્વ ઋષિના અભયારણ્ય જેવી કરવી, એ તો લાગણીથી છલોછલ છલકાતા કલાપીને જ સૂઝે. સૌંદર્ય પાસે જવાની, સૌંદર્ય પામવાની, ખુદ સૌંદર્યત્વ પામવાની પહેલી શરત એ કે તમારે પોતે નાજુક થવું પડે. આપણે ઘણી વાર સૂક્ષ્મ હિંસા આચરતા હોઈએ છીએ. વિશ્વની શ્રી ઉપર આપણી દૃષ્ટિ–કુદૃષ્ટિથી કેટલીયે વાર ઉઝરડા પડ્યા હશે. ઉમાશંકર ‘વિશ્વશાંતિ’નો પ્રારંભ આ રીતે કરે છે: | |||
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી | |||
પશુ છે પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ! | |||
એક મિત્રે હમણાં વાત કહી. ગાંધીજીના એક અંતેવાસીએ કહેલું, ‘પહેલાં મારે માટે માત્ર બે જ હતા; ઈશ્વર અને બાપુ. હવે તો બંને એક જ થઈ ગયા છે…’ વિશ્વમાં જ્યાં સર્વત્ર આર્દ્રતા છવાઈ હોય ત્યાં ક્રૂર કે કઠોર થવાનો કોઈ અર્થ ખરો? આર્દ્રતામાં આર્દ્ર થઈને, એકરૂપ થઈને, ભળવું એમાં જ ભલું છે — આપણું ને જગતનું. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે…’ આવી પંક્તિ લખનાર કલાપી જ ભવિષ્યમાં લખી શકે — | |||
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. | |||
{{Right|૧૯–૧૦–’૭૫}}

{{Right|(એકાંતની સભા)}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||