અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/ઘટા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઘટા| પ્રદ્યુમ્ન તન્ના}} <poem> માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સર...")

No edit summary
Line 32: Line 32:
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા...
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા...
</poem>
</poem>

આસ્વાદ: ચાતકને ચાખવું ગમે, તેવું ચોખ્ખું વર્ષાગીત – ઉદયન ઠક્કર

{{Poem2Open}}
જીવનનો ઉત્તરકાળ જેમણે ઇટાલીમાં વિતાવ્યો એવા પ્રદ્યુમ્ન તન્નાનું આ વર્ષાગીત છે. વાદળીઓ માથે થઈને સરતી જાય છે. ‘સરતી’, ‘તરતી’, અને ‘લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ’ શબ્દપ્રયોગો જુઓ. આ ફોટોગ્રાફી નથી, વીડિયોગ્રાફી છે. પ્રથમ ત્રણ પંક્તિ પર ‘ળ’કારનાં છ છાંટણાં કરી, કવિએ જળ વહેવાનો સ્વર જાણે ઝીલ્યો છે. ‘તળે, વચવચાળે, માથે’ — કવિએ સાવનઘટાનું પગથી માથા સુધીનું ચિત્ર દોર્યું છે. ‘તરલ’ યાને ચંચળ. ઉપર સરે વાદળી, નીચે તરે છાયા, તેજના ચટાપટા ચીતરાતા જાય.
વાદળીની જોડજોડે ઊડતા બગલાઓનું લઘુચિત્ર (મિનિએચર પેઇન્ટિંગ) તમે જોયું હશે. બગલાની ચાંચ ટકરાવાથી મોતીની માળ તૂટે અને લળખ લળખ થતાં બુંદ ઝરે. કૂવા–કાંઠે શેનો કલરવ છે? પનિહારીનો? કે વાતે ચડેલા પાણીનો? કવિ કહેતા નથી, જળને બોલવા દે છે. જળ બેડાં પર ચડ્યાં છે અને વાતેય ચડ્યાં છે. ‘જાંબુલ’ એટલે જાંબલી અથવા તો જાંબુનું. કવિ ભાવકની પંચેન્દ્રિયને પંચામૃત ચખાડે છે — ‘જાંબલી’ (દૃષ્ટિ), ‘જાંબુ’ (સ્વાદ), ‘પવન’ (ગંધ), ‘ભીનાં’ (સ્પર્શ) અને, ‘ઝીણા સૂર’ (શ્રુતિ) કાવ્ય સૌ ઇન્દ્રિયોથી માણી શકાય તેવું — સેન્સુયસ બને છે.
છેક છેલ્લા બંધમાં આવીએ ત્યારે સમજાય છે કે આ ગીત એક યુવતીની ઉક્તિ છે. ‘લોલુપ ઝરૂખ’ કહી કવિ ‘વિષયલોલુપ આંખો’ ભણી સંકેત કરે છે. ભીની ઓઢણી અરધી ચોંટેલી હોય અને અરધી ઊડતી હોય એવી ઊડું ઊડું થતી ક્ષણને કવિએ આબાદ ઝીલી છે. યુવતીનું અંગ ઉઘાડું નથી, તો ઢંકાયેલું પણ નથી. ઢાંકી ઢાંકી પ્રકટ કરવું કાર્ય એ છે કલાનું.
કવિની શબ્દપસંદગી જુઓ — મોતી નહીં પણ મોતન, સ્થિર નહીં પણ થીર, હાલકડોલક નહીં પણ હાલકદોલક, વન નહીં પણ વંન, જળથી નહીં પણ જળ સું, જોબન નહીં પણ જોવન. કાવ્યપદાવલિ લલિત, કોમળ અને તળપદી છે.
પ્રદ્યુમ્ન ગ્રાફિક ડિઝાઇનર અને ફોટોગ્રાફર હતા. સિનેમાની ભાષામાં વાત કરીએ તો બગલાની ચાંચ વાદળી સાથે ટકરાવાથી બુંદ ઝરે એ થયો ‘લૉંગ શૉટ’, કૂવાકાંઠે હાલકદોલક હેલ્યને બેડે જળ વાતે ચડે એ થયો ‘મિડ શૉટ’ અને ભીનાં ઓઢણ અંગને ચોંટે એ થયો ‘ક્લોઝ-અપ.’
વર્ષાગીતો તો ઘણાંયે લખાય છે, પરંતુ આવું કાવ્ય જવલ્લે રચાય છે.
{{Right|(‘આમંત્રણ’)}}
{{Poem2Close}}

Navigation menu