ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા-૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,825: Line 1,825:

{{Poem2Open}}
{{Poem2Open}}
‘હું ગુર્જર ભારતવાસી’ – એ પ્રથમ પંક્તિ જ રાષ્ટ્રીય એકાત્મતાની તેમ જ ગુજરાતી સંસ્કારપરંપરાની દ્યોતક સૂત્રાત્મક પંક્તિ બની શકી છે. ગુજરાત-વિષયક રચનાઓમાં કવિની નજર અર્થ તરફ વિશેષ રહેતી દેખાય છે. જો એમ ન હોય તો જે પ્રકારે ગુજરાત-વિષયક કાવ્યોમાં સાંસ્કૃતિક મુદ્રાઓની, વિશેષણોની તેઓ પસંદગી કરે છે તે શક્ય ન બને. વળી આ સાથે કવિકર્મ માટેનો એમનો આગ્રહ પણ ઉત્કટ હોય છે. ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?’ આ એક જ પંક્તિનો પણ આ સંદર્ભમાં વિચાર કરી શકાય. ‘ધન્ય ભૂમિ ગુજરાત’ ગુજરાત-સ્તોત્ર છે તો સાથે જાણે ગુજરાત પરનો નિબંધ પણ છે ! કવિનો ગુજરાતપ્રેમ અહીં ગુજરાતની સંસ્કૃતિની પરિચય–વિધિમાં મુખર થયેલો જોઈ શકાય છે. ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી ?’ જેવી રચનાઓના સ્ફુરણમાં આપણી ગુર્જર-સ્તોત્રકવિતાની પરંપરા કારણભૂત હોય એમ લાગે છે. ગુજરાતની સંસ્કૃતિને રાષ્ટ્રીયતા ને માનવતાની વ્યાપક ભૂમિકાએથી નિરૂપવાનો ઉમાશંકરનો સભાન પ્રયત્ન આ ગીતોમાં છે.S આ ગીતો શુદ્ધ કવિતા લેખે ભલે અમુકતમુક બાબતમાં ઊણાં ઊતરે, પણ ગુર્જરસ્તોત્રકવિતામાં એમનો ફાળો મહત્ત્વનો છે જ. તેમાંય ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘હું ગુર્જર ભારતવાસી’માં ગીતતત્ત્વ મહદંશે સિદ્ધ થયેલું વરતાય છે. ભારતવિષયક કાવ્યો અર્થદૃષ્ટિએ મહત્ત્વનાં છે તેટલાં ગીતદૃષ્ટિએ નથી.{{Poem2Close}}
‘હું ગુર્જર ભારતવાસી’ – એ પ્રથમ પંક્તિ જ રાષ્ટ્રીય એકાત્મતાની તેમ જ ગુજરાતી સંસ્કારપરંપરાની દ્યોતક સૂત્રાત્મક પંક્તિ બની શકી છે. ગુજરાત-વિષયક રચનાઓમાં કવિની નજર અર્થ તરફ વિશેષ રહેતી દેખાય છે. જો એમ ન હોય તો જે પ્રકારે ગુજરાત-વિષયક કાવ્યોમાં સાંસ્કૃતિક મુદ્રાઓની, વિશેષણોની તેઓ પસંદગી કરે છે તે શક્ય ન બને. વળી આ સાથે કવિકર્મ માટેનો એમનો આગ્રહ પણ ઉત્કટ હોય છે. ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?’ આ એક જ પંક્તિનો પણ આ સંદર્ભમાં વિચાર કરી શકાય. ‘ધન્ય ભૂમિ ગુજરાત’ ગુજરાત-સ્તોત્ર છે તો સાથે જાણે ગુજરાત પરનો નિબંધ પણ છે ! કવિનો ગુજરાતપ્રેમ અહીં ગુજરાતની સંસ્કૃતિની પરિચય–વિધિમાં મુખર થયેલો જોઈ શકાય છે. ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી ?’ જેવી રચનાઓના સ્ફુરણમાં આપણી ગુર્જર-સ્તોત્રકવિતાની પરંપરા કારણભૂત હોય એમ લાગે છે. ગુજરાતની સંસ્કૃતિને રાષ્ટ્રીયતા ને માનવતાની વ્યાપક ભૂમિકાએથી નિરૂપવાનો ઉમાશંકરનો સભાન પ્રયત્ન આ ગીતોમાં છે.S આ ગીતો શુદ્ધ કવિતા લેખે ભલે અમુકતમુક બાબતમાં ઊણાં ઊતરે, પણ ગુર્જરસ્તોત્રકવિતામાં એમનો ફાળો મહત્ત્વનો છે જ. તેમાંય ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘હું ગુર્જર ભારતવાસી’માં ગીતતત્ત્વ મહદંશે સિદ્ધ થયેલું વરતાય છે. ભારતવિષયક કાવ્યો અર્થદૃષ્ટિએ મહત્ત્વનાં છે તેટલાં ગીતદૃષ્ટિએ નથી.

___________________________________
S <small>સુરેશ દલાલે કદાચ આવા જ ખ્યાલથી આ પ્રશ્ન કર્યો છે : ‘લખ્યું નથી પણ લખાઈ ગયું છે એવી પ્રતીતિ આપતાં ગીતો કેટલાં ?’ ઉત્તર પણ એમણે જ આપ્યો છે : ‘કદાચ, પ્રમાણમાં બહુ જ ઓછાં.’ તેઓ ઉમાશંકર કરતાં સુન્દરમ્ની ગીત લખવાની શક્તિ ઊંચી હોવાનું જણાવે છે. (અપેક્ષા, પૃ. ૧૪૮)</small>
{{Poem2Open}}
ઉમાશંકરે ગીતવિષયક ગીતો ઠીક પ્રમાણમાં લખેલાં છે. એમના ‘અભિજ્ઞા’ સુધીનાં દરેક કાવ્યસંગ્રહમાં કોઈ ને કોઈ ગીતરચના કવિતા-ગીત સંદર્ભે મળે છે. ‘ગંગોત્રી’ના ‘ગીતગંગોત્રી’ કાવ્યમાં ગીતને સ-જીવ રૂપ બક્ષીને (‘પર્સોનિફિકેશન’) વર્ણવ્યું છે તે અગત્યનું છે. ગીત પોતાનું ઉદ્ભવસ્થાન શોધતું ઘૂમતું હોય એ કલ્પના રમણીય છે. આ કાવ્યમાં કવિની કલ્પનાશક્તિ રૂઢ રીતે છતાં ઠીક ઠીક બળપૂર્વક પ્રગટ થયેલી દેખાય છે. કેટલાંક રમ્ય ચિત્રો આ ગીતમાં ખડાં થઈ શકેલાં જણાય છે. આ ગીતમાં કવિની નિજી શૈલીનું કોઈ સુઘડ રૂપ બંધાયું હોય એવું પ્રતીત થતું નથી. ‘ભોમિયા વિના’ ગીતસંગ્રહમાં ઉમાશંકરે ‘ગીતગંગોત્રી’ની જેમ ‘નવાં નવાણ’ પણ લીધું નથી. ‘નવાં નવાણ’માં ‘એ ગીત મારે ગાવું સખી’ ધ્રુવપંક્તિને ને સમુચિત સંદર્ભ આપવાનો કવિનો પ્રયાસ તુરત જ વરતાઈ આવે છે. ઉમાશંકરે ‘ભોમિયા વિના’ ગીતસંગ્રહમાં ‘નિશીથ’માંથી ‘ગીત ગોત્યું ગોત્યું’ અને ‘ગાણું અધૂરું’ તો ‘આતિથ્ય’માંથી ‘અમે ગાશું’ અને ‘ગીત મારાં’ રચનાઓ લીધી છે. કવિની ગીતની ખોજ કેવી રમણીય છે તે તો ‘ગીત ગોત્યું ગોત્યું’ રચના બતાવે છે જ અને ગીત ગોતવા છતાં ન જડ્યાની ઘટના કવિની ગીતની ખોજ કેટલી સાચી છે ને અવિરત છે તેની સૂચના પણ કરે છે. ‘ઉરે આંસુ પછવાડે હીંચતું ને સપનાં સીંચતું’ ગીત કવિને ન જડ્યું એ જ સારું થયું. એ ન જડવાની ઘટનામાં જ એમની કવિતા – એમનું ગીત જે ટકી રહેલું છે તે આપણે પામીએ છીએ – માણીએ છીએ. સૂતા ઝરણાને જગાડી ઉછીનું ગીત માગવાની કવિની વાત જ મર્મસ્પર્શી છે. ઝરણા આગળ ‘અરવલ્લીના આ બાળક’ ઉમાશંકરનું કવિહૃદય કોઈ અનોખી તાજગીથી મુખર થતું – ઉલ્લસતું જણાય છે. ‘ગાણું અધૂરું’માં ગીતનો આત્મા સુપેરે ઊતરેલો પ્રતીત થાય છે. આ ગીતમાં જે સ્વાભાવિકતાથી ભાવની નિખાલસ અભિવ્યક્તિ અને લયાન્વિત છટા સિદ્ધ થઈ શકી છે તે આકર્ષક છે. વળી ભાષાનું કશાયે ભદ્રિકતાના ભાર વિનાનું ભાવની એક પ્રકારની અસલિયત પ્રગટ કરતું પોત પણ ગમી જાય એવું છે. શબ્દની થોડીક હેરફેરથી વક્તવ્યને વળ આપવાની પદ્ધતિ રૂઢ, પણ અહીં તાજગીભરી રીતે – સફળ રીતે અજમાવાઈ છે; દા. ત.,{{Poem2Close}}

Line 2,043: Line 2,038:
આપણે ઉમાશંકરનાં જે ગીત-ઉદાહરણો જોયાં તેમાં ઉમાશંકરની ગીતના સ્વરૂપ વિશેની ઊંડી ને સાચી સમજ તેમ જ કવિકોશલ ઉભયનો સાક્ષાત્કાર થઈ શક્યો હશે. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (Vol. No. ૨૦, ૧૯૬૪, P. ૯૮૬)માં ગીતની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે:

“Song is the joint art or words and music, two arts under emotional pressure coalescing into a third. The relation and balance of the two arts is a problem that has to be resolved anew in every song that is composed.”

— આ વ્યાખ્યા અનુસાર ગીતમાં લિરિકના એક પ્રકાર તરીકે શબ્દગત–ભાષાગત સંગીતતત્ત્વ, લયાન્વિતતા અને ભાવોત્કટતા અનિવાર્ય છે.{{Poem2Close}}
— આ વ્યાખ્યા અનુસાર ગીતમાં લિરિકના એક પ્રકાર તરીકે શબ્દગત–ભાષાગત સંગીતતત્ત્વ, લયાન્વિતતા અને ભાવોત્કટતા અનિવાર્ય છે.
 
ઉમાશંકર પ્રાજ્ઞ કવિ છે. એમની કવિતામાં સામાન્ય રીતે શબ્દ અર્થને અનુસરે છે એમ કહેવાનું મન થાય. કાવ્યસર્જન-વેળાએ શબ્દને હૃદ્ગત અર્થની જોડાજોડ સ્થાન આપવામાં તેમની કવિચેતના સતત સક્રિય અને કદાચ અવારનવાર સભાન હોય છે. ઉમાશંકર કાબેલ કસબી હોઈ પોતાની કવિકર્મની સંપ્રજ્ઞતાને ભાવકપ્રત્યક્ષ ન થાય એ રીતે નેપથ્યે રાખી શકે છે. ગીત જેવા ભાવોત્થ કાવ્યપ્રકારમાં આ સંપ્રજ્ઞતા ભાવકને વખતોવખત પ્રત્યક્ષ થઈ જાય છે. એમનું ગીત પ્રેરણાની પળમાંથી ઉદ્ભવે છે; પણ એ જ પળમાં કદાચ એનો સંપૂર્ણ વિકાસ સાધી લેતું નથી. એમનું પ્રજ્ઞાબળ ગીતને પૂર્ણ દેહ સમર્પવામાં સહાયભૂત થાય છે. આથી ગીતમાં જે ‘white heat’નો અનુભવ થવો જોઈએ તે હંમેશાં એમનાં ગીતોમાં થતો નથી. એમનાં કેટલાંક ગીતો તો સાંભળ્યા પછી મનમાં મમળાવીએ ત્યારે જ વધુ સ્વાદુ લાગે છે. એમનાં ગીતોમાં શબ્દનું સંગીત હોય છે પણ એમાં રસમયતાને મુકાબલે રસજ્ઞતાનું તત્ત્વ વધારે હોય છે. એમનાં ગીતોમાં નાદસૌન્દર્ય અને ભાવસૌન્દર્ય સર્વત્ર ને સર્વથા એકરસ – એકરૂપ થયેલાં લાગતાં નથી. બે વચ્ચે રહી જતો આંતરો ગીતને જામતું અટકાવે છે. તેઓ નાદસૌન્દર્ય અને ભાવ–સૌન્દર્યનું અદ્વૈત સિદ્ધ કરવા સતત સાવધાન હોય છે, પરંતુ એ સાવધાની જ ગીતને ‘અનુષ્મ’ બનાવી દેતી કેટલીક વાર લાગે છે. ગીતનું સરલ-તરલ રૂપ કવિના શિષ્ટતા-પ્રેમનું કંઈક દબાણ અનુભવે છે. ભાવક એમના ગીતથી આકર્ષાય છે, એમાંનાં શિષ્ટતાગુણે એની સાથે સંબંધ બાંધવા પણ પ્રેરાય છે ને છતાં એમના ગીતને પૂરા મનથી ચાહી નહિ શકાયાનો વસવસો પણ અનેક વાર અનુભવતો રહે છે. એમનાં ગીતોમાં ઈશ્વરદત્ત પંક્તિઓ – ‘ડિવાઇન લાઇન્સ’ – અવારનવાર મળે છે, પણ પછી એ પંક્તિઓના અનુસંધાનમાં કેટલુંક ‘ફ્રેમવર્ક’ (ચોકઠાબંધીનું કામ) થતું વરતાય છે. એમાંય તે એમની કવિત્વ-શક્તિનો પ્રતાપ તો હોય છે જ ! ગીતનું ઊછળતું ઝરણું નહેરના માર્ગે બંધાઈ જાય છે ત્યારે ચિત્તક્લેશ થાય છે. એમની સભાન કલાકાર – (‘કૉન્શ્યસ આર્ટિસ્ટ’) તરીકેની પ્રકૃતિ-શક્તિ ગીતને ઉત્તમ કક્ષાએ પહોંચાડવામાં પૂરતી કામયાબ થતી લાગતી નથી. હૃદયમાં પ્રેમ ઊછળતો હોય અને છતાં ગમે તે કારણે ‘હું પ્રેમ કરું છું’ એવી સભાનતા જો મનમાં રહે તો પ્રેમની અનુભૂતિને જ વિક્ષેપ પહોંચે તેમ એમના હૃદયમાં ગીતનો પ્રાણ ઊછળતો હોવા છતાં, એ ઉછાળને વધુમાં વધુ સાર્થક રીતે, સુરેખ રીતે ગીતના લયની સરળતા, પ્રવાહિતા આદિ જાળવીને રજૂ કરવાની એમની વૃત્તિ સરવાળે એમના ગીતની સ્વાભાવિક ગતિલીલામાં બાધક બનતી હોય એવું એમનાં અ-સફળ ગીતો વાંચ્યા-સાંભળ્યા પછી લાગે છે. જે મનોવ્યાપારને બળે એમનાં ગીતોમાં વિષય, લય, પદાવલિ આદિનું વૈવિધ્ય જોવા મળે છે; જેને કારણે એમની ગીતરચના પરંપરા સાથેનું સફળ અનુસંધાન જાળવતાં પોતાની પ્રયોગલીલા દાખવે છે એ જ વ્યાપાર એમને જ્યારે ગીતોમાં ખોવાઈ જતાં રોકે છે ત્યારે હાથમાં–કંઠમાં આવેલું ગીત એમ જ ઠરડાઈ કે ખોવાઈ ગયાનો અનુભવ ભાવકને થાય છે. (સુરેશ દલાલે કદાચ આવા જ ખ્યાલથી આ પ્રશ્ન કર્યો છે : ‘લખ્યું નથી પણ લખાઈ ગયું છે એવી પ્રતીતિ આપતાં ગીતો કેટલાં ?’ ઉત્તર પણ એમણે જ આપ્યો છે : ‘કદાચ, પ્રમાણમાં બહુ જ ઓછાં.’ તેઓ ઉમાશંકર કરતાં સુન્દરમ્ની ગીત લખવાની શક્તિ ઊંચી હોવાનું જણાવે છે. (અપેક્ષા, પૃ. ૧૪૮) ભોમિયા વિના ભમવાની વૃત્તિએ, ખોવાઈ જવાના ખેલની તીવ્ર અભીપ્સાએ જ્યારે એ ગીતલયમાં બંધાય છે ત્યારે ભોમિયો ભૂલે એવી ગીતકંદરાનું આહ્લાદક નિસર્ગદર્શન એ કરાવી રહે છે. એમની ગીતશક્તિની મર્યાદાનાં તેમ જ એની સિદ્ધિનાં ‘બુલંદ’ દૃષ્ટાંતો ઠીક ઠીક પ્રમાણમાં એમના કાવ્ય-સંગ્રહોમાંથી મળે છે.
___________________________
 
S <small>‘પ્રસ્થાન’માં આ કાવ્ય ‘અમે’ શીર્ષકથી પ્રસિદ્ધ થયું ત્યારે તેમાં મૂકેલી નોંધમાં આ નવ પંક્તિઓના (જેમાં છેલ્લી પંક્તિ અગાઉની આઠથી સહેજ લાંબી હોય) બંધને અંગ્રેજી સ્પેન્સિરિયન વર્સની ઢબનો ગણાવવામાં આવેલ. એમાં પ્રાસરચના ક, ખ, ક, ખ, ખ, ગ, ખ, ગ, ગ – એમ રાખેલી છે.</small>
 
{{Poem2Open}}
 
ઉમાશંકર પ્રાજ્ઞ કવિ છે. એમની કવિતામાં સામાન્ય રીતે શબ્દ અર્થને અનુસરે છે એમ કહેવાનું મન થાય. કાવ્યસર્જન-વેળાએ શબ્દને હૃદ્ગત અર્થની જોડાજોડ સ્થાન આપવામાં તેમની કવિચેતના સતત સક્રિય અને કદાચ અવારનવાર સભાન હોય છે. ઉમાશંકર કાબેલ કસબી હોઈ પોતાની કવિકર્મની સંપ્રજ્ઞતાને ભાવકપ્રત્યક્ષ ન થાય એ રીતે નેપથ્યે રાખી શકે છે. ગીત જેવા ભાવોત્થ કાવ્યપ્રકારમાં આ સંપ્રજ્ઞતા ભાવકને વખતોવખત પ્રત્યક્ષ થઈ જાય છે. એમનું ગીત પ્રેરણાની પળમાંથી ઉદ્ભવે છે; પણ એ જ પળમાં કદાચ એનો સંપૂર્ણ વિકાસ સાધી લેતું નથી. એમનું પ્રજ્ઞાબળ ગીતને પૂર્ણ દેહ સમર્પવામાં સહાયભૂત થાય છે. આથી ગીતમાં જે ‘white heat’નો અનુભવ થવો જોઈએ તે હંમેશાં એમનાં ગીતોમાં થતો નથી. એમનાં કેટલાંક ગીતો તો સાંભળ્યા પછી મનમાં મમળાવીએ ત્યારે જ વધુ સ્વાદુ લાગે છે. એમનાં ગીતોમાં શબ્દનું સંગીત હોય છે પણ એમાં રસમયતાને મુકાબલે રસજ્ઞતાનું તત્ત્વ વધારે હોય છે. એમનાં ગીતોમાં નાદસૌન્દર્ય અને ભાવસૌન્દર્ય સર્વત્ર ને સર્વથા એકરસ – એકરૂપ થયેલાં લાગતાં નથી. બે વચ્ચે રહી જતો આંતરો ગીતને જામતું અટકાવે છે. તેઓ નાદસૌન્દર્ય અને ભાવ–સૌન્દર્યનું અદ્વૈત સિદ્ધ કરવા સતત સાવધાન હોય છે, પરંતુ એ સાવધાની જ ગીતને ‘અનુષ્મ’ બનાવી દેતી કેટલીક વાર લાગે છે. ગીતનું સરલ-તરલ રૂપ કવિના શિષ્ટતા-પ્રેમનું કંઈક દબાણ અનુભવે છે. ભાવક એમના ગીતથી આકર્ષાય છે, એમાંનાં શિષ્ટતાગુણે એની સાથે સંબંધ બાંધવા પણ પ્રેરાય છે ને છતાં એમના ગીતને પૂરા મનથી ચાહી નહિ શકાયાનો વસવસો પણ અનેક વાર અનુભવતો રહે છે. એમનાં ગીતોમાં ઈશ્વરદત્ત પંક્તિઓ – ‘ડિવાઇન લાઇન્સ’ – અવારનવાર મળે છે, પણ પછી એ પંક્તિઓના અનુસંધાનમાં કેટલુંક ‘ફ્રેમવર્ક’ (ચોકઠાબંધીનું કામ) થતું વરતાય છે. એમાંય તે એમની કવિત્વ-શક્તિનો પ્રતાપ તો હોય છે જ ! ગીતનું ઊછળતું ઝરણું નહેરના માર્ગે બંધાઈ જાય છે ત્યારે ચિત્તક્લેશ થાય છે. એમની સભાન કલાકાર – (‘કૉન્શ્યસ આર્ટિસ્ટ’) તરીકેની પ્રકૃતિ-શક્તિ ગીતને ઉત્તમ કક્ષાએ પહોંચાડવામાં પૂરતી કામયાબ થતી લાગતી નથી. હૃદયમાં પ્રેમ ઊછળતો હોય અને છતાં ગમે તે કારણે ‘હું પ્રેમ કરું છું’ એવી સભાનતા જો મનમાં રહે તો પ્રેમની અનુભૂતિને જ વિક્ષેપ પહોંચે તેમ એમના હૃદયમાં ગીતનો પ્રાણ ઊછળતો હોવા છતાં, એ ઉછાળને વધુમાં વધુ સાર્થક રીતે, સુરેખ રીતે ગીતના લયની સરળતા, પ્રવાહિતા આદિ જાળવીને રજૂ કરવાની એમની વૃત્તિ સરવાળે એમના ગીતની સ્વાભાવિક ગતિલીલામાં બાધક બનતી હોય એવું એમનાં અ-સફળ ગીતો વાંચ્યા-સાંભળ્યા પછી લાગે છે. જે મનોવ્યાપારને બળે એમનાં ગીતોમાં વિષય, લય, પદાવલિ આદિનું વૈવિધ્ય જોવા મળે છે; જેને કારણે એમની ગીતરચના પરંપરા સાથેનું સફળ અનુસંધાન જાળવતાં પોતાની પ્રયોગલીલા દાખવે છે એ જ વ્યાપાર એમને જ્યારે ગીતોમાં ખોવાઈ જતાં રોકે છે ત્યારે હાથમાં–કંઠમાં આવેલું ગીત એમ જ ઠરડાઈ કે ખોવાઈ ગયાનો અનુભવ ભાવકને થાય છે.S ભોમિયા વિના ભમવાની વૃત્તિએ, ખોવાઈ જવાના ખેલની તીવ્ર અભીપ્સાએ જ્યારે એ ગીતલયમાં બંધાય છે ત્યારે ભોમિયો ભૂલે એવી ગીતકંદરાનું આહ્લાદક નિસર્ગદર્શન એ કરાવી રહે છે. એમની ગીતશક્તિની મર્યાદાનાં તેમ જ એની સિદ્ધિનાં ‘બુલંદ’ દૃષ્ટાંતો ઠીક ઠીક પ્રમાણમાં એમના કાવ્ય-સંગ્રહોમાંથી મળે છે.
ઉમાશંકરે એમનાં ગીતોમાં પરલક્ષી તેમ જ આત્મલક્ષી ઉભય પ્રકારના અનુભવો ગાયા છે. એમની સમષ્ટિનિષ્ઠા આત્મલક્ષી અનુભવના ગાન વખતે પણ હાજર હોય છે અને તેથી જ આત્મલક્ષી અનુભવની અભિવ્યક્તિમાં એમની ભાવોત્કટતા વ્યક્તિત્વના વિસ્તારમાં રૂપાંતર પામે છે એમ કહી શકાય. સમષ્ટિ પ્રત્યેની ઉત્કટ સભાનતાને કારણે એમને માટે વ્યક્તિત્વલોપ અઘરો બન્યો છે. તેથી જ ઉમાશંકર એમનાં ગીતોમાં ખોવાઈ જાય એવું ઓછું બને છે, પણ રહી જાય, છવાઈ જાય એવું વિશેષ બને છે; અલબત્ત, કવિતામાં એનો પણ એક સ્વાદ હોય છે.

ઉમાશંકરે એમના કાવ્યસંગ્રહોમાં કેટલાંક મુક્તક, અથવા મુક્તકની પડખે મૂકવી ગમે એવી લઘુક કાવ્યરચનાઓ પણ આપી છે. ‘ગંગોત્રી’માંની ‘એનાં પ્રેમાશ્રુ’, ‘એની દૃષ્ટિ’, ‘મધુસ્વપ્ને’, ‘સ્વપ્નો શીળાં’, ‘તેવીસમે’ અને ‘ચિરંજીવ તંતુ’નો; ‘નિશીથ’માંની ‘ક્યાં ?’, ‘મુખચમક’, ‘પારિતોષિક’, ‘મહેણું’ (આમ તો તેને ગીતવર્ગમાં મૂકેલ છે.), ‘છતાં પી લે, વ્હાલા !’, ‘જનક વિદેહી’, ‘નવી ઓળખાણ’, ‘એક કડી’, ‘જો...’, ‘બે જણ’, ‘જલનિધિતટે’, ‘સંધ્યાશુક્ર’, ‘એકાન્તે’, ‘યુગોની સંચેલી’, ‘પ્રણય’, ‘અંધારની આંખ’ અને ‘મૌન’નો; ‘આતિથ્ય’માંની ‘મુકામ મારો’, ‘વસંત’, ‘ફોરાં’માંની ‘કોક’, ‘યુગ્મ’, ‘યુગસંધિ’, ‘વિપક્ષી’, ‘દુનિયા’, ‘મછવો’, ‘જે રાસ ખેલે –’, ‘સંસ્કૃતિ’, ‘કવિતા’, ‘સ્હેલું મને સૂઝી ગયું’, ‘કૃતાર્થ’, ‘સદય દુનિયા’, ‘જીવન જમુના’ તથા ‘પ્રણય અને વિરહ’નો; ‘વસંતવર્ષા’માંની ‘વેહ પડ્યે થઈ વાંસળી’, ‘શાકુંતલ’, ‘ગ્યુઇથેનો ઉદ્ગાર’, ‘શ્યામ’, ‘ધરતી, તને’, ‘ઝંખના’, ‘પૂંજી’, ‘આસ્વાદ’, ‘ન મારા ગુનાઓ’, ‘તેથી થયો સફળ’, ‘નર્મદાના પુલ ઉપર’, ‘સ્પર્શું જગતને જ્યાં જ્યાં’, ‘પથ્થરની સલાહ’, ‘નથી મેં કોઈની પાસે’, ‘દુર્વાસાને’, ‘ઓ કેશ મારા !’, ‘પી જાણે’, ‘નાનાની મોટાઈ’, ‘સ્ત્રીની ઊંચાઈ’, ‘મૃત્યુદંડ’ અને ‘ત્રણ અગ્નિની અંગુલિ’નો; ‘અભિજ્ઞા’માંની ‘નિરંજન ભગતને જન્મ દિને’ તથા ‘પંક્તિઓ...’માંની ‘કવિની પ્રાર્થના’, ‘શુભ્રતા’, ‘નાગાસાકીમાં, ‘મનુજમન’, ‘અછત’, ‘નમું તે હાસ્યબ્રહ્મને’, ‘રીઝે બાળક જોઈ જેને –’, ‘જવાહરની અભીપ્સા’ અને ‘શબ્દ’નો આ સંદર્ભે વિચાર થઈ શકે. અહીં નિર્દેશલ ‘ચિરંજીવ તંતુ’, ‘મહેણું’, ‘મુકામ મારો’, ‘દુનિયા’, ‘શાકુંતલ – ગ્યુઇથેનો ઉદ્ગાર’, ‘નથી મેં કોઈની પાસે’, ‘મૃત્યુદંડ’, ‘ત્રણ અગ્નિની અંગુલિ’, ‘નિરંજન ભગતને જન્મદિને’ વગેરે રચનાઓ ખૂબ ટૂંકી છે એ એક, અહીં મુક્તકો સાથે તેમને મૂકવાનું દેખીતું કારણ છે. અહીં નિર્દેશેલ બધી રચનાઓને મુક્તકની વ્યાખ્યામાં આવરી લેવી મુશ્કેલ છે. અહીંયાં ‘મુક્તક’થી આપણે આ સમજીએ છીએ : “મુક્તક એટલે છૂટું એક જ કડી કે શ્લોકનું કાવ્ય... એક સુંદર મનોભાવને અખંડ, અશેષ વ્યક્ત કરનારો આખો પ્રસંગ એક જ શ્લોકમાં બરાબર કહેવાઈ રહે છે... જેમાં મહાન સત્ય હોય અથવા એક જ પ્રેમની લહરી પણ અત્યંત ઘન, અત્યંત મિઠ્ઠી હોય અને આખું મુક્તક એકદમ યાદ રહી જાય એવું હોય... આ ભાષાનું બળ, રસની ઘનતા, પ્રસાદ, સઘ:પ્રકાશ, એકદમ યાદ રહી જાય એવો આકાર, ઉચ્ચાર, સદ્યોહારિતા, મસ્તી, શબ્દલાઘવ.”૧૩૦ શ્રી ડોલરરાય માંકડે મુક્તક વિશે કરેલી ચર્ચામાં પણ રામનારાયણની વાત જ મુખ્યત્વે છે અને તે પણ આપણી મુક્તક વિશેની સમજને સમર્થિત કરે છે. મુક્તકની પંક્તિસંખ્યા કે પદ્યબંધ વિશેની માન્યતામાં પરંપરાજડ રહેવાની જરૂર નથી. ઉમાશંકરનાં કેટલાંક મુક્તકો વિચાર, ભાવ, ભાષા, છંદ અને અપૂર્વ રજૂઆત–છટાથી, કલ્પનાચાતુરી કે ધ્વનિચમત્કૃતિથી સદ્ય ધ્યાન ખેંચે છે; દા. ત.,{{Poem2Close}}

Line 2,442: Line 2,430:
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૫૦)}}
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૫૦)}}

________________
<small>S</small> <small>ખરેખર ભારસૂચક દંડ ‘કૂદું’માંના ‘કૂ’ પર જોઈએ. આ મુદ્રણદોષ લાગે છે. – ચં૰</small>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 2,485: Line 2,469:
'''– થંભી કાદંબરીવાણી ત્યાં થૈ વિરહનીરવ.'''</poem>
'''– થંભી કાદંબરીવાણી ત્યાં થૈ વિરહનીરવ.'''</poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૬૫–૬૬)}}
{{Right|(વસંતવર્ષા, પૃ. ૬૫–૬૬)}}
{{Poem2Open}}
વિધાનની સ્થાપના અને ઉત્થાપનાની રીતિ જે રીતે અનુષ્ટુપલયનો લાભ લે છે તે નોંધપાત્ર છે. એક પ્રકારની સંતુલા વિધાનની સ્થાપના કરતી ઉક્તિ અને તેની ઉત્થાપના કરતી ઉક્તિ વચ્ચે અનુભવાય છે. કવિનું આ છંદોવિધાનકૌશલ મહાકાવ્યના વિશાળ ફલક પર ઘણું કામ આપી શકે એવું છે.
‘આવ્યો છું મંદિરો જોવા’ કાવ્યમાં જે રીતે અનુષ્ટુપની પ્રથમ પંક્તિમાં જ ‘આવ્યો છું મંદિરો જોવા, જોવા દક્ષિણ મંદિરો’માં પદક્રમ યોજાય છે તે અનુષ્ટુપને લાક્ષણિક ગતિ-વળ સમર્પે છે. ઉમાશંકરે અનુષ્ટુપનો છંદોમિશ્રણમાં પણ અવારનવાર પ્રયોગ કર્યો છે. ‘ગંગોત્રી’માં ‘આશા’, ‘કલાનો શહીદ’ અને ‘સર્જકો સૃષ્ટિલીલાનાં’માં અનુષ્ટુપ મિશ્રોપજાતિ સાથે વપરાયો છે. તેમાં ‘કલાના શહીદ’માંના અનુષ્ટુપની વાત આગળ આવી ગઈ. અનુષ્ટુપછંદ ‘ગ્રીષ્મપૂર્ણિમા’માં લયની વૈવિધ્યરસયુક્ત ગતિચ્છટાને સંવાદ-બળ સમર્પે છે. સાતત્યપૂર્ણ એક પંક્તિરૂપે ને શ્લોકોરૂપે અનુષ્ટુપનો પ્રવેશ કાવ્યમાં દેખીતી અનિયતતાથી છતાં કલાગત સંવાદને અનુકૂળ એવો થવાથી તેની ઉપસ્થિતિ આસ્વાદ્ય બની રહે છે, જોકે ‘ગ્રીષ્મપૂર્ણિમા’માંનો અનુષ્ટુપ ન્હાનાલાલીય અનુષ્ટુપની યાદ આપે છે ખરો ! ‘વિરાટ પ્રણય’માં આદિ, મધ્ય ને અંતમાં અનુષ્ટુપ છે, છતાં મોટા ભાગે એમાં પૃથ્વી છંદ જ વપરાયો છે. શરૂઆતમાં અનુષ્ટુપમાંથી પૃથ્વીમાં સરવાની એમની રીત જોવા જેવી છે :
{{Poem2Close}}
<poem>
'''‘રમ્ય ને ભવ્ય એ પ્રેમ, પ્રેમી કિંતુ અજાણ હું.'''
'''હવે એકે રડું છું ને હયું છું બીજી આંખથી,'''
{{Space}} '''નિહાળી રહું બેયથી.'''
'''નિહાળી રહું બેયથી અજબ મૂર્તિ તારી સખી.'''</poem>
{{Right|(નિશીથ, પૃ. ૫૩)}}
{{Poem2Open}}
— અહીં ‘નિહાળી રહું બેયથી’ અનુષ્ટુપનું ચોથું ચરણ થઈને કુંડળિયાની પુનરાવર્તન પામતી – ઊથલો પામતી પંક્તિની જેમ ઊથલો પામી પૃથ્વીની પંક્તિના આરંભના લય-ખંડનો ભાગ બની રહે છે. આ પૃથ્વીછંદમાં લખાયેલા કંઈક દીર્ઘ એવા કાવ્યમાં અનુષ્ટુપની ઉપસ્થિતિ પૃથ્વીની એકધારી ગતિમાં કંઈક નવીનતા બક્ષનારી તથા કાવ્યના આદિ-અંતને પ્રસ્તાવના ને સમાપન રૂપે આગવું વ્યક્તિત્વ બક્ષનારી લાગે છે. ‘કેડી દૂરથી લલચાવતી’ એ કાવ્યરચનામાં પણ અનુષ્ટુપમાંથી પૃથ્વીમાં સરવાની ઉપર બતાવી છે તેવી યુક્તિ કવિએ અજમાવી છે – અલબત, સ્વલ્પ ફેરફાર સાધીને :
{{Poem2Close}}
<poem>
'''“ખેડવા પંથ એ નક્કી, બેસે યૌવન ક્યાં સુધી'''
'''દેખીને ભાવિની કેડી, દૂરથી લલચાવતી ?'''
{{Space}} '''દૂરેથી લલચાવતી કર-શી ગૌર કેડી ચડે.”'''</poem>
{{Right|(આતિથ્ય, પૃ. ૧૬૭)}}
{{Poem2Open}}
અહીં કવિને અનુષ્ટુપમાંના ‘દૂરથી’ પદનું પૃથ્વી છંદની સગવડ ખાતર ‘દૂરેથી’ એમ કરવું પડ્યું છે.
‘સદ્ગત મોટાભાઈ’માં પાંચ ખંડકો છે. આ દરેક ખંડકનો આરંભ અનુષ્ટુપની ચાર પંક્તિઓથી થાય છે ને પછી બાર પંક્તિઓ વસંતતિલકાની હોય છે. છેલ્લે પાંચ ખંડને અંતે બે પંક્તિઓ અનુષ્ટુપની આવે છે. આમ આ કાવ્યમાં અનુષ્ટુપ અને વસંતતિલકા સુયોજિત રૂપે કાવ્યના લયગત શિલ્પવિધાનમાં ઉપકારક થાય છે. સૉનેટના છંદોબંધારણની ચુસ્તતા આમાં આવી શકી છે તેમાં આ છંદોમિશ્રણની સુઘટિત આયોજના પણ કારણભૂત લાગે છે. ‘અન્નબ્રહ્મ’માં અનુષ્ટુપ વૈદિક-આર્ષ છંદોરચનાની હવા સાથે દેખા દે છે. અહીંનો અનુષ્ટુપ વાંચતાં રામાયણ-મહાભારત (ગીતા)ના અનુષ્ટુપનું પણ સ્મરણ થાય છે; દા. ત., નીચેનો શ્લોક જુઓ :
{{Poem2Close}}
<poem>
'''‘અન્ને નર વીર્યવંતો, અન્ને નારી રજસ્વલા,'''
'''અન્ને પ્રજનનેચ્છા ને વરદા સિદ્ધિ અન્નથી.’'''</poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૨૬)}}

Navigation menu