ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| જ્ઞ | }} {{Poem2Open}} જ્ઞાન : જ્ઞાનસૂરિને નામે ‘ચોમાસીદેવવંદનાવ...")
 
No edit summary
Line 226: Line 226:
   
‘જ્ઞાનીનાં લક્ષણ’ : બાપુસાહેબ ગાયકવાડકૃત કાફી-પ્રકારનાં ૨૪ પદોની આ કૃતિ (મુ.)જ્ઞાની સંતનાં લક્ષણો વર્ણવે છે એમાં સંતની સરલતા, સહજતા, સાર્વજનિકતા ને ઉદારતા પર મુકાયેલો ભાર ધ્યાન ખેંચે છે. અંતે પોતાની વાત વણિક કાંટે તોળીને જોઈ જુએ, બ્રાહ્મણશાસ્ત્રમાં શોધી જુએ, પણ શૂદ્રને તો એ વાતો સીધી લાગશે (અને ક્ષત્રિય પોતે જ છે) એમ એ કહે છે તે આ સંદર્ભમાં તેમ જ દૃષ્ટાંતમૂલક લોકભોગ્ય અભિવ્યક્તિના સંદર્ભમાં પણ સૂચક છે. દબાવીએ ત્યારે બેસી જાય ને ફુલાવીએ ત્યારે ફૂલે એ ફૂલકાના દૃષ્ટાંતથી બાપુસાહેબ સમજાવે છે કે સંત કદી રિસાતા કે દુભાતા નથી. એમની ટેક વાયરાના જેવી હોય છે જે ફૂલ કે નરકના ભેદ વિના સર્વત્ર વાય છે. સંત પરાધીન નથી છતાં, બાપુસાહેબ કહે છે, એમનામાં પરાધીનતા હોય છે એટલે કે ‘ગાડીમાં બેસો’ કહો તો ગાડીમાં બેસે, ‘પગે ચાલો’ કહો તો પગે ચાલે એવી સરલતા હોય છે. પણ ‘પંથ ચલાવે ને પરોણો બને’ એ જોગી નથી તેમ જોગીરાજ એકલવિહારી હોય છે - વાંસ ભેગા થાય તો સળગી ઊઠે ને ઘૂઘરા ભેગા થાય તો ઘોંઘાટ થાય. આ ઉપરાંત અનાસક્તિ, વૈરાગ્યભાવ, આત્મધ્યાન આદિ સંતનાં લક્ષણો પણ અહીં વર્ણવાયાં છે. [દે.દ.]

{{Poem2Close}}
{{Poem2Open}}
જ્યેષ્ઠમલ્લ/જેઠમલ : ‘જેઠમલ’ને નામે ૧૪ કડીની ‘ગુણગ્રાહક થવા વિશેની સઝાય’ (મુ.) તથા ‘જ્યેષ્ઠમલ્લ’ને નામે ૧૬ કડીની ‘સમવસરણની સઝાય’ (ર.ઈ.૧૭૯૭; મુ.) અને હિન્દી ભાષામાં ‘શીતળનાથ સ્વામીનું સ્તવન’ (મુ.) મળે છે તે જ્યેષ્ઠમલ્લ-૧ છે કે કેમ તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ૧૯૮૨ (સાતમી આ.) [શ્ર.ત્રિ.]
જ્યેષ્ઠમલ્લ-૧/જેઠા (ઋષિ) [ઈ.૧૮૨૩માં હયાત] : જૈન સાધુ. ઋષિ રૂપચંદના શિષ્ય. ‘સમકિતસાર પ્રશ્નોત્તરપચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૨૩) તથા ૨૪ કડીની ‘ચિત્ત અને બ્રહ્મદત્તની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈસસંગ્રહ (જૈ.).
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
જ્યોતિરત્ન [ઈ.૧૭૪૯માં હયાત] : જૈન સાધુ. મહિમાપ્રભસૂરિના શિષ્ય. ‘ભાવપ્રભસૂરિનિર્વાણ’ (ર.ઈ.૧૭૪૯)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
જ્યોતિવિમલ [ઈ.૧૭૩૯માં હયાત] : જૈન સાધુ. ‘સદયવચ્છ-સંબંધ’ (ર.ઈ.૧૭૩૯)ના કર્તા.
સંદર્ભ : દેવાનંદ સુવર્ણાંક, સં. ‘કેસરી’, પ્રકાશન વર્ષ નથી - ‘જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ. [કી.જો.]
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu