8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ટગલી ડાળ| યોગેશ જોષી}} <poem> શિયાળો ગાળવા આવેલો પંખી વતન પરત જ...") |
No edit summary |

Line 37: | Line 37: | ||
:: કશોક સંવાદ | :: કશોક સંવાદ | ||
:: મૂળ સાથે... | :: મૂળ સાથે...

{{Right|(નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૬)}} | {{Right|(નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૬)}} | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: મૂળ સાથે સંવાદ સાધતી કાવ્યકળા – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}} | |||
‘ડાયસ્પોરા સર્જકોને અર્પણ’ – આ કૃતિની કળાત્મક લાક્ષણિકતા એ છે કે તે સ્વેચ્છાએ કે અનિચ્છાએ સ્વદેશ છોડી વિદેશ જતા રહેલા સમુદાયને નિશાન બનાવવાને બદલે અહીંની પ્રકૃતિનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ કરતી વસ ‘ટગલી દાળ’ની સંવેદના કરુણાભાવ સાથે શબ્દાંકિત થઈ છે. | |||
સામાન્યપણે પરદેશ પહોંચી પોતાના વતન માટે ઝુરાપાભર્યો નૉસ્ટેલ્જિયા વ્યક્ત કરતાં પાત્રો મોટે ભાગે ત્યાંનાં સર્જનો પ્રસ્તુત કરે છે. | |||
જ્યારે ‘ટગલી દાળ’ના કવિશ્રીએ એમનો કૅમેરા, સામેના અન્ય છેડે મૂકી ડાળને છોડી જતાં રહેલાં પંખીઓની ઉડાનગતિ ઉપર ફોકસ કર્યો છે. | |||
નોંધપાત્ર એ છે કે માત્ર શિયાળો ગાળવા પૂરતાં જ વૃક્ષો ઉપર ઉતરી આવેલાં પંખીઓનું વતન હવે સ્વદેશ નહિ પણ પર–દેશ છે. પંક્તિ સૂચક છે: | |||
‘વતન પરત જવા / ડાળ ડાળ પરથી / આ…ઊડ્યાં’ | |||
‘આ’ પછી ત્રણેક ડૅશ ટપકાં સર્જકની આહનો મૂક ધ્વનિ છે! ઊડ્યાં તો ખરાં પંખીઓ, પાંખો ફફડાવતાં એના ગતિનાદ ‘ફડ ફડ ફડ ફડ’ સાથે–પણ પાથેય કયું? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘સાથે થોડો તડકો | |||
થોડું આકાશ લઈ’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પંખીઓનું ગજું કેટલું, લઈ જવા માટે? કર્તાના ધ્યાન બહાર નથી, તેથી ‘થોડો તડકો, થોડું આકાશ લઈ.’ થોડામાં ઘણું વર્ણવ્યું. પાંખ પર સ્વદેશનો તડકો-આકાશ થોડોય લઈ ગયા સિવાય ચેન પડે? | |||
કવિનો કૅમેરા ક્લોઝઅપ ઍન્ગલમાં ‘ડાળ ડાળ હલતી રહીઝડપી ફ્રીઝ શૉટ નથી થતો, ડાળમાં માનવભાવ આરોપે છે: ‘જાણે ‘આવજો’ કહેતી રહી…’ | |||
‘આવજો’માં પરત જતાં રહેતાં પંખીઓ પ્રત્યે પણ હેતભરી સહાનુભૂતિ છે. રચનાના ચોથા ગુચ્છમાં કાવ્યશીર્ષક ‘ટગલી ડાળ’ પ્રવેશી છે. | |||
ગુજરાતી ભાષાની કાવ્યકૃતિઓમાં ડાળ સાથે ‘ટગલી’ વિશેષણનો ઉપયોગ અહીં કદાચ પહેલી વાર થયો. | |||
ટગલીનો અર્થ પાતળી ઊંચી ડાળ. | |||
એ તો બરાબર, પણ પંખીની અંગડાઈની મુદ્રા બક્ષી ડાળને પક્ષીમાં પલટવાનો પ્રયોગ રસપ્રદ છે: ટગલી ડાળ / જરી ગરદન ઊંચી કરી / જોઈ રહી – અહીં ડૅશનું ચિહ્ન ભાવકો માટે છે. પાતળી ડાળ શું જોઈ રહી? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘વિદાય થતાં પંખીઓની | |||
પંક્તિઓની પંક્તિઓ | |||
ક્ષિતિજમાં દેખાતી | |||
બંધ થઈ | |||
ત્યાં ગલી | |||
અપલક…’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
જાણે કે – વતન તજી વિદેશ ભણી ઊડી જતાં વિમાનો ક્ષિતિજનાં ગુમ થઈ જતાં અપલક આંખે નીરખી રહી છે ટગલી ડાળ! | |||
‘આવજો’ના બોલની વાચા બાદ ‘અપલક’ દૃષ્ટિનો ઑડિયો–વિઝુઅલ વિનિયોગ, ભાવકને રચનાનો આર્દ્ર અન્ત તરફ લાવી મૂકે છે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘કોઈ પંખીએ | |||
જોયું નહીં | |||
પાછું ફરીને.’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ડાળનું ‘અપલક’ જોવું સૂચવતું હતું કે કોઈ પંખી તો મારા તરફ પાછું ફરી વળીને જોશે. | |||
એવું તો લગારે કાંઈ કહેતાં કાંઈ ના બન્યું. | |||
કોઈ હતાશ થઈ કિંકર્તવ્યમૂઢ થઈ થીજી જાય. | |||
ભાવક રસિકનેય થાય હવે પછી શું? તો ત્યાં સર્જક યોગેશનો માસ્ટર સ્ટ્રોક સમો અણધાર્યો વિધેયાત્મક વળાંક છે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘પછી | |||
ટગલી દાળ | |||
સાધતી રહી | |||
કશોક સંવાદ | |||
મૂળ સાથે….’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
કશોક સંવાદ ટગલી ડાળ કોની સાથે સાથી સાંધી રહી છે અહીં? | |||
— ‘મૂળ’ સાથે! ‘કશોક’ શબ્દ પાડી, બોલકો ફોડ ના આપી કળાનું રહસ્ય અકબંધ રાખવાનો સંયમ નોંધપાત્ર છે. | |||
ઊડી ચૂકેલાં પંખીઓએ તો કૃશ પાતળી ડાળ સાથે ભલે વિસંવાદ નથી કર્યો, પણ સંવાદેય સાધ્યો નથી. તે સૌ તો ઉન્મૂલિત મૂળ(રૂટલેસ)ના સ્તરે રહી ગયાં. | |||
તો એ સંવાદ સાધતા રહેવાનો પ્રેમપરિશ્રમ પાતળી ડાળી હજુય સાધતી રહી છે. | |||
રચના આસ્વાદ્ય એટલા માટે છે કે – | |||
(અ) ‘ટગલી દાળ.’ એક પ્રાતિનિધિક પ્રતીક રૂપે વિકસી, વિલસ્યું છે. | |||
(બ) વતનનો તડકો–આકાશ અપહરી ઊડી ગયેલાં પંખીઓ પ્રત્યે સૉડિસ્ટિક પરદોષદર્શન કે મન્યુપ્રલાપ નથી. | |||
(ક) રચનાનું પ્રકાશિત મુદ્રણ એકવિધ સળંગ નથી, પણ પંખીઓના અત્રતત્ર આડાઅવળા ઊંચાનીચા ગગનગામી ઉડ્ડયનની ચિત્રકૃતિ સમું છે! | |||
ઇ. ઇ. કમિંઝનું ચિત્રાત્મક કૃતિમુદ્રણ અને ‘રૂટ્સ’ જેવી નવલકથાની નેરેટિવ થીમ સુજ્ઞોને સાંભરે. | |||
આવી યાદગાર સહજ સ્ફુરિત કૃતિ માટે કવિશ્રી યોગેશ જોષીને પ્રચલિત ‘અભિનંદન’ શબ્દથી આગળ ધન્યવાદ… | |||
{{Right|(રચનાને રસ્તે)}} | |||
{{Poem2Close}} | |||