8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાનું પણ લઈ...| સુરેશ ઝવેરી ‘બેફિકર’}} <poem> નાનું પણ લઈ ઝાઝું બ...") |
No edit summary |

Line 14: | Line 14: | ||
તારી ભીંતે છાણું બેઠું. | તારી ભીંતે છાણું બેઠું. | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: જ્યાં ચાંદ બની જાય છાણું – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}} | |||
નાની બહરમાં વિલસેલી આ ગઝલકૃતિ કર્તાની કલ્પના તેમજ તરંગને પ્રત્યેક શેરમાં એક અભિનવ અકલ્પ્ય અવકાશ અર્પે છે. તરંગ અને કલ્પના વચ્ચેની ભેદરેખા ક્યારેક ભૂંસાઈ જાય છે. આ ગઝલ એનો નિતાંત નમૂનો માનવો પડે. | |||
‘મિસ્રા–એ–આલા’માંનો દાવો, ‘મિસ્રા–એ–શાની’ની દલીલનુમા પંક્તિમાં એવો અણધાર્યો વળાંક પ્રદર્શિત કરે છે કે ‘દુબારા’ વાંચવાનું મન થાય. અહીં તો મત્લો જ એવો મનોહર ઊતર્યો છે કે સદ્ગત મનહર મોદીની ચાલઢાળ યાદ આવે. | |||
પહેલી પંક્તિ જ – અચંબોનો તંબુ ભાવકમાં ઊભો કરે એવી નથી? ‘નાનું પણ લઈ ઝાઝું બેઠું’ વાંચતાં બે સવાલ થાય. એક તો ‘શું’ નાનું? અને બીજો સવાલ ‘પણ’ શબ્દ વાંચતાં થાય કે એવું શું છે જે પણ કહેતાં પ્રણ લઈ ઝાઝું બેઠું છે – પ્રતિજ્ઞા લઈ બેઠું છે? તો અનુવર્તી પંક્તિ આવે છે: ‘હોઠોમાં રજવાડું બેઠું.’ રજવાડું નાનું ભલે હોય પણ ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ’ પેઠે રજવાડું છે જે હોઠોમાં બેઠું છે! પંક્તિ ફેન્ટેસ્ટિક–કમ–ફેન્સિફુલ છે: ‘ધેઅર ઇઝ કિંગડમ બિટ્વીન ધ લિપ્સ.’ હોઠોવચાળ નાનું રજવાડું બેઠું હોવાની કલ્પના થોડું લખ્યું ‘ઝાઝું’ માનવા જેવી અજબ પ્રસ્તુતિ છે. | |||
બીજા શેરમાં ચિત્રાત્મકતા છે. વર્ષોથી દ્વાર ઉઘાડાં છે પણ ત્યાં અવાવરા ઘરમાં મનુષ્યવાસ નથી તેથી જાળું બેઠું છે. અહીં ‘વચ્ચે જોકે’નો પોઝ ભાષાકર્મની મિસાલ લાગશે. | |||
આવું ત્રીજા શેરમાં ‘ત્યારે’–‘જ્યારે’ના ઉપયોગથી થયું છે. પત્તાંનો મહેલ તો થયો (એક મહલ હો સપનોં કા?) તોયે એક અળવીતરું પત્તું એવું નીકળ્યું જે ત્રાંસું (‘ત્રાંસું ખોટું છપાયું છે સંગ્રહમાં) બેઠું. તો એવા મહેલની શી દશા થાય–કડડભૂસ થવા સિવાય? | |||
પત્તાંનાં મહેલવાળી પંક્તિને મજાથી ‘પ્લેઇંગ કાર્ડ ઇમેજ’ કહેવાનું મજા થાય, કેટલાક ભાવકને. | |||
હવે પ્રસ્તુત છે ‘બટરફલાય ઇમેજ’. બગીચાનાં બધાં ફૂલોને બારીકાઈથી, નાજુકાઈથી ગોતાગોતીને એક પતંગિયું છાનુંમાનું બેઠું. પૂછીએ, ક્યાં? કયા ફૂલ પર બેઠું? તો એનો સીધો સપાટ ઉત્તર નહિ આપવામાં અશઆરની કમાલ છે. કદાચ ફૂલોને ખોળી–ફંફોસી થાક્યા પછી ભલુંભૂલકું પતંગિયું ક્યાંક બીજે ગુપચુપ બેઠું હોવાની શંકા છાનેમાને જાગે ખરી. અથવા કોઈ અજ્ઞાત ફૂલમાં બેઠું છે, રોયાધોયા વગર છાનું રહીને. આવી સંભાવનાઓને અવકાશ આપતો આ શેર હોવાથી રચનાનો ‘હાસિલે–ગઝલ–શે’ર’ કહેવો ઘટે. પુનઃ પ્રમાણીએ — | |||
ફૂલોને સૌ ફંફોસીને, | |||
એક પતંગિયું છાનું બેઠું. | |||
જપાનના વિખ્યાત હાઇકુમાં પતંગિયું તોપના નાળચે બેઠેલું માણેલું પણ ફૂલોને ફંફોસ્યા બાદ છાનુંમાનું બેઠેલું પતંગિયું તો ‘બેફિકર’ જેવાની મિરાત મનાય. | |||
પાંચમો શેર આ લખનારનો પસંદીદા અશઆર છે. નળિયું હમેશાં ઘરના માથે છાપરે હોય પણ અહીં નળિયું એક એવું કેરેક્ટર છે જે કવિએ ‘ઘરના ઘરમાં આઘું’ બેઠેલું બતાવ્યું છે. અહીં માનવભાવ આરોપણ સ્પષ્ટ છે. નળિયાને કશુંઅશું એવું ખોટું લાગ્યું કે નિજ ઘરમાં પણ અભડાઈને ખૂણામાં આઘું–અળગું બેઠું! | |||
માસ્ટર સ્ટ્રોક મક્તામાં ઝબક્યો છે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચાંદ થવામાં બાકી શું છે? | |||
તારી ભીંતે છાણું બેઠું. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘તારી’થી પ્રિયતમા સંકેતાય; એટલે એને સંબોધી કહેવાયું, ચાંદની તારે શી સ્પૃહા, તારા હાથથી થપાયેલું છાણું તારી ભીંતે ચાંદ જેમ ચમકી રહ્યું છે ત્યાં! | |||
છાણાંને ચંદ્રમા સાથેની તુલનામાં સંડોવણી રચી હીનોપમા નથી અર્પી. હકીકતે – ‘નિતાંત’ના ગઝલકવિ સુરેશ ઝવેરી ‘બેફિકર’ને અભિનંદન – છાણાને ચંદ્રોપમા આપવા બદલ. | |||
{{Right|(રચનાને રસ્તે)}} | |||
{{Poem2Close}} | |||