ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/ગાંધીકથા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨. ગાંધીકથા | }} {{Poem2Open}} ઉમાશંકરે યુવાનીથી ગાંધીજી જેવા મહામ...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરે યુવાનીથી ગાંધીજી જેવા મહામાનવની સંનિધિ સ્વીકારી. એમનું મન ‘વિશ્વશાંતિ’ની કવિતા કરતાં ગાંધીજીની છાયામાં – એમના સાન્નિધ્યમાં જઈને વિરમ્યું. “અમારી ઉપર મુખ્ય પ્રભાવ તો ગાંધીજીનો જ રહેવા પામ્યો”<ref> સંસ્કૃતિ, ૧૯૬૨, પૃ. ૧૧૫. </ref> – એમ તો એ કહે જ છે ને તે આપણે જાણીએ છીએ. ગાંધીજી પોતે વ્યાપક માનવતાના બળવાન પ્રતીકરૂપ હતા. “ગાંધીજી એટલે અહિંસા, સાક્ષાત્ આચારમાં મહેકતી પ્રેમશક્તિ”<ref> યાત્રી, પૃ. . </ref> – આવું અતિશયોક્તિમૂલક ભાવભક્તિદ્યોતક સમીકરણ ૧૯૬૪માં પણ તેઓ આપે છે ! તેમના ચિત્તનો તાર – ‘મગજનો તાર’ ગાંધીજીના જીવન-આદર્શ સાથે કેટલું મજબૂત અનુસંધાન ધરાવે છે તેનો આ એક સંકેત છે. તેમણે ગાંધીજીના વિવિધ પ્રસંગોને કાવ્યમાં – પદ્યમાં તેમ જ ગદ્યમાં સાંકળ્યા છે. ગાંધીજીવનને – તેમના આચાર તેમ જ વિચારને અનુલક્ષીને, અવસર મળ્યો છે ત્યારે, વાત કરવાનું તેમણે પસંદ કર્યું છે. ‘વિશ્વશાંતિ’માં ગાંધીજીની સત્યાગ્રહ-સાધનાનું વૈશ્વિક માનવીય મૂલ્યોના સંદર્ભમાં તેમણે સ્વાગત કર્યું. તેમણે ‘ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારણે બુદ્ધ’ – એમ સૂત્રઘોષણાય કરી ને એમ કરતાં બુદ્ધથી ગાંધી સુધીની એક અહિંસાનિષ્ઠ પરંપરા પણ બતાવી આપી. ગાંધીના ભવ્ય જીવનને ગાવા માટે યુગદ્રષ્ટા કોઈ કવિની આવશ્યકતા પણ તેમણે પ્રતીત કરી. ‘બાણપથારી’માં ગાંધીજીની જીવનબલિગાથાનો મહિમા તેમણે આદર્શમુગ્ધ ભાવથી નિરૂપ્યો અને ‘મૃત્યુનો યાત્રી’ કાવ્યમાં તેમના જીવનનો એક માર્મિક પ્રસંગ પણ આલેખ્યો. ‘નિશીથ’માં પણ ઉમાશંકર ‘સાબરદર્શન’ કરતાં સંતની ‘જગજ્યોત કુટીર’નો નિર્દેશ કર્યા વિના રહી શકતા નથી. ‘આતિથ્ય’માં તેઓ ગાંધીજીના એકવીસ ઉપવાસ પછીના પ્રભાતને અનુલક્ષીને આનંદોદ્ગાર કાઢે છે. કેવળ ગાંધીજીનો જ નહીં કસ્તૂરબાનો પણ લેખકના હૈયે કેટલો આદર વસ્યો છે તે “प्रसीदत रुद्यते” — એ સૉનેટમાં જોવા મળે છે. ગાંધીજી વિશેની એમની શ્રદ્ધા ‘વસંતવર્ષા’માં, ‘વિશ્વશાંતિ’ – ‘ગંગોત્રી’ પછી ઠીક ઠીક બુલંદીથી પ્રગટ થઈ છે. ગાંધીજી પ્રત્યેની અનુરક્તિ માનવ્યનિષ્ઠાનો સ્પષ્ટ રીતે પર્યાય થતી જણાય છે. ‘ગાંધી બાપુનું જન્મસ્થાન’ ‘મૃદુ માનવહૈયું’ હોવાનું કવિ જણાવે છે.<ref> યાત્રી, પૃ. ૧૬. </ref> સત્યને એના ગાંધી મળી રહેશે એવી શ્રદ્ધાયે તેઓ વ્યક્ત કરે છે.<ref> યાત્રી, પૃ. ૧૭–૧૮. </ref> ગાંધીજીના મૃત્યુએ ઉમાશંકરના કવિહૃદયને ઠીક હલાવ્યું છે. ગાંધીજીની છબી તો છેક ‘વિશ્વશાંતિ’-કાળથી એમના હૃદયમાં ઝિલાયેલી હતી, પરંતુ એ ગાંધીનું હોવું અથવા ન-હોવું તે એક જીવનમૂલ્ય – વૈશ્વિક મૂલ્ય લેખક માટે બની રહેતું હોય એમ સ્પષ્ટ રીતે ‘વસંતવર્ષા’ના કાવ્યગાળામાં પ્રતીત થાય છે. યુદ્ધખોરીનો દુ:ખદ અનુભવ પણ ઉમાશંકરની ગાંધીમૂલ્યની ઉત્કટ અભીપ્સામાં કારણભૂત હશે. ‘વસંતવર્ષા’માં ‘આમાર જીબન ઇ આમાર બાની’, ‘મૃત્યુદંડ’, ‘રેંટિયાબારશ : ૨૦૦૪’, ‘અંત એ કલિચક્રનો ?’, ‘ત્રણ અગ્નિની અંગુલી’ તથા ‘રડો ન મુજ મૃત્યુને !’ કાવ્યોમાં ગાંધીજીની વિદાયે જે દુ:ખદર્દ કવિહૃદયમાં પ્રેર્યાં તેના સીધા ઉદ્ગારો છે. આ ઉદ્ગારોમાં સચ્ચાઈનું તત્ત્વ હોઈ તેની અસર ઉત્કટ છે. ગાંધીજીના મૃત્યુમાં પોતાની પણ જવાબદારી હોવાની કબૂલાતમાં ઉમાશંકરની જાગ્રત માનવ્યદૃષ્ટિ તથા માનવમાત્ર માટેની સહાનુભૂતિની પરિષ્કૃત લાગણી જવાબદાર છે એમ કહી શકાય; ગોડસેની હત્યામાં તેઓ નહીંતર પોતાને જવાબદાર ન લેખત. ગાંધીજીની હત્યા એ તો માનવજાતિને માટે એક આત્મનિરીક્ષણની ક્ષણ છે ને ઉમાશંકર જાગ્રત કવિકર્મથી એ ક્ષણનો હિસાબ આપવા મથ્યા છે. ‘અભિજ્ઞા’માં “ગાંધીજયંતી તે દિને” (પૃ. ૬૫) કાવ્યમાં પણ ઉમાશંકર માનવ્યલક્ષી કાર્યો કે માનવસેવાની પ્રવૃત્તિઓમાં જ ગાંધીજીની જયંતી જુએ છે. આમ ‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’ સુધીની કાવ્યયાત્રામાં ઉમાશંકરનો ગાંધી-ભાવ એકધારો ઉન્નત ભૂમિકાએ પ્રકટ થતો રહ્યો છે. તેમનાં ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’નાં કાવ્યોમાં પણ ગાંધીભાવનાના અણસાર જોવાના પ્રયત્નો થયા છે. ‘શહીદ’ એકાંકી-સંગ્રહમાં પણ ગાંધીભાવનાનો એક તાર શોધી કાઢવો મુશ્કેલ નથી. એ રીતે એમના કાવ્ય, નાટ્યાદિ સાહિત્યમાં કોઈક ને કોઈક રીતે ગાંધીભાવનાનો ઓછાયો જોવા ઇચ્છનારને જડી શકે એવી સ્થિતિ છે જ. આમેય એમની રસરુચિના ઘડતરમાં, જીવનદૃષ્ટિના વિકાસમાં ગાંધીમૂલ્યોનો સીધો ફાળો લાગે જ છે. આ પરિસ્થિતિમાં ઉમાશંકર પોતે ગાંધીજી વિશે લખવાનું ટાળત તો જ નવાઈ તો લાગત. સ્પષ્ટ રીતે ગાંધીજીવિષયક કહેવાય એવાં બે પુસ્તકો આપણને એમની પાસેથી મળે છે : ૧. ‘ગાંધીકથા’ અને ૨. ‘સૌના સાથી, સૌના દોસ્ત’ – એ બાળકો માટેની ગાંધીજીવિષયક પુસ્તિકા. ‘વિશ્વશાંતિ’ને પણ ગાંધીવિષયક પુસ્તકોની યાદીમાં કોઈ મૂકી દે તો તે પાછળનાં કારણો સમજી શકાય એવાં છે. વળી આ સંદર્ભમાં ‘જીવનનો કલાધર’ પુસ્તકનેય યાદ કરવું જોઈએ.
ઉમાશંકરે યુવાનીથી ગાંધીજી જેવા મહામાનવની સંનિધિ સ્વીકારી. એમનું મન ‘વિશ્વશાંતિ’ની કવિતા કરતાં ગાંધીજીની છાયામાં – એમના સાન્નિધ્યમાં જઈને વિરમ્યું. “અમારી ઉપર મુખ્ય પ્રભાવ તો ગાંધીજીનો જ રહેવા પામ્યો”<ref> કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮. </ref> – એમ તો એ કહે જ છે ને તે આપણે જાણીએ છીએ. ગાંધીજી પોતે વ્યાપક માનવતાના બળવાન પ્રતીકરૂપ હતા. “ગાંધીજી એટલે અહિંસા, સાક્ષાત્ આચારમાં મહેકતી પ્રેમશક્તિ”<ref> હૃદયમાં પડેલી છબીઓ, દ્વિતીય ખંડ, ૧૯૭૭, પૃ. ૧૬૦. </ref> – આવું અતિશયોક્તિમૂલક ભાવભક્તિદ્યોતક સમીકરણ ૧૯૬૪માં પણ તેઓ આપે છે ! તેમના ચિત્તનો તાર – ‘મગજનો તાર’ ગાંધીજીના જીવન-આદર્શ સાથે કેટલું મજબૂત અનુસંધાન ધરાવે છે તેનો આ એક સંકેત છે. તેમણે ગાંધીજીના વિવિધ પ્રસંગોને કાવ્યમાં – પદ્યમાં તેમ જ ગદ્યમાં સાંકળ્યા છે. ગાંધીજીવનને – તેમના આચાર તેમ જ વિચારને અનુલક્ષીને, અવસર મળ્યો છે ત્યારે, વાત કરવાનું તેમણે પસંદ કર્યું છે. ‘વિશ્વશાંતિ’માં ગાંધીજીની સત્યાગ્રહ-સાધનાનું વૈશ્વિક માનવીય મૂલ્યોના સંદર્ભમાં તેમણે સ્વાગત કર્યું. તેમણે ‘ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારણે બુદ્ધ’ – એમ સૂત્રઘોષણાય કરી ને એમ કરતાં બુદ્ધથી ગાંધી સુધીની એક અહિંસાનિષ્ઠ પરંપરા પણ બતાવી આપી. ગાંધીના ભવ્ય જીવનને ગાવા માટે યુગદ્રષ્ટા કોઈ કવિની આવશ્યકતા પણ તેમણે પ્રતીત કરી. ‘બાણપથારી’માં ગાંધીજીની જીવનબલિગાથાનો મહિમા તેમણે આદર્શમુગ્ધ ભાવથી નિરૂપ્યો અને ‘મૃત્યુનો યાત્રી’ કાવ્યમાં તેમના જીવનનો એક માર્મિક પ્રસંગ પણ આલેખ્યો. ‘નિશીથ’માં પણ ઉમાશંકર ‘સાબરદર્શન’ કરતાં સંતની ‘જગજ્યોત કુટીર’નો નિર્દેશ કર્યા વિના રહી શકતા નથી. ‘આતિથ્ય’માં તેઓ ગાંધીજીના એકવીસ ઉપવાસ પછીના પ્રભાતને અનુલક્ષીને આનંદોદ્ગાર કાઢે છે. કેવળ ગાંધીજીનો જ નહીં કસ્તૂરબાનો પણ લેખકના હૈયે કેટલો આદર વસ્યો છે તે “प्रसीदत रुद्यते” — એ સૉનેટમાં જોવા મળે છે. ગાંધીજી વિશેની એમની શ્રદ્ધા ‘વસંતવર્ષા’માં, ‘વિશ્વશાંતિ’ – ‘ગંગોત્રી’ પછી ઠીક ઠીક બુલંદીથી પ્રગટ થઈ છે. ગાંધીજી પ્રત્યેની અનુરક્તિ માનવ્યનિષ્ઠાનો સ્પષ્ટ રીતે પર્યાય થતી જણાય છે. ‘ગાંધી બાપુનું જન્મસ્થાન’ ‘મૃદુ માનવહૈયું’ હોવાનું કવિ જણાવે છે.<ref> યાત્રી, પૃ. ૧૬. </ref> સત્યને એના ગાંધી મળી રહેશે એવી શ્રદ્ધાયે તેઓ વ્યક્ત કરે છે.<ref> યાત્રી, પૃ. ૧૭–૧૮. </ref> ગાંધીજીના મૃત્યુએ ઉમાશંકરના કવિહૃદયને ઠીક હલાવ્યું છે. ગાંધીજીની છબી તો છેક ‘વિશ્વશાંતિ’-કાળથી એમના હૃદયમાં ઝિલાયેલી હતી, પરંતુ એ ગાંધીનું હોવું અથવા ન-હોવું તે એક જીવનમૂલ્ય – વૈશ્વિક મૂલ્ય લેખક માટે બની રહેતું હોય એમ સ્પષ્ટ રીતે ‘વસંતવર્ષા’ના કાવ્યગાળામાં પ્રતીત થાય છે. યુદ્ધખોરીનો દુ:ખદ અનુભવ પણ ઉમાશંકરની ગાંધીમૂલ્યની ઉત્કટ અભીપ્સામાં કારણભૂત હશે. ‘વસંતવર્ષા’માં ‘આમાર જીબન ઇ આમાર બાની’, ‘મૃત્યુદંડ’, ‘રેંટિયાબારશ : ૨૦૦૪’, ‘અંત એ કલિચક્રનો ?’, ‘ત્રણ અગ્નિની અંગુલી’ તથા ‘રડો ન મુજ મૃત્યુને !’ કાવ્યોમાં ગાંધીજીની વિદાયે જે દુ:ખદર્દ કવિહૃદયમાં પ્રેર્યાં તેના સીધા ઉદ્ગારો છે. આ ઉદ્ગારોમાં સચ્ચાઈનું તત્ત્વ હોઈ તેની અસર ઉત્કટ છે. ગાંધીજીના મૃત્યુમાં પોતાની પણ જવાબદારી હોવાની કબૂલાતમાં ઉમાશંકરની જાગ્રત માનવ્યદૃષ્ટિ તથા માનવમાત્ર માટેની સહાનુભૂતિની પરિષ્કૃત લાગણી જવાબદાર છે એમ કહી શકાય; ગોડસેની હત્યામાં તેઓ નહીંતર પોતાને જવાબદાર ન લેખત. ગાંધીજીની હત્યા એ તો માનવજાતિને માટે એક આત્મનિરીક્ષણની ક્ષણ છે ને ઉમાશંકર જાગ્રત કવિકર્મથી એ ક્ષણનો હિસાબ આપવા મથ્યા છે. ‘અભિજ્ઞા’માં “ગાંધીજયંતી તે દિને” (પૃ. ૬૫) કાવ્યમાં પણ ઉમાશંકર માનવ્યલક્ષી કાર્યો કે માનવસેવાની પ્રવૃત્તિઓમાં જ ગાંધીજીની જયંતી જુએ છે. આમ ‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’ સુધીની કાવ્યયાત્રામાં ઉમાશંકરનો ગાંધી-ભાવ એકધારો ઉન્નત ભૂમિકાએ પ્રકટ થતો રહ્યો છે. તેમનાં ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’નાં કાવ્યોમાં પણ ગાંધીભાવનાના અણસાર જોવાના પ્રયત્નો થયા છે. ‘શહીદ’ એકાંકી-સંગ્રહમાં પણ ગાંધીભાવનાનો એક તાર શોધી કાઢવો મુશ્કેલ નથી. એ રીતે એમના કાવ્ય, નાટ્યાદિ સાહિત્યમાં કોઈક ને કોઈક રીતે ગાંધીભાવનાનો ઓછાયો જોવા ઇચ્છનારને જડી શકે એવી સ્થિતિ છે જ. આમેય એમની રસરુચિના ઘડતરમાં, જીવનદૃષ્ટિના વિકાસમાં ગાંધીમૂલ્યોનો સીધો ફાળો લાગે જ છે. આ પરિસ્થિતિમાં ઉમાશંકર પોતે ગાંધીજી વિશે લખવાનું ટાળત તો જ નવાઈ તો લાગત. સ્પષ્ટ રીતે ગાંધીજીવિષયક કહેવાય એવાં બે પુસ્તકો આપણને એમની પાસેથી મળે છે : ૧. ‘ગાંધીકથા’ અને ૨. ‘સૌના સાથી, સૌના દોસ્ત’ – એ બાળકો માટેની ગાંધીજીવિષયક પુસ્તિકા. ‘વિશ્વશાંતિ’ને પણ ગાંધીવિષયક પુસ્તકોની યાદીમાં કોઈ મૂકી દે તો તે પાછળનાં કારણો સમજી શકાય એવાં છે. વળી આ સંદર્ભમાં ‘જીવનનો કલાધર’ પુસ્તકનેય યાદ કરવું જોઈએ.
ઉમાશંકરે ગાંધીજીના ધર્મચિંતન, એમનાં જીવનમૂલ્યો વિશે પણ પ્રસંગોપાત્ત, નોંધ કરી છે. (તેઓ ઇચ્છે તો ગાંધીજીવિષયક એમનાં લખાણોનો એક અલગ ગ્રંથ થઈ શકે. એમણે પદ્ય તેમ જ ગદ્ય ઉભયમાં ગાંધીસત્ત્વની વંદનાનો યુગધર્મ – કવિધર્મ બજાવ્યો છે. 1978માં કરેલી આ નોંધ ઉમાશંકરના અવસાન બાદ ‘જીવનનો કલાધર’ પુસ્તક ડૉ. નંદિની જોશી દ્વારા સંપાદિત થઈ પ્રગટ થતાં સાર્થક થઈ છે એમ જણાવવું જોઈએ.) તેમણે ઑગસ્ટ, ૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીએ જે પ્રાર્થનાપ્રવચનો કરેલાં તેની નોંધ રાખી હતી અને તે નોંધો પરથી કરેલ લખાણ ‘ગાંધીજીનાં પ્રાર્થના-પ્રવચનો’ — એ શીર્ષક હેઠળ ‘સંસ્કૃતિ’–૧૯૪૭ના મે, જૂન અને જુલાઈના અંકોમાં પ્રગટ થયેલું. ઉમાશંકરનો ગાંધી-રસ કેટલો ઉત્કટ હતો તે આવાં બધાં દૃષ્ટાંતોથી સમજાય છે. આ ઉમાશંકર ગાંધીજીના મૃત્યુપ્રસંગે તેમ તેમના શતાબ્દી-પ્રસંગેય કલમ પાસેથી રચનાત્મક – સર્જનાત્મક કામ કઢાવીને રહે છે. તેમણે ૧૯૬૯ના ગાંધીજન્મશતાબ્દીના વર્ષ દરમિયાન ‘સંસ્કૃતિ’માં જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીમાં ગાંધીજીના આંતર-વ્યક્તિત્વનો, એમના આંતરસત્ત્વનો પરિચય આપતા ૧૨૫ પ્રસંગો કુલ ૮૪ પૃષ્ઠોમાં આપેલા.<ref> યાત્રી, પૃ. ૨૨–૨૫ </ref> આ કથાનું યથાર્થ સ્વરૂપ તો પ્રસંગમાળાનું જ છે, પરંતુ સત્ય-અહિંસાના આરાધકના સંવાદનિષ્ઠ વ્યક્તિત્વનો એક સૂર વિવિધ પ્રસંગોમાંય સતત સંભળાતો રહે છે અને એ બધા પ્રસંગોમાંથી એક સંવાદમધુર ઉદાત્ત વ્યક્તિત્વ જ અખંડ રૂપે પ્રગટી આવે છે. અને તેથી તેનું ‘ગાંધીકથા’ શીર્ષક સાર્થક છે.

ઉમાશંકરે ગાંધીજીના જીવનકાર્ય વિશેની પોતાની ચર્ચાવિચારણા રજૂ કરવાને બદલે, ગાંધીજીના જીવનને જ રજૂ કરવાનું મુનાસિબ માન્યું એમાં એક સર્જકબુદ્ધિનો જીવનવિવેક આપણે જોવો જોઈએ. ગાંધીજીનું જીવન એ જ એમની વાણી. (‘આમાર જીવન ઇ આમાર બાની.’) એ રીતે ઉમાશંકરે ગાંધીજીના જ જીવન દ્વારા એમનો પરિચય આપવામાં ઉત્કૃષ્ટ સત્યવિવેક દાખવ્યો છે એમ કહેવું જોઈએ. ગાંધીજીએ પોતે પોતાને ઘડ્યા છે. ઉમાશંકરે કહ્યું છે તેમ, ગાંધીજીના એક માત્ર શિષ્ય તે ગાંધીજી જ હતા ! અને ગાંધીજીએ જીવનની ક્ષણેક્ષણ ચીવટપૂર્વક એ શિષ્યના ઘાટ-ઘડતરમાં વાપરી છે. ગાંધીજીના જીવનની અનેક બહુમૂલ્ય ક્ષણોમાંથી અહીં કેટલીક પસંદ કરીને ઉમાશંકરે આપી છે. આ ક્ષણો – પ્રસંગો ઉમાશંકરને મન ‘કપૂરના દીવા’ બરોબર છે. એના પ્રકાશમાં ગાંધીજીની ભવ્યવત્સલ તપોમૂર્તિ તરીકેની છવિ સુરેખ રીતે પ્રકટ થાય છે. ગાંધીજીની ‘ભવ્યસુંદર જીવન-આકૃતિ’નું એક વિશિષ્ટ દર્શન કરાવવાનો આ પ્રયત્ન છે અને એ પ્રયત્ન રોચક છે એમાં શંકા નથી.