8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 29: | Line 29: | ||
આ પ્રસંગો રુચિકર રીતે લખાયા છે. દરેક પ્રસંગને ભાષાની – ગદ્યની વિશિષ્ટ માવજતનો લાભ મળ્યો છે. સંભવ છે કે આ પ્રસંગો લખતાં લેખકની નજર સામે ભાષા–સાહિત્યનો પંડિત નહિ, પણ ‘મુગધરસિક’ વાચકવર્ગ, ખાસ કરીને કિશોરવર્ગ – બાળવર્ગ – વિદ્યાર્થીવર્ગ હોય. લખાવટમાં પ્રત્યક્ષીકરણનો પ્રયત્ન સતત વરતાય છે. ભાષા પ્રાસાદિક ને ગૌરવયુક્ત છે. | આ પ્રસંગો રુચિકર રીતે લખાયા છે. દરેક પ્રસંગને ભાષાની – ગદ્યની વિશિષ્ટ માવજતનો લાભ મળ્યો છે. સંભવ છે કે આ પ્રસંગો લખતાં લેખકની નજર સામે ભાષા–સાહિત્યનો પંડિત નહિ, પણ ‘મુગધરસિક’ વાચકવર્ગ, ખાસ કરીને કિશોરવર્ગ – બાળવર્ગ – વિદ્યાર્થીવર્ગ હોય. લખાવટમાં પ્રત્યક્ષીકરણનો પ્રયત્ન સતત વરતાય છે. ભાષા પ્રાસાદિક ને ગૌરવયુક્ત છે. | ||
આ પ્રસંગોની સાથે સાથે ઉમાશંકરનું ભાષ્ય પણ અવારનવાર પ્રગટ થાય છે. એ ભાષ્યપ્રવૃત્તિ ન હોત અથવા તો હજુયે વધુ સંયત હોત તો સારું થાત; દા.ત., પાંચમા પ્રસંગમાં સોમાના માથા નીચે ગાંધીજીએ ગડીબંધ લૂગડાનું ઓશીકું ગોઠવ્યું. આ ઓશીકાના સંદર્ભે ‘એક મહાત્માનું કાળજીભર્યું વાત્સલ્ય ઓશીકારૂપે આવીને ગોઠવાયું હતું” – એવું અર્થઘટન કરતું વાક્ય આપવાની જરૂર ખરી ? (૭, ૧૦, ૧૧, ૧૯, ૮૬, ૧૦૭ અને ૧૧૨ જેવા) કેટલાક પ્રસંગોમાં ઉમાશંકરે છેલ્લે જે ભાષ્યાત્મક વાક્યો મૂક્યાં છે તે મૂળ પ્રસંગને કેટલાં લાભકારક થાય છે તે પ્રશ્ન છે. ઉમાશંકરમાંનો શિક્ષક અવારનવાર પ્રસંગોના અંતભાગે આવી ‘ગનાન’ના બે ઘૂંટ આપવાની ચેષ્ટા કરી લેતો હોય છે – ને તે પણ પ્રસંગની વ્યંજનાત્મક અસરના ભોગે! આમ છતાં, કેટલેક ઠેકાણે પ્રસંગને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવામાં એમનું ભાષ્ય યત્કિંચિત્ ઉપયોગી થતું હોય એવાંય દૃષ્ટાંતો છે; જેમ કે, ૮૧મા પ્રસંગમાં મનુબહેનને એકલી જ બીજે ગામ જવા દીધી એમાં ગાંધીજી પોતાની કસોટી હોવાનું જણાવે છે. ઉમાશંકર એમાં ભગવાનનીયે કસોટી હોવાનું જણાવી પ્રસંગને એક વધુ ઊંચી ભૂમિકાએ ટેકવે છે. તેઓ પોતાને ઉપલબ્ધ પ્રસંગોના ઘાટ ઉતારવામાં સારી હથોટી બતાવી શક્યા છે. પ્રસંગની અંતર્ગત જે સત્ત્વ-સૌન્દર્ય રહ્યું છે તેને ભાષાની સપાટીએ ઉપસાવવાની તેઓ સારી જહેમત લેતા જણાય છે. ક્યાંક તેઓ ગાંધીજીનો ચિંતનપ્રસાદ પણ આપે છે. (પૃ. ૨૨, ૨૪, ૪૨, ૩૧, ૫૮, ૬૨, ૭૪ વગેરે) ગાંધીજીના મંથનનું ઉત્કટ રૂપ પણ ક્યાંક (જેમ કે, ૭૦મા પ્રસંગમાં) મળે છે. ક્યાંક ઉમાશંકરની અંતરની શ્રદ્ધાભક્તિનો પ્રસાદ પણ પ્રસંગના આસ્વાદમાં પોતાનો ફાળો આપી રહે છે. આ ગાંધીકથા માનવ્યકથા પણ છે. લેખકે આ કથા ગાંધીજીવનની ચમત્કારકથા ન બને એની ખાસ ચીવટ [ગાંધીજીએ સાપના (૧૬મા) પ્રસંગમાં રાખેલી તેટલી ચીવટ] રાખી છે. | આ પ્રસંગોની સાથે સાથે ઉમાશંકરનું ભાષ્ય પણ અવારનવાર પ્રગટ થાય છે. એ ભાષ્યપ્રવૃત્તિ ન હોત અથવા તો હજુયે વધુ સંયત હોત તો સારું થાત; દા.ત., પાંચમા પ્રસંગમાં સોમાના માથા નીચે ગાંધીજીએ ગડીબંધ લૂગડાનું ઓશીકું ગોઠવ્યું. આ ઓશીકાના સંદર્ભે ‘એક મહાત્માનું કાળજીભર્યું વાત્સલ્ય ઓશીકારૂપે આવીને ગોઠવાયું હતું” – એવું અર્થઘટન કરતું વાક્ય આપવાની જરૂર ખરી ? (૭, ૧૦, ૧૧, ૧૯, ૮૬, ૧૦૭ અને ૧૧૨ જેવા) કેટલાક પ્રસંગોમાં ઉમાશંકરે છેલ્લે જે ભાષ્યાત્મક વાક્યો મૂક્યાં છે તે મૂળ પ્રસંગને કેટલાં લાભકારક થાય છે તે પ્રશ્ન છે. ઉમાશંકરમાંનો શિક્ષક અવારનવાર પ્રસંગોના અંતભાગે આવી ‘ગનાન’ના બે ઘૂંટ આપવાની ચેષ્ટા કરી લેતો હોય છે – ને તે પણ પ્રસંગની વ્યંજનાત્મક અસરના ભોગે! આમ છતાં, કેટલેક ઠેકાણે પ્રસંગને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવામાં એમનું ભાષ્ય યત્કિંચિત્ ઉપયોગી થતું હોય એવાંય દૃષ્ટાંતો છે; જેમ કે, ૮૧મા પ્રસંગમાં મનુબહેનને એકલી જ બીજે ગામ જવા દીધી એમાં ગાંધીજી પોતાની કસોટી હોવાનું જણાવે છે. ઉમાશંકર એમાં ભગવાનનીયે કસોટી હોવાનું જણાવી પ્રસંગને એક વધુ ઊંચી ભૂમિકાએ ટેકવે છે. તેઓ પોતાને ઉપલબ્ધ પ્રસંગોના ઘાટ ઉતારવામાં સારી હથોટી બતાવી શક્યા છે. પ્રસંગની અંતર્ગત જે સત્ત્વ-સૌન્દર્ય રહ્યું છે તેને ભાષાની સપાટીએ ઉપસાવવાની તેઓ સારી જહેમત લેતા જણાય છે. ક્યાંક તેઓ ગાંધીજીનો ચિંતનપ્રસાદ પણ આપે છે. (પૃ. ૨૨, ૨૪, ૪૨, ૩૧, ૫૮, ૬૨, ૭૪ વગેરે) ગાંધીજીના મંથનનું ઉત્કટ રૂપ પણ ક્યાંક (જેમ કે, ૭૦મા પ્રસંગમાં) મળે છે. ક્યાંક ઉમાશંકરની અંતરની શ્રદ્ધાભક્તિનો પ્રસાદ પણ પ્રસંગના આસ્વાદમાં પોતાનો ફાળો આપી રહે છે. આ ગાંધીકથા માનવ્યકથા પણ છે. લેખકે આ કથા ગાંધીજીવનની ચમત્કારકથા ન બને એની ખાસ ચીવટ [ગાંધીજીએ સાપના (૧૬મા) પ્રસંગમાં રાખેલી તેટલી ચીવટ] રાખી છે. | ||
આ પ્રસંગોની શૈલી સંબંધે એક ટીકા જે થઈ છે તે અહીં નોંધવી જોઈએ. આમ તો અહીં ગાંધીજી સામાન્ય માનવી – મોહનમાંથી મહાત્મા કેમ થયા એની આ કથા છે, છતાં એમાં ગાંધીમહિમા ગવાતો હોય એવો ‘ભાસ’<ref> | આ પ્રસંગોની શૈલી સંબંધે એક ટીકા જે થઈ છે તે અહીં નોંધવી જોઈએ. આમ તો અહીં ગાંધીજી સામાન્ય માનવી – મોહનમાંથી મહાત્મા કેમ થયા એની આ કથા છે, છતાં એમાં ગાંધીમહિમા ગવાતો હોય એવો ‘ભાસ’<ref> ગ્રંથ, માર્ચ, ૧૯૭૦, પૃ. ૨૭. </ref> ક્યારેક થાય છે. ભાસ શા માટે ? ગાંધીમહિમાય કેટલાક પ્રસંગોમાં ગવાયો છે; પણ આ ગાંધીમહિમાની પ્રેરક વ્યક્તિપૂજા નહિ પણ માનવ્યપૂજા છે એ જો સમજી લેવામાં આવશે તો પછી ગાંધીમહિમાનું ગાન બાધક નીવડવાનો સંભવ નહિ રહે. પ્રસંગાંતે ઉમેરાતાં અહોભાવયુક્ત વાક્યોની ટીકા હસમુખ શાહે યોગ્ય રીતે જ કરી છે. | ||
આ ગાંધીકથામાં ‘ગાંધીજીની સામાજિક, રાજકીય, શૈક્ષણિક કે આર્થિક વિચારધારાનું વિશ્લેષણ નહીં જોવા મળે’; કેમ કે એ આશયથી આ કૃતિ લખાઈ નથી. અહીં એ વિચારધારાના પાયારૂપ ઊર્ધ્વગામી જીવનની સુવાસ મળી રહે છે. અહીં ગાંધીજીની જીવન-આકૃતિના મહત્ત્વના અંશોનું આછુંપાતળું દર્શન તો જરૂર મળી રહે છે. ગાંધીજીના મહાન જીવનમાંથી ઉપાડેલા માત્ર ૧૨૫ પ્રસંગોમાં એમની સંપૂર્ણ જીવનગાથા તો આવવી જ અશક્ય. એમના વ્યક્તિત્વના પ્રધાન અંશોનું રેખાંકન અહીં સંતોષપ્રદ રીતે થયેલું જોવા મળે છે. | આ ગાંધીકથામાં ‘ગાંધીજીની સામાજિક, રાજકીય, શૈક્ષણિક કે આર્થિક વિચારધારાનું વિશ્લેષણ નહીં જોવા મળે’; કેમ કે એ આશયથી આ કૃતિ લખાઈ નથી. અહીં એ વિચારધારાના પાયારૂપ ઊર્ધ્વગામી જીવનની સુવાસ મળી રહે છે. અહીં ગાંધીજીની જીવન-આકૃતિના મહત્ત્વના અંશોનું આછુંપાતળું દર્શન તો જરૂર મળી રહે છે. ગાંધીજીના મહાન જીવનમાંથી ઉપાડેલા માત્ર ૧૨૫ પ્રસંગોમાં એમની સંપૂર્ણ જીવનગાથા તો આવવી જ અશક્ય. એમના વ્યક્તિત્વના પ્રધાન અંશોનું રેખાંકન અહીં સંતોષપ્રદ રીતે થયેલું જોવા મળે છે. | ||
લેખકે આ પ્રસંગોનો સમયાનુક્રમે અથવા વિષયાનુક્રમે કે એવી કોઈ વ્યવસ્થાથી ગોઠવ્યા હોત તો ઇષ્ટ લેખાત. પ્રસંગોનો કોઈ વ્યવસ્થા વિના જ અહીં થયેલો ખડકલો જરાક કઠે છે. લેખકે થોડી જહેમત-મહેનત પ્રસંગોના હેતુપુર:સરના આયોજન માટે લીધી હોત તો આ કૃતિને તેથી સવિશેષ લાભ થાત. | લેખકે આ પ્રસંગોનો સમયાનુક્રમે અથવા વિષયાનુક્રમે કે એવી કોઈ વ્યવસ્થાથી ગોઠવ્યા હોત તો ઇષ્ટ લેખાત. પ્રસંગોનો કોઈ વ્યવસ્થા વિના જ અહીં થયેલો ખડકલો જરાક કઠે છે. લેખકે થોડી જહેમત-મહેનત પ્રસંગોના હેતુપુર:સરના આયોજન માટે લીધી હોત તો આ કૃતિને તેથી સવિશેષ લાભ થાત. | ||
ગાંધીવિષયક ચરિત્રગ્રંથોમાં આ ગ્રંથ સહેજેય ઉલ્લેખનીય છે; કેમ કે, આમાં ગાંધીજીના જીવનના એવા પ્રસંગો છે જેની વરણી ઉમાશંકર જેવા ઉત્કૃષ્ટ ગાંધીપ્રેમી કલાસર્જકે કરી છે અને એ પ્રસંગોની અભિવ્યક્તિમાં કવિગદ્યકારની એક કસાયેલી કલમનો સીધો લાભ જોઈ શકાય છે. | ગાંધીવિષયક ચરિત્રગ્રંથોમાં આ ગ્રંથ સહેજેય ઉલ્લેખનીય છે; કેમ કે, આમાં ગાંધીજીના જીવનના એવા પ્રસંગો છે જેની વરણી ઉમાશંકર જેવા ઉત્કૃષ્ટ ગાંધીપ્રેમી કલાસર્જકે કરી છે અને એ પ્રસંગોની અભિવ્યક્તિમાં કવિગદ્યકારની એક કસાયેલી કલમનો સીધો લાભ જોઈ શકાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |