8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૫.
ઉમાશંકર જોશીનું પ્રવાસ-સાહિત્ય | }} {{Poem2Open}} આપણે ત્યાં પ્...") |
No edit summary |
||
Line 24: | Line 24: | ||
આ પ્રવાસ-વાસરીઓ એક વાસરી-લેખક તરીકે અને પ્રવાસી–યાત્રી તરીકે ઉમાશંકર કેવા સંસ્કૃતિપ્રેમી, માનવતાપ્રેમી, પ્રકૃતિપ્રેમી ને સાહિત્ય-કલાપ્રેમી છે તેનો પ્રમાણભૂત ને મજબૂત ખ્યાલ આપી રહે છે. તેમની પ્રવાસવિષયક લખાણો માટેની સભાનતા, સજ્જતા વગેરેનો તે અંદાજ આપે છે. પ્રવાસો તેમના માટે માત્ર ‘રખડપટ્ટી’ નથી, એથી વિશેષ ઘણું છે. રખડવાનો આનંદ એ જાણે છે, પણ સાથે જીવન ને સંસ્કૃતિના સાક્ષાત્કારના આનંદનેય તેઓ પ્રમાણે છે. એમની વાસરીઓ એ તરફ યોગ્ય રીતે જ ધ્યાન દોરે છે. તેમની પ્રવાસનોંધો તેમના પ્રવાસલેખનમાં ઘણી માર્ગદર્શક ને ઉપકારક નીવડ્યાની પ્રતીતિ થાય છે. પ્રવાસ કરતાં ઉમાશંકરની નજર અંદર-બહાર ચોતરફ સ્થૂળ તેમ જ સૂક્ષ્મના દર્શનમાં કેવી ફરી વળતી હોય છે તેનો રસપ્રદ અંદાજ આ વાસરીઓ આપી રહે છે. વળી ઉમાશંકરનું રસવિશ્વ કેટલું વ્યાપક છે, કેવું સર્વાશ્લેષી છે તે પણ આ વાસરીઓ સચોટ રીતે સૂચવી રહે છે. વાસરીમાં રોજ-બ-રોજના ખર્ચના હિસાબથી માંડીને ગાયત્રીના શ્લોકો સુધીની ઘણી વિગતો પ્રસંગોપાત્ત, સ્થાન પામતી હોય છે. ખરેખર તો આ વાસરીનાં લખાણો અલગ વિભાગમાં કે અલગ પરિશિષ્ટ રૂપે અપાયાં હોત તો ઠીક થાત. એ રીતે, અલબત્ત, પ્રવાસને કારણે ને છતાંય અલગ રીતે – સ્વતંત્ર રીતે આવી શકે – ટકી શકે એવાં પારેવડાં-કુટી, કે યાસ્નાયા પોલ્યાના જેવા વિશેના લેખો કે વાર્તાલાપ કે મુલાકાતની અન્યથા પ્રકાશન-વ્યવસ્થા થઈ શકી હોત કે કેમ તેય વિચારવા જેવું ખરું. આમ છતાં એકંદરે આ ‘યાત્રી’ ગ્રંથ ઉમાશંકરની માનવ-સંસ્કૃતિના સહજયાત્રી તરીકેની વ્યક્તિતાને ઉપસાવવા ને સ્થાપવામાં મહત્ત્વનું પ્રદાન કરે છે એમ કહેવું જોઈએ. | આ પ્રવાસ-વાસરીઓ એક વાસરી-લેખક તરીકે અને પ્રવાસી–યાત્રી તરીકે ઉમાશંકર કેવા સંસ્કૃતિપ્રેમી, માનવતાપ્રેમી, પ્રકૃતિપ્રેમી ને સાહિત્ય-કલાપ્રેમી છે તેનો પ્રમાણભૂત ને મજબૂત ખ્યાલ આપી રહે છે. તેમની પ્રવાસવિષયક લખાણો માટેની સભાનતા, સજ્જતા વગેરેનો તે અંદાજ આપે છે. પ્રવાસો તેમના માટે માત્ર ‘રખડપટ્ટી’ નથી, એથી વિશેષ ઘણું છે. રખડવાનો આનંદ એ જાણે છે, પણ સાથે જીવન ને સંસ્કૃતિના સાક્ષાત્કારના આનંદનેય તેઓ પ્રમાણે છે. એમની વાસરીઓ એ તરફ યોગ્ય રીતે જ ધ્યાન દોરે છે. તેમની પ્રવાસનોંધો તેમના પ્રવાસલેખનમાં ઘણી માર્ગદર્શક ને ઉપકારક નીવડ્યાની પ્રતીતિ થાય છે. પ્રવાસ કરતાં ઉમાશંકરની નજર અંદર-બહાર ચોતરફ સ્થૂળ તેમ જ સૂક્ષ્મના દર્શનમાં કેવી ફરી વળતી હોય છે તેનો રસપ્રદ અંદાજ આ વાસરીઓ આપી રહે છે. વળી ઉમાશંકરનું રસવિશ્વ કેટલું વ્યાપક છે, કેવું સર્વાશ્લેષી છે તે પણ આ વાસરીઓ સચોટ રીતે સૂચવી રહે છે. વાસરીમાં રોજ-બ-રોજના ખર્ચના હિસાબથી માંડીને ગાયત્રીના શ્લોકો સુધીની ઘણી વિગતો પ્રસંગોપાત્ત, સ્થાન પામતી હોય છે. ખરેખર તો આ વાસરીનાં લખાણો અલગ વિભાગમાં કે અલગ પરિશિષ્ટ રૂપે અપાયાં હોત તો ઠીક થાત. એ રીતે, અલબત્ત, પ્રવાસને કારણે ને છતાંય અલગ રીતે – સ્વતંત્ર રીતે આવી શકે – ટકી શકે એવાં પારેવડાં-કુટી, કે યાસ્નાયા પોલ્યાના જેવા વિશેના લેખો કે વાર્તાલાપ કે મુલાકાતની અન્યથા પ્રકાશન-વ્યવસ્થા થઈ શકી હોત કે કેમ તેય વિચારવા જેવું ખરું. આમ છતાં એકંદરે આ ‘યાત્રી’ ગ્રંથ ઉમાશંકરની માનવ-સંસ્કૃતિના સહજયાત્રી તરીકેની વ્યક્તિતાને ઉપસાવવા ને સ્થાપવામાં મહત્ત્વનું પ્રદાન કરે છે એમ કહેવું જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૭.થોડુંક અંગત|૭. થોડુંક અંગત]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/યાત્રી|૧. યાત્રી]] | |||
}} | |||
<br> |