ઉમાશંકરનો વાગ્વૈભવ/વિવેચનસાહિત્ય/ઉમાશંકર જોશીનું વિવેચનસાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| 
ઉમાશંકર જોશીનું વિવેચનસાહિત્ય | }} {{Poem2Open}} ગુજરાતી સાહિત્...")
 
No edit summary
 
Line 805: Line 805:
ઉમાશંકર એમના સર્જન તેમ જ વિવેચનમાં એક ભાષાસ્વામી તરીકે પ્રગટ થાય છે જ. આમ છતાં એમનાં લખાણોમાંયે ક્યાંક ક્યાંક ત્રુટિઓ મળે છે ખરી; દા.ત., ‘અખો : એક અધ્યયન’ની ભાષાશૈલી ઠીક ઠીક પ્રસ્તારવાળી છે; એમાં અવારનવાર શ્રી યશવંત શુક્લ સૂચવે છે<ref>ગુજ. સા. સભા, કાર્યવહી, સને ૧૯૪૧–૪૨, વિભાગ–૧, પૃ. ૯૫.</ref> તેમ લેખકનું એક પ્રકારનું ચાપલ્ય પ્રગટ થયાં કરે છે, જે સર્વથા ને સ્વતંત્ર મનને અનુકૂળ જણાતું નથી. વળી ‘અભિરુચિ’માં ‘લેખક અને રાજ્ય’ જેવા લેખમાં ભાષાંતરની કચાશ મનસુખલાલને વરતાઈ છે. <ref>‘ઉમાશંકર જોશી’, પૃ. ૮૦.</ref> એમણે એનાં દૃષ્ટાંતો આપ્યાં હોત તો ઇષ્ટ જણાત. એટલું ખરું કે એ લેખમાં વાક્યરચના (દા.ત., હું કલ્પું છું કે...નથી રહ્યા છીએ’ (પૃ. ૧૦૨). ‘પ્રશ્ન એ છે કે...કરી શકે.’ (પૃ. ૧૦૫) ઇત્યાદિ] આદિમાં અંગ્રેજી વાક્યલઢણોની પ્રભાવ સ્પષ્ટ વરતાય છે. વળી ક્યારેક અંગ્રેજી કહેવતના સીધા ભાષાંતરરૂપ ઉક્તિયે મળે છે. [જેમ કે, ‘ચરતા ઢોરને પોતાના નાક નીચે હોય તે કરતાં દૂરનું ઘાસ હમેશાં ઘાટું જણાય છે.’ (શૈલી૰, પૃ. ૨૦૮)] વળી કેટલાક ઉક્તિપ્રયોગોમાં એમનું પ્રયોગદાસ્ય પણ વરતાય છે. (જેમ કે, અમુકતમુકનો ‘નકશો’ આપવો’<ref>‘આસ્વાદનની પ્રક્રિયાનો નકશો’ (કવિની સાધના, પૃ. ૧૬૨), ‘વિવેચકધર્મનો નકશો’ (એજન, પૃ. ૧૭૯) વગેરે.</ref>, અમુકતમુકનું ‘વ્યાકરણ’<ref>‘રસાનુભવનું વ્યાકરણ’ (શૈલી અને સ્વરૂપ, પૃ. ૧૨૫), ‘ધર્માચરણનું વ્યાકરણ’ (શ્રી અને સૌરભ, પૃ. ૧૯), ‘અવબોધનું વ્યાકરણ’ (પ્રતિશબ્દ, પૃ. ૨૫) વગેરે.</ref>, ‘ઊડીને આંખે વળગવું’<ref>અખો : એક અધ્યયન, પૃ. ૧૫૦; શૈલી અને સ્વરૂપ, પૃ. ૪૪; શ્રી અને સૌરભ, પૃ. ૧૫૮; પ્રતિશબ્દ, પૃ. ૧૬૭ વગેરે.</ref> અમુકતમુકની ‘ગંગોત્રી’<ref>‘સમષ્ટિપ્રેમ વ્યષ્ટિપ્રેમની ગંગોત્રી’, (અભિરુચિ, પૃ. ૨૪૩), ‘કલાની ગંગોત્રી’ (અભિરુચિ, પૃ. ૨૯૯), ‘સફળ સર્જનની ગંગોત્રી’ (શૈલી અને સ્વરૂપ, પૃ. ૨૬૦), ‘મંત્રકવિતાની પરમ ગંગોત્રી’ (કવિની સાધના, પૃ. ૬૪) વગેરે.</ref> વગેરે) આમ છતાં એકંદરે એમનું ગદ્ય તાજગીસભર જણાય છે. અનંતરાય રાવળે ‘સમસંવેદન’ વિશે તથા ‘શ્રી અને સૌરભ’ વિશે લખતાં જણાવેલું કે “ઘણી વાર લેખકને બોલતા સાંભળતા હોઈએ એવું લાગે છે.” <ref> સમાલોચના, પૃ. ૪૮૯.</ref> “...શ્રી ઉમાશંકર જેવા રસમર્મજ્ઞ કવિપંડિતની સંગાથે બેસી તેમનું ચાલુ ભાષ્ય જાણે સાંભળતાં સાંભળતાં જોતા-આસ્વાદતા હોઈએ એવો એના (‘શ્રી અને સૌરભ’ના) વાચનવેળા અનુભવ થાય છે.”<ref>એજન, પૃ. ૫૦૦.</ref> એ ખરેખર સાચું છે તેઓ એક ‘સારા ગદ્યકાર’<ref>એજન, પૃ. ૪૯૫.</ref> તરીકે સિદ્ધ થાય છે જ. તેમના વિવેચનમાં એમનો જ શબ્દપ્રયોગ પ્રયોજીને કહીએ તો ‘એક જાતનો ઉજાસ’<ref>કવિની સાધના, પૃ. ૧૮૮.</ref> વરતાય છે. ‘વક્તવ્યને એક ઘાટ આપવાની કળા તો એમની જ છે.’<ref>નિબંધ અને ગુજરાતી નિબંધ, પૃ. ૧૮૧.</ref> — એ જયંત કોઠારીનું ઉમાશંકર વિશે કરાયેલું વિધાન યથાર્થ છે. ઉમાશંકરનો વિવેચન-વિચાર ધ્યાનાર્હ બન્યો છે તેમાં ઉમાશંકરની ભાવયિત્રી પ્રતિભાના દર્શનની શક્તિ સાથે એમની ‘વર્ણન’ની કળાનો જે સહજ સમન્વય થયો છે તે સીધો જ કારણભૂત છે. કોઈ અભ્યાસી ધારે તો ઉમાશંકરની ‘ગદ્યસુષમા’નો એક અલગ ચયનગ્રંથ આપી શકે; એવું વૈવિધ્ય, એવાં સમૃદ્ધિ ને સામર્થ્ય એમની કલમે ગદ્યમાં દાખવ્યાં છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/આ મહાનિબંધ3ના પ્રકાશન નિમિત્તે | આ મહાનિબંધના પ્રકાશન નિમિત્તે...]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર|ઉપસંહાર]]
}}
<br>

Navigation menu