26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 73: | Line 73: | ||

તેરમા શતકનું ગૂજરાતી | '''તેરમા શતકનું ગૂજરાતી''' | ||
તેરમા શતકની લોકભાષાનાં ઉદાહરણ મેરુતુંગ પૂરાં પાડે છે. એણે प्रबन्ध चिन्तामणि રચ્યાની સાલ ઈ.સ. ૧૩૦૫ છે. તેથી મધ્યમ ગણતરીએ એના પ્રબંધોમાંનું अपभ्रंश સાહિત્ય તેરમા શતકનું લેખીએ છીએ. નીચેના દુહા मुङ्जराजप्रबन्धમાંથી લીધા છે. | તેરમા શતકની લોકભાષાનાં ઉદાહરણ મેરુતુંગ પૂરાં પાડે છે. એણે प्रबन्ध चिन्तामणि રચ્યાની સાલ ઈ.સ. ૧૩૦૫ છે. તેથી મધ્યમ ગણતરીએ એના પ્રબંધોમાંનું अपभ्रंश સાહિત્ય તેરમા શતકનું લેખીએ છીએ. નીચેના દુહા मुङ्जराजप्रबन्धમાંથી લીધા છે. | ||
मुञ्जु भणइ मुणाल वइ जुव्वणु गयउ म झूरि । | मुञ्जु भणइ मुणाल वइ जुव्वणु गयउ म झूरि । | ||
Line 201: | Line 201: | ||
'''સાહિત્યના સુકવણામાં એક અમર વેલ''' | '''સાહિત્યના સુકવણામાં એક અમર વેલ''' | ||
અઢારમા શતકમાં ભાલણના સાહિત્યરસિક શ્રોતાને સ્થાને વાર્તાના ચમત્કારના ભોગી શ્રોતા જ હતા. એમની રુચિને પોષતું વાર્તાસાહિત્ય જેનાં મૂળ નેમવિજય વચ્છરાજ વગેરેએ સજીવન રાખ્યાં હતાં, તે રખીદાસના સીહુંજના ચોરામાં વિસ્તાર પામ્યું. ઓગણીસમું શતક શમમય દુર્બળ સાહિત્યનું છે. તેમાં ઘણે ભાગે ભજનિયાં ને વૈરાગ્યનાં પદ સાહિત્યની પાનખર ઋતુનાં શુષ્ક પત્રવત્ જ્યાં ત્યાં પથરાય છે. દેશમાં અવ્યવસ્થા એક છેડેથી બીજે છેડે મચી રહે છે. અશાંતિને લીધે વ્યાપાર અટકી પડે છે. લડાયક ધાડાંના ત્રાસથી ખેતીવાડીને ભારે ધક્કો પહોંચે છે. ઉન્નત ભાવના સમર્પનારું ધર્મચૈતન્ય ઉપશાંત છે. ગુરુકુળમાં કેળવણીનો પ્રચાર બંધ પડ્યો છે. એવા સંકટના સમયમાં કરતાલ વગાડી ભજનકીર્તન ગાઈ, આશ્વાસન આપનારા બુટિયો ભગત, નિરાંત ભગત, રણછોડ ભગત, તથા ઉત્સાહ અને પ્રવૃત્તિનાં મૂળ બાળી નાખનારા વેરાગ્યનો બોધ આપનાર નિષ્કુલાનંદ, કેશવદાસ, અલખ, બુલાખીરામ જેવાની પદરચનાનો જ વિકાસ થવો શક્ય છે. સાહિત્યના આ સુકવણામાં એક જ વેલી નવપલ્લવ રહી નયનને અને હૃદયને ઠારે છે. તે નર્મદાને તટે ઉદ્ભવી છતાં અન્ય દેશકાળનું પાણી પી ફૂલોફાલી જણાય છે. નરસિંહ, ભાલણ ને પ્રેમાનંદનો ઘટ્ટ પરિચય દયારામભાઈની વાણીમાં જોઈએ છીએ; પણ એ ફક્કડ કવિ કોઈનો દેવાદાર રહ્યો નથી. મહેતાને નામે નવાં પદ જોડીને, ભાલણની દશમલીલાનો પોતાની વાણીમાં ઉદ્ધાર કરીને અને પ્રેમાનંદના ઓખાહરણમાં ભારોભાર ઉમેરો કરીને, દયારામે બ્રહ્મોઋણ વાળી દીધું જણાય છે. પાછલા સાહિત્યનું સંક્ષિપ્ત સમાલોચન અહીં પૂરું થાય છે. શુક્લપક્ષની અષ્ટમીએ ચંદ્રનું અર્ધું બિમ્બ તેજપુંજથી અજવાળીને સુધાથી સીંચી પ્રકૃતિદેવી બાકીના મંડળની ઉજ્જવળ રૂપરેખા જ દોરે છે; તેમ, આ સાહિત્યના સુધાનિધિના બિમ્બનું પ્રતિબિમ્બ પણ અહીં અધૂરું જ દોર્યું છે. પહેલી પાંચ સદીનું સાહિત્ય સંગ્રહાયું નથી – શોધાયું જ નથી. બીજી પંચશતીના પણ ઉત્તમોત્તમ ગ્રન્થો હજુ પ્રકાશમાં આવવા બાકી છે. નરસિંહનો સહસ્રપદી રાસ પૂરો ઉપલબ્ધ નથી. ભાલણનું રામબાલચરિત ત્રુટિત જ મળ્યું છે. એનો દશમસ્કંધ પ્રકાશકની રાહ જુએ છે. પ્રેમાનંદનાં ત્રણ જ નાટકો છપાયાં છે. બીજાં આઠ ક્યાં છે? ક્યાં છે એનાં લાખ લાખ પૂરનાં ત્રણ કાવ્યો? ક્યાં છે प्रथीराज रासाને ટકોર મારતું વલ્લભે વખાણેલું કર્ણચરિત્ર? એ વલ્લભનાં નવે રસનાં નોખાં નોખાં કાવ્યો પણ બધાં પ્રસિદ્ધ થયાં નથી. પિતાને પરિતોષ પમાડનારી કૃષ્ણવિષ્ટિ પણ શોધી કઢાઈ નથી. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અત્યંત ઉપયોગી વલ્લભકૃત પ્રેમાનંદકથા પણ પ્રકાશમાં અણાઈ નથી. જેટલું સાહિત્ય બહાર પડ્યું છે, તે અપ્રસિદ્ધ સાહિત્યના મુકાબલામાં થોડું છતાં યે મગરૂરી ઉપજાવનારું છે. નરસિંહ મહેતાનાં ગોવિંદગમન, સુરતસંગ્રામ ને ચાતુરીમાં પર્યેષક હૃદય ગાઢ પણ આદ્રાર્દ્ર ભક્તિરસનાં પારદર્શક પડો ઉકેલે છે. ભાલણની રામકૃષ્ણની બાળલીલામાં રસિક હૃદય વાત્સલ્યભાવની સુઘડતા જુએ છે. પદ્મનાભના પ્રબંધની કવિતા વાંચી ઉત્સાહશીલ હૃદય ઊછળ્યા વગર રહેતું નથી. ભાષાભક્ત પ્રેમાનંદની વાણીની તો વાત જ શી કહેવી? એના અભિમન્યુ-આખ્યાનના વીરરસથી નાંદોર દરબારમાં રજપૂત સામંત વીરહાક કરી ઊઠયો હતો. એનાં નાટકો संस्कृत નાટકોની સમોવડી કરે એવાં છે. એનું માંધાતા-આખ્યાન વાંચી ઠાવકા મનુષ્યને પણ હસવું દાબી રાખવું મુશ્કેલ પડે એમ છે. એના પુત્ર વલ્લભની બાનીનો ઝોક કોઈ ઑર જ છે. પ્રેમાનંદના મંડળના વૃદ્ધ પ્રસાદ-કવિ દ્વારકાદાસનાં વચનો રોમેરોમ રસ ઉભરાવે છે. દયારામ આદિ શૃંગારી કવિની ગરબીઓ લાખોને આદ્યાપિ પણ ભક્તિમાં ને શૃંગારમાં લીન કરી નાખે છે. | અઢારમા શતકમાં ભાલણના સાહિત્યરસિક શ્રોતાને સ્થાને વાર્તાના ચમત્કારના ભોગી શ્રોતા જ હતા. એમની રુચિને પોષતું વાર્તાસાહિત્ય જેનાં મૂળ નેમવિજય વચ્છરાજ વગેરેએ સજીવન રાખ્યાં હતાં, તે રખીદાસના સીહુંજના ચોરામાં વિસ્તાર પામ્યું. ઓગણીસમું શતક શમમય દુર્બળ સાહિત્યનું છે. તેમાં ઘણે ભાગે ભજનિયાં ને વૈરાગ્યનાં પદ સાહિત્યની પાનખર ઋતુનાં શુષ્ક પત્રવત્ જ્યાં ત્યાં પથરાય છે. દેશમાં અવ્યવસ્થા એક છેડેથી બીજે છેડે મચી રહે છે. અશાંતિને લીધે વ્યાપાર અટકી પડે છે. લડાયક ધાડાંના ત્રાસથી ખેતીવાડીને ભારે ધક્કો પહોંચે છે. ઉન્નત ભાવના સમર્પનારું ધર્મચૈતન્ય ઉપશાંત છે. ગુરુકુળમાં કેળવણીનો પ્રચાર બંધ પડ્યો છે. એવા સંકટના સમયમાં કરતાલ વગાડી ભજનકીર્તન ગાઈ, આશ્વાસન આપનારા બુટિયો ભગત, નિરાંત ભગત, રણછોડ ભગત, તથા ઉત્સાહ અને પ્રવૃત્તિનાં મૂળ બાળી નાખનારા વેરાગ્યનો બોધ આપનાર નિષ્કુલાનંદ, કેશવદાસ, અલખ, બુલાખીરામ જેવાની પદરચનાનો જ વિકાસ થવો શક્ય છે. સાહિત્યના આ સુકવણામાં એક જ વેલી નવપલ્લવ રહી નયનને અને હૃદયને ઠારે છે. તે નર્મદાને તટે ઉદ્ભવી છતાં અન્ય દેશકાળનું પાણી પી ફૂલોફાલી જણાય છે. નરસિંહ, ભાલણ ને પ્રેમાનંદનો ઘટ્ટ પરિચય દયારામભાઈની વાણીમાં જોઈએ છીએ; પણ એ ફક્કડ કવિ કોઈનો દેવાદાર રહ્યો નથી. મહેતાને નામે નવાં પદ જોડીને, ભાલણની દશમલીલાનો પોતાની વાણીમાં ઉદ્ધાર કરીને અને પ્રેમાનંદના ઓખાહરણમાં ભારોભાર ઉમેરો કરીને, દયારામે બ્રહ્મોઋણ વાળી દીધું જણાય છે. પાછલા સાહિત્યનું સંક્ષિપ્ત સમાલોચન અહીં પૂરું થાય છે. શુક્લપક્ષની અષ્ટમીએ ચંદ્રનું અર્ધું બિમ્બ તેજપુંજથી અજવાળીને સુધાથી સીંચી પ્રકૃતિદેવી બાકીના મંડળની ઉજ્જવળ રૂપરેખા જ દોરે છે; તેમ, આ સાહિત્યના સુધાનિધિના બિમ્બનું પ્રતિબિમ્બ પણ અહીં અધૂરું જ દોર્યું છે. પહેલી પાંચ સદીનું સાહિત્ય સંગ્રહાયું નથી – શોધાયું જ નથી. બીજી પંચશતીના પણ ઉત્તમોત્તમ ગ્રન્થો હજુ પ્રકાશમાં આવવા બાકી છે. નરસિંહનો સહસ્રપદી રાસ પૂરો ઉપલબ્ધ નથી. ભાલણનું રામબાલચરિત ત્રુટિત જ મળ્યું છે. એનો દશમસ્કંધ પ્રકાશકની રાહ જુએ છે. પ્રેમાનંદનાં ત્રણ જ નાટકો છપાયાં છે. બીજાં આઠ ક્યાં છે? ક્યાં છે એનાં લાખ લાખ પૂરનાં ત્રણ કાવ્યો? ક્યાં છે प्रथीराज रासाને ટકોર મારતું વલ્લભે વખાણેલું કર્ણચરિત્ર? એ વલ્લભનાં નવે રસનાં નોખાં નોખાં કાવ્યો પણ બધાં પ્રસિદ્ધ થયાં નથી. પિતાને પરિતોષ પમાડનારી કૃષ્ણવિષ્ટિ પણ શોધી કઢાઈ નથી. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અત્યંત ઉપયોગી વલ્લભકૃત પ્રેમાનંદકથા પણ પ્રકાશમાં અણાઈ નથી. જેટલું સાહિત્ય બહાર પડ્યું છે, તે અપ્રસિદ્ધ સાહિત્યના મુકાબલામાં થોડું છતાં યે મગરૂરી ઉપજાવનારું છે. નરસિંહ મહેતાનાં ગોવિંદગમન, સુરતસંગ્રામ ને ચાતુરીમાં પર્યેષક હૃદય ગાઢ પણ આદ્રાર્દ્ર ભક્તિરસનાં પારદર્શક પડો ઉકેલે છે. ભાલણની રામકૃષ્ણની બાળલીલામાં રસિક હૃદય વાત્સલ્યભાવની સુઘડતા જુએ છે. પદ્મનાભના પ્રબંધની કવિતા વાંચી ઉત્સાહશીલ હૃદય ઊછળ્યા વગર રહેતું નથી. ભાષાભક્ત પ્રેમાનંદની વાણીની તો વાત જ શી કહેવી? એના અભિમન્યુ-આખ્યાનના વીરરસથી નાંદોર દરબારમાં રજપૂત સામંત વીરહાક કરી ઊઠયો હતો. એનાં નાટકો संस्कृत નાટકોની સમોવડી કરે એવાં છે. એનું માંધાતા-આખ્યાન વાંચી ઠાવકા મનુષ્યને પણ હસવું દાબી રાખવું મુશ્કેલ પડે એમ છે. એના પુત્ર વલ્લભની બાનીનો ઝોક કોઈ ઑર જ છે. પ્રેમાનંદના મંડળના વૃદ્ધ પ્રસાદ-કવિ દ્વારકાદાસનાં વચનો રોમેરોમ રસ ઉભરાવે છે. દયારામ આદિ શૃંગારી કવિની ગરબીઓ લાખોને આદ્યાપિ પણ ભક્તિમાં ને શૃંગારમાં લીન કરી નાખે છે. | ||

'''નૂતન સાહિત્યમાં પારસી મુસલમાન સહોદરની સહકારિતા અપેક્ષિત''' | |||
કાવ્યમાર્ગમાં જૂનું સાહિત્ય યશસ્વી બન્યું છે ખરું પણ કાવ્યમાં જ સાહિત્યની પરિસમાપ્તિ થતી નથી. કાવ્યસાહિત્યમાં પણ કાલિદાસની સુઘડતા અને શેલી-ટેનિસનની ઉન્નત પ્રતિભા, મિલ્ટનની પ્રૌઢતા અને શેક્સપિયરની સર્વદેશી કુશળતા આવવી હજુ અપેક્ષિત છે; તેની સાથે કળાવિધાન અને શૈલી પણ કેળવાય તે અપેક્ષિત છે. એ સાહિત્ય કેવળ પુરાણમૂલક છે, તે સંસારમૂલક થવું પણ ઇષ્ટ છે. બીજા સાહિત્યના માર્ગો તો ઘણે ભાગે અક્ષુણ્ણ જ છે. કવિ નર્મદાશંકરના સમયથી ગદ્ય કંઈક ખેડાવા લાગ્યું છે. ચરિત્રનિરૂપણ તરફ પણ કંઈક લક્ષ દોરાયું છે. સંગીતકળા સંબંધી કંઈક કુતૂહલ ઉત્પન્ન થયું છે પણ, હજુ કરવાનું બહુ છે. બંગાળી ને મરાઠી સાહિત્યના મુકાબલામાં ગુૂજરાતી સાહિત્ય પછાત છે. એના સર્વદેશી વિકાસનો આધાર ગુર્જરભૂમિના પુત્રો હોવાનું અભિમાન ધરાવનારાઓ ઉપર છે. સાહિત્યના કાર્યક્ષેત્રમાં જાતિનો, જ્ઞાતિનો, ધર્મનો, કર્મનો કે વર્ણનો ભેદ નથી. હિન્દુ, પારસી, મુસલમાન સર્વે જેમની જન્મભાષા ગૂજરાતી છે, જેમના શિક્ષણનો પાયો ગૂજરાતીમાં નખાયો છે ને જેમનો વ્યવહાર મોટે ભાગે ગૂજરાતીથી ચાલે છે, તે પછી પારસી હો, હિન્દુ હો કે મુસલમાન હો, સૌએ સહોદર છે. બધાની ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષમાં સહકારિતા અપેક્ષિત છે. એક વખત સમશેર બજાવવામાં આગળ પડનાર મુસલમાનભાઈએ કલમપેશીમાં પાછળ પડવું યોગ્ય નથી. જૂની હિન્દીના શણગારરૂપ पदुमावती નામે વાર્તાકાવ્યનો કર્તા મુસલમાન જ છે. મુસલમાન રાજ્યકાળમાં ઉત્તર હિન્દુસ્તાનમાં એવા મુસલમાન કવિઓ અનેક થયા છે. હાલ પણ ઉત્તરમાં મુસલમાન શાયરો મશહૂર છે. જે લાભ ઉત્તર હિન્દુસ્તાનના મુસલમાનો હિન્દીને આપે છે, તે લાભની ગૂજરાતી ભાષા પણ અહીંના મુસલમાનભાઈઓ પાસેથી આશા રાખે તે બરહક છે. હિન્દુસ્તાનની ગાયનકળા મુસલમાન ઉસ્તાદોએ ખિલાવી સજીવન રાખી છે. | |||

'''સાહિત્યમાં ભાષાની વિશુદ્ધિ અને એકતા''' | |||
એવી જ ઉસ્તાદી ગુજરાતી સાહિત્ય ખિલાવવામાં આપણે તેમની માગીએ છીએ. આપણા ઉત્સાહી પારસીબંધુઓ તો સાહિત્યક્ષેત્રમાં આગળ જ છે. એમના અગ્રેસર લેખકોએ મરહૂમ કવિ દલપતરામે ગુર્જરીવાણીવિલાપમાં મૂકેલું આળ ખોટું પાડ્યું છે. તેમ છતાં ઘણા મલબારી, ઘણા તારાપોરવાળા, ઘણા ખબરદાર, ઘણા વાયુચક્રશાસ્ત્ર ચર્ચનાર, ઘણા ઈરાન આદિની તવારીખ લખનાર, ઘણા આરોગ્ય અને વૈદ્યકશાસ્ત્રનું ઉપયોગી જ્ઞાન ફેલાવનાર, ઘણા દેશપરદેશના રમૂજી અહેવાલ આપનારની સાહિત્યોપાસક ટોળામાં ભરતી કરવાને અને ભાષાની એકતા જાળવવાને જરૂર છે. પારસી ભાઈઓ અંગ્રેજીમાં કાબેલિયત મેળવવા જે મહેનત લે છે તે મુબારક છે; પણ તે મહેનતના ફળરૂપ તેમના જ્ઞાનનો લાભ ગુજરાતી બોલનારી સર્વ આલમ એકસરખી રીતે લઈ શકે એટલા માટે પારસી બોલીમાં નહિ પણ ગૂજરાતી ભાષામાં તેમના હાથે ગ્રન્થો લખાવા ઇષ્ટ છે. અમુક ભાગની કે અમુક કોમની બોલીમાં ગ્રન્થ લખાવાથી ભાષાની વિશુદ્ધિ જળવાતી નથી, લેખકટોળામાં ફૂટ પડે છે ને લેખનો લાભ સમસ્ત મંડળ લઈ શકતું નથી. આથી સાહિત્યની ભાષાની એકતા અને વિશુદ્ધિ જાળવવા હમેશાં સુધરેલા દેશોમાં લેખકો પોતે જ ભાષા પ્રત્યેની પૂજ્ય બુદ્ધિથી, સાહિત્ય પ્રત્યેના ગૌરવથી અને સ્વબંધુ પ્રત્યેના પ્રેમથી કાળજી રાખતા જોવામાં આવે છે. બ્રિટિશ દ્વીપોના એક ભાગનો હો કે બીજા ભાગનો, દેશી હો કે વિદેશી, યુરોપ ને અમેરિકાનો હો, એશિયા ને ઓસ્ટ્રેલિયાનો હો, ગોરો હો કે કાળો, જે કોઈ લેખક અંગ્રેજીમાં જ ગ્રન્થ લખવા પ્રવૃત્ત થાય છે, તે (King’s English) એટલે રાજરૂઢ અંગ્રેજીમાં જ લખે છે. પારસી બોલી મૂકી રૂઢ ગૂજરાતી ભાષા વાપરવી કંઈ પારસી ભાઈઓને મુશ્કેલ નથી. જે વાંચનમાળા હિન્દુ–મુસલમાનો શીખે છે, તે જ પારસીઓ શીખે છે. એ વાંચનમાળાથી સુરતી બોલીનું સુરતીપણું અને કાઠિયાવાડી બોલીનું કાઠિયાવાડીપણું ગયું છે. એ વાંચનમાળામાંથી કેળવાયલા પારસીઓની પારસી બોલીનું પારસીપણું ઘણે ભાગે ઘસાયું છે. પારસીઓમાં મગરૂર થવા જેવું એ છે કે, સ્ત્રીશિક્ષણનો બહુ સારો ફેલાવો છે. પારસી બાળકીઓ અને હિન્દુ બાળકીઓ એક જ વાંચનમાળા વાંચે છે. આ જોતાં સામયિક અને જાથુ સાહિત્યમાં પારસી બોલીના આયુષ્યનો વરતારો ટૂંકો જણાય છે. પણ એ વસ્તારો સાચો પાડવાનું પારસી લેખક મંડળના હાથમાં છે. પારસી રોજિદાં પત્રોના માલિકોના હાથમાં છે, જ્ઞાન પ્રસારક સભા જેવી સંસ્થાઓના હાથમાં છે. આશા છે કે, કેળવાયલા ઉત્સાહી પારસી ભાઈઓ જમાનાના ઝોકને માન આપશે. | |||

'''ધર્મરંગે રંગાયલા સાહિત્યનો સમય ગયો છે''' | |||
પારસી ભાઈઓ રૂઢ ગૂજરાતી ભાષા વાપરતા થાય, તેની સાથે ગુજરાતી ભાઈઓએ પણ સાહિત્યની દિશામાં એક અગત્યનો ફેરફાર કરવાની જરૂર છે. કેવળ પૌરાણિક (Mythological) સાહિત્યને પડખે શુદ્ધ સંસારી સાહિત્ય તેમણે ખેડવું જોઈએ, જેમાં પૌરાણિક કથાઓથી અજાણ્યા પારસી અને મુસલમાન ભાઈઓ સરખો આનંદ લઈ શકે. આની શરૂઆત થઈ ચૂકી છે. કેવળ ધર્મના રંગે રંગાયલા સાહિત્યનો સમય વીત્યો છે. એક સમય એવો હતો કે, જ્યારે સર્વ ઉપદેશ અને સર્વ જ્ઞાન આપવાનું દ્વાર ધર્મ હતો, પ્રતીતિ શ્રદ્ધા ને પ્રીતિ ઉપજાવનારો માર્ગ દેવકથા હતી, રુચિ અને આદર પ્રગટાવવાનો પ્રકાર અદ્ભુત કથન હતું. સમયબળને અનુસરી આરોગ્ય સંરક્ષણાર્થે સ્નાનશૌચાદિના સામાન્ય નિયમ ધર્મનું અંગ બન્યા; દેશાટનનો લાભ આપનારું તીર્થમાહાત્મ્ય શત શાખાએ વિસ્તર્યું; નીતિનો બોધ દેનારાં અનેક અદ્ભુત ઉપાખ્યાનો ઉદ્ભવ્યાં; અને જ્ઞાનનિર્વાણનો માર્ગ સર્વને માટે ખુલ્લો મૂકનાર ઐતિહાસિક બુદ્ધ ભગવાન ઈશ્વરાવતાર બન્યા. એ જમાનો આજ નથી. જૂના જમાનાએ ‘શીલવતીનો રાસ’ને અને ‘રોષદર્શિકા’ને જન્મ આપ્યો. તો નવો જમાનો ‘સરસ્વતીચંદ્ર’ને અને ‘કાન્તા’ને જન્મ આપે છે. ભૂતકાળમાં વ્યક્તિની સ્તુતિના રાસા અને પ્રબંધો રચાતા, તો વર્તમાનકાળમાં સામાજિક સ્થિતિના ઇતિહાસ લખાય છે. પ્રાચીન યુગમાં ધર્મના સંગ્રહાર્થે સાધુઓના મહાન સંઘો મળતા, ત્યારે અર્વાચીન સમયમાં નાગરીપ્રચારિણી સભા, એક લિપિપ્રચારિણી પરિષદ, સાહિત્ય પરિષદ જેવાં મંડળ ભિન્ન ભિન્ન ભાષાનાં સાહિત્ય સર્વમાન્ય કરવા, પોતાનું ભૂતપૂર્વ સાહિત્ય સંગ્રહવા, પ્રવર્તમાન સાહિત્યનો સર્વતોમુખ વિકાસ સાધવા સ્થળે સ્થળે મળે છે. | |||

'''પૂર્વનું ઉત્તેજક અને પશ્ચિમનું પોષક સાહિત્ય''' | |||
આવા મેળાવડાનું સાર્થક્ય ક્યારે કે, જ્યારે અશ્વિનોએ ચ્યવન ભાર્ગવમાં નવું જીવન પ્રેર્યું હતું તેવું નવું જીવન વૃદ્ધોમાં પ્રેરાય અને રાજર્ષિ વિશ્વામિત્રના સાહચર્યમાં રામલક્ષ્મણ જેમ વીરચર્યામાં ઉદ્યુક્ત થયા તેમ યુવકો પોતાનું પરાક્રમ પ્રકાશવા પગભર થાય. આરંભ મહાન છે. ખંડેર ફરી વસાવવાનાં છે, ઉજ્જડ પ્રદેશ આબાદ કરવાનો છે, નવાં થાણાં નાખવાનાં છે, આપણને ગૂંગળાવી નાખતી આલંકારિકોની કિલ્લેબંધી આપણે તોડી પાડવાની છે, સાહિત્યના ઉદ્યાનમાં જડ નાખી વધેલા નિંદ્ય રોપાઓ નીંદી કાઢવાના છે, ભયંકર પ્રાણીઓની આશ્રયભૂત ઝાડી સાફ કરવાની છે, તૃષા છિપાવનારાં જળાશયો ખણવાનાં છે, આબાદી વધારનારી નહેરો ખોદવાની છે, ઉત્પન્નની આપ-લે સરળ કરનારા માર્ગો ઉઘાડવાના છે. આ કામમાં આપણા પૂર્વજો પીઠ પૂરી રહ્યા છે. કાવ્યક્ષેત્રમાં નવો વિજય મેળવવાને આદિકવિ વાલ્મીકિ આપણને કોકિલકંઠથી તેડે છે. આર્થિક વિદ્યાઓને પુનરુજ્જીવન આપવાને આરણ્યક પાલકાવ્ય હસ્તીના નિર્ઘોષથી પુકારે છે. કુમાર સુકળાઓને ખિલાવવાને વીણા સારતા નારદ સાથે નાટ્યમુનિ ભરત સંજ્ઞા કરે છે. રસાયનાદિક વિદ્યાનો રાગ જગાડવાને વીતરાગ નાગાર્જુન પ્રબોધે છે. સાહિત્યના રાજ્યનો વિસ્તાર કરવાના પ્રયાસમાં સહાયભૂત થવા અનેક અક્ષરદેહધારી સાહિત્યવીરો વ્યૂહબદ્ધ આપણી પીઠે તત્પર ઊભા છે. જેઓમાં આપણા માજી પ્રમુખ માગ મુકાવી મોખરે આવી ઉત્સાહપૂર્ણ મુખમુદ્રાથી આપણને ઉત્તેજે છે. વળી આ તરફ આપણા મહાન રાજકર્તા આપણને આગળ દોરવા સન્મુખ તૈયાર છે. બૅકન ને સ્પેન્સરની સરદારી નીચે તત્ત્વક્ષેત્રમાં ઘૂમો. શેક્સપિયર, મિલ્ટન અને ટેનિસનની સહાયતાથી કાવ્યક્ષેત્રમાં આગળ ધસો. પોપ, ગ્રિમ અને મેક્સમૂલરના અગ્રેસરપણામાં શબ્દવિદ્યા અને પૌરાણવિદ્યાના અજાણ્યા પ્રદેશ સર કરો. આ અને બીજા વિષય હાથ કરવામાં સાહાય્ય આપવા પશ્ચિમના વીરોની સેનાઓ સજ્જ જ છે. વિજય મેળવવામાં કોઈનો પ્રતિરોધ નથી. પ્રતિરોધક કહીએ, તો તે આપણું આલસ્ય જ છે, આપણો પ્રમાદ જ છે, આપણી કર્તવ્યવિમુખતા જ છે, આપણી હૃદયભીરુતા જ છે, આપણો અનુત્સાહ જ છે. આલસ્ય મરડો મા, આલસ્યને જ મરડી નાખો. પ્રમાદ ખાઓ મા, પ્રમાદને જ ખાઈ જાઓ. પ્રવૃત્તિધર્મની ભગવદ્ગીતોપનિષદનો નિત્યપાઠ જ્યાં થાય છે, ત્યાં અનુત્સાહ ક્યાંથી, હૃદયભીરુતા શી, કર્તવ્યવિમુખતા કેવી? જેના મનમાં રાષ્ટ્રને પ્રબોધવાની ઊર્મિ છે, તેને ઊંઘવાનું નથી; જેના મગજમાં કંઈ નવું ઉત્કર્ષક કહેવાની પ્રેરણા છે, તેને મૌન ધારવાનું નથી; જેની પ્રતિભામાં વીજળિક શક્તિના અંશ ઝણઝણે છે તેને જડવત્ બેસી રહેવાનું નથી. આપણામાં સમર્થ નરનો તોટો ન હોવો જોઈએ. | |||

'''આપણી શારદાપીઠના પદવીધારી નરો''' | |||
પ્રતિવર્ષ આપણી શારદાપીઠમાંથી પદવીધારી નરો સંખ્યાબંધ બહાર પડે છે. આ આપણા વીરો શું નિર્વીર્ય છે? નહિ જ નહિ. ત્યારે શું એમ છે કે કોઈ પૂછે તો જ સહદેવ જોષીની પેઠે તેમના જ્ઞાનનો તેઓ આપણને લાભ આપે? ના ના, તેમ ન હોય. ત્યારે તો એક જ દિશામાં તર્ક દોડે છે. સીતાજીની ભાળ કાઢવા નીકળેલા મહાવીરો અરણ્ય ને પર્વત ઓળંગતાં ઓળંગતાં દક્ષિણ મહાસમુદ્રને તીરે જઈ પહોંચ્યા, ત્યારે નલનીલ સાથે હનુમાન પણ શોચ કરવા લાગ્યા કે હવે શું કરવું? આ મહાસમુદ્ર શે ઓળંગાય? તે ક્ષણે વિચક્ષણ જાંબુવાને મારુતિને તેમના સામર્થ્યનું સ્મરણ કરાવી ઉત્સાહપૂરતાં વચનથી કહ્યું કે, “કવિરાજ! તમે પણ આમ શોચ કાં કરો છો? તમારે તો આ મહાસમુદ્ર ગોષ્પદ માત્ર છે.” આવી કોઈ જાતની સ્મૃતિ આપણી શારદાપીઠના વીરોને આપવાની જરૂર હોય તો કોણ જાણે! એમનામાં નિગૂઢ સામર્થ્ય છે. એઓ ચાહે તો એક વખત મહાન શંકરાચાર્યે આકાશમાર્ગે ચાલી જતી સરસ્વતીને યોગબળે આકર્ષ્યાનું કહેવાય છે તેવી રીતે આ વીરો પણ દ્વીપાંતરમાં જઈ વસેલી સરસ્વતીને અને તેની પૂંઠે લક્ષ્મીને પણ એમની વિદ્યાના બળે આકર્ષી લાવે. જે પશ્ચિમમાં છે તે પૂર્વમાં નથી, એવું કેટલું બધું તેઓ અહીં વસાવી શકે એમ છે? બાળશિક્ષણ, સાર્વજનિક આરોગ્ય, પ્રતિનિધિ-સત્તાક રાજ્ય આદિ ખાસ પશ્ચિમના જ કહેવાતા વિષયમાં કેટલું ઉપયોગી જ્ઞાન આપવાનું તેમને સહજ છે? પશ્ચિમના જનસમાજમાં ઉદ્ભવ પામેલી હિતકારક યોજનાઓ આ દેશના જનસમાજને અનુકૂળ કરવાનું એમનાં અવલોકન અને અનુભવની સત્તાની બહાર નથી. રસાયનવિદ્યાનો ઉપયોગ અપવાદભૂત પ્રો. ત્રિભોવનદાસ કલ્યાણદાસ ગજ્જર અને તેમના શિષ્યો સિવાય કેટલાએ ઔદ્યોગિક અભિવૃદ્ધિમાં કર્યો? પ્રાચીન મહાકવિની સૃષ્ટિનાં ભવ્ય ચિત્રોનો ઉપયોગ સદ્ગત ચિત્રકાર રવિવર્મા ઉપરાંત કેટલાએ હૃદયદ્વાવક ચિત્રકળાની ખિલવણીમાં કર્યો? મિલ, ફોસેટ ને સિજવિકના લેખનું રટણ કરી, મિ. રાનડે કે સર ફિરોજશાહ, આ.મિ. ગોકલદાસ કે મિ. ગોખલે જેવા અથવા તો દી.બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ કે આ.મિ. ચીમનલાલ હરિલાલ સેતલવાડ જેવા આર્થિક પ્રશ્નોના ચિંતક કેટલા ઊભા થાય? અંગ્રેજીનો અક્ષર પણ ન ભણનાર સદ્ગત ભગવાનલાલ ઇન્દ્રજી શોધખોળમાં યુરોપિયન શોધકોની દમોદમી કરે, એક પરીક્ષા પસાર ન કરનાર રા.બ. રણછોડલાલ છોટાલાલ સી.આઇ.ઇ. શહેરસુધારાના અટપટા સવાલોનો નિર્ણય આણે, મધ્યમ દરજ્જાની કેળવણી ધરાવનાર સદ્ગત દી.બ. મણિભાઈ જસભાઈ સ્ત્રીકેળવણીનો વિષય હાથ લે અને આપણા પદવીધારી બંધુઓ તેમાં ચંચુપાત પણ ન કરે એમ કાંઈ હોય? સદ્ગત રા.સા. મહિપતરામ રૂપરામ નીલકંઠ હરકોઈને જેવું આવડે તેવું લખવાને પ્રેરતા. તેમને કોઈ ન આવડવાનું નામ દેતું તો તેઓ ભાર દઈને કહેતા કે, ‘ન કેમ આવડે? લખો એટલે આવડશે.’ માટે આ બંધુઓ પ્રત્યે એટલું જ કહેવું છે કે શરમાઓ નહિ, સંકોચ ખાઓ નહિ, પોતાને તુચ્છ લેખો નહિ. તમારી પાસે મૂલ ન થાય એવું ધન છે. તમે તેને અનુભવથી ઓળખાવો; તમે તેને અવલોકનથી ખિલાવો; તમે તેને ઉપયોગથી બહલાવો ને પછી એ ધન તમે તમારા ઓછા ભાગ્યશાળી અશિક્ષિત અથવા અલ્પશિક્ષિત બંધુઓને આવકારદાયક થાય એવા રૂપમાં આપો. આપણું લખાણ નામ અમર કરે એવું ન હોય તેની પરવા નહિ. કીર્તિ એ પ્રવૃત્તિનું પ્રવર્તક તત્ત્વ નથી. પ્રવર્તક તો કર્તવ્ય છે. કર્તવ્યની પરિસમાપ્તિ કર્તવ્યમાં જ છે; તેનો કર્તવ્યથી ભિન્ન અન્ય ઉદ્દેશ છે નહિ. માતાપિતા સંતાનને ઉછેરે છે, રાજા પ્રજાને પાળેપોષે છે, શ્રીમાન અનાથની સંભાળ લે છે. શેરીમાં રમતા નાના બાળકને રસ્તે જનાર ગાડીઘોડાના ઝપાટામાંથી ઉગારી લે છે ને નદીમાં તણાતાને તરી જાણનાર તારે છે. એ પ્રત્યેક પ્રત્યેકનું પોતાનું કર્તવ્ય છે ને તે કરે છે. કરનાર સ્વધર્મ બજાવે છે એ જ એનું ગૌરવ છે. ન કરનાર સ્વધર્મમાં ચૂકે છે ને દોષિત થાય છે. | |||

'''આપણા શિક્ષિત મહેતાજીઓ''' | |||
પદવીધારી સુશિક્ષિત પુરુષો મોટાં શહેરોમાં વહેંચાયલા છે; પણ શિક્ષણશાસ્ત્ર ને શિક્ષણકળાનાં પ્રમાણપત્ર ધારણ કરનારા ગુજરાતી મહેતાજીઓ બધા દેશમાં ફેલાઈ ગયેલા છે. તેમનો અવકાશનો સમય જે તેમને ગામડામાં ભારે પડતો થઈ પડે છે ને જે તેઓ હલકી, ખટપટ કે તુચ્છ કારભારમાં ગુમાવે છે, તેનો તેમના પોતાના હિતને માટે ને તેમના બંધુઓના હિતને માટે સદુપયોગ કરવા ધારે, તો અનેક માર્ગ છે. જૂના સાહિત્યનો સંગ્રહ કરવાની, સમાજના આચારવિચારનું અધ્યયન કરવાની, મનુષ્યકુળની ખાસિયતનું અવલોકન કરવાની, જે મંડળમાં તેમનું જીવન નિર્માયું છે તેમને જ્ઞાન અને સાહિત્યનો રસ લગાડવાની, તેમની વૃત્તિઓ કેળવવાની, તેમને ઉચ્ચ ભાવનાઓ અર્પવાની અને તેમને સર્વ પ્રકારે પોતાની વિદ્યાનો, શક્તિનો અને સહૃદયતાનો લાભ આપવાની તેઓ અસાધારણ અનુકૂળતા ધરાવે છે. બાળકેળવણી એ તો તેઓ જે વેતન ખાય છે તેનો બદલો છે. જનસમાજના શિક્ષિત સામાજિક તરીકેના નિજ કર્તવ્યનો તેમાં સમાસ થઈ જતો નથી. કુટુંબમાં રહી કૌટુંબિકોની ઉપેક્ષા કરે તે સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે; તેવી રીતે સમાજમાં રહી સામાજિક બંધુઓ પ્રત્યે બંધુકૃત્યમાં જે પ્રમાદ કરે છે તે જનસમાજનો દેવાદાર રહે છે અને સર્વ સમાજના પરમ અધ્યક્ષ જગદીશ્વરનો અપરાધી બને છે. જનસમાજ એક સહકારી સંસ્થા છે. એ સંસ્થાના સહકારધર્મથી શિક્ષિત–સુશિક્ષિત, સાધનસંપન્ન કે સાધનરહિત એકસરખા બંધાયલા છે. | |||

'''સાધનસંપન્ન બંધુઓ અને સાહિત્યપીઠની યોજના''' | |||
સ્વાગતમંડળના ઇતિહાસરસિક અધ્યક્ષ શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી શોધખોળમાં અને ઐતિહાસિક સંગ્રહમાં પોતાની સમૃદ્ધિનો સદુપયોગ કરી રહ્યા છે. શેઠ ગોકળદાસ તેજપાળ, શેઠ મંગળદાસ નથુભાઈ, શેઠ પ્રેમચંદ રાયચંદ, સર જમશેદજી જીજીભાઈ, સર કાવસજી જહાંગીરજી, શેઠ જમશેદજી નસરવાનજી તાતા વગેરે મુંબઈના ધનાઢય ગૃહસ્થોની ઉદારતાની પિછાન આપવી તે સૂર્યચંદ્રને ઓળખાવવા જેવું ગણાય. તેમણે કેળવણીની અભિવૃદ્ધિ માટે બહુ કર્યું છે. પણ સાહિત્યની સેવામાં પોતાનું સર્વ ધન સમર્પનાર ને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને છેવટની વારસદાર ઠરાવી જનાર તો સુરતના સદ્ગત શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ જ છે. સાધનરહિત બંધુઓને માટે સાધનસંપન્ન ગૃહસ્થો પુસ્તકશાળા ને વાચનશાળા ઉઘાડે છે. તેને માટે તેમને અભિવંદન આપવું ઘટે છે. તેની સાથે પુસ્તકશાળાનો પુસ્તક-સંગ્રહ મૂલ્યવાન બનાવવા અને વાચનશાળાનું વાંચન વજનદાર કરવા. સાહિત્યને ઉત્તેજન આપવા સંયુક્ત ભંડોળ ઊભું કરવાની તેમને વિનંતિ છે. ગૂજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રવૃત્તિ તેના બંધારણને લીધે એકદેશી છે. ફાર્બસ સભાની પ્રવૃત્તિની દિશા કંઈ ભિન્ન છે. પરંતુ તે પણ સર્વતોમુખ નથી. સાહિત્ય સભામાં ઉત્સાહ છે ત્યારે સાધન નથી. આ ખોટ પૂરી પાડવા સર્વતોમુખ ઉત્તેજન આપનારી સાધનસંપન્ન સાહિત્યપીઠ સ્થાપવાની જરૂર છે, જે વિશુદ્ધ ભાવનાવાળું અને ઉપયોગી જ્ઞાનવાળું અલ્પમૂલ્ય સાહિત્ય એકેએક ગામ જ્યાં ગુજરાતી નિશાળ હોય ત્યાં મફત છૂટથી વહેંચી સાહિત્યની ગંગા આંગણે વહેતી કરે, જે વધારે મૂલ્યનાં પુસ્તકોની અવેતન જંગમ પુસ્તકશાળા સ્થાપી સંગીન જ્ઞાનનો પ્રચાર કરે, જે ભાષણોથી ને નિબંધોથી લોકોનાં હૃદય કેળવે અને સત્પ્રવૃત્તિનો સદુપયોગ જાગૃત કરે, જે સ્વકાર્યરસિક પગારદાર પુરુષો દ્વારા શોધખોળ ચલાવે; ટૂંકામાં સાહિત્યની સંગ્રાહક, સંરક્ષક, સંવર્ધક, પ્રચારક ને અધ્યાપક મંડળી નીવડે, આવી સાહિત્યપીઠની સ્થાપના લક્ષ્મીના વિશ્રામભૂત ઉત્તમ પુરુષોના હાથમાં છે. | |||

'''વાચકવર્ગ તરફથી સાહિત્યને આવકારની જરૂર છે''' | |||
સાધનરહિત બંધુઓ પણ સાહિત્યની વૃદ્ધિને માટે બહુ કરી શકે એમ છે. જેમને અક્ષરજ્ઞાન છે તેઓ સારું સાહિત્ય વાંચે, તે પણ સાહિત્યની એક અંશે કૃતાર્થતા છે; સારાં ભાષણોને અને સારા લેખોને આવકાર આપે, તે પણ તેની કદર છે; બુદ્ધિનો ઉપયોગ કરી સારાનરસાનો વિવેક કરે, તે પણ ઉત્તેજન છે. | |||
આટલું કરે તો વાંચનાર ક્યાં છે, સાંભળનાર ક્યાં છે, સમજનાર ક્યાં છે, કદર બૂજનાર ક્યાં છે એ જે ફરિયાદ ઉઠાવવામાં આવે છે, તે દૂર થાય. | |||

'''સમષ્ટિ-શ્રેય માટે વ્યષ્ટિ-પ્રવૃત્તિ''' | |||
આ રીતે સાહિત્યની અભિવૃદ્ધિમાં સર્વની પ્રવૃત્તિને સ્થાન મળે છે. સાહિત્યના ક્ષેત્રમાં કોઈનો બહિષ્કાર નથી. સર્વનો સહકારી ઉદ્યોગ સ્વીકાર્ય છે. સત્સંગીનું મંદિર જ્યારે બંધાય છે, ત્યારે કોઈ સત્સંગી ઈંટો ઉપાડી કે તગારાં વહી શરીર વહેવરાવે છે; કોઈ સત્સંગી પથ્થર ઘડે છે, વેરે છે કે કોરે છે; કોઈ ઇમારત આંકે છે તો કોઈ પાયા ખોદે છે, કોઈ ચણતર ચણે છે તો કોઈ ચિત્રનું કામ કરે છે; કોઈ સર્વના ઉપર દેખરેખનો ભાર ઉપાડે છે, તો કોઈ ખરચનો ભાર માથે લે છે. સર્વ પોતાના ગજા પ્રમાણે કાર્યભાગ બતાવી ઉત્સાહ પ્રદર્શિત કરે છે. એ નાનામોટા સૌ પુણ્યના સરખા અધિકારી છે. સર્વ કર્મના સાક્ષી પરમ પુરુષની દૃષ્ટિમાં સૌનો પ્રયાસ સરખો આવકાર પામે છે. એ ભારવાહક, એ કર્મકર, એ શિલ્પી, એ સૂત્રધાર, એ સમવેક્ષક, એ ધનદાતા, સંસારી પાળા કે સાધુ સૌ આ મહાન કાર્યમાં પોતાના વ્યષ્ટિજીવનને સમષ્ટિજીવનમાં હોમે છે. આવી સ્વધર્મપરતા, આવી સમષ્ટિશ્રેયની ભાવના, આપણું સાહિત્યમંદિર બાંધવાને સરસ્વતીના સત્સંગીઓમાં ઇષ્ટ છે. કાર્યક્ષેત્ર ક્યાં નાનું છે? સૌને માટે પોતપોતાની યોગ્યતા અનુસાર પ્રવૃત્તિના અનેક માર્ગો ખુલ્લા છે. સ્વલક્ષણવતી કવિતા રચવાની પ્રતિભા ધરાવનાર કવિને ઘણા પ્રદેશ અક્ષુણ્ણ છે. તેમાં જ તે ઘૂમે એમાં સાહિત્યને લાભ છે. જેનાથી સ્વકલ્પિત લેખ નથી લખાતો, તેને માટે બીજી ભાષામાંથી અનુવાદનો માર્ગ ઉઘાડો છે. કેવળ સ્વભાષાનિષ્ઠ ને સ્વભાષામાં ઘણું યે કરવાનું છે. અનેક પુસ્તકો ઊધઈ ખાય છે અથવા પટારામાં કે પોથીમાં અંધારામાં પડ્યાં છે, તેમનો ઉદ્ધાર કરવાનો છે. લોકગીત, લોકવાર્તા, રાસા-પવાડા, સિક્કા ને શાસનપત્ર–શિલાલેખો ને પાળિયા, વહી ને દસ્તાવેજો સંગ્રહનારા પ્રયત્નની વાટ જુએ છે. હૃદયચક્ષુથી જોનારને લોકનાં રીતરિવાજો, વહેમો અને રૂઢ સંસ્કારો અવલોકન માટે તૈયાર છે. વિદ્યાના રસિકને નાનાં નાનાં પ્રદર્શનો માટે સાધનો ચોતરફ વેરાયલાં છે. પ્રતિમાવિધાન, ચિત્રવિધાન, સંગીતપરિચય આદિ અનેક કળાઓનો નિરાંતે એકાંતમાં અભ્યાસ થઈ શકે એમ છે. સરસ્વતીની સેવાના માર્ગ અનેક છે, જ્યારે દેવપૂજનના પ્રકાર આઠ જ છે. એક એક માર્ગ અનેક ઉપાસકોને યાવજ્જીવ વ્યાપૃત રાખે એવો વિશાળ છે. શ્રદ્ધાળુ સેવકોના લખલૂટ ધર્મદાયનું શ્રીજીના મુખવાસનું તાંબૂલ બને છે તેમ પણ છે ને વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ પણ ભગવાનને બહુ પ્રિય છે તેમ પણ છે. સરસ્વતીદેવીને પણ ઉપાસકોની ખરા હૃદયની સેવા સ્વીકાર્ય છે. | |||

'''અસત્પ્રવૃત્તિ ને તામસીવૃત્તિ અનિષ્ટ છે''' | |||
આ મહા ઉદ્યોગમાં સંભાળવાનું એક જ છે. અસત્પ્રવૃત્તિ સાહિત્યમાં વર્જ્ય છે, તામસી વૃત્તિ અનિષ્ટ છે, માટે આ પ્રવૃત્તિમય સંસારના સ્વામીનો અનુગ્રહ ઇચ્છી, તે પ્રવૃત્તિના પ્રેરકને પ્રાર્થના એટલી જ છે કે– | |||
असतो मां सद्गमय । तमसो मां ज्योतिर्गमय । ओम् शांतिः शांतिः शांतिः। | |||

{{Poem2Close}} | {{Poem2Close}} |
edits