પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 131: Line 131:
પણ જે રીતે સંસ્કૃત ભાષા હાલના સમયમાં મરણ પામેલી જ ગણાય તેમ આપણી ભાષાઓનું મરણ થશે તો કેમ? સંસ્કૃત ભાષા તે હવે જીવનની ભાષા કોઈ પ્રદેશમાં નથી. (વસ્તીપત્રકના રિપોર્ટમાં વિરલ પ્રદેશમાં સંસ્કૃત ભાષા બોલાતી કહેલી છે ખરી, પરંતુ તે માત્ર ૭૧૬ જણા બોલે છે એમ કહેલું છે, અને એ જીવનભાષા તરીકે હોવા વિશે સંશય છે.) આ પરિણામ આપણી ભાષા ન પામે તે માટે સંસ્કૃત ભાષાના મરણનાં કારણો તપાસીશું તો આપણને બચાવનો રસ્તો જડશે. સંસ્કૃત ભાષાએ પોતાના સ્વરૂપમાં જોઈએ તેટલી સ્થિતિસ્થાપકતા જાળવી નહિ; પોતાનાં પરિવેષ્ટનો (‘એન્વીરોન્મેન્ટ્સ’) – આસપાસ વીંટાયલાં બળો – ની સાથે યોગ્ય અનુકૂળતા, સમયોચિત ફેરફાર કરવાની ક્રિયા, તરફ વલણ ન રાખ્યું, અને બહુધા અણવળકણી લોખંડ જેવી સ્થિતિ પકડી રાખી; પ્રજાના આંતરજીવનમાં પ્રચરિત થયેલાં રૂપાંતરોને મૂર્ત કરવા માટે તે તે પ્રમાણમાં ભાષામાં રૂપાંતરો ન થવા દીધાં; તેથી સંસ્કૃત ભાષા પરિણામે મરણ પામી. માટે આપણે મરણભય ટાળવા માટે આપણી ભાષાને એ આગ્રહી સ્થિતિમાં અકડાઈ જવા દેવી નહિ એ મુખ્ય પ્રતિબંધક ઉપાય છે. પરંતુ સામે એ પણ સંભાળ રાખવાની જરૂર છે કે આપણી ભાષાનું જીવનબિમ્બક અન્તઃસ્વરૂપ તજી દઈને વિદેશી સ્વરૂપો અવિચારથી સંઘરવાં ન જોઈએ. નવીન ભાવનાદિક આસપાસ આવીને અનુપ્રાણન કરે તો તે વખતે ભાષાનાં ઇન્દ્રિયદ્વારો બંધ પણ ન રાખવાં; પરિવેષ્ટનોમાંનાં પ્રતિકૂલ હોય તે જોડે યુદ્ધ કરવું અને અનુકૂલ હોય તે જોડે આલિંગન કરી એનો પ્રાણ ભેળવી દેવો. આમ सर्वनाशे समुत्पन्ने अर्घे त्यजाति पण्डितः એ બોધનો સારો ઉપયોગ કરવો, મૂર્ખ પંડિતોએ કર્યો હતો તેવો નહિ.
પણ જે રીતે સંસ્કૃત ભાષા હાલના સમયમાં મરણ પામેલી જ ગણાય તેમ આપણી ભાષાઓનું મરણ થશે તો કેમ? સંસ્કૃત ભાષા તે હવે જીવનની ભાષા કોઈ પ્રદેશમાં નથી. (વસ્તીપત્રકના રિપોર્ટમાં વિરલ પ્રદેશમાં સંસ્કૃત ભાષા બોલાતી કહેલી છે ખરી, પરંતુ તે માત્ર ૭૧૬ જણા બોલે છે એમ કહેલું છે, અને એ જીવનભાષા તરીકે હોવા વિશે સંશય છે.) આ પરિણામ આપણી ભાષા ન પામે તે માટે સંસ્કૃત ભાષાના મરણનાં કારણો તપાસીશું તો આપણને બચાવનો રસ્તો જડશે. સંસ્કૃત ભાષાએ પોતાના સ્વરૂપમાં જોઈએ તેટલી સ્થિતિસ્થાપકતા જાળવી નહિ; પોતાનાં પરિવેષ્ટનો (‘એન્વીરોન્મેન્ટ્સ’) – આસપાસ વીંટાયલાં બળો – ની સાથે યોગ્ય અનુકૂળતા, સમયોચિત ફેરફાર કરવાની ક્રિયા, તરફ વલણ ન રાખ્યું, અને બહુધા અણવળકણી લોખંડ જેવી સ્થિતિ પકડી રાખી; પ્રજાના આંતરજીવનમાં પ્રચરિત થયેલાં રૂપાંતરોને મૂર્ત કરવા માટે તે તે પ્રમાણમાં ભાષામાં રૂપાંતરો ન થવા દીધાં; તેથી સંસ્કૃત ભાષા પરિણામે મરણ પામી. માટે આપણે મરણભય ટાળવા માટે આપણી ભાષાને એ આગ્રહી સ્થિતિમાં અકડાઈ જવા દેવી નહિ એ મુખ્ય પ્રતિબંધક ઉપાય છે. પરંતુ સામે એ પણ સંભાળ રાખવાની જરૂર છે કે આપણી ભાષાનું જીવનબિમ્બક અન્તઃસ્વરૂપ તજી દઈને વિદેશી સ્વરૂપો અવિચારથી સંઘરવાં ન જોઈએ. નવીન ભાવનાદિક આસપાસ આવીને અનુપ્રાણન કરે તો તે વખતે ભાષાનાં ઇન્દ્રિયદ્વારો બંધ પણ ન રાખવાં; પરિવેષ્ટનોમાંનાં પ્રતિકૂલ હોય તે જોડે યુદ્ધ કરવું અને અનુકૂલ હોય તે જોડે આલિંગન કરી એનો પ્રાણ ભેળવી દેવો. આમ सर्वनाशे समुत्पन्ने अर्घे त्यजाति पण्डितः એ બોધનો સારો ઉપયોગ કરવો, મૂર્ખ પંડિતોએ કર્યો હતો તેવો નહિ.
ભાષાને મરણમાંથી બચાવવા માટે આ સામાન્ય ધોરણ બસ છે. અલબત્ત, પરમ અંતે તો મરણ સર્વનું છે જ; ભાષા, શાસ્ત્ર, સાહિત્ય ઇત્યાદિ સર્વનું. પરંતુ તે પ્રલયકાળના સમયના વિનાશ માટે ખેદ પણ નથી કરવાનો, અને તેટલા માટે દુનિયા ચાલે છે ત્યાં સુધી તો ભાષાના રક્ષણ માટે પ્રયાસ કરતાં અટકવાનું પણ કારણ નથી. એ પ્રયાસ કરતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે દેહ કરતાં મનોવ્યાપાર અધિક પ્રભાવવાળી વસ્તુ છે, અને મનોવ્યાપારના વિચારમય રૂપને પૂર્ણ બળમાં પ્રગટ કરવાનું સામર્થ્ય કોઈ પણ માનવભાષામાં નથી; ભાષા તે વિચારપ્રકટનનું આખરે અલ્પબળ સાધન છે; છતાં તે સાધનમાં આપણાથી બને તેટલું સામર્થ્ય પૂરવું એ આપણું લક્ષ્ય જોઈએ. બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે આ યુગમાં, જગતના દૂર દૂર દેશનાં સ્થળો વચ્ચે પરસ્પર ગાઢ વ્યવહારસંબંધના યુગમાં, કોઈ પણ છૂટક પ્રજા જગતનાં ચાલક બળો (‘વર્લ્ડ ફૉર્સીઝ’)થી અસ્પૃષ્ટ રહી શકશે નહિ, તેથી ભાષા ઉપર પણ એ વ્યાપક બળોની અસર પહોંચવાની જ. તેટલે અંશે ભાષાને બાહ્ય સંસ્કારોથી બચાવવાનો વ્યર્થ પ્રયાસ ન કરવો તે ખરું છે. તથાપિ ભાષાનું વ્યક્તિરૂપ સાચવવાનો પ્રયાસ તે આ તત્ત્વને બાધક નહીં બને. મેં અન્ય પ્રસંગે4 દર્શાવ્યું છે તે પ્રમાણે યુરોપખંડમાં પંદર વર્ષ ઉપરાંતથી દેશદેશની ભાષાનું સ્વતંત્ર સાહિત્યમય બંધારણ થવાનું વલણ શરૂ થયેલું છે અને એનું પ્રાબલ્ય ચાલુ છે; અને વિશ્વનાં ચાલક બળોની વ્યાપકતા, ઉપર કહી તે, ધ્યાનમાં રાખતાં એ બળનો પ્રભાવ આપણા દેશની પ્રાન્ત ભાષાઓ ઉપર પણ થવાનો, અર્થાત્ ભાષાનું વ્યક્તિસ્વરૂપ બાંધવું તથા વિકસાવવું એને પણ વિશ્વનાં ચાલક બળોમાં સ્થાન છે. આમ છતાં બીજાં ચાલક બળોની પ્રવૃત્તિ પણ ભેગભેગી થવાની; – જેવાં કે માનવજાતિમાં બંધુતા સાધનારાં, એકીકરણ કરનારાં, આત્મિક બળો. આ બળો ભાષાના વ્યક્તિવિકાસને પોષક થાય એમ સમન્વય સાધવો, અને ભાષાને પણ એ એકીકરણ સાધનારાં આત્મિક બળોનું સાધન બનાવવું, એ તો પરમોત્તમ સેવા ગણાશે.
ભાષાને મરણમાંથી બચાવવા માટે આ સામાન્ય ધોરણ બસ છે. અલબત્ત, પરમ અંતે તો મરણ સર્વનું છે જ; ભાષા, શાસ્ત્ર, સાહિત્ય ઇત્યાદિ સર્વનું. પરંતુ તે પ્રલયકાળના સમયના વિનાશ માટે ખેદ પણ નથી કરવાનો, અને તેટલા માટે દુનિયા ચાલે છે ત્યાં સુધી તો ભાષાના રક્ષણ માટે પ્રયાસ કરતાં અટકવાનું પણ કારણ નથી. એ પ્રયાસ કરતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે દેહ કરતાં મનોવ્યાપાર અધિક પ્રભાવવાળી વસ્તુ છે, અને મનોવ્યાપારના વિચારમય રૂપને પૂર્ણ બળમાં પ્રગટ કરવાનું સામર્થ્ય કોઈ પણ માનવભાષામાં નથી; ભાષા તે વિચારપ્રકટનનું આખરે અલ્પબળ સાધન છે; છતાં તે સાધનમાં આપણાથી બને તેટલું સામર્થ્ય પૂરવું એ આપણું લક્ષ્ય જોઈએ. બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે આ યુગમાં, જગતના દૂર દૂર દેશનાં સ્થળો વચ્ચે પરસ્પર ગાઢ વ્યવહારસંબંધના યુગમાં, કોઈ પણ છૂટક પ્રજા જગતનાં ચાલક બળો (‘વર્લ્ડ ફૉર્સીઝ’)થી અસ્પૃષ્ટ રહી શકશે નહિ, તેથી ભાષા ઉપર પણ એ વ્યાપક બળોની અસર પહોંચવાની જ. તેટલે અંશે ભાષાને બાહ્ય સંસ્કારોથી બચાવવાનો વ્યર્થ પ્રયાસ ન કરવો તે ખરું છે. તથાપિ ભાષાનું વ્યક્તિરૂપ સાચવવાનો પ્રયાસ તે આ તત્ત્વને બાધક નહીં બને. મેં અન્ય પ્રસંગે4 દર્શાવ્યું છે તે પ્રમાણે યુરોપખંડમાં પંદર વર્ષ ઉપરાંતથી દેશદેશની ભાષાનું સ્વતંત્ર સાહિત્યમય બંધારણ થવાનું વલણ શરૂ થયેલું છે અને એનું પ્રાબલ્ય ચાલુ છે; અને વિશ્વનાં ચાલક બળોની વ્યાપકતા, ઉપર કહી તે, ધ્યાનમાં રાખતાં એ બળનો પ્રભાવ આપણા દેશની પ્રાન્ત ભાષાઓ ઉપર પણ થવાનો, અર્થાત્ ભાષાનું વ્યક્તિસ્વરૂપ બાંધવું તથા વિકસાવવું એને પણ વિશ્વનાં ચાલક બળોમાં સ્થાન છે. આમ છતાં બીજાં ચાલક બળોની પ્રવૃત્તિ પણ ભેગભેગી થવાની; – જેવાં કે માનવજાતિમાં બંધુતા સાધનારાં, એકીકરણ કરનારાં, આત્મિક બળો. આ બળો ભાષાના વ્યક્તિવિકાસને પોષક થાય એમ સમન્વય સાધવો, અને ભાષાને પણ એ એકીકરણ સાધનારાં આત્મિક બળોનું સાધન બનાવવું, એ તો પરમોત્તમ સેવા ગણાશે.
<br>
<br>
<Center>'''ગુર્જર ભાષા તથા સાહિત્યનું ઇતિહાસદર્શન'''</Center>
આપણી ભાષા તથા સાહિત્યની વિશુદ્ધિ જાળવવાની સાથે એ બેને સમૃદ્ધ કરવાનું કર્તવ્ય આપણે શિર આવ્યું છે. એ બજાવવામાં ખરો માર્ગ જાણવા માટે એ બંનેની હાલની સ્થિતિ અને પૂર્વનો ઇતિહાસ સંક્ષેપમાં જોઈ જવાની કાંઈક જરૂર લાગે છે. આજ જે સ્થાને હું ઊભો છું તે સ્થાનના મારા પૂર્વાધિકારીઓમાંથી બે જણે આપણી ભાષા તથા સાહિત્યનું ઇતિહાસદર્શન વિદ્વત્તાથી અને વિશાલ દૃષ્ટિથી કાંઈક વિસ્તૃત રૂપે કર્યું છે એટલે એના એ પ્રદેશમાં સંચરણ કરવું હવે આવશ્યક કે ઇષ્ટ નથી. માત્ર એ ઇતિહાસદર્શનની પુરવણીરૂપે તેમ જ સ્વતંત્ર સંક્ષિપ્ત રેખાલેખનરૂપે હું થોડુંક કહી જઈશ.
<br>
<br>
<Center>'''ભાષા'''</Center>
પ્રથમ ભાષાનો ઇતિહાસ તથા સ્થિતિ લઈશું. આપણી ભાષા સંસ્કૃતમાંથી સર્વાંશે સાક્ષાત્ ઊતરી આવી નથી; વચલા ગાળામાં પ્રાકૃત, અપભ્રંશ ઇત્યાદિ ક્રમોમાં થઈને હાલનું સ્વરૂપ ઘડાયું છે; એ સ્વરૂપમાં संस्कृतसम, संस्कृतभव, અને संस्कृतभिन्न એ ત્રિવર્ગ શબ્દોના સમૂહ સમાયા છે, ઇત્યાદિ સત્યોથી વિદ્વાનો એટલા પરિચિત થઈ ગયા છે કે એ સર્વેની વિગતોમાં ઊતરવાની અને પુનરુક્તિ કરવાની કશી જરૂર નથી. માટે અપભ્રંશથી જ આપણા સિંહાવલોકનનો આરંભ કરીએ. અપભ્રંશ, મધ્યકાલીન અપભ્રંશ, અંતિમ અપભ્રંશ (અથવા જેને ડૉ. ટેસિટોરી ‘જૂની પશ્ચિમ રાજસ્થાની’ કહે છે તે), આરંભકાળની ગુજરાતી, મધ્ય ગુજરાતી, અને આધુનિક ગુજરાતી – એ ક્રમમાં આપણી ભાષાનો ઇતિહાસ ચાલ્યો આવેલો જણાય છે. આ સર્વ ભાષાક્રમોનાં સ્વરૂપદર્શક ઉદાહરણો તે તે કાળના સાહિત્યમાંથી ઉતારવાની જરૂર નથી. રા. કેશવલાલ ધ્રુવના બીજી સાહિત્યપરિષદ વખતના પ્રમુખપદથી કરેલા ભાષણમાં, તેમ જ અન્ય વિદ્વાનોના જુદા જુદા લેખોમાં એ પ્રકારનું સ્વરૂપદર્શન થઈ ચૂક્યું છે. તેથી આજ હું અન્ય માર્ગ પકડીશઃ તે તે સમયની ભાષાનાં ગુજરાતીના હાલ સુધીના વિકાસ જોડે નિકટ સંબંધ રાખનાર વાગ્વ્યાપારનાં લક્ષણદર્શી સ્વરૂપોનું સંક્ષિપ્ત દર્શન જ હું કરી જઈશ.
અપભ્રંશમાં પ્રવર્તતા મુખ્ય વાગ્વ્યાપારઃ
(૧) रકારનો (વિકલ્પે) લોપાભાવ;
આ તત્ત્વને લીધે સં. प्रकटમાંથી ગુજરાતીમાં ‘પ્રગટ’એ શબ્દ રકાર સહિત આવ્યો છે. (ટીપઃ ट નો ड અહીં નથી થયો તેટલે અંશે આ શબ્દ સાક્ષાત્ તદ્ભવ ગણવામાં બાધ આવશે, કેમ કે બીજાં રૂપાંતરો પ્રાકૃત અપભ્રંશ દ્વારા થયેલાં છે. તેથી ट નો ड ન થયો તે અપવાદસ્વરૂપ ગણવું ઠીક છે.) विक्रय – વકરો, आश्रय – આશરો એ પણ આ પ્રકારનાં ઉદાહરણો છે.
(૨) अभूतोडपि क्वचित् (‘સિ.હે.’, ૮–૪–૩૯૯) એ સૂત્રને આધારે रકારનો અકારણ ઉમેરો.
ઉદાહરણઃ સં. शाण, ગુજ. ‘સરાણ’ (श्राण એમ થઈ પછી વિશ્લેષ થઈ ‘સરાણ’);
સં. पक्ष – एक्खं – પખું – પ્રખું – પડખું;
સં. कोटि-कोडि5 – કોડ – કરોડ (દસ લાખથી દસ ગણી સંખ્યા;)
સં. तुष्टः – तृट्ठो – ત્રૂઠ્યો;
(ટીપઃ આ र કારનો ઉમેરો અકારણ તો ખરો જ, પરંતુ કાંઈક સંસ્કૃતનો ભાસ આપવાનો લોભ એ પણ પ્રવર્તક કારણ હોય; એક દક્ષણી પાઘડી બાંધેલા ગુજરાતી પુરુષને પૂછ્યું કે તમે આવી પાઘડી કેમ બાંધી છે? તો ઉત્તર મળ્યો – “હમે અસલથી જ દ્રક્ષણી પાઘડી બાંધીએ છીએ.” આ ખરી બનેલી વાત પછી, પેલા ગામડાનો અભણ બ્રાહ્મણ સાસુ આગળ સંસ્કૃત ભણ્યાનો ડોળ બતાવવાને બોલ્યો હતો કે – “પ્રેલી ખ્રીંટિયેથી અબ્રોટિયું લ્રાવો.” તે બનાવટી ઉપહાસવાર્તાનું પ્રયોજન રહેતું નથી.)
(ક) (અનાદિ અસંયુક્ત) क નો ग
સં. प्रकटનું પ્રગટ; प्रकरण પગરણ; मुकुटનું મુગટ; द्यूतकारનું જુગાર; रत्नाकरનું રતનાગર; व्यक्तिનું વિગત; ઇત્યાદિ.
(૪) लिड्गमतन्त्रम् (‘સિ.હે.’, ૮–૪–૪૪૫) એ સૂત્રની પ્રવૃત્તિ ગુજરાતીમાં બહુ થાય છેઃ मित्रं, उत्तरं, पत्रं, मुकुंटं ઇત્યાદિ નપુંસકલિંગના ગુજરાતીમાં મિત્ર, ઉત્તર, પત્ર, મુગટ ઇત્યાદિ પુંલિંગ શબ્દો થયા છે; વૃક્ષ સંસ્કૃતમાં પુંલિંગ તે ગુજરાતીમાં નપુંસકલિંગ છે; ‘પાંખ’ સ્ત્રીલિંગનું સંસ્કૃત મૂળ पक्ष પુંલિંગ છે; ‘આંખ’ સ્ત્રીલિંગનું સંસ્કૃતમાં મૂળ अक्षि નપુંસકલિંગ છે; ઇત્યાદિ ઇત્યાદિ.
(૫) क પ્રત્યયનો બહુ છૂટથી ઉપયોગ; એમાં –
(क) क નો લોપ; અને આ क પ્રત્યયને યોગે તથા લોપ થતાં પુંલિંગના શબ્દો (પ્રથમા એકવચનના રૂપના) ને અંતે अउ અને નપુંસકમાં अउं;
(ख) આ क પ્રત્યય ન લાગે ત્યારે પુંલિંગ શબ્દોને અન્તે उ અને નપુંસકને અન્તે પણ उ; (‘સિં.હે.’, ૮–૪–૩૩૧ – ને આધારે અંતે उ અને ૮–૪–૩૫૪ને આધારે उ થાય છે.)
(ग) આ क પ્રત્યયનો ઉમેરો કેવળ યદૃચ્છામૂલક ન હોઈ સ્વરભાર (‘એક્સંટ’)ને અનુસરીને એનું અસ્તિત્વ અથવા અભાવ જણાય છે; અંતોદાત્ત શબ્દોને क પ્રત્યય લાગતો, અને બીજાને નહિ;
(घ) આ સ્થિતિને પરિણામે ગુજરાતીમાં પુંલિંગમાં ઓકારાન્ત તેમ જ અકારાન્ત શબ્દો નજરે પડે છે, તેમ જ નપુંસલિંગમાં ઉકારાન્ત તેમ જ અકારાન્ત શબ્દો જોઈએ છીએ – એ દ્વિધા સ્થિતિનું સમાધાન મળે છે.
ઉદાહરણઃ
પુલિંગ નપુંસકલિંગ
घोटकः घोडउ ઘોડો; मृतकं मडउं મડું;
धवलकः धवलउ ધોળો; भाजनकं भाणउं ભાણું;
पादकः पायउ પાયો; अंगनकं अंगणउं આંગણું;
मर्कटकः भक्कडउ માંકડો
शब्दः सद्दु સાદ; नयनं नयणु નૅણ;
मत्कुणः मक्कुणु માંકણ; वचनं वयणु વૅણ;
गृहं घऱु ઘર;
दुग्घं दुद्धु દૂધ
આ શિવાય કાનો, કાન (સં. कर्ण;) ગાભો, ગાભ (સં. गर्भः) દાંતો, દાંત (સં. दन्तः); વાંસો, વાંસ (સં. वंशः) ઇત્યાદિ વૈકલ્પિક રૂપો ભિન્નર્થ પ્રસંગે થાય છે. ત્યાં અર્થભેદ સ્વરભારનો ભેદ હશે એમ કલ્પના ઉપસ્થિત થઈ શકે એમ છે.
આ સ્વરૂપ વિશે સવિસ્તર ચર્ચા મેં “ગુજરાતી ભાષાનું બંધારણ” એ વિષયના લેખમાં કરેલી છે. (‘વસંત’, સંવત ૧૯૬૯, ચૈત્ર તથા જયેષ્ઠ, પૃષ્ઠ ૧૩૪–૧૩૬ તથા ૨૪૧–૨૪૭ જુવો.)
(૬) अम्हारउ, महारउ, ઇત્યાદિ અપભ્રંશનાં રૂપો; कांई, कवण ઇત્યાદિ આદેશો; विना નું विणु રૂપ; ઇત્યાદિ અપભ્રંશનાં અનેક રૂપો ગુજરાતીના હાલના શબ્દો જોડે નિકટ સંબંધી છે.
અપભ્રંશ પછીના અર્થાત્ મધ્યકાલીન અપભ્રંશનાં તથા અન્તિમ અપભ્રંશના ભાષાવિકાસનાં વિશિષ્ટ લક્ષણો જોઈએઃ
(૧) સંયુક્ત વ્યંજનમાંનો એક લુપ્ત થઈ પૂર્વ સ્વરનું દીર્ઘ થવું;
ઉદાહરણઃ कम्म–કામ; सप्प–સાપ; तिक्खं–તીખું; पुत्त–પૂત, ઇત્યાદિ. ‘પ્રબન્ધચિન્તામણિ’ (વિ.સં. ૧૩૬૧)માં જે જે નમૂના દેખાય છે તે ભાષા આશરે સૈકા પૂર્વની રા. કેશવલાલ ગણે છે. તો વિ.સં.ના ૧૩મા સૈકામાં હજી સંયુક્ત યથાવત્ રહેલો નજરે પડે છે. तुट्टि, सक्कर, मक्कड, तिक्खा, हत्थ ઇત્યાદિ રૂપો એમાં હજી છે.
વિ.સં.ના ૧૪મા–૧૫મા સૈકામાં આ સ્થિતિ બદલાઈ ઉપર કહેલો રૂપવિકાર નજરે પડે છે. ‘મુગ્ધાવબોધઔક્તિક’ (વિ.સં. ૧૪૫૦)માં ‘નીચાઈ’, ‘પાધરી’ ઇત્યાદિ શબ્દો જોઈએ છીએ; ‘વસંતવિલાસ’ (વિ.સં. ૧૫૦૮)માં मूकए, चूकए, दीठउ, लगी એ રૂપો દેખીએ છીએ; ‘કાન્હડદેપ્રબન્ધ’ (સં. ૧૫૧૨)માં વાત, સાપ, લાગ, માગ એમ શબ્દો જોઈએ છીએ.
ડૉક્ટર ટેસિટોરી કહે છે કે આ રૂપાંતર ઈસવીસનના ૧૪મા સૈકા (વિ.સં. ૧૩૪૪થી પૂર્ણ થતા સૈકા)ની બહુ પૂર્વથી શરૂ થયું હતું. कहिज्जइ, भणिज्जइ ને બદલે कहीजे, भणीजे એ રૂપો ‘પ્રાકૃતપિંગલ’ નામના ગ્રંથમાં દેખા દે છે. પરંતુ એ જ પંડિત બતાવે છે તેમ ‘પ્રાકૃતપિંગલ’ની ભાષાનો સંબંધ જૂની પશ્ચિમ રાજસ્થાની જોડે તો આડકતરો જ છે. એટલે ગુજરાતીની પૂર્વજ ભાષાઓમાં કદાચ આ રૂપાંતર કાંઈક મોડું થયું સંભવે, કેમ કે ‘પ્રાકૃતપિંગલ’ની ભાષાનો સમય ડૉ. ટેસિટોરી ઈ.સ.ના ૧૦માથી ૧૨મા સૈકામાં મૂકે છે; અને આપણે ‘પ્રબન્ધચિન્તામણિ’માં પ્રતિબિંબિત થયેલી વિ.સં.ના ૧૩મા સૈકાની ભાષામાં તો સંયુક્ત વ્યંજન કાયમ દીઠો છે. આટલી વિશિષ્ટતા રાખીને કહેવાને બાધ નથી કે આ રૂપાંતર અપભ્રંશ અને પ્રાચીન પશ્ચિમ રાજસ્થાનીના વચગાળામાં બહુ વહેલું થયેલું એમાં શક નહિ; વિ.સં.ના ૧૪મા સૈકામાં તો એ થઈ ચૂકેલું હોવાનો સંભવ ઉપર આપણે દીઠો છે. ડૉ. ટેસિટોરી પણ જે ઉદાહરણો આપે છે તે ઈ.સ. ૧૫૦૦થી ૧૬૦૦ (વિ.સં. ૧૫૫૬થી ૧૬૫૬)ની અંદરના ગ્રંથોમાંથી આપે છે.
(૨) ઉપરના રૂપાંતરને મળતું જ બીજું રૂપાંતર અનુસ્વારની શિથિલતા અને પૂર્વ સ્વરની દીર્ઘતાનું છે. ઉદાહરણઃ वंकं–વાકું; संझा–સાંઝ; दंत–દાંત; सिंचइ–સીંચે; मुंडइ–મૂંડે; ઇત્યાદિ.
આ રૂપાંતરની સમયમર્યાદા ઉપર કહેલા સંયુક્તલોપની સાથે સાથે જ છે. સં. ૧૪૫૦નું ‘મુગ્ધાવબોધ’ वांकुडी ઉક્તિ કહે છે, સં. ૧૫૦૮નું ‘વસંતવિલાસ’ वांकुडी શબ્દ પ્રયોજે છે. (આ ગ્રંથોની ભાષા પોતાની રચ્યાસાલ કરતાં પચાસ–સો વર્ષ પૂર્વની સ્થિતિ દર્શાવે છે એ ધોરણે જ ચાલીએ છીએ.)
(૩) અસ્વરિત પ્રથમ શ્રુતિનો લોપઃ
ઉદાહરણઃ उपविशति – उवचिसइ – उवइसइ – वइसइ – बइसइ – બેસે.
(ટીપઃ શાસ્ત્રી વ્રજલાલે તેમ જ કેટલાક આધુનિક વિદ્વાનોએ विशति ઉપરથી ‘બેસે’ એમ વ્યુત્પત્તિ કાઢી છે તે આ પૃથક્કરણ જોયા પછી ત્યાજ્ય ગણાશે એમ આશા છે.)
अपत्यं – अवच्चं – वच्चं – બચ્ચું;
अस्ति – अच्छइ6 - अछइ – છઈ – છે;
अन्यत् – अण्णं – अनइ – नइ – ને;
अरघट्टः – अरहट्टो – રહેંટ;
ઇત્યાદિ.
વિ.સં. ૧૩૪૮માંના બામનેરા (રજપૂતાના)માંના એક શિલાલેખમાં अरहड શબ્દ (‘રહેંટવાળો કૂવો’ એ અર્થમાં) છે.7 તે ઉપરથી કદાચ જણાય કે આ વિકાર એ સમયમાં હજી પ્રવૃત્ત થયો નહિ હોય. વિ.સં. ૧૪૦૦ની પછી આ લોપ પ્રગટ થાય છે. મેરુસુંદરના ‘પુષ્પમાળ-પ્રકરણ’ (પ્રતસાલ સં. ૧૫૨૯ એટલે રચ્યાસાલ ૧૪૦૦ ને ૧૫૦૦ની વચ્ચે સંભવે) પુસ્તકમાં ‘બઈઠું’ રૂપ નજરે પડે છે.
‘મુગ્ધાવબોધઔકિતક’ (સં. ૧૪૫૦)માં ‘છઈ’ તેમજ ‘અનઈ’ એ રૂપો છે;
‘વસંતવિલાસ’ (સં.૧૫૦૮)માં ‘બઈઠ’ રૂપ છે;
‘કાન્હડદેપ્રબંધ’ (સં.૧૫૫૨)માં ‘છઇ’ તેમ ‘અછઇ’, ‘નઈ’ તેમ જ ‘અનઇ’ તથા ‘બઈસઈ’ એ રૂપો છે;
કર્મણમંત્રીકૃત ‘સીતાહરણ’માં ‘નઇ’ રૂપ (=અનઈ) છે.
આમ આ અસ્વરિત પ્રથમ શ્રુતિનો લોપ વિ.સં. ૧૪૫૦ની પૂર્વે શરૂ થઈ ચૂકેલો તે પછી ચાલ્યો આવ્યો છે.
મરાઠીમાં સંસ્કૃત उपरिનું પ્રાકૃત उवरि દ્વારા वर થયેલું છે તે પ્રાચીન મરાઠીમાં પણ वर અથવા वरिं જ માલૂમ પડે છે; તેથી લાગે છે કે આ પ્રથમશ્રુતિલોપનું તત્ત્વ મરાઠીના આરંભ કરતાં પ્રાચીન હોય. પરંતુ આ માટે વધારે અન્વેષણની જરૂર છે.
(૪) ‘છે’ (પ્રાચીન ‘છઇ’) એનો સ્વતંત્ર ક્રિયાપદ મટી ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ;
વ્રજલાલ શાસ્ત્રી કહે છે8 કે સંવત ૧૪૦૦ના સૈકા પછી ગુર્જર ભાષામાં આ સ્વરૂપ પેઠું છે, તે પૂર્વે નજરે પડતું નથી. करोतिનું અપભ્રંશ करइ થયું તેમાં વર્તમાનકાળનો ભાવ પૂર્ણ બળથી બતાવવાની શક્તિ કાલક્રમે જતી રહી ને વધારાનું ‘છઈ’ (છે) ઉમેરાઈ ‘કરઈ છઈ’ એમ પ્રચાર થયો, તે હાલ તો સર્વત્ર વ્યાપે છે.
આ સ્વરૂપ વિ.સં. ૧૪૦૦ પછી બહુ મોડું પ્રવેશ પામ્યું હશે એમ લાગે છે. ભાલણ (વિ.સં. ૧૪૯૫ પછીનો અર્થાત્ ૧૫૦૦ પછીનો કવિ) ‘દીસિછિ’ રૂપ (‘કાદમ્બરી’માં) વાપરતો જણાય છેઃ ‘કાન્હડદેપ્રબંધ’ ઇત્યાદિક વિ.સં. ૧૫૦૦ની આસપાસના ગ્રંથોમાં ‘છઈ’નો ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ નજરે પડતો નથી. વિ.સં. ૧૭૦૦ પછી એ ઉપયોગ વિશેષ જણાય છે. આ વિષે વધારે ધીરજથી તપાસ કરીને પછી નિશ્ચિતતા થાય. પરંતુ એટલું તો ખરું કે વિ.સં. ૧૫૦૦ની પણ પછી આ પ્રકાર ચાલુ થયેલો.
હવે અંતિમ અપભ્રંશ પછીના સમયની ભાષાનાં મુખ્ય વિશેષક સ્વરૂપો જોઈએઃ
(૧) ‘અઇ’ અને ‘અઉ’ એ વિશ્લિષ્ટ સ્વરોનાં જોડકાંનું ‘એ’ અને ‘ઓ’માં રૂપાંતર;
ઉદાહરણઃ ‘કરઇ’નું ‘કરે’, ‘ઘોડઉ’ નું ‘ઘોડો’ ઇત્યાદિ.
ગુજરાતી ભાષાની ઉત્પત્તિ શોધનારને તરત જણાશે કે આ ‘અઇ’ – ‘અઉ’ વાળાં રૂપ બહુ જ લાંબા કાળ સુધી ટકી રહી છેક સંવત ૧૭૦૦ સુધી ચાલ્યાં આવ્યાં હતાં; અને તે પછી પણ ‘ઇ’ – ‘ઉ’ એમ રૂપ લાંબો વખત સુધી રહ્યાં. સંવત ૧૭૫૦ પછી ‘એ’ અને ‘ઓ’ એ રૂપાંતર થયેલાં લાગે છે.
સંવત ૧૫૯૯માં લખાયેલા અમદાવાદના ‘ગ્રહણકપત્ર’ (ઘરેણાખત)માં ‘એણઈ’, ‘છોડવઈ’, ‘છુટઈ’, ઇત્યાદિ સંખ્યાબન્ધ રૂપો ‘અઇ’ જેવા વિશ્લેષ્ટ સ્વરોનો પ્રચાર ત્યાં સુધી ચાલુ હોવાની સાક્ષી પૂરે છે; જો કે સંવત ૧૫૮૨નો “સ્વપ્નાધ્યાય”, ‘બિશિ’, ‘પાલીઇ’, ‘ઊપજિ’, ‘તરિ’, ‘આવિ’ ઇત્યાદિમાં ઇકારમાં રૂપાંતર થયાની ક્રિયા પણ શરૂ થયેલી સૂચવે છે. સંવત ૧૬૦૦ પછીના દસ્તાવેજો વગેરે ‘માથિ’, ‘છિ’, ‘બિશિ’ ઇત્યાદિ રૂપોથી અંકિત છે; સંવત ૧૭૨૮ના દસ્તાવેજમાં પણ ‘બિશિ’ રૂપ છે. સંવત ૧૭૫૦ પછી લખાયેલા ગ્રંથોમાં9 ‘ચિંતવે’, ‘કહેશે’, ‘દેશતણા’, ‘તેને’, ‘તેનો’, ‘કરર્યો’, ‘કરે’ ઇત્યાદિ રૂપો લહિયાઓએ કરેલું ભાષાનું રૂપાંતર સૂચવવાની સાથે એ પણ સૂચવે છે કે તે સમયમાં ‘અઇ’ – ‘અઉ’ને બદલે ‘એ’ – ‘ઓ’ એમ રૂપ રૂઢ થઈ ગયેલાં. માટે સંવત ૧૭૫૦ની સાલની મર્યાદા આ રૂપાંતર માટે રાખવાને બાધ નથી.
‘અઇ’–‘અઉ’ અને ‘એ’–‘ઓ’ એ રૂપોની વચ્ચેનો અવાન્તર ક્રમ ‘ઇ’–‘ઉ’ નથી; ‘કરઇ’ અને ‘કરે’ – એ રૂપોની વચ્ચે ‘કરિ’એ રૂપ નથી; વાગ્વ્યાપારની દૃષ્ટિએ તો નથી જ. તે દૃષ્ટિએ તો ‘અય્’ – ‘અવ્’ એ ક્રમ આવે છે, જે વિશે મેં અન્યત્ર ચર્ચા કરી છે (‘ધી ઇન્ડિઅન એન્ટીક્વેરી’, જાન્યુઆરી ૧૯૧૫, પાન. ૧૭-૧૯). પરંતુ સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિએ પણ ‘કરિ’–‘બિશિ’ એ નમૂનાને વચલો ક્રમ માનતાં અચકાવું પડે એમ છે. કેમ કે વાગ્વ્યાપારદૃષ્ટિએ જોતાં ‘એ’–‘ઓ’ તે આ ‘અઇ’ ‘અઉ’ ઉપરથી જ (‘અય્’–‘અવ્’ દ્વારા) આવે. આ કારણથી લાગે છે કે ‘અઇ’ – ‘અઉ’ રૂપ ‘ઇ’-‘ઉ’ ના સમયમાં પણ છેક વિલુપ્ત ન થતાં સામાન્તર અથવા આગળપાછળ ચાલતાં હોવાં જોઈએ. આ વિશે તે સમયનાં લખાણોમાં હજી વિશેષ તપાસની જરૂર છે. પરંતુ ઉપર દર્શાવેલા તત્ત્વને બાધ આવવાનો ભય રાખવાનું કારણ નથી.
(૨) અનન્ત્ય હસ્વ ‘ઇ’ – ‘ઉ’ નું અકારમાં રૂપાંતર;
ઉદાહરણઃ ‘વિણુ’નું ‘વણ’ (=વિના); ‘ચિણઇ’નું ‘ચણે’, ‘લુણઇ’નું ‘લણે’, ‘તિલ’નું ‘તલ’, ‘લિખઇ’નું ‘લખે’, ‘મિલઇ’નું ‘મળે’ ઇત્યાદિ.
આ રૂપાંતર માટે પણ ઉપરના રૂપાંતરની સમયમર્યાદા – વિ.સ. ૧૭૫૦ અને તે પછીની ઠરાવી શકાય એમ છે. સં. ૧૭૦૦ પછીના સમયમાં પણ ‘ઇ’–‘ઉ’ નજરે પડે છે. સં. ૧૭૩૨માં રચાયેલા ‘પાણ્ડવાશ્વમેધ’નો કર્તા પોતાનું નામ ‘તુલસી’ કરીને લખે છે.
[ટીપઃ મરાઠીમાં હજી સુધી પણ આ વિકાર નથી; એ ભાષામાં તો ‘તલ’ને બદલે तिळ (तीळ) ઇત્યાદિ જ છે.10 આ કારણથી, આ તુલસીદાસનું તલસીદાસ, મુકુન્દજીનું મકનજી, શિવજીનું શવજી જેવાં રૂપોને આગળ ધરીને गुर्जराणां मुखं भ्रष्टं શ્લોક ગુજરાતી ભાષાનો ઉપહાસ કરવા માટે કોક મહારાષ્ટ્રવાસીએ ઘડેલો રૂઢિપ્રવાહમાં આરૂઢ થઈ પ્રાચીનતાનો ખોટો ભાસ આપનારો થયો છે. ઇકાર ઉકારના આ રૂપાંતરનો વ્યાપાર ગુજરાતીમાં હાલ પણ વિશેષનામમાં તો અસંસ્કારી વર્ગમાં નજરે પડે છે, અને વિચાર-ગુલાબ, ઇત્યાદિને બદલે વચાર-ગુલાબ, ઇત્યાદિ પણ તે જ વર્ગના પ્રયોગો છે, વળી રૂઢશિષ્ટ ગુજરાતીમાં ચણવું, તલ, ઇત્યાદિ રૂપો પણ સંવત ૧૭૫૦ની પૂર્વે જડે એમ નથી, આ સર્વ વિચારતાં ગુર્જરોનું મુખ ભ્રષ્ટ થયાનો ઉપહાસ પાછલાં દોઢસો વર્ષની બહુ અંદર જ પ્રગટ થયેલો ગણાશે, કેમ કે એ રૂપો બહુ રૂઢ થઈ જાય તે પછી ઉપહાસનો વિષય બને, અને તેમ થવાને પચાસ વર્ષ તો જોઈએ.]
આ શિવાય બીજાં સ્વરૂપો પણ છે, તે ડૉક્ટર ટેસિટોરીએ બતાવ્યાં છે.11 તેમાં ત્રણ ધ્યાન ખેંચનારાં છેઃ
(૩) ‘સ’નો ‘ઇ’ અથવા ‘ય્’ના સંપર્કથી શકાર, ઉદાઃ બેશીને (‘બેસ્’+‘ઈ’ને), ઇત્યાદિ;
(૪) ‘લ’ નો ‘ળ’, મળવું, દળવું, ઇત્યાદિ.
(૫) સહ્યભેદના ‘ઇયઇ’ને બદલે ‘આય’ પ્રત્યય; ‘કરિયઇ’ને બદલે ‘કરાય’
(૩) ‘બિશિ’ જેવાં રૂપ સંવત ૧૫૫૭માં (‘ભુવનદીપક’ ના ભાષાન્તરમાં) નજરે પડે છે, પણ તેમાં સાથે સાથે ‘જોસી’ પણ છે. સ્થિરતા પામીને ‘સ’ નો ‘શ’ થયાનો સમય તો સંવત ૧૭૫૦ પછી જ ગણી શકાશે.
(૪) ‘લ’ નો ‘ળ’ બોલતા છતાં ’ળ’ એ સ્થિતિ છેક પાછલાં પચાસ વર્ષ ઉપર સુધી હતી, તેથી ળકાર ઉચ્ચારનો આરમ્ભ ગુજરાતીમાં ક્યારે થયો તે કહેવું કઠણ છે. હેમચન્દ્રે ‘लोळ’ એમ સૂત્ર પૈશાચી ભાષા માટે આપ્યું છે. તે અહીં કામ નહિ આવે. એમ તો વૈદિક સંસ્કૃતમાં પણ ळ હતો. ડૉ. ટેસિટોરી તર્ક કરે છે કે ળકારનો પ્રચાર પ્રાચીન પશ્ચિમ રાજસ્થાનીના જૂના આરમ્ભકાળમાંથી શરૂ થયો હશે. તો પછી આ સ્વરૂપ ગુજરાતીને જૂની પ્રાચીન રાજસ્થાનીમાંથી પૃથક્ પાડવાનું લક્ષણ કહેવાશે નહિ. પરંતુ હાલની મારવાડીમાં ળકાર નથી પણ લકાર ઉચ્ચાર છે, અને હાલની ગુજરાતીમાં ળકાર ઉચ્ચાર છે, તે જોતાં, ળકારનો આરમ્ભ મોડો જ મૂકવો યોગ્ય લાગે છે. ડૉ. ટેસિટોરીના તર્કને માટે આધાર શો હશે તે ખબર નથી પડતી.
આ જરાક અણધાર્યા લંબાણવાળા સ્વરૂપદર્શન ઉપરથી ગુજરાતી ભાષાના વિકાસક્રમની સમયરેખા નીચે પ્રમાણે આંકી શકાશેઃ
[અપભ્રંશ – વિ.સં. ૯૫૦ સુધી.]
મધ્યકાલીન અપભ્રંશ – વિ.સં. ૧૩મા સૈકા સુધી;
અન્તિમ અપભ્રંશ (=ડૉ. ટેસિટોરીની જૂની પશ્ચિમ રાજસ્થાની) — વિ.સં.ના ૧૩મા સૈકાથી સં. ૧૫૫૦ સુધી;
આરમ્ભ કાળની ગુજરાતી – સં. ૧૫૫૦થી સં. ૧૬૫૦ સુધી;
મધ્ય ગુજરાતી – સં. ૧૬૫૦થી ૧૭૫૦ સુધી.
આધુનિક ગુજરાતી – સં. ૧૭૫૦ પછી.
આ સમયરેખાઓ દૃઢ મર્યાદાથી આંકેલી નથી એ કહેવાની જરૂર જ નથી; કેમ કે સુજ્ઞોને વિદિત જ છે કે ભાષાની પ્રવાહને વચમાં ભીંતો બાંધીને ગોઠવાય નહિ; એમાં તો એક સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં સંક્રમણ પ્રકૃતિના જીવવ્યાપારને અનુકૂળ રીતે અણદીઠું થયે જાય છે, અને તેથી કરીને એક સમયનાં સ્વરૂપો ક્વચિત્ અન્ય સમયમાં પણ કેટલોક કાળ થોભી રહેતાં, રઝળતાં નજરે પડે છે.
બીજી એક વાત ધ્યાન ખેંચનારી છે. આધુનિક ગુજરાતી સ્થિરતા પામી તે પૂર્વના સમયમાં ભાષાના શબ્દોનાં રૂપો અન્તર્ગત બંધારણમાં નવા નવા વિકાર પામતાં હતાં, અને તે સમય સુધી ભાષાનો સ્વરૂપવિકાસ અન્તર્ગત બંધારણનો હતો એ સ્થિતિ આધુનિક ગુજરાતીના સમય પછી બદલાઈ છે. હવે અન્તર્ગત બંધારણમાં ફેરફારનો પ્રસંગ નથી. (ઉચ્ચારાનુસાર જોડણી પ્રમાણે લખવાની પદ્ધતિથી ભ્રમમાં પડવાનું કારણ નથી, કેમ કે વસ્તુતઃ ઉચ્ચારસ્વરૂપ તો ભાષામાં છે જ, અને પ્રાચીન સમયમાં ઉચ્ચાર અને આકાર વચ્ચે ભેદ રાખવામાં આવતો નહોતો.) હવે તો નવા શબ્દો અન્ય ભાષામાંથી આણવાનો, નવા વિચારને પ્રતિબિમ્બ આપવાને સમર્થ શબ્દો યોજવાનો, નવી વાક્યઘટનાનાં સ્વરૂપો ઉપજાવવાનો સમય છે. અર્થાત્ ભાષાના શબ્દોનું બંધારણ તો સ્થિરતા પામ્યું લાગે છે. પ્રાચીન અને આધુનિક સ્થિતિ વચ્ચે આ ભેદનાં અનેક કારણો છે. પ્રાચીન સમયમાં દેશમાં રાજકીય ફેરફારો અનેક હતા; લખવાની, છાપવાની, સાહિત્ય પ્રચારવાની, અનુકૂળતાઓ નહોતી; લોકોના ઉચ્ચાર ઉપર અંકુશમાં હાલના જેટલાં સાધનો નહોતાં; ઇત્યાદિ અનેક બળોના સંકુલ વ્યાપારનું ફળ શબ્દોના અન્તર્ગત બંધારણમાં ફેરફાર થવામાં પ્રગટ થતું હતું. હાલ તે સ્થિતિ નથી. એટલે શબ્દસ્વરૂપો તો સ્થિરતા પામી ચૂકયાં છે એમ કહી શકાય ખરું.
હાલની સ્થિતિમાં તો બીજો ક્ષોભકર પ્રકાર પેઠો છે. એ પ્રકારના પરિણામમાં આધુનિક ગુજરાતી ખદખદતા ખીચડા જેવી બની છે; શબ્દના આન્તર સ્વરૂપમાં નહિ પણ શબ્દસમૃદ્ધિમાં અને કાંઈક અંશે વ્યાકરણસ્વરૂપમાં સંસ્કૃતમય ગુજરાતીનો મોહ, પારસી ગુજરાતીના અને મુંબાઈની ખીચડિયા ભાષાના અનિષ્ટ અંશનો આદર, ઇત્યાદિ પ્રકારોને લીધે ભાષાની વિશુદ્ધિને ક્ષોભકર સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એ સ્થિતિને સારે માર્ગે શી રીતે દોરવી તે પરિષદનું એક ચિન્તનકાર્ય છે.
26,604

edits

Navigation menu