26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 125: | Line 125: | ||
માટે કાલાનુસાર આપણી ભાષાની સમૃદ્ધિ વધારવા માટે યોગ્ય મર્યાદામાં (ભાષાનું વ્યક્તિત્વ જાળવી રાખીને) ઉદારભાવથી શબ્દો, વચનો, વિચારો, ઇત્યાદિના ઉમેરાથી, અને સાહિત્યની સમૃદ્ધિ નવીન ભાવનાઓના યોગ્ય ઉમેરાથી–જે રીતે થાય તે તરફ આપણી પ્રયાસપ્રવૃત્તિ થવાની જરૂર છે. અલબત્ત્ત, આ ભાવનાઓ આપણા વ્યક્તિજીવનમાં તેમ જ પ્રજાજીવનમાં સ્વભાવસિદ્ધ જેવી બની હશે તો જ પરિણામી સાહિત્ય સજીવ, સત્ય, અને સમર્થ થશે. કવિતા લખનાર કવિ જે ભાવનાને પોતાની કૃતિમાં મૂર્ત રૂપ આપે છે, તે ભાવના તરફ કવિને અંતઃકરણમાંથી શ્રદ્ધા, પૂજ્યભાવ હોય તો એની કવિતા અકૃત્રિમ અને સત્ય ભાવવાળી થશે. અને એ સત્ય ભાવના ગુણ માટે તે તે ભાવના તરફની શ્રદ્ધા આત્મબલિદાનની પણ માગણી કરે છે. ઉદાહરણ તરીકે, દેવસેવાની ભાવના લ્યો. એ ભાવના માટે જ્યાં સુધી આત્મબલિદાનની તત્પરતા નહિ હોય ત્યાં સુધી એ ભાવનાના તરફ ખરી શ્રદ્ધાની ખામી જ રહેશે, અને ત્યાં સુધી એ ભાવનાનું સાહિત્ય કૃત્રિમ અને સત્યભાવ વિનાનું, નિર્જીવ, દામ્ભિક બનશે. | માટે કાલાનુસાર આપણી ભાષાની સમૃદ્ધિ વધારવા માટે યોગ્ય મર્યાદામાં (ભાષાનું વ્યક્તિત્વ જાળવી રાખીને) ઉદારભાવથી શબ્દો, વચનો, વિચારો, ઇત્યાદિના ઉમેરાથી, અને સાહિત્યની સમૃદ્ધિ નવીન ભાવનાઓના યોગ્ય ઉમેરાથી–જે રીતે થાય તે તરફ આપણી પ્રયાસપ્રવૃત્તિ થવાની જરૂર છે. અલબત્ત્ત, આ ભાવનાઓ આપણા વ્યક્તિજીવનમાં તેમ જ પ્રજાજીવનમાં સ્વભાવસિદ્ધ જેવી બની હશે તો જ પરિણામી સાહિત્ય સજીવ, સત્ય, અને સમર્થ થશે. કવિતા લખનાર કવિ જે ભાવનાને પોતાની કૃતિમાં મૂર્ત રૂપ આપે છે, તે ભાવના તરફ કવિને અંતઃકરણમાંથી શ્રદ્ધા, પૂજ્યભાવ હોય તો એની કવિતા અકૃત્રિમ અને સત્ય ભાવવાળી થશે. અને એ સત્ય ભાવના ગુણ માટે તે તે ભાવના તરફની શ્રદ્ધા આત્મબલિદાનની પણ માગણી કરે છે. ઉદાહરણ તરીકે, દેવસેવાની ભાવના લ્યો. એ ભાવના માટે જ્યાં સુધી આત્મબલિદાનની તત્પરતા નહિ હોય ત્યાં સુધી એ ભાવનાના તરફ ખરી શ્રદ્ધાની ખામી જ રહેશે, અને ત્યાં સુધી એ ભાવનાનું સાહિત્ય કૃત્રિમ અને સત્યભાવ વિનાનું, નિર્જીવ, દામ્ભિક બનશે. | ||
ભાષાસમૃદ્ધિ વધારવા માટે ઉદાસ ભાવ રાખી સર્વ સ્થળેથી શબ્દાદિકનો સ્વીકાર કરવો એ પક્ષને મર્યાદાની જરૂર તો છે જ: સર્વસ્વીકારની પદ્ધતિ એવી પણ ન થવી જોઈએ કે ભાષાની વિશુદ્ધિને હાનિ પહોંચે. ‘મોકલી આપવું’, ‘શું ચિન્તા’ ઇત્યાદિ દૂષિત પ્રયોગોને માટે, તેમ જ અંગ્રેજી ભાષારૂઢિના તરજૂમિયા ઉતારા, અંગ્રેજી વાક્યરચનાની કઢંગી નકલો, ઇત્યાદિ માટે, ભાષાના જીવનતત્ત્વની દૃષ્ટિએ જોતાં, કશો પણ બચાવ નથી. આવા પ્રયોગોની અશુદ્ધિનું બીજ તપાસવા જઈશું તો જણાશે કે પ્રજાજીવન સાથે વિરોધ એમાં કોઈ ને કોઈ રૂપે સમાયેલો હોય છે. પ્રજાજીવનમાંથી જે પ્રયોગો સ્વાભાવિક વિકાસક્રિયાથી પ્રગટ થતા નથી તે ભાષાની વિશુદ્ધિને ક્ષતિકર બને છે. અંગ્રેજીમાં ‘a storm in a tea-cup’ એ કહેવત છે તેના પ્રતિબિંબરૂપે આપણી ભાષામાં કોઈ કહેવત ન જડે તે માટે “ચાના પ્યાલામાં તોફાન” એમ કહેવત ઘડી કાઢીશું તો તે પ્રજાજીવનનું પ્રતિબિમ્બ તો નહિ જ બને એ જ રીતે ગુજરાતી કહેવત “સો દહાડા વહુના” એનું અંગ્રેજીમાં રૂપાન્તર કરવા જતાં તેવી જ વિફલતા થવાની. પ્રજાના નિત્યજીવનમાં ચાનો પ્રવેશ સંપૂર્ણ ઓતપ્રોત થઈને એ પ્રકારની કહેવત આપોઆપ ભવિષ્યમાં સ્વાભાવિક વિકાસથી ઉદ્ભવ પામે તો જુદી વાત. પરંતુ ચાનો પ્યાલો નગરવાસીમાં તેમ જ ગ્રામવાસીમાં પણ પ્રવેશ પામ્યો છે છતાં જીવનમાં ઓતપ્રોત નથી, અને જીવનાંશ નથી, જીવનને બહારથી વળગાડેલો પ્રકાર છે. ભાષાનો વિકાસ પ્રજાજીવનમાંથી થાય છે એ તત્ત્વ અહીં આકસ્મિક રીતે સૂચિત થાય છે. | ભાષાસમૃદ્ધિ વધારવા માટે ઉદાસ ભાવ રાખી સર્વ સ્થળેથી શબ્દાદિકનો સ્વીકાર કરવો એ પક્ષને મર્યાદાની જરૂર તો છે જ: સર્વસ્વીકારની પદ્ધતિ એવી પણ ન થવી જોઈએ કે ભાષાની વિશુદ્ધિને હાનિ પહોંચે. ‘મોકલી આપવું’, ‘શું ચિન્તા’ ઇત્યાદિ દૂષિત પ્રયોગોને માટે, તેમ જ અંગ્રેજી ભાષારૂઢિના તરજૂમિયા ઉતારા, અંગ્રેજી વાક્યરચનાની કઢંગી નકલો, ઇત્યાદિ માટે, ભાષાના જીવનતત્ત્વની દૃષ્ટિએ જોતાં, કશો પણ બચાવ નથી. આવા પ્રયોગોની અશુદ્ધિનું બીજ તપાસવા જઈશું તો જણાશે કે પ્રજાજીવન સાથે વિરોધ એમાં કોઈ ને કોઈ રૂપે સમાયેલો હોય છે. પ્રજાજીવનમાંથી જે પ્રયોગો સ્વાભાવિક વિકાસક્રિયાથી પ્રગટ થતા નથી તે ભાષાની વિશુદ્ધિને ક્ષતિકર બને છે. અંગ્રેજીમાં ‘a storm in a tea-cup’ એ કહેવત છે તેના પ્રતિબિંબરૂપે આપણી ભાષામાં કોઈ કહેવત ન જડે તે માટે “ચાના પ્યાલામાં તોફાન” એમ કહેવત ઘડી કાઢીશું તો તે પ્રજાજીવનનું પ્રતિબિમ્બ તો નહિ જ બને એ જ રીતે ગુજરાતી કહેવત “સો દહાડા વહુના” એનું અંગ્રેજીમાં રૂપાન્તર કરવા જતાં તેવી જ વિફલતા થવાની. પ્રજાના નિત્યજીવનમાં ચાનો પ્રવેશ સંપૂર્ણ ઓતપ્રોત થઈને એ પ્રકારની કહેવત આપોઆપ ભવિષ્યમાં સ્વાભાવિક વિકાસથી ઉદ્ભવ પામે તો જુદી વાત. પરંતુ ચાનો પ્યાલો નગરવાસીમાં તેમ જ ગ્રામવાસીમાં પણ પ્રવેશ પામ્યો છે છતાં જીવનમાં ઓતપ્રોત નથી, અને જીવનાંશ નથી, જીવનને બહારથી વળગાડેલો પ્રકાર છે. ભાષાનો વિકાસ પ્રજાજીવનમાંથી થાય છે એ તત્ત્વ અહીં આકસ્મિક રીતે સૂચિત થાય છે. | ||
માટે ભાષાના જીવનનું રક્ષણ કરવું એ પણ આપણું કર્તવ્ય છે; બહારના અંશોનો સ્વીકાર, પોતાના વ્યક્તિસ્વરૂપને બાધક ન થાય તે રીતે કરવો એ જેમ ઇષ્ટ છે તેમ, અન્ય પક્ષે, ભાષાના જીવનસ્વરૂપને અનિષ્ટ આક્રમણોથી અસ્પૃષ્ટ રાખી રક્ષણ કરવું તે પણ કર્તવ્ય છે. આમ ભાષાના વ્યક્તિજીવનના રક્ષણરૂપી કર્તવ્યને લીધે જ હિન્દી અથવા અન્ય ભાષા ભરતખંડ માટે (સમાન ભાષા નહિ, પણ) એક ભાષા – અનન્ય ભાષા – બનાવવાનો પક્ષ આપણી સાહિત્ય પરિષદના વ્યક્ત ઉદ્દેશને બાધક બનવાનો રહે છે. આ વિશે અન્ય પ્રસંગે હું સવિસ્તર સ્થિતિપરીક્ષા કરી ચૂક્યો છું. | માટે ભાષાના જીવનનું રક્ષણ કરવું એ પણ આપણું કર્તવ્ય છે; બહારના અંશોનો સ્વીકાર, પોતાના વ્યક્તિસ્વરૂપને બાધક ન થાય તે રીતે કરવો એ જેમ ઇષ્ટ છે તેમ, અન્ય પક્ષે, ભાષાના જીવનસ્વરૂપને અનિષ્ટ આક્રમણોથી અસ્પૃષ્ટ રાખી રક્ષણ કરવું તે પણ કર્તવ્ય છે. આમ ભાષાના વ્યક્તિજીવનના રક્ષણરૂપી કર્તવ્યને લીધે જ હિન્દી અથવા અન્ય ભાષા ભરતખંડ માટે (સમાન ભાષા નહિ, પણ) એક ભાષા – અનન્ય ભાષા – બનાવવાનો પક્ષ આપણી સાહિત્ય પરિષદના વ્યક્ત ઉદ્દેશને બાધક બનવાનો રહે છે. આ વિશે અન્ય પ્રસંગે હું સવિસ્તર સ્થિતિપરીક્ષા કરી ચૂક્યો છું.<ref>“ભરતખંડ માટે એક ભાષા” એ નિબન્ધ, ત્રીજી ગુજરાતી સાહિત્યપરિષદના રિપોર્ટમાં પ્રગટ થએલો જુવો.</ref> અહીં પ્રસંગોપાત્ત આટલું દિગ્દર્શન બસ છે. | ||
પ્રજાજીવનનો સાક્ષાત્કાર ભાષામાં છે તો તો ભારત રાષ્ટ્રીય ભાવના માટે આખા ભરતખંડ માટે એક ભાષાની આવશ્યકતા ઉત્પન્ન થઈ જ એમ શંકા નીકળે. પરંતુ જરાક ઊંડો વિચાર કરીએ. પ્રજાજીવન અને રાષ્ટ્રીય જીવન એ સમાન વ્યાપ્તિના શબ્દો નથી; પ્રજાજીવનનો વ્યાપાર રાષ્ટ્રીય જીવનમાં પર્યાપ્ત નથી થતો. સાંસારિક જીવન, ધાર્મિક જીવન, ઇત્યાદિ જીવનના વિવિધ પ્રદેશનો સંગ્રહ એમાં થાય છે. તે દૃષ્ટિથી પ્રાન્તિક રીતરિવાજ ઇત્યાદિમાં ભિન્નતા અનિવાર્ય છે. ઊંચી ભાવનાઓ સર્વપ્રાન્તોને સમાન હોય તે ખરું. પણ ભાષા કાંઈ ઘડી ઘડાતી નથી, કે ભાંગી ભંગાતી પણ નથી. એ તો પ્રકૃતિના નિયમોને વશ ઊગનારું વૃક્ષ છે. બીજું, રાષ્ટ્રીય ભાવના હજી આદિમ બંધાવાની હાલતમાં છે, તેનો સાક્ષાત્કાર હજી પ્રજાજીવનમાં આભ્યન્તર વિકાસમાંથી નથી થયો, બાહ્ય સંસ્કારના રૂપમાં જ છે, – ઇત્યાદિ સ્થિતિ વિચારીશું તો ઉપર કાઢેલી શઙ્કાનો નિરાસ થઈ જશે. | પ્રજાજીવનનો સાક્ષાત્કાર ભાષામાં છે તો તો ભારત રાષ્ટ્રીય ભાવના માટે આખા ભરતખંડ માટે એક ભાષાની આવશ્યકતા ઉત્પન્ન થઈ જ એમ શંકા નીકળે. પરંતુ જરાક ઊંડો વિચાર કરીએ. પ્રજાજીવન અને રાષ્ટ્રીય જીવન એ સમાન વ્યાપ્તિના શબ્દો નથી; પ્રજાજીવનનો વ્યાપાર રાષ્ટ્રીય જીવનમાં પર્યાપ્ત નથી થતો. સાંસારિક જીવન, ધાર્મિક જીવન, ઇત્યાદિ જીવનના વિવિધ પ્રદેશનો સંગ્રહ એમાં થાય છે. તે દૃષ્ટિથી પ્રાન્તિક રીતરિવાજ ઇત્યાદિમાં ભિન્નતા અનિવાર્ય છે. ઊંચી ભાવનાઓ સર્વપ્રાન્તોને સમાન હોય તે ખરું. પણ ભાષા કાંઈ ઘડી ઘડાતી નથી, કે ભાંગી ભંગાતી પણ નથી. એ તો પ્રકૃતિના નિયમોને વશ ઊગનારું વૃક્ષ છે. બીજું, રાષ્ટ્રીય ભાવના હજી આદિમ બંધાવાની હાલતમાં છે, તેનો સાક્ષાત્કાર હજી પ્રજાજીવનમાં આભ્યન્તર વિકાસમાંથી નથી થયો, બાહ્ય સંસ્કારના રૂપમાં જ છે, – ઇત્યાદિ સ્થિતિ વિચારીશું તો ઉપર કાઢેલી શઙ્કાનો નિરાસ થઈ જશે. | ||
આપણી ભાષાનું મરણ ન થવા દેવું – આ એક આપણે સંભાળવાનું છે. ડૉક્ટર ફ્લીટ જે વખતે શોલાપુર જિલ્લામાં કલેક્ટર હતા તે વખતે એમના પ્રસંગમાં હું આવ્યો હતો. તે અરસામાં વાતપ્રસંગે એમણે કહ્યું કે દેશી ભાષાઓના વિકાસ માટેના પ્રયાસો વ્યર્થ છે, વખત જતે અંગ્રેજી ભાષા તે જ હિન્દુસ્તાનની ભાષા થવાની છે. આ વિલક્ષણ મતનો ઉત્તર મેં | આપણી ભાષાનું મરણ ન થવા દેવું – આ એક આપણે સંભાળવાનું છે. ડૉક્ટર ફ્લીટ જે વખતે શોલાપુર જિલ્લામાં કલેક્ટર હતા તે વખતે એમના પ્રસંગમાં હું આવ્યો હતો. તે અરસામાં વાતપ્રસંગે એમણે કહ્યું કે દેશી ભાષાઓના વિકાસ માટેના પ્રયાસો વ્યર્થ છે, વખત જતે અંગ્રેજી ભાષા તે જ હિન્દુસ્તાનની ભાષા થવાની છે. આ વિલક્ષણ મતનો ઉત્તર મેં અન્યત્ર <ref>“ભરતખંડ માટે એક ભાષા” એ નિબન્ધ, પૃ-क ૩૭-૩૮ (‘ત્રીજી સાહિત્યપરિષદનો રિપોર્ટ’)</ref> આપ્યો છે. આપણી પ્રાન્તીય ભાષાનો ઇતિહાસવિકાસ એ મતને ખોટો પાડશે, એમ તે સ્થળે મેં દર્શાવ્યું છે. અહીં એટલું ઉમેરું છું કે હિન્દુસ્તાનના લોકોના પ્રાચીનકાળથી વિકાસ પામેલા સુધારાનો ઇતિહાસ ભૂલી જઈને એમને અમેરિકાના ઇંડિયનોની સાથે સમાન કક્ષામાં મૂકનારા કેટલાક એમ કહે છે કે એ અમેરિકાની જંગલી પ્રજાની પેઠે હિન્દુસ્તાનની પ્રજા પણ નાબૂદ થશે. તેના જેવો જ આ મતમાં ઇતિહાસ અને વસ્તુસ્થિતિનો અનાદર પ્રગટ થાય છે. જો ભરતખંડની પ્રજા અસ્તિત્વમાંથી લુપ્ત થશે, ભરતખંડમાંથી શુદ્ધ પ્રાચીન ધર્મનું સ્વરૂપ ભૂંસાઈ જઈ સર્વત્ર કિશ્ચિઆનિટી વ્યાપશે, તો બેશક પ્રાન્તીય ભાષાઓનો નાશ થશે. પણ હજી તે સમયને બહુ વાર છે. | ||
પણ જે રીતે સંસ્કૃત ભાષા હાલના સમયમાં મરણ પામેલી જ ગણાય તેમ આપણી ભાષાઓનું મરણ થશે તો કેમ? સંસ્કૃત ભાષા તે હવે જીવનની ભાષા કોઈ પ્રદેશમાં નથી. (વસ્તીપત્રકના રિપોર્ટમાં વિરલ પ્રદેશમાં સંસ્કૃત ભાષા બોલાતી કહેલી છે ખરી, પરંતુ તે માત્ર ૭૧૬ જણા બોલે છે એમ કહેલું છે, અને એ જીવનભાષા તરીકે હોવા વિશે સંશય છે.) આ પરિણામ આપણી ભાષા ન પામે તે માટે સંસ્કૃત ભાષાના મરણનાં કારણો તપાસીશું તો આપણને બચાવનો રસ્તો જડશે. સંસ્કૃત ભાષાએ પોતાના સ્વરૂપમાં જોઈએ તેટલી સ્થિતિસ્થાપકતા જાળવી નહિ; પોતાનાં પરિવેષ્ટનો (‘એન્વીરોન્મેન્ટ્સ’) – આસપાસ વીંટાયલાં બળો – ની સાથે યોગ્ય અનુકૂળતા, સમયોચિત ફેરફાર કરવાની ક્રિયા, તરફ વલણ ન રાખ્યું, અને બહુધા અણવળકણી લોખંડ જેવી સ્થિતિ પકડી રાખી; પ્રજાના આંતરજીવનમાં પ્રચરિત થયેલાં રૂપાંતરોને મૂર્ત કરવા માટે તે તે પ્રમાણમાં ભાષામાં રૂપાંતરો ન થવા દીધાં; તેથી સંસ્કૃત ભાષા પરિણામે મરણ પામી. માટે આપણે મરણભય ટાળવા માટે આપણી ભાષાને એ આગ્રહી સ્થિતિમાં અકડાઈ જવા દેવી નહિ એ મુખ્ય પ્રતિબંધક ઉપાય છે. પરંતુ સામે એ પણ સંભાળ રાખવાની જરૂર છે કે આપણી ભાષાનું જીવનબિમ્બક અન્તઃસ્વરૂપ તજી દઈને વિદેશી સ્વરૂપો અવિચારથી સંઘરવાં ન જોઈએ. નવીન ભાવનાદિક આસપાસ આવીને અનુપ્રાણન કરે તો તે વખતે ભાષાનાં ઇન્દ્રિયદ્વારો બંધ પણ ન રાખવાં; પરિવેષ્ટનોમાંનાં પ્રતિકૂલ હોય તે જોડે યુદ્ધ કરવું અને અનુકૂલ હોય તે જોડે આલિંગન કરી એનો પ્રાણ ભેળવી દેવો. આમ सर्वनाशे समुत्पन्ने अर्घे त्यजाति पण्डितः એ બોધનો સારો ઉપયોગ કરવો, મૂર્ખ પંડિતોએ કર્યો હતો તેવો નહિ. | પણ જે રીતે સંસ્કૃત ભાષા હાલના સમયમાં મરણ પામેલી જ ગણાય તેમ આપણી ભાષાઓનું મરણ થશે તો કેમ? સંસ્કૃત ભાષા તે હવે જીવનની ભાષા કોઈ પ્રદેશમાં નથી. (વસ્તીપત્રકના રિપોર્ટમાં વિરલ પ્રદેશમાં સંસ્કૃત ભાષા બોલાતી કહેલી છે ખરી, પરંતુ તે માત્ર ૭૧૬ જણા બોલે છે એમ કહેલું છે, અને એ જીવનભાષા તરીકે હોવા વિશે સંશય છે.) આ પરિણામ આપણી ભાષા ન પામે તે માટે સંસ્કૃત ભાષાના મરણનાં કારણો તપાસીશું તો આપણને બચાવનો રસ્તો જડશે. સંસ્કૃત ભાષાએ પોતાના સ્વરૂપમાં જોઈએ તેટલી સ્થિતિસ્થાપકતા જાળવી નહિ; પોતાનાં પરિવેષ્ટનો (‘એન્વીરોન્મેન્ટ્સ’) – આસપાસ વીંટાયલાં બળો – ની સાથે યોગ્ય અનુકૂળતા, સમયોચિત ફેરફાર કરવાની ક્રિયા, તરફ વલણ ન રાખ્યું, અને બહુધા અણવળકણી લોખંડ જેવી સ્થિતિ પકડી રાખી; પ્રજાના આંતરજીવનમાં પ્રચરિત થયેલાં રૂપાંતરોને મૂર્ત કરવા માટે તે તે પ્રમાણમાં ભાષામાં રૂપાંતરો ન થવા દીધાં; તેથી સંસ્કૃત ભાષા પરિણામે મરણ પામી. માટે આપણે મરણભય ટાળવા માટે આપણી ભાષાને એ આગ્રહી સ્થિતિમાં અકડાઈ જવા દેવી નહિ એ મુખ્ય પ્રતિબંધક ઉપાય છે. પરંતુ સામે એ પણ સંભાળ રાખવાની જરૂર છે કે આપણી ભાષાનું જીવનબિમ્બક અન્તઃસ્વરૂપ તજી દઈને વિદેશી સ્વરૂપો અવિચારથી સંઘરવાં ન જોઈએ. નવીન ભાવનાદિક આસપાસ આવીને અનુપ્રાણન કરે તો તે વખતે ભાષાનાં ઇન્દ્રિયદ્વારો બંધ પણ ન રાખવાં; પરિવેષ્ટનોમાંનાં પ્રતિકૂલ હોય તે જોડે યુદ્ધ કરવું અને અનુકૂલ હોય તે જોડે આલિંગન કરી એનો પ્રાણ ભેળવી દેવો. આમ सर्वनाशे समुत्पन्ने अर्घे त्यजाति पण्डितः એ બોધનો સારો ઉપયોગ કરવો, મૂર્ખ પંડિતોએ કર્યો હતો તેવો નહિ. | ||
ભાષાને મરણમાંથી બચાવવા માટે આ સામાન્ય ધોરણ બસ છે. અલબત્ત, પરમ અંતે તો મરણ સર્વનું છે જ; ભાષા, શાસ્ત્ર, સાહિત્ય ઇત્યાદિ સર્વનું. પરંતુ તે પ્રલયકાળના સમયના વિનાશ માટે ખેદ પણ નથી કરવાનો, અને તેટલા માટે દુનિયા ચાલે છે ત્યાં સુધી તો ભાષાના રક્ષણ માટે પ્રયાસ કરતાં અટકવાનું પણ કારણ નથી. એ પ્રયાસ કરતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે દેહ કરતાં મનોવ્યાપાર અધિક પ્રભાવવાળી વસ્તુ છે, અને મનોવ્યાપારના વિચારમય રૂપને પૂર્ણ બળમાં પ્રગટ કરવાનું સામર્થ્ય કોઈ પણ માનવભાષામાં નથી; ભાષા તે વિચારપ્રકટનનું આખરે અલ્પબળ સાધન છે; છતાં તે સાધનમાં આપણાથી બને તેટલું સામર્થ્ય પૂરવું એ આપણું લક્ષ્ય જોઈએ. બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે આ યુગમાં, જગતના દૂર દૂર દેશનાં સ્થળો વચ્ચે પરસ્પર ગાઢ વ્યવહારસંબંધના યુગમાં, કોઈ પણ છૂટક પ્રજા જગતનાં ચાલક બળો (‘વર્લ્ડ ફૉર્સીઝ’)થી અસ્પૃષ્ટ રહી શકશે નહિ, તેથી ભાષા ઉપર પણ એ વ્યાપક બળોની અસર પહોંચવાની જ. તેટલે અંશે ભાષાને બાહ્ય સંસ્કારોથી બચાવવાનો વ્યર્થ પ્રયાસ ન કરવો તે ખરું છે. તથાપિ ભાષાનું વ્યક્તિરૂપ સાચવવાનો પ્રયાસ તે આ તત્ત્વને બાધક નહીં બને. મેં અન્ય | ભાષાને મરણમાંથી બચાવવા માટે આ સામાન્ય ધોરણ બસ છે. અલબત્ત, પરમ અંતે તો મરણ સર્વનું છે જ; ભાષા, શાસ્ત્ર, સાહિત્ય ઇત્યાદિ સર્વનું. પરંતુ તે પ્રલયકાળના સમયના વિનાશ માટે ખેદ પણ નથી કરવાનો, અને તેટલા માટે દુનિયા ચાલે છે ત્યાં સુધી તો ભાષાના રક્ષણ માટે પ્રયાસ કરતાં અટકવાનું પણ કારણ નથી. એ પ્રયાસ કરતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે દેહ કરતાં મનોવ્યાપાર અધિક પ્રભાવવાળી વસ્તુ છે, અને મનોવ્યાપારના વિચારમય રૂપને પૂર્ણ બળમાં પ્રગટ કરવાનું સામર્થ્ય કોઈ પણ માનવભાષામાં નથી; ભાષા તે વિચારપ્રકટનનું આખરે અલ્પબળ સાધન છે; છતાં તે સાધનમાં આપણાથી બને તેટલું સામર્થ્ય પૂરવું એ આપણું લક્ષ્ય જોઈએ. બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે આ યુગમાં, જગતના દૂર દૂર દેશનાં સ્થળો વચ્ચે પરસ્પર ગાઢ વ્યવહારસંબંધના યુગમાં, કોઈ પણ છૂટક પ્રજા જગતનાં ચાલક બળો (‘વર્લ્ડ ફૉર્સીઝ’)થી અસ્પૃષ્ટ રહી શકશે નહિ, તેથી ભાષા ઉપર પણ એ વ્યાપક બળોની અસર પહોંચવાની જ. તેટલે અંશે ભાષાને બાહ્ય સંસ્કારોથી બચાવવાનો વ્યર્થ પ્રયાસ ન કરવો તે ખરું છે. તથાપિ ભાષાનું વ્યક્તિરૂપ સાચવવાનો પ્રયાસ તે આ તત્ત્વને બાધક નહીં બને. મેં અન્ય પ્રસંગે <ref>“ભરતખંડ માટે એક ભાષા” એ નિબન્ધ, પૃષ્ઠ क ૧૨, क ૧૩, ‘ત્રીજી સાહિત્યપરિષદનો રિપોર્ટ’ જુવો.</ref> દર્શાવ્યું છે તે પ્રમાણે યુરોપખંડમાં પંદર વર્ષ ઉપરાંતથી દેશદેશની ભાષાનું સ્વતંત્ર સાહિત્યમય બંધારણ થવાનું વલણ શરૂ થયેલું છે અને એનું પ્રાબલ્ય ચાલુ છે; અને વિશ્વનાં ચાલક બળોની વ્યાપકતા, ઉપર કહી તે, ધ્યાનમાં રાખતાં એ બળનો પ્રભાવ આપણા દેશની પ્રાન્ત ભાષાઓ ઉપર પણ થવાનો, અર્થાત્ ભાષાનું વ્યક્તિસ્વરૂપ બાંધવું તથા વિકસાવવું એને પણ વિશ્વનાં ચાલક બળોમાં સ્થાન છે. આમ છતાં બીજાં ચાલક બળોની પ્રવૃત્તિ પણ ભેગભેગી થવાની; – જેવાં કે માનવજાતિમાં બંધુતા સાધનારાં, એકીકરણ કરનારાં, આત્મિક બળો. આ બળો ભાષાના વ્યક્તિવિકાસને પોષક થાય એમ સમન્વય સાધવો, અને ભાષાને પણ એ એકીકરણ સાધનારાં આત્મિક બળોનું સાધન બનાવવું, એ તો પરમોત્તમ સેવા ગણાશે. | ||
<br> | <br> | ||
<br> | <br> |
edits