18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. ચકડોળ ઉપર|}} {{Poem2Open}} નાગર જુવાન નરસૈંયાને વિશે રા’ની પહેલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
નાગર જુવાન નરસૈંયાને વિશે રા’ની પહેલી ધારણા હવે જૂની બની હતી. નરસૈંયો ક્યાં રહે છે, શું કરે છે, એ ધ્યાન વચગાળાનાં વર્ષોમાં રા’ માંડળિકને રહ્યું નહોતું. વચગાળો રા’ને માટે આપદા ને ચિંતાઓથી ભરેલો હતો. ને હવે તો રા’નું હૃદય વધુ વધુ ડોળાણોમાં ને વમળોમાં ઘૂમરીએ ચડ્યું હતું. | નાગર જુવાન નરસૈંયાને વિશે રા’ની પહેલી ધારણા હવે જૂની બની હતી. નરસૈંયો ક્યાં રહે છે, શું કરે છે, એ ધ્યાન વચગાળાનાં વર્ષોમાં રા’ માંડળિકને રહ્યું નહોતું. વચગાળો રા’ને માટે આપદા ને ચિંતાઓથી ભરેલો હતો. ને હવે તો રા’નું હૃદય વધુ વધુ ડોળાણોમાં ને વમળોમાં ઘૂમરીએ ચડ્યું હતું. | ||
કોઈ કોઈ વાર આગળની રાત્રિઓ નરસૈંયા વિશેની વાતોથી રસભરી બનતી હતી. કુંતાદેને મોંએથી સાંભળવા મળતું. રાસમંડળ જમાવીને વચ્ચે મશાલ ધરી ઊભો ઊભો નરસૈંયો જ રાત્રિએ સ્ત્રીઓ અને પુરુષોનાં સહિયારાં વૃંદને ગવરાવી રહ્યો હતો કે— | કોઈ કોઈ વાર આગળની રાત્રિઓ નરસૈંયા વિશેની વાતોથી રસભરી બનતી હતી. કુંતાદેને મોંએથી સાંભળવા મળતું. રાસમંડળ જમાવીને વચ્ચે મશાલ ધરી ઊભો ઊભો નરસૈંયો જ રાત્રિએ સ્ત્રીઓ અને પુરુષોનાં સહિયારાં વૃંદને ગવરાવી રહ્યો હતો કે— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
આશાભર્યાં અમે આવિયાં રે | આશાભર્યાં અમે આવિયાં રે | ||
મારે વા’લે રમાડ્યા રાસ રે | મારે વા’લે રમાડ્યા રાસ રે | ||
આવેલ આશાભર્યાં રે. | આવેલ આશાભર્યાં રે. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
તે રાત્રિએ મહેતાજીના ચોરામાં પોતે વેશપલટો કરીને હાજર હતી. તે રાતે રાસ રચ્યો હતો. સમયનું ભાન ભુલાયું હતું. ભક્ત નરસૈંયાના હાથની મશાલ આખી સળગી રહી હતી. તે પછી એનો પહોંચો—હાથ સળગતી મશાલ બન્યો હતો. અગ્નિ-ઝાળ નરસૈંયાની કોણી સુધી ગઈ હતી. | તે રાત્રિએ મહેતાજીના ચોરામાં પોતે વેશપલટો કરીને હાજર હતી. તે રાતે રાસ રચ્યો હતો. સમયનું ભાન ભુલાયું હતું. ભક્ત નરસૈંયાના હાથની મશાલ આખી સળગી રહી હતી. તે પછી એનો પહોંચો—હાથ સળગતી મશાલ બન્યો હતો. અગ્નિ-ઝાળ નરસૈંયાની કોણી સુધી ગઈ હતી. | ||
એવામાં તાજેતર વીશળ કામદારે રા’ પાસે આવી એક વધુ ચમત્કારી વાત કરી હતી કે, કોઈક પરદેશી યાત્રાળુઓ દ્વારકા જતા હતા, તેમની પાસે રોકડ ખરચી હતી, પણ વાઘેરો લૂંટશે એવી બીકે તેમણે આ શહેરમાં હૂંડી ખરીદવા નક્કી કર્યું. હૂંડીને ખરીદનાર કોઈ ન જડ્યો. કોઈક ટીખળીએ આ પરદેશીઓને વિભ્રમમાં નાખ્યા કે નરસૈં મહેતા અમારા શહેરના માતબર શરાફ છે; એ તમને હૂંડી લખી આપશે. નરસૈંયાને ઘેર તે દિવસ પચાસ-સો સંતો-અભ્યાગતનું કટક પડ્યું હતું. ઘરમાં તેમને ખવરાવવાના તાકડા નહોતા. ઠીક થયું, ટાણાસર નાણાં પહોંચાડ્યાં મારા વા’લાજીએ! એમ કહીને નરસૈં મહેતાએ નાણાં સ્વીકારી લઈ એક કાગળના કટકા ઉપર હૂંડી લખી દીધી કે, ‘શેઠ શ્રી શામળિયાજી! રૂપિયા આટલા પૂરા ગણી દેજો.’ એ જ યાત્રાળુઓ દ્વારિકાથી આંહીં પાછા ફર્યા છે. એમણે નરસૈં મહેતાને વાત કરી છે : અજબ વાત છે : યાત્રાળુઓ કહે છે કે શેઠજી, આખી દ્વારિકાપુરીમાં આ હૂંડીનો ધણી શેઠ શામળિયોજી નામે કોઈ વેપારી છે જ નહીં ને કોઈકે તમને ફસાવ્યા છે એમ અમને એકેએક દુકાનેથી જવાબ જડ્યો. અંતે અમે થાકીને દ્વારિકા બહાર નીકળ્યા ત્યારે દરવાજામાં એક પુરુષ સામે મળ્યો. એણે કહ્યું કે ભાઈ, હું જ એ શામળો શેઠ. હું ગામતરે ગયો હતો. લાવો હૂંડી સીકારી આપું. એમ કહી નાણાં ગણી આપ્યાં. | એવામાં તાજેતર વીશળ કામદારે રા’ પાસે આવી એક વધુ ચમત્કારી વાત કરી હતી કે, કોઈક પરદેશી યાત્રાળુઓ દ્વારકા જતા હતા, તેમની પાસે રોકડ ખરચી હતી, પણ વાઘેરો લૂંટશે એવી બીકે તેમણે આ શહેરમાં હૂંડી ખરીદવા નક્કી કર્યું. હૂંડીને ખરીદનાર કોઈ ન જડ્યો. કોઈક ટીખળીએ આ પરદેશીઓને વિભ્રમમાં નાખ્યા કે નરસૈં મહેતા અમારા શહેરના માતબર શરાફ છે; એ તમને હૂંડી લખી આપશે. નરસૈંયાને ઘેર તે દિવસ પચાસ-સો સંતો-અભ્યાગતનું કટક પડ્યું હતું. ઘરમાં તેમને ખવરાવવાના તાકડા નહોતા. ઠીક થયું, ટાણાસર નાણાં પહોંચાડ્યાં મારા વા’લાજીએ! એમ કહીને નરસૈં મહેતાએ નાણાં સ્વીકારી લઈ એક કાગળના કટકા ઉપર હૂંડી લખી દીધી કે, ‘શેઠ શ્રી શામળિયાજી! રૂપિયા આટલા પૂરા ગણી દેજો.’ એ જ યાત્રાળુઓ દ્વારિકાથી આંહીં પાછા ફર્યા છે. એમણે નરસૈં મહેતાને વાત કરી છે : અજબ વાત છે : યાત્રાળુઓ કહે છે કે શેઠજી, આખી દ્વારિકાપુરીમાં આ હૂંડીનો ધણી શેઠ શામળિયોજી નામે કોઈ વેપારી છે જ નહીં ને કોઈકે તમને ફસાવ્યા છે એમ અમને એકેએક દુકાનેથી જવાબ જડ્યો. અંતે અમે થાકીને દ્વારિકા બહાર નીકળ્યા ત્યારે દરવાજામાં એક પુરુષ સામે મળ્યો. એણે કહ્યું કે ભાઈ, હું જ એ શામળો શેઠ. હું ગામતરે ગયો હતો. લાવો હૂંડી સીકારી આપું. એમ કહી નાણાં ગણી આપ્યાં. |
edits